Last Update : 18-July-2012, Wednesday

 

વિજ્ઞાનમાં અંધશ્રદ્ધા રાખવી તે વઘુ ખતરનાક છે
જેના થકી જગતના તમામ પદાર્થોને વજન મળ્યું છે તે
હિગ્‌ઝ બોઝોન આખરે પરખાયું?

ડિસ્કવરી- ડો. વિહારી છાયા
- લાર્જહેડ્રોલ કોલાઈડર હજુ તેની અડધી ક્ષમતાથી કામ કરે છે. પૂરી ક્ષમતા થશે ત્યારે બીજા અનેક રહસ્યો ઉકેલાશે
- હિગ્‌ઝ બોઝોનને ગોડ પાર્ટિકલ કહેવું કેટલું યોગ્ય છે? તેના શોધકને તે સ્વીકાર્ય ન હતું

એટલું યાદ રાખો કે અંધશ્રદ્ધા રાખવી હાનિકારક નીવડે છે. તેમાં પણ વિજ્ઞાનમાં અંધશ્રદ્ધા રાખવી ખતરનાક નીવડી શકે છે. વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સાધનોના ઉપયોગ માટે આ જેટલું સાચું છે તેટલું જ સનસનાટી મચાવનાર હિગ્‌ઝ બોઝોનની શોધ માટે સાચું છે. તેનો ઉકેલ તેને અને તેની પાછળ રહેલ વિજ્ઞાન અને તેની મર્યાદા સમજવામાં રહેલી છે
૪થી જુલાઈ ૨૦૧૨ના રોજ જીનીવા ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં ‘હિગ્‌ઝ બોઝોન’ શોધાયાની જાહેરાત કરવામાં આવી, અલબત્ત જે શોધાયલ છે તે હિગ્‌ઝ બોઝોન સાથે સુસંગત છે તેમ વૈજ્ઞાનિક માને છે. આ શબ્દો બતાવે છે કે હિગ્‌ઝ બોઝોન શોધ નિશ્ચિત કરવા હજુ આગળ સંશોધન કરવાનું છે. અલબત્ત વૈજ્ઞાનિકો નિશ્ચિતતાની નજીક પહોંચી ગયા છે.
પરંતુ હિગ્‌ઝ બોઝોન વિશે ૨૦૦૭થી વર્તમાન પત્રો અને સામયિકોમાં ઘણું લખાતું આવ્યું છે. બીજી બાજુથી હજુ અનુસતાક કક્ષા સુધીના અભ્યાસક્રમ કે પાઠ્યપુસ્તકોમાં તેનો વિસ્તૃત અને વિગતવાર સમાવેશ થયો નથી. તેની સમજૂતી પાછળ ઉચ્ચ ભૌતિકવિજ્ઞાન અને ગણિત રહેલા છે. આથી જે કંઈ જાણકારી મળે છે તેમાંથી ઘણાં પ્રશ્નો ઉદ્‌ભવે છે. એક પ્રશ્ન તો એ છે હિગ્‌ઝ બોઝોન શોધાવાની નજીક છે તે ઘણા વખતથી વાતો થતી હતી અને છેક અત્યારે તેની શોધની નિશ્ચિતતા નજીક પહોંચી શકયા તેવું કેમ? બીજો પ્રશ્ન એ છે કે હિગ્‌ઝ બોઝોન ને બોઝોન કહેવામાં આવે છે તેનો અર્થ શું? ત્રીજો પ્રશ્ન એ છે કે હિગ્‌ઝ બોઝોનની શોધથી ‘સ્ટાન્ડર્ડ મોડેલ’ પરિપૂણી થાય છે તો સ્ટાન્ડર્ડ મોડેલ શું છે? અને તેનું મહત્વ શું છે? ચોથો પ્રશ્ન એ છે કે હિગ્‌ઝ બોઝોન ગોડ પાર્ટિકલ એટલે કે ઈશ્વરકણ કહેવામાં આવે છે તો તેનું કારણ શું? તે નામ સાચું છે? પાંચમો પ્રશ્ન એ છે કે હિગ્‌ઝ બોઝોનથી આપણા સામાન્યજીવનમાં કોઈ લાભ થવાનો છે?
આ બ્રહ્માંડની રચનાના પાયામાં સ્ટાન્ડર્ડ મોડેલનો વાદ છે. ૧૩.૯ અબજ વર્ષ પહેલા એક મહાવિસ્ફોટ કે જેને બિગબેગ કહે છે તે થયો અને અબજો અંશ તાપમાનવાળા બ્રહ્માંડનો જન્મ થયો. આ બ્રહ્માંડ ઠંડુ પડતા એક અદૃશ્ય બળ ઉત્પન્ન થયું તે ‘હિગ્‌ઝ ક્ષેત્ર’ કહે છે. આ ક્ષેત્રને ‘મોલાસીસ’ની તળાવડી સાથે સરખાવી શકાય. તેમાંથી વજનવિહીત પ્રાથમિક કણ પસાર થાય છે ત્યારે તે વજનવાળા કણમાં રૂપાંતર પામે છે. જેમ પ્રાથમિક કણ વધારે તીવ્રતાથી તેની સાથે આંતરક્રિયા કરે તેમ તેને વધારે વજન મળે છે. ફોટોન જેવા વજનવિહિત કણો હિગ્‌ઝ ક્ષેત્ર સાથે આંતરક્રિયા કરતા નથી. હિગ્‌ઝ બોઝોન હિગ્‌ઝ ક્ષેત્રમાંનું કણ છે. આ કહેવાતું હિગ્‌ઝ બોઝોન અસ્થિર કણ હોવાનું ધારવામાં આવે છે. બિગબેંગ પછીની સેકન્ડના અંશમાં તે સર્જન પામ્યુ હોય અને તુરત અન્ય કણોમાં વિઘટન પામ્યું હોય જે કણો આ બ્રહ્માંડની ઈંટો બની હોય.
હિગ્‌ઝ બોઝોન કેવી રીતે પરખાયું?
પ્રથમ હિગ્‌ઝ બોઝોનની થીયરીમા ઊંડા ઊતર્યા વિના તેની પરખ કેવી રીતે મળી તે જોઈએ.
આપણે જાણીયે છીએ કે ફ્રાન્સ અને સ્વીડનની સરહદે ૨૭ કિલોમીટરના ધેરાવામાં ભૂગર્ભમાં ૫૦-૧૭૫ મીટર ઉંડાઈએ લાર્જ હેડ્રોન કોલાઈડર (એલએચસી) નામનું વિરાટ મશીન બાંધવામાં આવેલ છે. તે મશીન સૌથી મોટુ, સૌમ સંકીર્ણ અને સૌથી શક્તિશાળી એવું ‘પરમાણુ ભંજક’ છે તેમાં પરમાણુની નાભિમાં પ્રોટોન નામના કણને પ્રકાશની ઝડપ ૯૯-૯૯૯૯ ટકાથી પ્રવેગિત ગતિ આપવામાં આવે છે. તેમાં ચાર વિશાળ પ્રયોગશાળાઓ એવી છે જ્યાં લગભગ પ્રકાશની ઝડપે આવતી પ્રોટોન અને એન્ટીપ્રોટોનની કિરણવલિઓ પ્રચંડ તાકાતથી અથડાય છે. તે ચારના નામ છે (૧) સીએમએસ (૨) એલિસા (૩) એટલાસ (૪) એલએચસીબી.
હિગ્‌ઝ બોઝોન શોધવા માટે વૈજ્ઞાનિકોએ ૧૩.૭ અબજ વર્ષ પહેલા બ્રહ્માંડની ઉત્પતિ પછીની તુરતની પરિસ્થિતિનું પુનઃ સર્જન કરવાનો પ્રયત્ન કર્યો. પ્રોટોન એન્ટિ પ્રોટોનની બે કિરણાવલિઓને એકબીજા સામે તીવ્ર ઝડપે એલએસસી મશીનમાં છોડી આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું. મોટા ભાગની સ્વીકૃત થીયરીઓ મુજબ કોઈપણ યંત્રણા પ્રાથમિક કણો ઉત્પન્ન કરવા સક્ષમ હોય તે ૧.૪ ટેરા ઈલેક્ટ્રોન વોલ્ટ ઊર્જાથી વધારે ઊર્જાએ ‘જોઈ’ શકાય. (ઈલેક્ટ્રોલ વોલ્ટ ઊર્જાનું માપ છે અને દ્રવ્યનું પણ માપ છે. ટેરા ઈલેક્ટ્રોલ વોલ્ટ એટલે એક હજાર અબજ ઈલેક્ટ્રોલ વોલ્ટ થાય). અહીં તો બે પ્રોટોન-એન્ટિ પ્રોટોનની ૩.૫ ટેરા ઈલેક્ટ્રોન વોલ્ટની બે કિરણાવલિઓ પરસ્પર વિરૂદ્ધ દિશામાં પ્રકાશની ઝડપના ૯૯.૯૯ ટકા ઝડપે ગતિ કરી અથડાય છે. સૂર્ય કરતાં ૧૦૦૦૦૦ ગણુ તાપમાન અલ્પ સમયની અથમણમાં ઉત્પન્ન થાય છે. દેખીતી રીતે આ અથડામણમાં જે નીપજ ઉત્પન્ન થાય તે દેખાવી જોઈએ.
આ કિરણાવલોિ તેની વર્તુળાકાર મુસાફરી દરમ્યાન પ્રચંડ અથડામણ પામે છે અને બિગબેંગનું અનુરૂપણ કરે છે. તેમાં હિગ્‌ઝ બોઝોનનું સર્જન અને ક્ષય કરે છે. એ શ્રેણીબદ્ધ ઘટનાઓ બને છે તે ડીટેક્ટરો (પરખકો) માપે છે. તેમાં આ અથડામણની વિવિધ લાક્ષણિકતાઓની તસ્વીરો ઝડપાય છે. તેમાં કિરણાવલિઓ પથ અને ઊર્જા તેમજ જે કણોનું સર્જન થાય છે તેનું વજન જાણવા મળે છે. આ રીતે જે જથ્થાબંધ ડેટા મળે છે તેમાં હિગ્‌ઝ બોઝોનના પગલાની છાપ એટલે ફૂટપ્રિન્ટ હોય છે. તે કણના વજનના ડેટામા ગ્રાફમાં એક ‘બમ્પ’ તરીકે જોવા મળે છે. તે હિગ્‌ઝ બોઝોનની ‘છાપ’ ગણાય છે.
અલબત્ત, હિગ્‌ઝ બોઝોનનું અસ્તીત્વ અલ્પજીવી હોય છે અને ઘણા બધા માર્ગે ક્ષય પામે છે. લાર્જ હેડ્રોન કોલાઈડરના પ્રયોગો હિગ્‌ઝ બોઝોન વિશે જાણવા તેના ક્ષય પછી જે કણો ઉત્પન્ન થયા હોય છે તેના પર આધાર રાખે છે. હિગ્‌ઝ બોઝોન તો તત્ક્ષણ ક્ષય પામે છે. પરંતુ તેની નિપજ તરીકે જે કણનો ઉત્પન્ન થાય છે તેના વજનની રેન્જ હિગ્‌ઝ બોઝોનના વજન તરફ દોરી જાય છે.
હિગ્‌ઝ બોઝોન તો એક સેકન્ડના અબજમાં ભાગના અબજમાં ભાગના દશ લાખના ભાગ માટે અસ્તીત્વમાં આવે છે (એક સેકન્ડનો ૧૦૦૦ ૦૦૦ ૦૦૦ ૦૦૦ ૦૦૦ ૦૦૦ ૦૦૦ ૦૦૦ મો ભાગ). તેથી આ પ્રયોગમાં તેને સીધી રીતે તસ્વીરમાં કે અન્ય રીતે પકડી શકાય નહીં. પરંતુ જે હિગ્‌ઝ બોઝોન સંભ્વતઃ ઉત્પન્ન થાય તેનો ક્ષય થાય છે એટલ કે તેનું તેમાથી નાના કણોની શ્રેણીમાં વિઘટન થાય છે. વળી દરેક હિગ્‌ઝ બોઝોન કણોની એક જ પ્રકારની શ્રેણીમાં વિઘટન પામતા નથી. આ રીતે ઉત્પન્ન થતાં કણોના વજન અને તેની ઊર્જાની ડેટા મેળવી તેના પરથી તેના માતૃકણ હિગ્‌ઝ બોઝોનનું વજન કે ઊર્જા જાણી શકાય છે.
૧૩ ડીસેમ્બર ૨૦૧૧ની વૈજ્ઞાનિકોની પ્રેસ કોન્ફરન્સમાં જે બે પ્રયોગોમાં તારણન હજુ થયા તે સૂચવતા હતા કે હિગ્‌ઝ બોઝોનને સુસંગત કણની શોધ હાથ વેંતમાં છે આ પ્રયોગો હિગ્‌ઝ બોઝોનના વજન (દ્રવ્યમાન) શોધતા હતા. એક પ્રયોગ લાર્જ હેડ્રોન કોલાઈડરના ભાગ એવા ‘એટલાસ’ ડીટેક્ટર (પરખકે) મળ્યો હતો. તે મુજબ હિગ્‌ઝ બોઝોનનું વજન ૧૧૬થી ૧૩૦ જીઈવીની રેન્જમાં હોઈ શકે. (જીઈવી એટલે એક અબજ ઈલેક્ટ્રોન વોલ્ટ થાય. આપણે જાણીએ છીએ કે ઈલેક્ટ્રોન વોલ્ટ (ઈવી) ઊર્જાનું તેમજ વજન (દ્રવ્યમાપ)નું માપ છે. આ પ્રયોગનું નેતૃત્વ ઈટાલીની ૫૦ વર્ષની મહિલા ભૌતિક વિજ્ઞાની ભેબિઓલી ગિઆન્નોટ્ટિ છે. તેની ટીમમાં ૩૭ દેશોના ૩૦૦૦ વૈજ્ઞાનિકો છે.
બીજો પ્રયોગ કરવામાં આવ્યો તે ડીરેક્ટર (પરખક)નું નામ સીએમએસ છે તે મુખ્ય હિગ્‌ઝ બોઝોનનું વજન (દ્રવ્યમાપ) ૧૧૫થી ૧૨૭ જીઈબીની રેન્જમાં માલૂમ પડ્યું. સીએમએસની ટીમના વડા ભૌતિક વિજ્ઞાનની ‘જો ઈન્કાડેલા’ છે. તેના મતે હિગ્‌ઝ બોઝોનને સુસંગત કણની હાજરી તેની ડેટામાં ‘બમ્પ’ રૂપે જોવા મળી.
આ બન્ને પરિણામો સીમાચિહ્ન હતા. કારણકે સ્ટાન્ડર્ડ મોડેલ (જુઓ બ્લોક આઈટેમ) પ્રમાણે હિગ્‌ઝ બોઝોનનું વજન (દ્રવ્યમાપ) ૧૨૫ જીઈવી હોવું જોઈએ ઉપરોક્ત પરિણામો તેની આસપાસ માલુમ પડ્યા. તેમ એવું લાગ્યું કે હજુ વઘુ ચોક્સાઈથી માપ મળે તો સંભવતઃ હિગ્‌ઝ બોઝોનના પરિકલ્પિત વજન જેટલું માપ મળે.
ઉપરોક્ત પરિણામો ૫,૦૦,૦૦૦ અબજ પ્રોટોન એન્ટિપ્રોટોન તીવ્ર અથડામણોથી મળ્યા છે. તેના કરતા ચાર ગણી ડેટા સંભવતઃ ૧૨૫ જીઈવીની સ્થાન નજીક લઈ જાય. જેવી રીતે સોનાની શુદ્ધતાના આંક ‘હોલમાર્ક’ છે. તેવી રીતે અત્રે ‘સિગ્મા આંક’ છે. ઉપરોક્ત પ્રયોગ એટલાસના પરિણામમાં ચોક્કસાઈનો આંક ૨.૮ સિગ્મા છે. જો સિગ્માનો આંક ત્રણ હોય તો ૯૯ ટકા ચોક્કસાઈ ગણાય. આમ હિગ્‌ઝ બોઝોનના વજનની સન્નિકટ રેન્જ ૧૧૫-૧૩૦ જીઈવી જેટલી નાની થઈ ગઈ. તેમાં ૧૨૫ જીઈવી પર ખાસ ઘ્યાન કેન્દ્રિત કરવાનું કહે છે.
બુધવાર ૪થી જુલાઈ ૨૦૧૨ના રોજ પરિણામો મહિલાવિજ્ઞાની ‘ફેબિઓલા ગિઆન્નોટ્ટી’ તથા વિજ્ઞાની ‘જો ઈન્કાડેલા’એ પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યા તે મુજબ બન્ને પ્રયોગોમાં ૧૨૫-૧૨૬ ગિગા ઈલેક્ટ્રોન વોલ્ટની રેન્જમાં માલૂમ પડ્યું છે. આ પરિણામોની ચોક્કસાઈ પાંચ સિગ્મા કહેવામાં આવી એટલે કે તેમાં કોઈ ગાણિતિક ક્ષતિ હોય તો તે પણ ૦.૦૦૦૦૬ ટકા હોય તેનો અર્થ એ છે કે આપણે હિગ્‌ઝ બોઝોનના પરિકલ્પિત (હાયપોથેટીકલ) વજન ૧૨૫.૩ ગિગા ઈલેક્ટ્રોન વોલ્ટની સાવ નજીક પહોંચી ગયા છીએ. ખૂબીની વાત એ છે કે જે પ્રોટોનની અથડામણમાંથી તે ઉત્પન્ન થયેલ છ તેના કરતા તેનું વજન ૧૩૩ ગણુ છે. અલબત્ત જે શોધાયેલ છે તે હિગ્‌ઝ બોઝોન સાથે સુસંગત છે. પરંતુ તે હિગ્‌ઝ બોઝોન જ છે તે નિશ્ચિત કરવા તેના બીજા ગુણધર્મો પણ જાણવા પડે.
હિગ્‌ઝ બોઝોનની જરૂરિયાત શું છે?
બ્રહ્માંડ અસંખ્ય પદાર્થોનું બનેલું છે. પરમાણુ, પરમાણુથી સુક્ષ્મ અવપરમાણુઓથી માંડી તારા વિશ્વો (ગેલેક્સી)ની વિરાટ રચનાઓ રોજ બનેલ છે? ૧૯૬૦માં એક સ્ટાન્ડર્ડ મોડેલનો વાદ આપવામાં આવ્યો. તે પરમાણુ જેના બનેલા છે તે મૂળભૂત કણો પ્રોટોન, ન્યુટ્રોન અને ઈલેક્ટ્રોનની પ્રકૃતિ અને વર્તણુક સમજાવે છે. આ મૂળભૂત કણો બ્રહ્માંડની ‘ઈંટો’ જેવા બાર પ્રાથમિક કણોના બનેલા છે અને પ્રાથમિક કણોને જોડતા બાર બળકણોના બનેલા છે. (જુઓ બ્લોક આયટમ) આ બળકણોને ‘ચૂના’ સાથે સરખાવી શકાય. આ ઈંટો અને ચૂનાના ચણતર મૂળભૂત કણો અને પદાર્થો છે. પરંતુ આ વાદ સમજૂતિ તો જ આપી શકે જો અનુમાન કરવામાં આવે કે બધા જ પ્રાથમિક કણો વજન રહિત છે. આમ મૂળભૂત કણો પણ વજન રહિત થાય. પરંતુ આ સાચું નથી. કારણ કે અવલોકનો બતાવે છે પ્રોટોન અને ન્યુટ્રોન જેના બનેલા છે તે ‘ક્વાર્ક’ નામના કણોને વજન તો છે. આ તબક્કે ૧૯૬૪માં પિસ્ટ હિગ્‌ઝ ચિત્રમાં આવ્યા. તેેણે પૂર્વધારણા આપી કે દરેક પ્રાથમિક કણ જ્યાં સુધી તે હિગ્‌ઝ ક્ષેત્ર સાથે આંતરક્રિયા ન કરે ત્યાં સુધી વજન વિહિત છે. જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ બિગબેંગથી થઈ ત્યારે કણો વજન વિહિત (દ્રવ્યમાપ વિહિત) હતા. પણ એક સેકન્ડના એક હજાર અબજમાં ભાગમાં હિગ્‌ઝ ક્ષેત્ર બ્રહ્માંડમાં સર્વત્ર પ્રસર્યુ અને તેના થકી કણો વજન ધરાવતા થયા. હિગ્‌ઝ બોઝોનને ‘ગોડ પાર્ટિકલ’ કહે છે. અલબત્ત તે ઈશ્વર નથી તેનામાં ઈશ્વરનો અંશ નથી (બ્લોગ આયટેમ જુઓ) અમુક કણો હિગ્‌ઝ ક્ષેત્ર સાથે આંતરક્રિયા કરતા નથી. તેથી તેને વજન નથી. ઉદાહરણ તરીકે ફોટોન આવું કણ છે. આમ હિગ્‌ઝ બોઝોનની જરૂરિયાત એ છે કે વજન ધરાવતા પ્રાથમિક કણોનું વજન તેના કારણ છે. આ પ્રાથમિક કણોમાંથી દરેક નિર્જીવ-સજીવ, સૂક્ષ્મ-વિરાટ પદાર્થ બનેલા છે તેથી તેના વજન હિગ્‌ઝ બોઝોનને આભારી છે તેમ કહેવાય.
સ્ટાન્ડર્ડ મોડેલ
બ્રહ્માંડના દરેક પદાર્થ પરમાણુનો બનેલો હોય છે. દરેક પરમાણુ પ્રોટોન, ન્યૂટ્રોન અને ઈલેક્ટ્રોન નામના અવપરમાણુઓના બનેલા છે. તે અવપરમાણુઓ એટલે કે પરમાણુથી નાના કણો તો અનેક શોધાયા છે તેને સંગ્રહાલય (ઝૂ) સાથે સરખાવી શકાય. તેના ગાણિનિસ્વાદને સ્ટાન્ડર્ડ મોડેલ કહે છે.
સ્ટાન્ડર્ડ મોડેલ બાર પ્રાથમિક કણો ધરાવે છે. તેમાં છ કવાર્ક કણો છે. તેના નામ છે અપ, ડાઉન, ચાર્મ, સ્ટ્રેંજ, ટોપ અને બોટમ છે. તે ‘ભારે’ કણો છે. તેથી તેને ‘હેડ્રોન’ કહે છે. અમુક પ્રકારના ત્રણ કવાર્ક મળીને પ્રોટોન અને અમુક પ્રકારના ત્રણ કવાર્ક મળીને ન્યુટ્રોન બને છે. તેમનું જોડાણ અત્યંત ચુસ્ત હોય છે.
આ ઉપરાંત છ લેપ્ટોન હોય છે. લેપ્ટોનનો અર્થ હલકા કણો થાય છે. તેના નામ છે ઈલેક્ટ્રોન ન્યુટ્રિનો અને ઈલેક્ટ્રોન, મ્યુઓન ન્યુટ્રિનો અને મ્યુઓન અને ટાઉન્યુટ્રિનો અને ટાઉ. તેમાં ન્યુટ્રિનો વિજરહિત અને નગણ્ય વજન ધરાવતા કણો છે. ઈલેક્ટ્રોન, મ્યુઓન અને ટાઉ અને એક સરખી ૠણ વિદ્યુત ધરાવતાં પરંતુ ચઢતા ક્રમ વજન ધરાવતાં ઈલેક્ટ્રોનના પ્રકારો છે.
આ બારેય કણો ફર્મિઓન છે. તેનો સ્પીન (ચક્રણ) ૧/૨ છે. તેની સમજણ એવી થાય કે તેની ફરતે બે ફેરા પારીએ ત્યારે તે પછી તેવું કે તેવું દેખાય.
આ કુદરતના જે બળો પ્રવર્તે છે તે બળો અમુક કણ કે કણોના સમુહ દ્વારા પ્રવર્તે છે. આ કણોને બળકણો કહે છે. તેમાં ફોટોન, ઝંડ બોઝોન ડબલ્યુ+ અથવા ડબલ્યુ -, આઠ પ્રકારના ગ્લુબોન છે. આ બાર કણો ‘બોઝોન’ છે. બોઝોનનો સ્પીન (ચક્રણ) ૧ છે. તેનો અર્થ એ થાય કે તેનો એક ફેરો મારીએ ત્યારે તે પાછો તેવું ને તેવું જ દેખાય. જો ફર્મિઓન બ્રહ્માંડની ‘ઈંટો’ ગણીએ તો આ બોઝોન ‘ચૂનો’ છે.
સ્ટાન્ડર્ડ મોડેલના મૂળવાદ પ્રમાણ ઉપરોક્ત કોઈ કણને વજન (દ્રવ્યમાન) નથી. જો તેમ જ હોય તો તેમાંથી પરમાણુ કે પદાર્થ બની શકે નહીં. ૧૯૬૪માં પિટર હિગ્‌ઝે જે પરિકલ્પના કરી તે હિગ્‌ઝ ક્ષેત્રની છે. તે સર્વત્ર છે. તેની સાથે જે કણ આંતરક્રિયા કરે તેને વજન મળે છે. હિગ્‌ઝ ક્ષેત્રના કણને હિગ્‌ઝ બોઝોન કહે છે. તેની તલાશ ચાલે છે. તેને સ્પીડ શૂન્ય છે. તેને ગમે તે દિશામાંથી જુએ સરખું જ લાગે.
ગોડ પાર્ટિકલ શા માટે?
હિગ્‌ઝ બોઝોનને ઈશ્વરીકણ અર્થાત્‌ ‘ગોડ પાર્ટિકલ’ કહેવામાં આવે છે. હિગ્‌ઝ બોઝોનની સૌથી પ્રથમ ૧૯૬૪માં સૈદ્ધાંતિક રીતે પરિકલ્પના આપનાર પીટર હિગ્‌ઝને જ આ નામ પસંદ નથી. તેઓ એવો મને છે કે હિગ્‌ઝ બોઝોન જે છે તેના કરતાં આ નામ ઘણી વધારે ભવ્યતા દર્શાવે છે અને તેના સંશોધનની ફલશ્રુતિને વધારે પડતી દર્શાવે છે. ઈશ્વરીકણ એટલે કે ‘ગોડ પાર્ટિકલ’ નામ પણ તેના શોધક પીટર હિગ્‌ઝે આપેલ નથી પરંતુ તે નામ નોબેલ પારિતોષિક વિજેતા ડો. લીઓન લેડરમેને પોતાના પુસ્તકમાં શિર્ષકમાં આપેલ છે. તેને લાગેલું કે આ ‘કણ’ આજની ભૌતિક વિજ્ઞાનની સ્થિતિમાં એટલું બઘુ કેન્દ્રમાં છે અને દ્રવ્યની સંરચનાની અંતિમ સમજણમાં એટલું નિર્ણાયત છે તેમ છતાં નહી પકડાતું કણ છે તેથી તેને ઈશ્વરી કણ કહેલ છે. તેને ઈશ્વર સાથે સરખાવવું ત અંધશ્રદ્ધા ગણાશે. ડો. લેડરમેન તો કહે છે કે તેને ‘ગોડ ડેમ પાર્ટિકલ’ (ઈશ્વર તિરસ્કૃત કણ) તેનો ખલનાક પ્રકૃતિ અને તેની પાછળ જે તે ખર્ચ કરાવે છે ત જોતાં કહેવું જોઈએ કારણ કે તે વધારે યોગ્ય શિર્ષક ગણાશે.
બોઝોન શા માટે?
વઘુ એક મહત્વની વાત એ છે કે પરમાણુ કે અવપરમાણુઓ એકલ દોકલ હોતા નથી. તે અસંખ્ય સંખ્યામાં હોય છે. તેનું અમુક નિયમ આધારિત વિતરણ થયેલું હોય છે. આ નિયમને તેનું આંકડાશાસ્ત્ર અથવા સાંખ્યિકી કહે છે. અંગ્રેજીમાં તેને સ્ટેટિસ્ટીકસ કહે છે. આપણે જે અવપરમાણુઓની વાત કરવાની છે તે બેમાંથી એક પ્રકારના સ્ટેટિસ્ટીકસને અનુસરે છે. એક પ્રકારનો ‘ફર્મિ-ડિરાક સ્ટેટિસ્ટીકસ’ કહે છે.
એન્ટિકો ફર્મિ અને પી.એ.એમ. ડિરાક નામના પદાર્થ ભૌતિક વિજ્ઞાનીઓની તે શોધ છે. આ સ્ટેટિસ્ટીકસને એ કણો અનુસરે છે તેને ‘ફર્મિઓન’ કહે છે. બીજું સ્ટેટિસ્ટીક્સ બોઝ-આઈન્સ્ટાઈન સ્ટેટિસ્ટીક્સ કહે છે. સત્યેન્દ્રનાથ બોઝ અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન નામના વિજ્ઞાનીઓની તે શોધ છે જે કણો તેને અનુસરે છે તેને ‘બોઝોન’ કહે છે. આપણે જે હિગ્‌ઝ બોઝોનની વાત કરીએ છીએ તે ‘બોઝોન’ છે.

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved