Last Update : 18-July-2012, Wednesday

 

દેશમાં સૌથી વઘુ સન્માનનીય કોઈ હોય તો તે સૈનિક છે.

એક બે ને સાડા ત્રણ- તુશાર શુકલ

 

ભાગ્યે જ કોઈ બાળપણ એવું હશે જેને સૈનિક થવાનું સ્વપ્ન ન હોય! સૈનિક થવાનું ગમવા પાછળનું કારણ શું હશે? બહાદૂરી? જવાંમર્દી? સાહસ? હથિયારનો રોમાંચ? યુનિફોર્મનો રૂઆબ? આમાંનું કૈં પણ કે આ વઘુ સાથે મળીને? બાળપણમાં તો જાંકેસાની, શહીદીનો ખ્યાલ બહુ સ્પષ્ટ ન હોય. મૃત્યુનો અનુભવ ફિલ્મી હોય એટલે રોમાંચક પણ હોય. એને કારણે સર્જતા પ્રશ્નોથી વાફેફ ન હોવાનું પણ સ્વાભાવિક છે. સાચું મૃત્યુએ બીજી ફિલ્મ માટે હીરોના જીવતા થવા જેટલું સરળ નથી એની એ વખતે ખબર ન હોય. કદાચ આપણી અંદર રહેલી મરવા કરતાં, મારવાની હંિસકવૃત્તિ પણ આ ચાદરની પછાળ હોય! વિશ્વયુદ્ધની વિનાકતા જોયા પછી પણ લશ્કર માટેનું કુતૂહલ ઘટ્યું નથી. લશ્કર સાથે જોડાયેલી શિસ્તનો સોમો ભાગ પણ જીવનમાં ન જાળવનારા લશ્કરની વાતોથી અંજાયેલા રહે છે. સિનેમાના પરદે દેખાતું લશ્કર, એ અભિનય છે. અભિનેતાઓના સંવાદોની રમઝટએ લેખકની કમાલ છે. સૈનિકોના જીવનશૈલીની કલ્પના કથાઓનો રોમાંસ ગળચટ્ટો લાગે છે. પણ, વાસ્તવ કદાચ એનાથી જુદું જ છે. સૈનિકો શાહરુખખાન નથી. એમને નાચતા, કૂદતા, ગાતાં, વગાડતાં, મારતાં ને મરતાં - બઘું જ નથી આવડતું. કારણ કે કોના ભાગે ક્યારે શું આવશે એની આગોતરી જાણ એમને નથી કે એનું રિહર્સલ થઈ શકે.
સૈનિક થવું એ એક કઠોર તપ છે. બહુ જ આકરી તાલિમ છે. એમાં ગીત-ગમ્મતને અવકાશ ઓછો છે. અહીં જીવનની સાથોસાથ મૃત્યુ ચાલતું હોવાનો પ્રગટ અનુભવ છે. જીવન સાથે મૃત્યુ તો બધાના ભાગ્યમાં છે, પણ નાગરિક એને ભૂલીય શકે છે, સૈનિકને એ ભૂલવું પોસાય તેવું નથી. એ ભૂલ એનો અને અન્યનો ભોગ લઈ શકે છે. આ રીતે જીવનાર જીવનનું મૂલ્ય જાણે છે એટલે મળેલી પળોને માણે છે. આપણનેઆ આનંદની પળોનું જ આકર્ષણ છે, પેલી કઠોર સાધનાનું નહીં! આપણું ચાલે તો ચાલવા ને આવવા માટે ય માણસ રાખી લઈએ!! આપણી આરામ પ્રીતિને પલંગમાં સૂતા સૂતા સૈન્યના સાહસોની વાતો સાંભળવી ગમે છે. ગલીને નાકે ગૂંડાગર્દી કરનાર કે ગાળાગાળી કરનાર તરફ આપણે જોયું ન જોયું કરી લઈએ છીએ. નકામું કોણ માથાફૂટમાં પડે! આપણાથી કૈં એના જેવા થવાય! એ બોલે છે તો એનું મોં ગંધાશે! આપણે શું!
આ ‘આપણો શું’ એ જ આપણો જીવનમંત્ર છે ને એટલે જ મોટાં થતાં થતા પેલા સૈનિક થવાના સ્વપ્નનું બાષ્પીભવન થઈ જાય છે. અને એને બદલે સગવડવાળી ગાદી દેખાય છે, ખુરશીનું ખેંચાણ થાય છે. છતાં, ક્યારેક, કોઈ ફિલ્મ જોતાં,સંવાદ સાંભળતા, ગીત કાને પડતાં મન પાછું ઉછળી પડે છે. તાળીઓ પડે છે. સૈન્યને બિરદાવાય છે. ને સાચું પણ છે જ ને કે એ છે તો જ આપણે આપણા ઘરમાં સલામત છીએ. એ જાગે છે તો જ આપણો અને આપણો પરિવાર શાંતિ અને સલામતીથી સૂઈ શકીએ છીએ.
નગરજનોને અશાંત પરિસ્થિતિમાં જ સૈન્યના સદેહે દર્શન થાય છે. શહેરમાં નીકળતી ફલેગમાર્ચ વખતે બાળકો સાથે મોટેરાં પણ સૈન્યને સલામ કરે છે. કોમી અશાંતિમાં પણ બધે જ બધા જ સૈનિકોને ભેદભાવ વગર પ્રેમથી આવકારે છે. સૈનિક જ એક એવો છે જેનો ડર પણ છે ને જેને માટે આદર પણ છે. આ એણે એના કઠોર પરિશ્રમથી સિદ્ધ કરેલું સ્થાન છે. આ એને પૂર્વસૂરિઓ પાસેથી મળેલો શિસ્તપૂર્ણ જીવન વ્યવહારનો ગૌરવપૂર્ણ વારસો છે. સૈનિકની ઓળખ એ એનો યુનિફોર્મ છે. સૈનિકને ધર્મ નહિ, રાષ્ટ્રિયતા હોય છે. વ્યક્તિગત ધાર્મિક આસ્થા કે શ્રદ્ધા એના સ્થાને છે, પણ એને માટે દેશ પહેલો છે. એ પગારદાર છે, પણ પહેરેદાર પહેલાં છે. જીવ લેવાનું એને પણ ગમતું નથી. છતાં આવશ્યકતા પડતા જીવ લે છે તો જીવ આપે પણ છે. યુદ્ધ એનો શોખ નથી. એ લડાઈખોર નથી. એ શાંતિ માટે લડે છે.
વિશ્વના અનેક દેશોમાં આજે ભાડુતી સૈનિકોનો ભય પ્રસર્યો છે. આ લોકો ભાડુતી હત્યારા જ છે. એમને કોઈ જાતિ નિયમ નથી. માનવતાના મૂલ્યો નથી. કોઈ જીવન ઘ્યેય નથી. એમને મરવા અને મારવાના જ પૈસા મળે છે ન પૈસા માટે જ એ આ કરે છે.પૈસા તો સહુની આવશ્યકતા છે. આપણો સૈનિક પણ પગાર ઘેર મોકલે છે ત્યારે વતનમાં બાળકો શાળાએ જાય છે. પત્નિ ચૂલો પટાવે છે. મા-બાપને બે કોળિયા જમવા મળે છે. સૈનિક પણ એક માણસ જ છે. મારા, તમારા જેવો આ સમાજમાં ઉછરેલો. આ સમાજની વિશેષતા અને મર્યાદા એનામાં પણ હોય જ. કોઈ જન્મે સૈનિક હોતો નથી. સૈન્યમાં પસંદગી ના ધોરણો બહુ જ કડક અને ઊંચા છે. અત્યંત તકેદારીપૂર્વક ચકાસીને જ સૈન્યમાં ભરતી કરાય છે. ભરતી થયા પછીની તાલીમથી એક નાગરિકનું સૈનિક તરીકે ઘડતર થાય છે. એની માનસિક્તા બદલાય છે. જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ પણ બદલાય છે. એને પણ ઘર પરિવારની ચંિતા તો થાય છે. પણ દેશ એની પહેલી ચંિતા બને છે. આ બઘું ચમત્કારથી નથી થતું. કેટલાંક એવા પણ હોય છે જેમના પર આ બદલાવની અસર નથી પણ થતી. પરિણામે ક્યારેક આખર ટોપલામાં એકાદ કેરી બગડેલી પણ નીકળે છે. પણ, એ આખા ટોપલાને બગાડે તે પહેલાં જ એને દૂર કરી દેવાય છે. આજે પણ આપણા દેશમાં સૌથી સન્માનનીય કોઈ હોય તો તે સૈનિક છે. નિર્વિવાદ પણે પ્રત્યેક ભારતીયને મન એનું સૈન્યએ એના માટે અત્યંત આદરણીય છે. સૈન્યને એણે એના સપનાં સોંપ્યા છે, શાંતિ સોંપી છે, સલામતી સોંપી છે. સૈન્ય જાગે છે એટલે દેશ સૂઈ શકે છે. સગાભાઈ માટે પણ ઘસાવા તૈયાર ન થનારાને આમ અન્યને માટે મરવા તૈયાર થનારાની જંવામર્દી ભલે સમજાતી નથી, પણ એને એ સલામ તો કરે જ છે. સ્વાર્થના ગણિત બધે જ નથી કામ લાગતા એ સૈન્યને જોઈએ તો સમજાય છે.
ભારતીય લશ્કર હમણાંથી ચર્ચાનો વિષય બન્યું છે. એને એના કારણો પણ છે, પરંતુ આપણી કાચી સમજણ અને અઘૂરી માહિતી આપણને ઉતાવળા અભિપ્રાયો બાંધવા ને આપવા ઉત્તેજે છે. પરિણામે ક્યારેક પૂરી ન શકાય એવું નુકસાન થાય છે. અર્ધસત્ય કે અસત્યને આધારે અભિપ્રાય ન જ અપાય. અને ‘માહિતીનો અધિકાર’ ભલે મળ્યો હોય બઘું જ બધાંની જાણ માટે નથી ફણ હોતું. પ્રત્યેક ઘર પરિવારમાં પણ કેટલાંય એવા રહસ્યો હોય છે. જે અમુક વડિલો સુધી જ રહે છે. ઘરના બાળકોને એ જણાવવું કે બાળકોએ જાણવું જરૂરી પણ નથી હોતું. કેટલીક જાણકારી યોગ્ય વયે, યોગ્ય સમયે, યોગ્ય સમજદારી પ્રાપ્ત થયે જ મળે તે જરૂરી છે. સમય પહેલાં અપાતી અથવા તો ઉતાવળે અપાયેલી કે અપાત્રને અપાયેલી સાચી માહિતી પણ લાભને બદલે નુકસાન જ કરે છે. માહિતીના વિસ્ફોટના યુગમાં પણ ‘ગોપિત’નો મહિમા સાચવવા જેવો છે. કેવલ સનસનાટી મચાવવા માત્રના આગ્રહમાં આ હરિફાઈના વાતાવરણમાં સમૂહ માઘ્યમો ક્યારેક એવી વાતોને એ રીતે વહેતી કરે છે જે અવળી અસર કરનારી સિદ્ધ થાય છે. સૈન્યના સંદર્ભમાં થતી આવી ચર્ચાઓ, એક સામાન્ય નાગરિકની શ્રદ્ધાને તો ઠેસ પહોંચાડે જ છે, પણ આખા સૈન્યના મનોબળ પર પણ વિપરિત અસર કરે છે. ઝડપી પ્રસિદ્ધિના મોહમાં, એકાદ આવા અપકૃત્યના પ્રચાર પ્રસારને કારણે આખા સૈન્ય વિષે ગેરસમજ સર્જાય છે. આવો, માહિતીના ઝડપી વિસ્ફોટનાં આગ્રહનો અતિરિક, સમૂહ માઘ્યમોએ સ્વવિવેકથી ટાળવો જોઈએ. આપણા સૈન્યમાં આપણને અપાર વિશ્વાસ છે અને એની ખાત્રી એમને આપણે કરાવવી જ રહી. શેરીના ચોકીદાર પર આપણી ચંિતા છોડીને આપણે સૂઈએ છીએ. ત્યારે ચોકીદાર આપણા વિશ્વાસને પાત્ર બન્યાનું ગૌરવ અનુભવે અને આપણે આવા વિશ્વાસપાત્રને ચોકીદાર તરીકે પામ્યાના આનંદ વ્યક્ત કરીએ એ પણ જરૂરી છે.
જેટલું જાણીએ એટલું જણાવી દઈએ એ સ્વાતંત્ર્યની સાચી સમજણ નથી. કેટલીકવાર અન્યને જાણ પણ ન થાય એ રીતે આપણે ભૂલ સુધારી લઈએ છીએ. ગુનેગારને સજા પણ મળી જાય છે અને પ્રસંગ સચવાઈ પણ જાય છે. આ વહેવારુ વિવેક છે ને એ અનેક રીતે ઉપકારક નીવડે છે.
શિસ્ત એની ઉત્તમ કક્ષાએ સૈન્યમાં અમલમાં છે. સૈન્ય સાથે જોડાતા ભ્રષ્ટાચાર કે જુલ્મો સિતમની કથાઓ કે સત્યકથાઓની અપેક્ષાએ એમની દવાંમર્દી અન જાંફેસાની કથાઓની સંખ્યા અધિક છે.માત્ર આપણે એ જાણતા નથી, એટલું જ! આજે પણ ફલેગમાર્ચ કરતા જવાનોને આદર અને પ્રેમથી સલામ થઈ જય છે કારણ એ રાષ્ટ્રનુ ગૌરવ છે. ને આપણને એમનું ગૌરવ છે. બીજી બધી વાતની તો એક બે ને સાડાત્રણ!

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved