Last Update : 18-July-2012, Wednesday

 

યે ક્યા હો રૈલા હય?

ખબરે પાકિસ્તાન
 

ખુદાના આ પસંદીદા મુલ્કામાં જબરી ઉથલ એવમ પાથલ ચાલી રહી છે. ખુદ પાક ફોજે પીછે હટ કરી. એમાં નવું શું છે કે આસમાનને તૂટી પડવા માટે મજબુર બનવું પડે? બાકી રહી બાત પાક શરજમીની તો એને હલી જવા વાસ્તે ઔર ભી બહોત બહાને હૈ. નાગરિક સરકાર અને ફોજ બીચના મુકાબલાના પ્રથમ રાઉન્ડમાં જન.તીસમાર ખાં ચારો ખાના ચિત્ત થયા છે. સરસેનાપતિ જન. અશ્ફાક કયાનિએ ટંગડી ઊંચી કરીને હારની એઝહાર (કબુલાત) કરી છે. આપેડકાર મારી છે કે ફોજે હરદમ લોકશાહીને ટેકો આપ્યો છે અને આગે ભી જંબુરીયતનું જતન કરવાનું ચાલુ રાખશે. બચ્ચે લોગ તાલિયાં બજાવતા પહેલાં એટલું જાન લો કે જન. કયાનિએ કસમ ખાધી છે કે ફોજ અપની જુમ્મેવારી અદા કરવામાં કદી પીછે હટ નહીં કરે. મતલબ કે મૌજુદા શિકસ્ત ચિત્તાનુમા છે. શિકાર પર હમલો કરતાં પહેલાં ચિત્તો ગણતરીપૂર્વક થોડા કદમ પાછળ જાય છે. જેથી જાન લેવા છલાંગ મારી શકાય! પાક ફોજની જુમ્મેવારી મુલ્કનું સંરક્ષણ કરવાની જ નથી. બલ્કે સરકાર ચલાવવાની તેમજ હટાવવાની બી છે. આવી નેક જવાબદારી નીભાવવા માટે ફોજને બહાદુરીભરી પીછેહઠ કરવામાં કોઈ નાનય નથી. પાક-અફધાન સરહદ પર એક લશ્કરી મથકમાં જવાનોનો જુસ્સો વધારવા નવેમ્બર ૨૦૧૧માં તશરીફ લાવેલા જન. કયાનિએ મુલ્કને એવી ખાતરી આપી કે મુલ્કની સલામતીની બાબતમાં કોઈ સમાધાન કરવામાં નહીં આવે.
આગે પાક સંસદ સમક્ષ જન. ક્યાનિ જબાન કચરી ચૂક્યા હતા કે ફોજ પાક બંધારણને વફાદાર રહેશે. આવી બાંહેધારી આપવાનો બુરો વક્ત કેમ આવ્યો? વેલ, વઝીરે આઝમ ગીલાણીએ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સરકારને ઉથલાવી નાખવાના યા સદરે રિયાસત આસિફમીયાંને ટપકાવી નાખવાની સાજીશનો જીક્ર કર્યો હતો. પાક સંસદને સંબોધતા જનાબ ગીલાણી ઉવાચ્યા હતા કે પાક પાર્લામેન્ટની સત્તા સર્વોપરી છે. યાની કે ફોજ અને ઈવન સુપ્રિમ કોર્ટે સંસદની બાંદી છે. યે પોઈન્ટ નોટ કિયા જાય કે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ઈફતીખાર મહમદ ચૌધરીએ સોઈ ઝાટકીને સ્પષ્ટ કર્યું છે કે મુલ્કમાં અબ લશ્કરી રાજ મુમકીન નથી. ટૂંકમાં ચાચા ચૌધરી ચુંટાયેલી સરકારના ચુસ્ત તરફદાર છે. આપે મુલ્કને ખાતરી આપી છે કે ન્યાયતંત્ર બંધારણની રક્ષા કોઈ પણ કંિમતે કરશે. કારણ કે નામદાર ન્યાયમૂર્તિઓ માટે નવી સુધારેલી આચારસંહિતા અમલમાં આવી છે. એક બાજુ ચાચા ચૌધરીએ જંબુરીઅતની હિફાજત માટે ફોજ સાથે પંગો લીધો છે તો દુસરી ઔર વઝીરે આઝમ ગીલાણી ખુદ સુપ્રિમ કોર્ટ સામે શંિગડા ઉછાળ્યા છે. કારણ કે સુપ્રિમ કોર્ટે મુલ્કની સલામતી સાથે ચેડાં કરનારા તત્વો સામે મુકદમો દાખલ કર્યો છે. મજકુર મુકદમાના મુખ્ય સુત્રધાર મીયાં ટક્લુ ઉર્ફે નવાઝ શરીફ છે.
તમારા કાનપુરમાં હડતાલ નહીં હોય તો પૈસા પડી જવાનો અવાજ જરૂર સંભળાયો હશે, યાદ રહે કે મીયાં ટક્લુએ સુપ્રિમ કોર્ટના પરિસરમાં જબરો હંગામો મચાવ્યો હતો. એટલું જ નહીં, અરબી સમુદ્રપ્રદુષિત કરવાની ધમકી ઉચ્ચારી હતી. મુલ્કના તત્કાલિન વઝીરે આઝમની હેસિયતથી આપે પાક ન્યાયતંત્રને સમંદરમાં પધરાવી દેવાનો બદઈરાદો વ્યક્ત કર્યો હતો. આજે સેમ ટુ સેમ મીયાં ટકલુ સુપ્રિમ કોર્ટ પાસે ઈન્સાફ માંગે છે. મુલ્ક સાથે ગદ્દારી કરનારા આસિફ મીયાંને કડી સે કડી સજા ફરમાવવાની આપની અરજી પર સુપ્રિમ કોર્ટ સુનાવણી ચલાવી રહી છે. મીયાં ટકલુની પીછે જન. તીસમારખાં છે તો આસિફ મીયાંના પડખે ખુદ ચીફ જસ્ટીસ ચાચા ચૌધરી. અમેરિકા ખાતેના પાક રાજદૂત જનાબ હુસેન હક્કાનીની હકાલપટ્ટીના પ્રકરણની જાંચ સુપ્રિમ કોર્ટ દ્વારા નિયુક્ત આયોગે કરવી જોઈએ એવો આગ્રહ જન. કયાનિએ જીદની હદે રાખ્યો છે. જબ કી ગીલાણીની સરકાર સંસદીય સમિતિ દ્વારા ન થવી જોઈએનું નાડું કચકચાવીને પકડી બેઠી છે. જાંચ કોઈ બી કરે. ધી એન્ડમાં ઘી ખીચડીમાં જ ઢોળવાનું છે. અને ઢોળાયેલા ઘી પર રોવું બેમાની છે.
અબ વક્ત હૈ યાદો કી બરાત કાઢવાનો, નિવૃત જનરલ ઝિયાઉદ્દીન બટને આટલા વખતે સચનો દૌરો પડ્યો, કઈ ખુશીમાં આપે સચને છાપરે ચડીને પોકારવા મજબુર કર્યું? વેલ,હિસાબ ચૂકતે કરવા વાસ્તે. અક્ટુબર ૧૯૯૯માં વઝીરે આઝમ નવાઝ શરીફે જન. ઝિયાઉદ્દીનની મુલ્કના સરસેનાપતિ તરીકે નિમણુંક કરી હતી. મુલ્કના કમનસીબે આપ હોદ્દાના અખત્યાર સંભાળે તે પહેલાં જ જન. પરવેઝ મુશરફે તખ્તે ઈસ્લામાબાદ કબજે કર્યું અને જન. ઝિયાઉદ્દીન બટના હોઠ સુધી આવેલો પ્યાલો ઢોળાઈ ગયો. આ કે હોઠોં પે તૂટતે હૈ પ્યાલે, પ્યારે! એનો બદલો લેવા આપે પાક ફોજ પર મુલ્ક સાથે ગદ્દારી કરવાનો ઈલ્જામ લગાડ્યો છે. ફોજનાં બ્રિગેડિયર (નિવૃત) એઝાઝ શાહે એબોટાબાદમાં હઝરત ઓસામા બિન લાદેનને પનાહ આપી હતી. આવું ખતરનાક કારનામુ જન. મુશની પરવાનગી યા જાનકારી બિના મુમકીન નથી. યાદ રહે કે આપ સોગંદપર ઈન્કાર કરી ચૂક્યા છે કે પોતે આ બાબતથી બિલકુલ અનજાન હતા. હવે જાન. ઝિયાઉદ્દીન બટ બિના સોગંદ ખાયે કહે છે કે લશ્કર ક્યાં લડી રહ્યું છે એની જાણકારી ન હોવી ફોજના વડા માટે ડૂબી મરવા જેવી બાબત છે, કારણ કે એથી એવું ઈતિ સિદ્ધમ થાય છે કે પાક ફોજમાં જબરી લાલીયાવાળી ચાલે છે. અમેરિકા યા દુશ્મન મુલ્ક એનો ફાયદો ઉઠાવે તો જુમ્મેવાર કોણ?
જવાબ છે છાંડે ચડેલો ચોર! અકસર અસલી જવાબદાર બંધે હાથ આવતો નથી. કારણ કે પુલીસની પાક ફરજ હાથ ધસતા રહી જવાની છે. આસિફ મીયાંની નાદુરસ્તીનો રાઝ ફોજની હથેળીમાં આવેલી ચળ છે. કુર્સીની ચુલ અચ્છે અચ્છાને મીયાં મુશરફ બનાવે છે તો જન. અશ્ફાક પરવેઝ ક્યાનિ કિસ ખેતકી મુલી! એક જુમ્મેવાર (!) અફસર તરીકે આપ સેકયો પાપડ તક તોડી શકે તેમ નથી.કારણકે સુપ્રિમ કોર્ટે જુલાઈ ૩૧, ૨૦૦૯માં ગોઝારા દિવસે કટોકટીને બિન બંધારણી કરાર આપી હતી. યાદ રહે કે જન. મુશે નવેમ્બર ૨૦૦૭માં મુલ્કપર કટોકટી લાદી હતી. આજે ચાચા ચૌધરી સફક્ર કહે છે કે મુલ્કમાં લશ્કરી રાજની કોઈ ગુંજાઈશ નથી. કટોકટી દરમિયાન ફોજે સિતમનો કોરડો વંિઝ્‌યો હતો. નતીજન પાક તવારીખમાં પહેલીવાર જન આંદોલન શરૂ થયું હતું. આજે સરકાર ખિલાફ બાંયો ચડાવનાર મીયાં ટકલુને બુઠિયા મરે એનો વાંધો નથી, જમ ઘર ભાળી જવાનો ભો છે. બોલે તો આસિફ મીયાં ભાડમાં જાય એનો ગમ નથી. મગર આવામ લોહી ચાખી જાય તો શું એનો ડર છે. કારણ કે આપ તખ્તે ઈસ્લામાબાદ પર વાપસી કરવાના અરમાને પરવાન ચડાવી રહ્યા છે. ખુદા ખેર કરે. મુલ્કનું રિમોટ કંટ્રોલ અમેરિકાના હાથમાં હોય તો ખુદ ખુદા બીજું શું કરે?
ચીને પાક ઈજ્જતનો સોલિડ કચરો કર્યો છે. એક અઝીઝ દોસ્ત તરીકે મુલ્કની મદદે ચડી આવેલા ચીને પાક ઈજ્જતનો ફાલુદો નથી કર્યો એની સ-અફસોસ નોંધ લી જાય યોર ઓનર. ફાલુદો કમસે કમ ખાવાના કામમાં તો આવત. ચીને દુનિયાના સમૃદ્ધ મુલ્કોને અપીલ કરી છે કે આર્થિક સંકટમાં સપડાયેલા પાકિસ્તાનને સહાય કરો! યુરોપ-અમેરિકા સહિત આખી દુનિયા આર્થિક સંકટમાં છે. પાકિસ્તાનને મદદ શું તંબુરામાં કરે? ચીને આડકતરા તરીકાથી ઈસ્લામિક મુલ્કોને સળી કરી છે. કારણ કે એમની આર્થિક ટનાટની પર ચીનનો ડોળો છે. ખ્યાલ રહે કે ચીને ૧૦.૨ અબજ ડોલરના ઈરાન-પાકિસ્તાન ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટની આર્થિક જવાબદારી લીધી છે. શીયા પંથી ઈરાન સાથેના મુલ્કના સંબંધો નજરઅંદાજ રહે!
પાક વતી ભીખની ટહેલ નાખવાની સત્તા ચીનને કોણે આપી? વેલ, આવા બેતુકા સવાલો કરવા બેમાની છે. દોસ્તીમાં કહેવાનું ન હોય. સીઘું કરી રીપીટ કરી નાખવાનું હોય છે. પાક આન, બાન અને ઈવન શાનનો વિચાર કરવા ન બેસાય. બેસણામાં જવું અને શુખી સંતાડવી?! ચીને દોસ્ત તરીકે પોતાની પાક ફરજ બજાવી છે. હવે પાકિસ્તાનનો વારો છે કે વળતો વાટકી વહેવાર કરે. મતલબ કે સમૃદ્ધ ઈસ્લામિક મુલ્કોને ચીન સાથે વેપાર વધારવાની ભલામણ કરે. કેમ જાણે સઉદી અરેબિયા સહિત અન્ય અખાતી મુલ્કો મહમદઅલી ઝીણા ચંિઘ્યા રાસ્તે કદમ માંડવાના હોય.
ચીન-પાકિસ્તાન બીચ રેલ્વે લાઈન નાખવાનું ગાજર બી બટકાવવામાં આવ્યું છે. આ માટે પાક કોર્પોરેટ સેક્ટરને ચીનના ઝીનજાંગ પ્રાંતમાં કારખાના નાખવાનું આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. ટેક્સમાં પંચવર્ષીય માફી બી બતૌરે પ્રલોભન જાહેર કરવામાં આવી છે. ઝીનજાંગ ઈલાકો મુસ્લીમ બહુમતી ધરાવે છે. અને અહા સાલે અપનેવાલેને અખાણા રહેવું પડે એવા જુલ્મો સિતમ સહન કરવા પડે છે. અબ સમજ મેં આવી ચીનની ચાલ?
- સિરાઝ શીશાવાલા

 

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved