Last Update : 18-July-2012, Wednesday

 

કોંગી વફાદારો ના સમજે એવું નથી....
ખુરશીદે કોંગી કાર્યકરો વતી હૈયાવરાળ કાઢી છે

ઇનસાઇડ સ્ટોરી - વીરેન્દ્ર કપૂર

 

હવે એટલું ચોક્કસ થતું જાય છે કે કોંગ્રેસના લોકો ગૂંગા નથી. તેમના પક્ષમાં, તેમની સરકારમાં તેમની નેતાગિરીમાં, તેમની નીતિઓમાં, તેમના પોતાનામાં વગેરે મુદ્દે શું ખુટે છે તેની તેમને ખબર છે પરંતુ ગાંધી- નહેરૂ કુટુંબના આ વફાદારોને કેટલી માત્રામાં અને કેટલો લાંબો સમય ચૂપ રહેવું તેની ખબર નથી. દેશનું શું થાય છે કે પક્ષનું શું થાય છે તેની દરકાર કર્યા વગર આ લોકો પોતાની વફાદારોને વળગી રહ્યા હતા.
એટલે જ જ્યારે સલમાન ખુરશીદે પોતાના વિચારો વ્યક્ત કર્યા ત્યારે કોંગીજનો વિચારતા થઇ ગયા હતા. કોંગ્રેસના રાજકીય વારસદાર હજુ આગલી હરોળમાં રહીને મોરચો સંભાળવા આનાકાની કરે છે જ્યારે કોંગ્રેસ પણ દિશાવિહિન છે એમ સલમાન ખુરશીદે કહ્યું હતું.
હકીકત તો એ પણ છે કે કોંગ્રેસ જેને પસંદ કરી રહી છે તે ૪૨ વર્ષના છે (રાહુલ ગાંધી) તે કંઇ યુવા ઉંમરના કહી શકાય. ભારતમાં ૩૫ વર્ષને સામાન્ય રીતે યુવા ઉંમર તરીકે મુકાય છે. યુથ કોંગ્રેસમાં પ્રવેશની વય મર્યાદા કરતા રાહુલ ૭ વર્ષ મોટા છે.
એક એવો પક્ષ કે જ્યાં મૌન રાખવું અને મર્યાદામાં રહેવાની વાત હોય ત્યાં સલમાન ખુરશીદે મોં ખોલીને બહાદુરીપૂર્વકનું પગલું ભર્યું છે. જો કે ખુરશીદ જે કંઇ કહી રહ્યા છે તે જુની વાત છે, તેમાં નવું કશું નથી. આવું બોલીને ખુરશીદ તેમની કાયદા પ્રધાન તરીકેની જોબને જોખમમાં મુકી રહ્યા છે. સામાન્ય રીતે જોવા જઇએ તો કોંગ્રેંસનું કલ્ચર મૌન જાળવવાનું છે, જે તેમ નથી કરતું તેનું રાજકીય મૃત્યુ થાય છે. ખાસ કરીને અખબારના પાને ચઢવા માગતા ખુરશીદ જેવા નેતાઓનું !! જેમની પાસે પોતાનો કહી શકાય એવો કોઇ મત વિસ્તાર પણ નથી.
ગાંધી પરિવારના પ્રિન્સની ટીકા બાબતે તો ઢગલાબંધ કોમેન્ટ જોવા મળે છે પરંતુ આ બધી કોમેન્ટમાં એક મહત્વનો મુદ્દો ચૂકી જવાય છે. વડાપ્રધાન મનમોહનસંિહની વડપણ હેઠળની સરકારમાં કામ કરતા કાયદા પ્રધાન ે કેવી રીતે ભૂલી ગયા કે કોંગ્રેસમાં કમાન્ડ સોનિયા ગાંધી પાસે છે, રાહુલ તો હજુ પડદા પાછળ છે.
ખુરશીદના મતે તો સોનિયા ગાંધી કે મનમોહન સંિહ બંનેમાંથી કોઇ નથી તે તો રાહુલ ગાંધીને નેતા બનાવવા માગે છે પરંતુ રાહુલે પોતેજ ટોચના હોદ્દા માટે આનાકાની કરી ચૂક્યા છે. ખુરશીદને પણ આ બાબતે કોઇ શંકા નથી એટલે તો તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ પોતે કોઇ જાહેરાત નથી કરી, તે સમયની રાહ જુવે છે.
જો સાચી વાત કરીએ તો ખુરશીદ અને અન્ય કોંગી નેતાઓ સમયની રાહ જુએ છે પરંતુ તે લોકો જે જાહેરાતની રાહ જુવે છે તે રાહુલ ગાંધી કરે એમ નથી.
રાહુલ અદ્રશ્ય થઇ જાય છે
રાહુલ ગાંધીના મૂક પ્રેક્ષક જેવા રોલની વાત બોલીવૂડની ફિલ્મો સાથે સરખાવી શકાય એમ છે. રાજ્યસભાના વિપક્ષના નેતા અરૂણ જેટલી કોંગ્રેસના નંબર-ટુ બાબતે ઉભી થયેલી હતાશા અંગેની ટીકાની કોઇ તક છોડતા નથી. રાહુલ ગાંધી મેઇન હિરોનો રોલ કરવાના બદલે તે બોલીવુડની ખૂબ નામાંકિત એવી મલાઇકા અરોરાખાન જેવી ભૂમિકામાં છે. તે પ્રજાની નજરમાં ક્યારેક આવે છે અને પછી ગુમ થઇ જાય છે. ઉદાહરણ તરીકે તે લોકપાલ બીલની ચર્ચા વખતે તખતા પર આવ્યા હતા અને ફરી અદ્રશ્ય થઇ ગયા હતા. જ્યારે રાહુલે કલાવતીવાળી સ્પીચ વાંચી ત્યારે કોંગીજનોએ તેને ઉત્સાહપૂર્વક વધાવી લીધી હતી પરંતુ મલ્ટીપ્લેક્સવાળી પેઢી આવી રહી છે, લોકોને ગેમચેન્જર નેતા જોઇએ છે.
આપણને ગરીબ કલાવતીના ભાવિની ખબર છે. એવી જ રીતે જ્યારે લોકપાલ બીલ અંગે સરકાર પોતે જ અસ્પષ્ટ હોય ત્યારે તેને બંધારણીય દરજ્જો આપવાની વાતનો કોઇ જ અર્થ નથી. અહીં મલાઇકા અરોરા સાથે સરખામણીની વાત નથી પણ સંસદની અંદર અને બહાર એમ બંને જગ્યાએ કોઇ ખાસ પ્રભાવ ઉભો કરી શક્યા નથી. અચાનક આવીને પછી લાંબા સમય સુધી અદ્રશ્ય થઇ જવાની વાત સાથે કોંગીજનો અકળાયા છે. આ કોંગીજનો રાહુલ ગાંધીની નેતાગીરી બાબતે પ્રશ્નાર્થ ઉભો કરી રહ્યા છે.
દારાસંિહની ઉદારતા
કુસ્તીબાજ દારાસંિહના નિધનથી ફિલ્મ દુનિયાને મોટી ખોટ પડી છે. ૬૦ના દાયકામાંની તેમની કેરિયર ટોચ પર હતી. કેટલાક વર્ષ પહેલાંનો તેમની જીંદગી સાથે સંકળાયેલો બનાવ અહીં આપ્યો છે જે તેમની ઉદારતા બતાવે છે.
ુપોતાની સાઉથ દિલ્હી ખાતે પતીયાલા હાઉસની જગ્યા વિવાદાસ્પદ ગોડમેન ચંદ્રાસ્વામીને આપી હતી. આ જગ્યા ખાલી કરાવવા એક તબક્કે તેમણે ચંદ્રાસ્વામી સામે કેસ કર્યો હતો. તેમની અવારનવારની દિલ્હીની મુલાકાત દરમ્યાન તે ઇન્ડિયન ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે રોકાતા હતા. રોજીંદી મોર્નંિગ વોક માટે લોધી ગાર્ડનમાં સવારે પ્રવેશનારાઓમાં તે પ્રથમ રહેતા હતા. જો સમય હોય તો તે આ નામાંકિત ગાર્ડનમાં સાંજે પણ વોક માટે આવતા હતા.
એક દિવસ જ્યારે તેમને હાથમાં લાકડી લઇને ચાલતા જોઇને એક વૃદ્ધ મહિલાએ હંિમત એકઠી કરીને પૂછ્‌યું હતું કે...
‘‘તુ સી દારાહસંિહ હો?! (તમે દારાસંિહ છો??)
હા બહેનજી મેં દારાસંિહ હાં (હા, મેડમ હું દારાસંિહ છું.)
પરતુ સી તા લંગડા કે ચાલ રહે હો (પણ તમે લંગડા કેમ ચાલો છો?)
બહેનજી મેરા ભી શરીર માંસ પેશીઓ કા બના હુઆ હૈ... મૈં કોઇ મશીન તો નહીં? (જુઓ બહેન હું માણસ છું, મશીન નથી. મારું શરીર માંસ-પેશીઓનું બનેલું છે.)
પ્રશ્નો પૂછતી મહિલાએ માફી માગી હતી પછી દારાસંિહે જ્યારે તેમના વિશે પૂછ્‌યું ત્યારે તેણે કહ્યું કે હું એવા નામાંકિત જનરલની વિધવા છું કે જેમને ભારતના લશ્કરમાં વડા બનવા દેવાની તક નહોતી અપાઇ. ત્યારે દારાસંિહે કહ્યું કે દરેક પંજાબી તમારા દિવંગત પતિને માનથી જુએ છે.
વાચકોને થશે આ બે વચ્ચેનો સંવાદ બહાર કેવી રીતે આવ્યો? કેમકે પ્રશ્ન પૂછનાર વૃદ્ધાએ દારાસંિહની ઉદારતાથી આ વાત કરી હતી.

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved