Last Update : 18-July-2012, Wednesday

 

લોકવિચાર

 

અનાજની સાચવણી


આદમી પોતાના ઘરનું અનાજ બગડે તો કેવો ગુસ્સે થાય છે. ઘરની વ્યક્તિ પર ત્યારે આને સરકારી અનાજ-સરકારમાં આવો કેવો વહીવટ? કે લાખો ટન અનાજ બગડે છે! ગોદામોમાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પર અને કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર પર દોષારોપણ કરે. આખરે બંનેમાં વહીવટ કરનાર તો માનવ જ છે ને? ગોદામોમાં ખરાબ હાલતમાં સડી ગયેલ અનાજ ટી.વી. પર કે દૈનિક પત્રમાં જોવાથી કંપારી છૂટી જાય છે અને વહીવટ કરતા પર તિરસ્કાર અને ગુસ્સો આવી જાય. એનાથી વધારે તો આ સડી ગયેલ અનાજ દારૂ બનાવતી કંપનીઓને ઓછા ભાવે વેચવામાં આવે. જાણે ઘણું સારું કામ કર્યું હોય એવું દર્શાવવામાં આવે. આવો બનાવ બીજી વાર જોવા જાણવા મળ્યો. પણ કાર્ય પઘ્ધતિમાં સુધારો કે અનાજ સાચવવા માટેના સ્ટોર બનાવવા કે અનાજને વહેલી તકે જરૂરિયાત મંદ રાજ્યોને પહોંચતા કરવાની કે ભૂખ્યા લોકોને આ અનાજ પહોંચતું કરવું એવી વ્યવસ્થા ન થઈ શકે? પરંતુ એમાં પણ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની વહીવટી મંજૂરી મળવી જોઈએ! વહીવટમાં પત્રો પહોંચતા મહિનાઓ લાગે અને મંજુરી પત્રો મળતાં મહીના લાગે એટલે અનાજ સડી જાય એમાં નવાઈ નહીં!
મહેન્દ્ર એન. પારેખ
************
પ્રજા જાગે


ગરીબી, મોંઘવારી અને બેરોજગારીના ખપ્પરમાં રહેલી ભારતીય જનતાને આપણા નપાવટ નેતાઓ હજુ વઘુ કંગાળ બનાવી રહ્યા છે. એક બાજુ વિકાસની વાતોનાં બણગાં ફૂંકાય છે, એથી વિપરીત ઔદ્યોગિક વિકાસ દરનાં ઘટાડાએ સરકારની પોલ ખોલી નાંખી છે. બાબા રામદેવ, અણ્ણા હજારે જેવા સમાજસેવકોએ સ્વીસ બેંકોમાં રહેલા ભારતીય કાળાં-નાણાને દેશમાં પાછું લાવવાની, તેને રાષ્ટ્રીય સંપત્તિ ઘોષિત કરવાની જે ચળવળ ચલાવી હતી, તેનાં અસરકારક પ્રત્યાઘાત પડવાને બદલે કંઈક નવું જ પરિણામ બહાર આવ્યું છે. વર્ષ ૨૦૧૧ના અંત સુધીમાં સ્વીસ બેંકોમાં રહેલા કાળાં નાણાંમાં અંદાજે રૂા. ૧૨ હજાર કરોડ જેટલો તોતંિગ વધારો જાહેર કરાયો છે. પ્રજાએ આગળ આવી આવા સમાજસેવીઓ સાથે જોડાઈ આપણા દેશનું ધન સ્વીસ બેંકોમાંથી છોડાવવા સહિયારા કડક પ્રયાસો કરવા પડશે. નહંિતર આ નેતાઓનું પેટનું પાણી પણ હાલશે નહિ.
(સુરત) જયેશ વિ. જરીવાલા

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved