Last Update : 18-July-2012, Wednesday

 

અંધારું ‘પ્રોસેસ’ છે... અજવાળું... ‘પ્રોગ્રેસ’ છે...

ઓફબીટ - અંકિત ત્રિવેદી

વરસાદી વાતાવરણ છે. રાત્રિનો શાંત કોલાહલ છે. અંધારું દરબાર જમાવીને બેઠેલા રાજા જેવું લાગે છે. સવારે જે થવું હોય તે થાય અત્યારે તો આપણું જ રાજ અને આપણે જ રાજા - એવો અંધારાનો નફકરો સ્વભાવ ગેલમાં આવી ગયો છે. પ્રત્યેક અંધારું નવા અજવાળાનું જન્મસ્થળ છે. પ્રત્યેક અંધારું નવી સવારને પોતાના ખભે બેસાડીને સૂરજનું સ્વાગત કરે છે. અંધારું જાતને શોધવા શિખવાડે છે. એકલવ્યની જેમ દ્રોણ વિના બાણાવળી બનાવે છે. જેને અંધારાથી પ્રેમ હશે એ જ અજવાળાનો માલિક બની શકશે. અંધારામાં પગ મૂકતા થોડીક સાવધાની રાખવી પડે છે. અંધારામાં પગ મૂકતા જેમને આવડે એનો બેડો પાર થઈ જાય છે. અતિશય અજવાળું પણ આંખોને બંધ કરી દે છે ! સૂરજની સામે આંખોને અંધારા આવે છે. જે અજવાળાની દુકાન ખોલીને બેઠા છે એમને ખબર છે કે અંધારું ચકાચૌંધ કરે છે એલે અજવાળું વેચાય છે !
અંધારાની બીડ હોય છે. અજવાળું એકાંત શોધે છે. અંધારું દુઃખના ભાઈબંધ જેવું છે. અંધારાને પ્રગટ થવા માટે અજવાળાની જરૂર પડે છે. પૃથ્વી પર પડેલો - પ્રગટ થયેલો બે પથ્થરોની ચકમક વચ્ચેનો તણખો આજે આંગળીના ટેરવે સ્વીચોનું તોરણ બાંધીને જીવે છે ! દુનિયાને ટેરવા પરની સ્વીચોએ કેટલી ઓશિયાળી બનાવી દીધી છે ! અંધારું સ્વીચઓવર કરવા માટે પણ એની જરૂર પડે છે ! કોઇને યાદ કરવા માટે સ્મરણ શકિત કામે લગાડવા માટે સ્વીચોની જરૂર પડે છે ! દુનિયા લિમિટને લાઈમલાઇટમાં લાવીને ચાર રસ્તે ઊભી છે. દરેકને પોતાનો રસ્તો દુઃખી અને માયકાંગલો જ લાગે છે. કોઈ એવું નથી કે જે પોતાનાથી ખુશ હોય ! પ્રસિદ્ધિથી લઇને સાચવવાની પરંપરાગત પ્રણાલી સુધીના બધા જ જાતે ઊભા કરેલા નૈતિક ટેકાઓ છે. ડગ ભરવાનું સાહસ છે પણ પોતે સાચા છે એની કબૂલાત ભરી હંિમત કોઇનામાં નથી. એક અંધારાની અકળામણ આપણને સેંકડો અજવાળાની ગુંગળામણ સુધી લઇ જાય છે.
તાજુમાજું, સમુસુથરુ, પોતાના મરજાદી માિજનું અંધારું કેટલું બઘું જરૂરી છે એની ખબર દરેકને છે ! સાંજ એટલે જ પડે છે. સાંજ અંધારાનું પાદર છે. દિવસે ફરવા નીકળેલો થાક પોતાના પર નભીને હળવોફૂલ બને છે ત્યાં રાત ઝાલર બનીને રણઝણે છે. અંધારું રાજકારણમાં આવેલા નવાસવા યુવાનીયા જેવું ભુલોથી ઘડાતું શિખાઉ છે. એની ઉમેદવારીનું સમર્થન કરનારા નિરાશાની નિશાળમાં શિખેલા વંશજો છે. અજવાળું ઉદ્યોગપતિમાંથી રાજકારણી બનેલા ઘઢાઈને તૈયાર થયેલા અનુભવીની આપકમાઈનું છે. પ્રત્યેક અજવાળું અતિ આત્મવિશ્વાસની હદ ઓળંગે છે એટલે નો-મેન્સ લેન્ડના વિસ્તાર પર અંધારું તરાપ માર્યાનો ગુનો દાખલ કરાવે છે. અજવાળું બોલી નાંખે એવું ભડભડિયું છે. અંધારું અધકચરું જીવતા માણસો જેવું ઉપરછલ્લું છે. અંધારું પછી અજવાળું - એ ક્રમ છે. બંને એક બીજાના નજીકના સગા છે. પણ એક સાથે હોય એવું બની શકે નહીં ! પડછાયો બંને વચ્ચે દિવાલની જેમ જીવતા પાડોશી જેવો સમયસર કજીયા કરાવતો નોંધપાત્ર વ્યકિત છે. પડછાયો અંધારાને કારણે પણ છે. અને અજવાળાને કારણે પણ છે. એટલે પડછાયાને દહીમાં અને દૂધમાં રહેતા આવડે છે. અંધારાને અપેક્ષા હોય છે. અજવાળાને મહાત્વાકાંક્ષા હોય છે. હકીકત એ છે કે બંનેએ એક જ આકાશમાં ઊગવાનું હોય છે !
અડવાળું ઢાંકી દે છે. અંધારું ઉપસાવે છે. અંધારું અદ્રશ્ય હોય છે. અજવાળું તાદ્રશ્ય હોય છે. અંધારું ‘પ્રોસેસ’ છે. અજવાળું ‘પ્રોગ્રેસ’ છે. અજવાળું કાગળ પર છે. અંધારું અક્ષરોમાં છે. અંધારા અને અજવાળાની હરીફાઈમાં આપણે જીવી જવાનું છે. માટીનો અંધકાર પી પીને ફૂટેલી કૂંપળ જયારે અજવાળા સામે માથું ઊંચુ કરીને વાતો કરે છે ત્યાર કેવી સુંદર લાગે છે ! એના પોતાનામાં જ કેટલું બઘું અજવાળું દેખાય છે ! અજવાળામાં અજવાળું થાય ત્યારે સાચો ઊગવાનો માર્ગ માલૂમ પડે છે. મૌન એટલે જ અવાચક શબ્દોની સાધના છે ! જયાં વાણીને પ્રવાહ ચૂપ નહીં પણ શાંત હોય છે. જયાં બોલેલું પાછું ખેંચવાની પીડામાંથી મુક્ત થવાય છે. અંધારાની ગતિવિધી રાતરાણીની સુગંધમાં મહોરે છે. અજવાળું પારીજાતની જાતક કથામાં ઊછરે છે. મહેનત કરીને આગળ આવેલા માણસો અત્યારે વૈભવ માણતા હોય એવું બની શકે. કાળી રાતનું અંધારું એમને ગોદમાં લઇને ઉછેરતું હોય છે. અંધારું એટલે જ સફળતાની સીડીનું નહી ંદેખાતું અને છતાંય પગલાને ટેકો આપતું પહેલું પગથિયું છે.
જીવન આનાકાનીનો સરવાળો છે. બઘું જ એક સાથે નથી ગમતું હોતું ! અને બઘું જ એક સાથે ગમે જ એવું પણ જરૂરી નથી. વરસાદ ગમે છે પણ થોડા સમય પછી ઉઘાડ પણ ગમવા માંડે છે. અતિશયોકિત વગરનો પ્રેમ અને સ્થિરતા સાથેની સજ્જતા આપણા ગુણાંકમાં ઉમેરો કરે છે. બઘું જ મળી જશે એવા દિવાસ્વપ્ન કરતાં મળવાનું શરૂ થયું છે એના આનંદમાં આપણાપણાને ખુશ રાખીશું તો સવારનું અજવાળું આખા દિવસને તાજુમાજું રાખશે. અંધારા અને અજવાળા વચ્ચે મન અને હૃદયની તરફેણ ચાલે છે. બાળકને જોઈને બાળક બની જતાં આપણને ચોવીસ કલાક વિસ્મય અને આશ્ચર્ય થતું નથી કારણ કે આપણે સમજણ સાથે સોદો કરી નાંખ્યો છે જીંદગીભર.. રવિન્દ્રનાથ ટાગોરની કાવ્ય પંકત્‌ઇો છે કે ‘આ રહસ્યમય સુંદર સૃષ્ટિમાં મને મરવાની કોઉ ઉતાવળ નથી !...’ ટાગોરને ખબર છે કે મૃત્યુ તો છે જ પરંતુ મરવાની ઊતાવળ નથી. સૃષ્ટિ આખી સુંદર છે. પણ એ સુંદરતા રહસ્યમય છે. ્‌રીીિ ૈજ ર્જસી સૈજાિઅર્ હ ારી ીચાિર. મર્ડર મીસ્ટ્રીમાં દુનિયાને રસ પડે. પણ જીવનની મીસ્ટ્રીમાં તો કવિને રસ પડે !
જે ગોપિત છે, રહસ્યમય છે એનો આનંદ લેતા આપણને આવડે તો આપણે પણ કવિ કરતા કમ નથી. અંધારુ અને અજવાળું આવા રહસ્યના પૂર્ણવિરામ છે. એક પૂર્ણવિરામથી વાક્ય પૂરું થાય છે. બીજા પૂર્ણ વિરમથી વાક્ય શરૂ થાય છે. જન્મ અને મૃત્યુ એના અનુભવે સમજાતા નામ છે. અને જીવાતું જીવન બંનેના કારણે પડછાયા જોડે રમત રમતા નહીં પકડાતા અણનમ ખેલાડીની ખેલીદીલીનું જીંદાદીલ નામ છે. હું તમે અને આપણે અંધારાને પ્રેમ કરીએ છીએ અને અજવાળાને ઝંખીએ છીએ.
ઓન ધ બીટસ
એ હવાને રાતવાસો આપીએ
પણ દિવાને શું ખુલાસો આપીએ ?
- ખલીલ ધનતેજવી

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved