Last Update : 18-July-2012, Wednesday

 

જેના પ્રત્યે લાગણી અને પ્રેમ હોય તે આપણી અવહેલના કરે તો ?

ગુફતેગો - ડૉ ચંદ્રકાન્ત મહેતા

- વેરવૃત્તિ નહીં પણ મહેરવૃત્તિ એ જ પ્રેમીનો જીવનમંત્ર છે

* જેના પ્રત્યે આપણને સાચી લાગણી અને પ્રેમ હોય તેમ છતાં તે આપણી અવહેલના કરે તો તેની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ ?
* પ્રશ્નકર્તા ઃ ગિરા પટવારી, ઘનશ્યામ કોમ્પલેક્ષ, એચ/૨૦૧/ ચાંદલોડીઆ, અમદાવાદ
પૂ. રવિશંકર મહારાજ કહેતા કે તડબૂચ કે ટેટી હોય તો તેની ડગરી કાઢીને ચાખી શકાય કે તે મીઠાશવાળું છે કે નહીં, પણ માણસને તે કાંઈ એ રીતે તપાસી શકાતો નથી! મતલબ કે નીવડે વખાણ. માણસ પ્રત્યેની શ્રઘ્ધા કે અતિશ્રઘ્ધા પણ ખોટી નીવડે અને આપણે સેવેલી અશ્રદ્ધા કે અવિશ્વાસ પણ ક્યારેક ખોટો ઠરે.
માણસમાં સતત એક બીજો માણસ પણ હારોહાર જીવતો હોય છે. એક ઈમાનદાર માણસ અને બીજો શેતાન માણસ, એક ભલો ઈન્સાન અને બીજો ગણતરીબાજ સ્વાર્થી માણસ, એક નિર્મળ માણસ અને બીજો મલીન માણસ, એક વફાદાર માણસ અને બીજો બિનવફાદાર કે કૃતધ્ન અથવા નમકહરામ માણસ.
માણસમાં પ્રેમ, હમદર્દી, સહાનુભૂતિ, પરોપકાર, સેવાભાવના, વફાદારી એ બધા ઈન્સાનિયતથી મહેકતા પવિત્ર ગુણો છે. બીજી રીતે કહીએ તો એ બધા સાત્વિક ગુણો છે. એવા ગુણો માણસને સદાચારી બનાવે છે. એવા માણસોની કથની અને કરણીમાં એકતા હોય છે. તેઓ દગો સહન કરી લેશે, પણ કોઈને દગો કરશે નહીં. એવા લોકો પ્રત્યે પ્રેમ કે લાગણી દેખાડો એટલે ગદગદ્‌ થઈ જશે અને જેટલું આપશો તેનાથી બમણું શ્રેષ્ઠ અર્પવાની એમને સદાય ઝંખના હશે, તૈયારી હશે.
પરંતુ રજોગુણી અને તમોગુણી લોકો ક્યારે કેમ વર્તશે તેનો આપણને અંદાજ હોતો નથી, કારણ કે તેવા લોકો સ્વાર્થને પોતાના જીવનનું પ્રેરક અને પરિચાલક બળ માને છે. એટલે તેઓ ક્યારે સ્વાર્થ ખાતર હલકટ વાણી-વર્તન-વ્યવહાર કે ખોટો રસ્તો અપનાવશે તેનો ભરોસો નહીં. એટલે પ્રેમનો બદલો તેઓ તિરસ્કારથી પણ આપી શકે, ઉપકારનો બદલો અપકારથી પણ આપી શકે, લાગણીને બદલે ઉપેક્ષા કે અપમાન કરતાં તેઓ કશો જ ખચકાટ અનુભવે નહીં. આમ માણસો પોતપોતાની પ્રકૃતિ કે સ્વભાવની મર્યાદાઓથી બંધાએલા હોય છે.
માણસની એક મર્યાદા એ પણ છે કે તે જે કાંઈ કરે તે ‘નિષ્કામ’ ભાવે મોટે ભાગે કરી શકતો નથી. આપણે સારપ દેખાડીએ ત્યારે ઊંડે-ઊંડે એવી પણ ગણતરી હોય છે કે આપણા સારાપણાની નોંધ લેવાય અને સારાપણાનો બદલો સારાપણાથી પુરસ્કૃત થાય. ઉદારતાનો બદલો પ્રતિ ઉદારતા રૂપે મળે. પ્રેમનો બદલો વળતા પ્રેમ રૂપે મળે. મતલબ કે આપણાં ઉત્તમ કાર્યો કે ભાવનાઓ પણ સર્વથા નિસ્વાર્થપણાની શુદ્ધતા સાચવી શકતાં નથી. ગણતરી એ માણસને શેતાને આપેલું ભયાનક વિષ છે, જે સંસારને સારહીન બનાવવાનું કામ કર્યા કરે છે. સૌજન્ય કદી શરતી ન હોઈ શકે. પ્રેમ કદી પ્રત્યુત્તરનો યાચક ન હોઈ શકે. આપણે પ્રેમ કરીએ છીએ, એવી સભાનતા આપણા પ્રેમની ઉદાત્તતા, પવિત્રતા અને નિર્મળતા છીનવી લે છે. ‘‘પ્રેમ કરીને, સેવા કરીને, લાગણી દેખાડીને’’, મને શું મળ્યું ? આવો પ્રશ્ન બુદ્ધિ માણસને પૂછતાં શીખવાડે છે, પ્રેમમાં સ્વાર્થી ગણિત ભળે ત્યારે પ્રેમ વેપાર કે સોદો બની જાય છે. પ્રેમ સદ્‌ગુણોનો સરવાળો છે, દુર્ગુણોની બાદબાકી છે, ભાવનાનો ગુણાકાર છે. એટલે આવો ભાવનાત્મક અભિગમ જ પ્રેમને તારી શકે. પ્રયોજનલક્ષી પ્રેમ એ અભિશાપ છે, મોહપ્રેરિત પ્રેમ એ પણ અભિશાપ છે.
‘પ્રતિમા નાટક’માં ભાસે એક સરસ વાત કહી છે. ગજરાજ એટલે કે હાથી કીચડમાં ફસાય ત્યારે હાથિણી તેનો સાથ છોડતી નથી. એટલે જો તમે કોઈ વ્યક્તિને પ્રેમ જ કરો તો જ્યારે એના દુર્ગુણ દેખાય ત્યારે એને છોડી દો તો તમે પ્રેમી હોવાનો દાવો ન કરી શકો. પ્રેમ આંધળો છે, એમ કહેવાનો અર્થ એ નથી કે પ્રેમીમાં વિવેક દ્રષ્ટિ નથી હોતી, પણ એનો અર્થ એટલો જ કે સાચા પ્રેમીને પોતાના પ્રિયપાત્રના દોષો દેખાતા નથી અને દેખાય તો પણ એ તેવા દોષોને જોવા માગતો નથી.
એટલે પ્રેમ કે લાગણીમાં પ્રત્યુત્તરની અપેક્ષા દરેકને ગમે, પણ એનો તમને અનુકૂળ પ્રતિસાદ ન મળે તો પ્રેમને તિરસ્કારમાં પરિવર્તિત કરી બદલો કે વેરવૃત્તિને માર્ગે જવું એવો તર્ક વલણ સર્વથા અનુચિત છે. માણસનું બદલાએલું રૂપ જોવા મળે ત્યારે દુનિયામાં સઘળું પરિવર્તનશીલ છે એમ માની એવા પરિવર્તનના પ્રસંગે પણ ધીરજ અને હંિમત સલામત રાખી આપણે ગેરવર્તનનો બદલો ગેરવર્તનથી ન આપવો એમાં જ સમજદારી અને શાણપણ છે.
‘‘સરસ્વતી કંઠાભરણ’’નો ભોજ દ્વારા ઉદ્‌ઘૃત એક મજેદાર સંવાદ માણવા જેવો છે. જેમાં પ્રેમનું રહસ્ય સુંદર રીતે ઘ્વનિત છે. (એક રુંઠેલી પ્રિયતમાને એનો પ્રેમી કહે છે) ‘‘હે પ્રિયે’’, ‘‘શું છે નાથ ?’’ (પ્રેમિકા કહે છે) ‘‘અરે માનિની ક્રોધ છોડી દે’’ (પ્રિયતમના શબ્દો) ‘‘રિસાઈને મેં શું કરી નાખ્યું ?’’ (પ્રિયતમા) ‘‘મને દુઃખી કરી નાખ્યો’’ (પ્રિયતમ). ‘‘મારા પ્રત્યે તમારો કોઈ જ વાંક નથી, હકીકતમાં બધા દોષો મારામાં જ રહેલા છે ?’’ (પ્રિયતમા). ‘‘તો પછી આમ ગદગદ્‌ થઈને રડે છે શા માટે ? (પ્રિયતમ).’’ હું કોની સામે રડી રહી છું? (પ્રિયતમા) ‘‘અરે, મારી આગળ જ તો’’ (પ્રિયતમ). ‘‘તમારી સામે રડનારી હું વળી કોણ ?’’ (પ્રિયતમા કહે છે) ‘‘તું, મારી પ્રિયતમા’’ - (પ્રિયતમે કહ્યું). ‘‘હું તમારી પ્રિયતમા નથી, એવું લાગે છે, એટલે તો હું રડું છું’’ (પ્રિયતમાએ કહ્યું)
અસલી વાત આ છે ઃ સાચો પ્રેમ. સાચો પ્રેમ કદી તૂટતો નથી, ફીટતો નથી, અને તૂટે તે પ્રેમ નહીં.
માનો કે મનભેદ થતાં પ્રિયપાત્ર ઉપેક્ષા કે અવહેલના કરે તો ? ‘‘- એવી સ્થિતિમાં’’ માણ્યું તેનું સ્મરણ કરવું, એ ખરે એક લહાણું. માણ્યાનો આનંદ સ્મૃતિમાં રાખવો અને બિનવફાદારી કે અવહેલના પ્રત્યે ક્ષમાપૂર્ણ સહિષ્ણુતા દાખવવી એ જ સર્વથા ઉત્તમ માર્ગ છે. પ્રેમ એ કસોટીનો માર્ગ છે એટલે કાચા-પોચાનું કામ નથી! છીછરો માણસ પ્રેમ પચાવી શકે નહીં. પ્રેમનો પાયાનો ગુણ છે સ્વાર્થમુક્તિ. પ્રેમ વિશે પ્રેમચંદજીના શબ્દો પ્રેમીઓએ યાદ રાખવા જેવા છેઃ પ્રેમ જેવી નિર્મળ વસ્તુને શું ભયથી બાંધી શકાય ખરી ? પ્રેમ ભાવના તો સંપૂર્ણ વિશ્વાસ ઈચ્છે છે, સંપૂર્ણ સ્વાધીનતા ઈચ્છતી હોય છે. તેને પલ્લવિત થવાની શક્તિ તેની અંદર જ સમાવિષ્ટ હોય છે. તેને વિકસવા માટે પ્રકાશ અને ખેતર પ્રાપ્ત થવું જોઈએ. પ્રેમ એ કોઈ દીવાલ નથી, જેની ઉપર ઈંટો મૂકવામાં આવે. પ્રેમમાં તો પ્રાણ છે, વિસ્તરવાની અસીમ તાકાત છે. મહોબ્બત એ આત્માનો ખોરાક છે, એ અમૃતબિન્દુ છે, જે મૃત ભાવોને પણ જીવિત કરી શકે છે. મહોબ્બત એ આત્મિક વરદાન છે. પ્રેમ એ સહુથી પવિત્ર, સૌથી ઉત્કૃષ્ટ અને સૌથી મુબારક બરકત છે (ગુપ્તધનઃ ભાગઃ ૧)
એટલે પ્રેમ, લાગણી, સહાનુભૂતિ વગેરે ધરાવનારે એના પ્રતિદાનની અપેક્ષા ન રાખવી જોઈએ. વેરવૃત્તિ નહીં પણ મહેરવૃત્તિ એ જ પ્રેમીનો જીવનમંત્ર છે. ત્યાગ અને સમજણ પૂર્વકની સમર્પણ ભાવના એ જ પ્રેમની શાન છે. શાયર દાગે સાચું કહ્યું છે.
‘‘જિસને દિલ ખોયા,
ઉસી કો કુછ મિલા,
ફાયદા દેખા,
ઈસી નુકસાન મેં.’’

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved