Last Update : 18-July-2012, Wednesday

 

મેરામ પાસે શબ્દો જ ક્યાં હતા? એ શબ્દો વગરનો કંગાલ બની ગયો હતો!!

રણને તરસ ગુલાબની - પરાજિત પટેલ

 

(ગતાંકથી ચાલું)
‘ખાઈ તો લો...’
વાલીએ મેરામ આગળ થાળી મૂકતાં કહ્યું. થાળીમાં હતો બાજરાનો રોટલો, ચીલની કઢી અને છાશનો વાડકો. આ તો મેરામની પ્રિય વાનગીઓ! ગમે તેવી હશે, કદરૂપી અને કાળીકલુટી હશે પણ વાલી રોટલા ઘડવામાં એક્ષપર્ટ હતી. એનો ઘડેલો રોટલો એટલે? જોતાં જ રહી જઈએ! વાહ, વાહ! આખા ગામમાં વાલીના રોટલાની સ્પર્ધા કરે એવો રોટલો કોઈ ન બનાવી શકે! એમાં ય પાછી ચીલની કઢી! ચીલની કઢી મેરામને બહુ ભાવતી.. જો તે વાલી બનાવે તો! મેરામ કહે તો, ‘ચીલની કઢીમાં ભગવાને આખી દુનિયાનો સ્વાદ મૂક્યો છે! અરે ભૂલ્યો ભૂલ્યો, સ્વાદ તો વાલીએ મૂક્યો છે!’ પણ આજે? સામે જ પોતાની પ્રિય વાનગીઓ પડી હોવા છતાં મેરામે સામે પણ ન જોયું.
‘ખાઈ તો લો!’
વાલીએ મેરામને અન્યમનસ્ક જોઈને પુનઃ કહ્યું.’
‘નથી ખાવું’
‘કેમ?’
‘નથી ખાવું એટલે નથી ખાવું તું મને પૂછનારી કોણ? લઈ જા થાળી!’
મેરામનું બદલાયેલું સ્વરૂપ જોઈને વાલી ડધાઈ ગઈ! ઊઠ્યા છે ત્યારના આમ કેમ કરે છે? વાત કરવા જાઉં તો સીધા ડૂચા જ ભરવા આવે છે! કેમ આજે બદલાઈ ગયા છે? ખાતા કેમ નથી?
ને મેરામ ખાય પણ શી રીતે? શી રીતે એના ગળે કોળિયો ઊતરે? રાત કેવી રીતે વીતાવી છે, એ તો એનું મન જાણે છે! જરાક આંખ મંિચાય ને રંભાદેવી આવીને ઊભી રહે. હસે, એના હાથ પકડે, પછી કહે, ‘તમે મને ઊપાડી જવાની વાત કરતા હતાને? હાલો, હું જ તમને ઊપાડી જાઉં.’
મેરામ મલકી જતો... બેઠો થઈ જતો. આંખો ચોળતો... બાદુમાં જ વાલી સુઈ રહેલી દેખાતી...એનું મન કડવું થઈ જતું... ‘મને ક્યાં મળી આ કુબ્જા?’ એવું વાક્ય મનમાં જ સરી પડતું ફરી આંખ મીંચાતી... ફરી રંભાદેવી આવતી. રંભા, રંભા, તું ક્યાં જતી રહે છે? જાણતી નથી, હું તારા વગર કેટલો તડપું છું?
હા, એ તડપતો હતો.
તલસ તો હતો.
તરસ તો હતો.
કારણ? રંભા! એ બેચેન બની જતો હતો... કારણ? રંભા! નવરો હશે દીનાનાથ ત્યારે એણે રંભાનું ઘડતર કર્યું હશે! જેવું રૂપ, એવું જ કંઠ! અવાજ કોયલના ટહુકા જેવો! વાહ રે, કોયલડી,વાહ! સપનામાં કોયલડી આવતી...ને પછી જતી રહેતી!
ફરી અવની પર રાતના અંધારાં ઊતરતાં!
પહોંચી જતો મેરામ નાટ્યગૃહમાં!
ટિકીટ લેતો. પહેલી હરોળમાં બેસી જતો. તખ્તા પર ભજવાતા નાટકને જોયા કરતો... ના, નાટકને નહિ, રંભાને જોયા કરતો! એના રૂપને પીધા કરતો! વળી મઘ્યાંતર પછી પડદો ઊંચકાતો. એનાઉન્સરનો એ જ અવાજ નાટ્યગૃહમાં ગૂંજી રહેતો, ‘દિલ થામકે બેઠિયે...’ લાઈટ ઓન થઈ જતી ને તખ્તા પર દેખાતી અદ્‌ભુત આવાઝની મલ્લિકા, માછલીની જેમ વળાંકો લેતી મલ્લિકા, ચીન્સ રંભા દેવી!
આંખો મળતી
હસી ઊઠતી આંખો
હસી ઊઠતી રંભા
હસી ઊઠતો મેરામ
ફરી પાછી રંભા આછા અંધકારમાં તેની પાસે આવતી કહેતી, ‘કેવો લાગ્યો મારો ડાન્સ?’
‘અદ્‌ભુત!’
‘મારો અભિનય ગમે છે?’
‘હા’
‘તો રોજ આવજો હો, મેરામભાઈ!’
‘કે?’
એક ઝાટકો લાગી ગયો મેરામને! રંભા આ શું બોલે છે? મેરામભાઈ? હું એનો ભાઈ છું? રંભા ગાંડી તો નથી થઈ ગઈને? કે પછી મારા સાંભળવામાં તો ભૂલ નથી થઈને? મારા કાનને આ શું થઈ ગયું છે? એના હૈયાના જળને ડફોળી નાખ્યાં રંભાદેવીના મુખે ઉચ્ચારાયેલા ‘મેરામભાઈ’ શબ્દએ! રંભાને શું થઈ ગયું છે?
રાતે સપનાં
સપનામાં રંભા
હસતી રંભા
નાચતી રંભા
ડાયલોગ ફેંકતી રંભા
ને જતાં જતાં ‘મેરામભાઈ’ કહીને અલોપ થઈ જતી રંભા.
સવાર બગડી ગઈ. જમવાનો સમય થયો. થાળી મૂકાઈ ગઈ. વાલી હસતી હતી. પતિદેવને ભાવતાં ભજિયાં બનાવ્યાં હતાં. કાંદાનાં ભજિયાં! કાંદાના ભજિયા મળે, એટલે ભયો ભયો! બત્રીસ પકવાન મળી ગયાં જાણે મેરામને.
‘કેમ હજી ખાતા નથી? એકલો રોટલો નથી, કાંદાના ભજિયાં પણ છે. ચાલો, ખાવા માંડો.
‘એ ખવડાવવાવાળી? નથી ખાવાં મારે તારા ભજિયાં લે...’ ને એમ કહીને મેરામે ભજિયાંથી ભરેલો વાડકો હાથમાં લીધો...ને પછી દાંત કચકચાવીને જોરથી ધા કર્યો બારણા તરફ.
‘અરે, મેરામભાઈ! મને ભજિયાં ખવડાવવાની તે કંઈ આ રીત છે?’ બારણાં વચ્ચેથી જ અવાજ આવ્યો... મેરામ ચોંકી ઊઠ્યો, તું? આતો રંભાદેવીનો અવાજ છે! એણે આંખો પહોળી કરીને જોયું, રંભા હાથમાં ભજિયાંનો વાડકો લઈને ઊભી હતી.
રંભા અંદર આવી.
‘લો, ભજિયાં ખાવા, ભાઈ!’
‘ભાઈ?’
‘હા, ભાઈ!’
‘આ તમે બોલો છો રંભાદેવી? તમે મને ‘ભાઈ’ કહ્યો? ભૂલમાં તો નથી બોલ્યાંને?’
‘ના, મેરામભાઈ, ના! પ્રથમ દિવસે તો હું સહજતા એ ખેંચાઈ ગઈ. કોઈપણ કલાકારને પોતાની પ્રશંસા ગમે જ તમે મારી પ્રશંસા કરી હતી. મને પણ એ ગમ્યું હતું. પણ અજવાળામાં તમારો ચહેરો જોતાં જ હું આંચકો ખાઈ ગઈ હતી! જાણો છો કારણ?’
‘શું?’
‘તમે અદ્દલ મારા ભાઈ જેવા જ મને લાગ્યા, ભાઈ કેન્સરને કારણે ત્રણેક વરસ પહેલાં મોતની ગોદમાં પોઢી ગયો હતો! એનો ચહેરો બિલકુલ તમારા ચહેરાને મળતો આવે છે. પછી કહો, હું તમને ભાઈ ન કહું તો શું કહું, મારા વીરા?’તે વાલી સમક્ષ જઈને ઊભી થઈ ગઈ. બોલી, ‘ભાભી, આ જ તો હું ય તમારે ત્યાં જમવા આવી છું. સાંભળ્યું છે કે તમે રોટલા નંબર વન બનાવો છો? ચાલો, આ તમારી નણંદને તમારા હાથે રોટલા ને ભજિયાં ખવડાવી દો!’ ને તે મેરામની જોડાજોડ બેસી ગઈ. વાલીએ થાળી પીરસી ને હસતાં હસતાં રંભાદેવી બોલી ઊઠી, ‘ચાલો, જમવાનું શરૂ કરો, મારા વીરા!’ને મેરામ મને કે કમને રોટલાનાં બટકા તોડવા લાગી ગયો! વાલી હસતી હતી. રંભાય મલકાતી હતી. ને મેરામ? એની તો વાણીને જ ક્રોનિક કબજિયાત થઈ ગઈ હતી. બોલે તોય શું બોલે? એની પાસે શબ્દો જ ક્યાં હતા? મેરામ શબ્દો વગરનો કંગાલ બની ગયો હતો!!

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved