Last Update : 18-July-2012, Wednesday

 

ચોમાસામાં પણ તંદુરસ્ત રહેવાના અગિયાર રસ્તા

હેલ્થ ટીટબીટ્સ

 

દર વર્ષે અમદાવાદ હોય કે બીજું કોઈ પણ શહેર હોય ચોમાસાની શરૂઆત થઈ નથી અને લોકો બિમાર પડવા માંડે. શરદી, છીંક, ઉધરસ, ફલુ, કમળો, મેલેરિયા, ટાઈફોઈડ અને કોલેરા જેવી બિમારીઓ શરૂ થઈ જાય. બહાર વરસાદ હોય, આખા ઘરમાં ભેજ (હ્યુમીડીટી) હોય ઘરના સભ્યોમાંથી કોઈવાર એક, કોઈવાર બે અને કોઈવાર આખું કુટુંબ બિમાર પડ્યું હોય. ડોક્ટરને માટે આ સીઝન ગણાય જ્યારે ઘણા બધાને આવી તકલીફો થઈ હોય એટલે ઈમ્યુનીટી ઓછી થઈ ગઈ હોય કોઈને પણ આવું ગમે નહીં. તો ચાલો ચોમાસામાં પણ તંદુરસ્ત રહેવાના અગિયાર રસ્તા બતાવું.
૧. ચોકખાઈ રાખો (હાઈજીન જાળવો)
ચોમાસામાં હવા ભારે હોય એટલે તેમાં રોગ ઉત્પન્ન કરનારા બધા જ પ્રકારના જંતુ વાયરસ-બેકટેરિયા-ફન્ગસ અને એલર્જી કરનારા તત્વોની સંખ્યા વધારે હોય. સૂરજનો તડકો ના હોય એટલે તે નાશ પામે નહીં. તમારે ચોકખાઈ રાખવાની છે. દિવસમાં ગરમ પાણીથી સાબુ લગાડી બે વખત સ્નાન કરો. બહારથી ઘર જાઓ ત્યારે હાથ સાબુથી ધોઈ નાખો. વરસાદથી પલળ્યા હો તો કપડાં બદલી નાખો. નાક અને કાનમાં સુગંધ અને રંગ વગરનું વેસેલઈન દિવસમાં બે વાર લગાડો.બે વખત ગરમવરાળનો નાસ લો. શરીરના ઉઘાડા રહેલા ભાગ ઉપર ૧ ચમચી ગલીસરીન અને ૧૦૦ મી.લી. ચોકખું પાણીના મિશ્રણથી ઘરમાં બનાવેલ ‘મોઈશ્ચરાઈઝર’થી દિવસમાં બે વખત અને બહાર જાઓ ત્યારે ખાસ માલીસ કરો. શરીરનું જંતુથી રક્ષણ કરો.
૨. પગની ચોખ્ખાઈ જાળવો
બુટ કે ચંપલ પહેર્યા હોય અને ઘર આવતા પહેલાં પાણીના ખાબોચીયામાં પગ પલળેલા હોય ત્યારે રોજ ઘર આવી તરત પગન ધોઈ નાખો. સાબુ લગાડી સાફ કરો. કોરા કરી નાખો. કારણ ખુલ્લા પગમાં પાણીમાં રહેલા જંતુને પગમાં પડેલા ચીરામાં દાખલ થઈ ઘણી તકલીફ કરશે માટે આ કરો.
૩. ખૂબ પાણી પીઓ
દિવસમાં અઢીથી ત્રણ લિટર પાણી પીવાનું રાખો જેથી શરીરમાં જાણે અજાણે દાખલ થયેલી જંતુ અને ઝેરી પદાર્થો કિડની વાટે પેશાબમાં નિકળી જાય.
૪. બહારનો ખોરાક કે અશુદ્ધ પાણી ના પીશો
ખુલ્લો રહેલો, ઠંડો અને વાસી ખોરાક ગમે તેટલો સારો લાગતો હોય, ભાવતો હોય તો ખાશો નહીં આમાં પણ શરીરને નુકસાન કરનારા વાયરસ, બેકટેરીયા ખૂબ હોય. પાણી પણ ચોકખું ના હોય તો ચોમાસામાં તમને આ બન્ને કારણથી પેટના રોગો, ઝાડા થઈ જવા, મરડો થવો, કોલેરા થવો વગેરે રોગો થશે જેમાં સમયસર સારવાર ના મળ તો મૃત્યુ પણ થઈ શકે માટે આ વાતનું ઘ્યાન રાખો.
૫. જીવજંતુથી રક્ષણ કરો
ચોમાસામાં મચ્છર કરડવાથી મેલરીયા, ડેગ્યુ, ચિકન-ગુનીઆ જેવા રોગ થાય છે. તેનાથી તાવ આવે શરીરના બધા જ સાંધા દુખે અકડાઈ જાય માટે ‘અગમચેતી એજ સાવચેતી’ એ નિયમ પ્રમાણે તમારા શરીરનું જીવજંતુથી રક્ષણ કરો. મચ્છરદાની વાપરો, શરીર પર ક્રીમ લગાડો. મચ્છર કરડે અને તાવ આવે તે પહેલા ચાર મહિના સુધી દર અઠવાડીએ એક અને ચાર મહિનાની ૧૬ ગોળી જે ‘ડેરાપ્રીમ’ નામથી મળે તે લો.
૬. વિટામીન સી લેવા માંડો
રોજ વિટામીન સી થી ભરપૂર લીંબુનું શરબત બે વખત પીવાનું રાખો. તમારી ઈમ્યુનીટી વધશે અને વાયરસ સામે રક્ષણ મળશે. દરેક વખતે તાજાું બનાવી પીશો.
૭. ગરમ વસ્તુનો જ ખાવામાં ઉપયોગ કરશો
ગરમ ખોરાકમાં વાયરસ-બેકટેરીયા હોય નહીં માટે ઘેર કે બહાર ગરમ ખોરાક ખાવો.
૮. તમારું હિમોગ્લોબીન ૧૦૦ ટકા રાખો
હિમોગ્લોબીન જેટલું સારું એટલી તમારી ઈમ્યુનીટી સારી ગણાય. આ માટે દર ત્રણ માસે હિમોગ્લોબીનની તપાસ કરાવો. ૧૧ ગ્રામથી ઓછું પ્રમાણ હોય તો આયર્નની ગોળી બે માસ માટે લો. સાથે પૂરતું પ્રોટીન મળે માટે ૫૦૦ મી.લી. દૂધ, એક વાટકી ઉગાડેલા કઠોળ અને ચાર રોટલી અને ત્રણ ભાખરી ખાઓ સાથે ખજૂર, અંજીર, બીટ, પાલખ, સફરજન, ટમેટા વગેરેનો ખોરાકમાં ઉપયોગ કરો.
૯. ફૂલુ અને બીજા રોગ માટે વેકસીન લો
ચોમાસુ આવતા પહેલાં અગમચેતી તરીકે જેમ મેલેરીયા માટે ‘ડેરાપ્રીમ’ ગોળીઓ લો છો તેવી જ રીતે ફૂલુ અને બીજા રોગો માટે ડોક્ટરની સલાહ લઈ વેકસીન લો.
૧૦. મચ્છરના થાય માટે અગમચેતી રાખો
ઘરમાં કુલર અને બગીચામાં કુંડા કે ક્યારામાં ભરાયેલ પાણીમાં જંતુનાશક દવા નાખો. ઘરમાં પણ ભેજવાળી જગામાં પણ જંતુનાશક સ્પ્રેનો ઉપયોગ કરો.
૧૧. નિયમિત કસરત કરશો
કસરતથી તમારા શરીરને સ્વસ્થ રાખો. રોજ ૪૦ મિનિટની કસરત તમારી ઈમ્યુનીટી વધારશે અને બધા જ રોગો, જંતુ, ખોરાક, પાણી જન્યથી તમારું રક્ષણ કરશે.
- મુકુન્દ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved