Last Update : 18-July-2012, Wednesday

 

મોંઘવારીમાં વિના સહકાર, નહિ ઉઘ્ધાર

જેની લાઠી તેની ભેંસ - મધુસૂદન પારેખ

‘અમે છાપું બંધ કર્યું.’ એક મિત્રે વાત કરતાં કહ્યું.
મને નવાઇ લાગી. એમને છાપાનું તો વ્યસન હતું. જે દિવસે છાપું ના આવે તે દિવસે એમનો મૂડ જતો રહે. ઘરમાં પત્ની પર ઘૂંધવાટનો ઘૂમાડો કાઢે. નોકર પર તો મિજાજ કરવો પોષાય નહિ, પણ બાબાને, કંઇ કારણ નહિ પણ બહાનું શોધી કાઢીને ધમકાવે. સારામાં સારી ચા પીવા મળી હોય તોયે ખોડ કાઢે.
એમનો આવો સ્વભાવ હું જાણું એટલે મેં પૂછ્‌યું ઃ ‘તમે છાપું બંધ કરી દીઘું? છાપું વાંચ્યા વિના ચાલે છે?’
‘છાપું તો હું વાંચું છું.’
‘ક્યાં વાંચવા જાવ છો? લાયબ્રેરીમાં?’
‘લાયબ્રીરે દોઢ કીલોમીટર દૂર છે.. ચાલીને જવાય નહિ. સ્કૂટર પર જઇએ તો પેટ્રોલ મોંધું પડે. છતાં એકવાર કોઇના સ્કૂટર પર તક મળી એટલે લાયબ્રેરીમાં છાપું વાંચવા ગયો. પણ છાપા પર પાંચ સાત જણાનો દરોડો. પાનાં વેરવિખેર. જેના હાથમાં પાનું આવી ગયું તે છોડે જ નહિ. બાજુમાં છાપું ક્યારે પેલાના પંજામાંથી છૂટે તેની આતુરતાથી રાહ જોતો કોઇ બેઠો હોય. તપાસ કરતાં ખબર પડી કે છાપાંના મહિને સિત્તેર એંસી રૂપિયા બચાવવા કેટલાક છાપું મફત વાંચવા મળે તે માટે લાયબ્રેરીમાં આવે છે. એક ભાઇ કહે કે મોંઘવારી તો કુટુંબમાં અને એકેએક ચીજમાં રોગની જેમ પેસી ગઇ છે. જીવીએ ત્યાં સુધી મોંઘવારી જવાની નથી. મરતાં મરતાંય મોંઘવારી છોડવાની નથી. સરકાર સોંઘવારી લાવવાની નથી. એને મોંઘવારી સાથે ગઠબંધન છે.’
મને કહે ઃ ‘મહિને એંસી રૂપિયા બચે તો ચાર દિવસ દૂધ આવે.’
મેં જરા કુતૂહલથી પૂછ્‌યું ઃ ‘તમે છાપું મંગાવતા નથી. લાયબ્રેરીમાં જતા નથી ત્યારે છાપું ક્યાંથી લાવો છો? પડોશીને ત્યાંથી?’
‘બિલકુલ સાચું. પડોશી છાપું વાંચીને નવ લાગે નવરો થઇ જાય એટલે એનું છાપું વાંચવા લઇ આવું છું.’
‘પડોશી સારો લાગે છે.’
‘ના રે પાક્કો અમદાવાદી છે. મને કહે કે એક મહિનો હું છાપું મગાવું અને એક મહિનો તમે છાપું મંગાવો. એક મહિનો તમે મારું છાપું વાંચવા લઇ જાવ. અને એક મહિનો હું તમારે ત્યાંથી છાપું વાંચવા લઇ આવું. બંનેને લાભ. બંનેના મહિને દહાડે એંસી રૂપિયા બચશે.’
મોંઘવારીમાં આવા કડદા કર્યા વિના, ફીફટી ફીફટી કર્યા વિના જીવવું જ મુશ્કેલ છે.
મનેય વિચાર આવવા માંડ્યા કે મોંઘવારીમાં થોડીકે બચત કરવા માટે કંઇ કંઇ નુસખા અજમાવવા જોઇએ.
અમારી સોસાયટીના મયંકભાઇ રોજ સ્કૂટર પર ઓફિસે જાય. પણ કેટલાક સમયથી એમને સ્કૂટર વિના જતા જોયા એટલે પૂછ્‌યું ઃ ‘રોજ તમે સ્કૂટર પર હવે નતી જતા? ચાલવાનું રાખ્યું છે? પગને કસરત મળે ખરુંને?’
મયંકભાઇ કહે ઃ ‘જમીને ભર્યે પેટે બેન્કમાં ચાલતા જઇને પગને કસરત આપીને મરવું છે?’
‘તમને હું ચાલતા જતા જોઉં છું એટલે..’
‘સોસાયટીના ઝાંપા સુધી ચાલતો જઉં છું. પછઈ ઓળખીતાના સ્કૂટર પર બેન્કમાં જઉં છું.’
‘રોજ એ ભાઇ તમને લિફટ આપે છે?’
‘એવા પરોપકારી આજના જમાનામાં શોઘ્યાય જડે ખરા? અમે ફીફટી-ફીફટી કર્યું છે. એક દિવસ હું એમને મારા સ્કૂટર પર લિફટ આપું છું. બીજે દિવસે એ એમના સ્કૂટર પર મને લિફટ આપે છે. અમારા બંનેનો પેટ્રોલનો ખર્ચ પચાસ પચાસ ટકા બચી જાય છે. મોંઘવારીમાં ભાગીદારી વિના જીવાય જ કેમ?’
એક ભાઇ સચિવાલયમાં નોકરી કરતા હતા. કોઇની સાથે રિક્ષામાં જાય. મને નવાઇ લાગી કે એમની પાસે તો સ્કૂટર છે તો પછી રિક્ષામાં શા માટે જતા હશે? એમની સાથે એમના બે સાથીદારો પણ રિક્ષામાં હોય. એક સાથીદાર જરા જાણીતો હતો. એમને પૂછતાં સમજાયું કે સ્કૂટર તો ત્રણે જણ પાસે છે પણ સ્કૂટરનું પેટ્રોલ મોંધુ પડે છે. દરેક જણ સ્કૂટર પર જાય તો બહુ મોંધું પડે. એટલે ત્રણે જણે ભાગીદારીમાં રિક્ષા બાંધી છે. રિક્ષામાં પચીસ રૂપિયા થાય તે ત્રણે જણા સમજી લે. ત્રણ ત્રણ દિવસે એક જણાને પૈસા ચુકવવાના આવે. માત્ર આઠ રૂપિયા જ ભાગે આવે. અને સ્કૂટર પર પંદર રૂપિયા થાય.
મોંઘવારી માણસને કંઇ કંઇ રસ્તા સુઝાડે છે. ‘સહકાર વિના નહિ ઉઘ્ધાર’ એ સૂત્ર મોંઘવારીએ શીખવાડ્યું.
મોંઘવારીએ માણસને નવા નવા વહેવાર શીખવાડ્યા છે. એમને પ્રેકટીકલ બનાવ્યા છે.
અમારી સોસાયટીમાં સરલાબહેન રહે છે. રોજ સ્કૂટર પર નોકરી કરવા જાય. એકવાર અમારી બેબીને સ્કૂલે મૂકવા જવાનું હતું. પણ સ્કૂટર બગડ્યું હતું. બહેન સોસાયટીના અને થોડા જાણીતાં. બેબીની સ્કૂલ એમની ઓફિસે જતાં રસ્તામાં જ આવતી હતી. મારાં પત્નીએ તેમની વિનંતી કરી ઃ ‘સરલાબહેન! અમારી બેબીને જરા એની સ્કૂલે ઉતારી દેશો? તમારા રસ્તામાં જ સ્કૂલ આવે છે.’
સરલાબહેન કહે ઃ ‘ભલે. પણ સ્કૂટર પર ભાર આવે તો પેટ્રોલ વધારે વપરાય. તમારે પાંચ રૂપિયા આપવા પડશે.’
અમને જરા આઘાત લાગ્યો. બહેન અમારી જ સોસાયટીના, અને બેબીની સ્કૂલ એમના રસ્તામાં જ આવે. તોયે એમણે બિન્ધાસ્ત પાંચ રૂપિયા માગ્યા. અમને રિક્ષામાં બેબીને મૂકવા જતાં પંદરેક રૂપિયા ખર્ચ થાય. એટલે અમારેય કડદો કરવો પડ્યો. અમારા દસ રૂપિયા બચ્યા તેનો સંતોષ. સરલાબહેન પાંચ રૂપિયા મફતમાં કમાયાં એટલે એય રાજી. મોંઘવારીમાં જીવ પણ કેવા ટૂંકા થઇ જાય છે?

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved