Last Update : 18-July-2012, Wednesday

 

સપરિવાર આપઘાત કે પ્રયાસની કરૂણ ઘટનાઓ
સમય-સંજોગોનો શિકાર બની અંતિમ પગલું ભરતા ગરીબો પ્રત્યે દયાભાવ દાખવો ઃ કોર્ટનો ચુકાદો

ક્રાઇમવોચ - જયદેવ પટેલ
- બાયપાસ સર્જરી બાદ જીવન નિર્વાહના સાધન ઝુંટવાઈ ગયા ઃ ગરીબીથી ત્રસ્ત ઘરના મોભીએ પત્ની તથા પાંચ પુત્રીની સાથે કાતિલ ઝેર ઘોળી આપઘાતનો પ્રયાસ કર્યો
- આપઘાતના પ્રયાસના ગુના બદલ જેલની સજા ફરમાવવી ન્યાયી નથી

દક્ષિણ ગુજરાતના નવસારી જીલ્લાના વાંસદા તાલુકાના મનસર ગામના પારસી ફળીયામાં રહેતા ખેડૂત પરિવારના મોભીએ તેની બે માસુમ દીકરીને ગળાફાંસો આપીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોતે પણ ગળાફાંસો ખાઈને આત્મહત્યાના માર્ગે પ્રયાણ કરી લીઘું હતું. આ ઘટના પાછળ પણ આર્થિક તથા સામાજીક પરિબળો તથા સંજોગો નિમિત્તરૂપ બન્યા હતા.
વાંસદા પોલીસ મથકના તત્ત્કાલીન સબ ઈન્સ્પેક્ટર એમ.વી. ગરાસીયાએ તેમના રાઈટર વિશ્વુભાઈ બી. ચૌધરી સાથે ઘટનાસ્થળે પહોંચીને મૃતક (૧) નવીનભાઈ મોરારભાઈ ચૌધરી (ઉ.વ. ૪૨) તથા તેની બે માસમુ પુત્રી (૨) રીટા (ઉ.વ. ૧૭) અને (૩) નેહા (ઉ.વ. ૧૨)ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપીને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.
જેમાં જાણવા મળ્યું હતું કે - નવીનભાઈ ચૌધરી થથા તેમના પત્ની કંચનબેનને ત્રણ સંતાનો હતા. જેમા મોટા પુત્ર વિજય ઉપરાંત બે દિકરી રીટા તથા નેહાનો સમાવેશ થતો હતો. બન્ને પુત્રી જન્મજાત મંદબુઘ્ધિની હતી. આમ છતાં માતા-પિતાએ તેમના ઉઠેરમાં કોઈ કસર બાકી રહેવા દીધી ન હતી. જો કે મંદબુઘ્ધિની બન્ને દિકરીના ભાવિની ચંિતામાં અટવાઈ રહેલી મુંઝાઈ રહેલી કંચનબેને આ કરૂણ ઘટનાના મહિના પહેલાં જ ઝેર ઘોળીને મોતને મીઠુ કરી લીઘું હતું.
પત્નની ચીર વિદાયથી શૂન્ય મનસ્ક જેવા બની ગયેલા નવીનભાઈ ચૌધરીના ઉપર હવે શું? થશે તે પ્રશ્ને મુશીબતોનો પહાડ તૂટી પડ્યો હતો. બન્ને વ્હાલસોઈ દિકરીની વધતી જતી વયથી લાચાર પિતા મનોમન મુંઝાઈ રહ્યા હતા. ઈશ્વર ન કરે ને કાલે મારો દેહ નહીં હોય તો આ બન્ને ‘ગાંડી’ દિકરીઓનું શું થશે? કોણ તેમનો હાથ ઝાલશે? તેવા વિકટ પ્રશ્નોની વણઝારમાં અટવાઈ રહેલા નવીનભાઈ ચૌધરીએ આખરે આ બેરહમી દુનિયાને પુત્રીઓ સાથે અલવિદા કરવાનો નિર્ધાર કર્યો હતો.
એક રાત્રે નવીનભાઈએ તેમના ઘરની મોભ સાથે પ્લાસ્ટિકની દોરી બાંધીને બન્ને દીકરીને ગળાફાંસો આપીને મોતની ગોદમાં સુવાડી દીધી હતી. આ પછી તેમણે પણ ગળાફાંસો ખાઈને સહુને છેવટના ‘રામ રામ’ કરી લીધા હતા.
આણંદ જીલ્લાના સોજીત્રા તાલુકાના વિરોલ ગામની સીમના એક ખેતરમાં પણ હૈયાને ઘડીભર થડકો આપે તેવી કરૂણ ઘટનાએ ગ્રામજનોમાં ઘેરી સંવેદના સાથે હાહાકાર મચાવી મૂક્યો હતો. જેમાં ત્રણ માસુમ સંતાનો સાથે માતા-પિતા ઝેર ઘોળેલી હાલતમાં તરફડીયા મારતા મળ્યા ત્યારે એકત્રિત લોકટોળામાં કંપારી છૂટી ગઈ હતી. બોરસદ તાલુકાના કઠાણા ગામના રહીશ તથા છૂટક શાકભાજીની લારીની ફેરી કરીને પરિવારના જીવન નિર્વાહ માટે ઝઝૂમી રહેલા પ્રવીણ માધવલાલ સોલંકી જીવન સંગ્રામ સાથે થાકી-હારી જતાં હથિયાર હેઠા મૂકી દીધા હતા અને આખરે સપરિવાર આપઘાતની રાહ ઉપર પ્રયાણ કરવાનો મનોમન નિર્ધાર કરી લીધો હતો. વિરોલ ગામે તેની પત્ની કમળા તથા ત્રણ સંતાનો (૧) પુત્રી હેતલ (ઉ.વ. ૧૨), (૨) પુત્ર બળવંત (ઉ.વ. ૧૦) અને (૩) પુત્ર સતીશ (ઉ.વ. ૨)ને સાથે લઈને રાત્રીના અંધકારમાં સીમના ખેતરમાં ગયો હતો. જ્યાં પરિવારના પાંચેય સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને લાંબી સોડ તાણી લીધી હતી. પરંતુ કોણ જાણે કેમ કુદરતને પરિવારની સામુહિક આત્મહત્યાનું આ આઘાતજનક કૃત્ય મંજુર ન હતું. આથી ઝેરી દવા પીધા બાદ વિષ વમન થઈ જતાં ઉલ્ટીના ઢગલા હેઠળ તરફડીયા મારી રહેલી કમનશીબ પાંચેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં રવાના કર્યા બાદ સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી ત્યારે આર્થિક ભીંસના ભરડામાં ઘેરાયેલ પરિવારે આપઘાતના માર્ગે પ્રયાસણ કરવાનું પસંદ કર્યું હોવાની હકિકતમાં પ્રકાશમાં આવી હતી.
દિનપ્રતિદિન આવશ્યક ચીજવસ્તુના વધતા જતાં ભાવો વચ્ચે કાળઝાળ મોંઘવારીના ચક્કરમાં પીસાતા કે પછી સામાજીક સંજોગોનો શિકાર બનીને સપરિવાર સામુહિક આપઘાત કે આત્મહત્યાના પ્રયાસની ઘટનાઓની દેશભરમાં ચાલુ રહેલી વણથંભી વણઝાર વચ્ચે તાજેતરમાં અદાલતે આવી જ એક ઘટનામાં માનવીય અભિગમ અપનાવીને આવી લાચાર-બેબસ વ્યક્તિઓ પ્રત્યે દયા-રહેમદિલી દાખવવા સહુ કોઈને અનુરોધ કરતો ચૂકદો આપીને માનવીય મૂલ્યોનું ઉદાત્ત ઉદાહરણ પૂરું પાડ્યું છે.
દેશની રાજધાની નવી દિલ્હીથી દૂર સામાન્ય મઘ્યમ વર્ગીય પરિવારોની વસ્તીમાં રહેતા એક પરિવારમાં સામુહિક આપઘાતના પ્રયાસનો આ બનાવ તા. ૧૭મી માર્ચ-૨૦૧૧ના રોજ બન્યો હતો. પરિવારમાં સતીશ જૈન તથા તેની પત્ની ઉપરાંત ૬ થી ૧૬ વર્ષ વચ્ચેની પાંચ પુત્રી એમ સાત સભ્યોનો સમાવેશ થાય છે. સતીશ જૈનની શારીરિક સ્થિતિ દિન-પ્રતિદિન કથળી જતાં ત ેપરિવારના નિર્વાહ માટે લાચાર બની ગયો હતો. તેમાંયે વળી સતીશ જૈનના હૃદયના ધબકારા અનિયમિત બની જતાં તબીબી તપાસ કરાવવામાં આવી હતી. જેમાં બનળા પડી રહેલા હૃદયના સંચાલન માટે એકમાત્ર બાયપાસ સર્જરી જ અનિવાર્ય હોવાનું નિદાન થયું હતું. બાયપાસ સર્જરીની વાત જાણીને પત્ની તથા પુત્રીઓ ભયભીત બની ગયા હતા. આમ છતાં સતીશ જૈનના જીવને ઉગારી લેવા માટે ભલે જે કાંઈ ખર્ચનો ભાર ઉઠાવવો પડે તેને મન મજબૂત કરીને સ્વીકાર કરી લીધો હતો.
આખરે બાયપાસ સર્જરી બાદ પરિવારના સભ્યોએ સતીશ જૈનને નવજીવન મળ્યાની ખુશી અનુભવી હતી. પરંતુ આ ખુશી ઘરના સભ્યો માટે અલ્પજીવી બની ગઈ હતી. હૃદયના ઓપરેશન બાદ સતીશ જૈન ઔર કમજોર બની ગયો હતો અને બિમારીની પથારીમાં પટકાયો હતો. જ્યારે કાંઈક અંશે નાદાન-નાસમજ એવી પાંચ પુત્રી તથા પત્ની ઉપર હવે ઘર કેવી રીતે ચલાવીશું તે પ્રશ્ન વિકટ તથા વિકરાળ બની ગયો હતો. પરિવાર માટે જીવતર દોહ્યલું બની ગયું હતું. દરરોજ પરોઢના આગમનનો ઉજાસ તથા ઢળતી સંઘ્યા બાદ રાત્રિનો અંધકાર પરિવાર માટે ભયાવહ બની ગયો હતો.
આથી લાચારીની અવદશા વચ્ચે સતીશ જૈને છેવટે કાયમી મુક્તિ માટે સપરિવાર સામુહિક આપઘાત કરવાનો નિર્ધાર કર્યો હતો. પોતાની અસહાય હાલત પ્રત્યે આંસુ રેલાવતા સતીશ જૈને તેની સહધર્મચારીણી પત્ની તથા પાંચ પુત્રીઓને મનની વ્યથા કહી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે પરિવારે સતીશની વાત હસતે મુખે સ્વીકારી લીધી હતી. આમ તા. ૧૭મી માર્ચ ૨૦૧૧ની કાળ રાત્રિએ કોકા કોલાની બોટલમાં હળાહળ ઝેર ઘોળીને પરિવારના સભ્યોએ હસતા ચહેરે વિષપાન કરી લીઘું હતું. પરંતુ કોણ જાણે કેમ કુદરતને આ કિસ્સામાં પણ પરિવારની અંતિમ ઇચ્છાને મંજુરી રાખવી ન હતી આથી સાતેય સભ્યો મોતની ખાઈમાં ધેકલાઈ જતાં બચી ગયા હતા.
આ પછી તો સ્થાનિક પોલીસે આ કરૂણ ઘટનાના સંદર્ભમાં કાનૂની કાર્યવાહી પતાવી હતી. જેમાં પત્ની તથા પાંચ પુત્રીઓને ઝેર આપીને તેમની હત્યાનો પ્રયાસ કરવા બદલ તથા ખુદ આપઘાતનો પ્રયાસ કરવા બદલ સતીશ જૈનના વિરૂઘ્ધમાં ઈ.પી.કો. કલમ ૩૦૭ તથા ૩૦૯ હેઠળ ગૂનો દાખલ કરીને તેને અદાલત સમક્ષ હાજર કરી દીધો હતો.
અધિક સેશન્સ જજ શ્રી રમેશ કુમાર સમક્ષ આ કેસની સુનાવણી નીકળી ત્યારે પરિવારની વ્યથા કથા તથા સંજોગોની હકિકત જાણીને તેઓ પણ દ્રવીભૂત બની ગયા હતા. ન્યાયાધીશ રમેશ કુમારે દેશભરમાં બનતા સામુહિક આપઘાત કે પછી સામુહિક આત્મહત્યાના પ્રયાસના બનાવો પાછળના સામાજીક તથા આર્થિક સંજોગો પ્રત્યે માનવીય અભિગમ દાખવતાં સહુ કોઈને આ ચૂકાદા દ્વારા સંદેશ આપ્યો હતો કે - ‘‘આવા ગરીબ લાચાર-મજબૂર માનવીને ક્યારેય સજા કરશો નહીં. કાનૂની દ્રષ્ટિએ આપઘાત કે પછી આત્મહત્યાનો પ્રયાસ એ એક ગૂનાઈત કૃત્ય છે. પરંતુ ખુદ ન્યાયતંત્ર પણ આવા ગૂનામાં સદ્‌ભાગ્યે જે કોઈ ઉગરી કે પછી બચી જાય છે તેને શું સજા કરવી તેની અવઢવ અનુભવે છે. આપઘાતના પ્રયાસના ગૂનામાં જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ આવા ગૂનાનો ભોગ બનનાર વ્યક્તિને ઔર ગૂનેગાર ઠરાવીને સજા ફરમાવવી તે ન્યાયી નથી તેવો કાનૂનવિદોએ પણ અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
આથી સમય તથા સંજોગોનો શિકાર બનીને આપઘાતનો પ્રયાસ કરનાર વ્યક્તિને આવા કિસ્સામાં કારાવાસની સજા ફરમાવવી તે ઉચિત નથી તેવું મંતવ્ય ન્યાયાધીશ રમેશ કુમારે વ્યક્ત કર્યું હતું તથા પોતાના પરિવારના સભ્યોને ઝેર આપીને હત્યા કરવાનો પ્રયાસ કરનાર તથા ખુદ આપઘાતનો પ્રયાસ કરવાના આ કેસના આરોપી સતીશ જૈનની હાલત પ્રત્યે હમદર્દી વ્યક્ત કરીને તેને માત્ર કોર્ટ ઊઠતા સુધીની એક દિવસની સજા ફરમાવીને માનવીય અભિગમનો પરિચય કરાવ્યો હતો.
ન્યાયાધીશ રમેશ કુમારે તેમના ચૂકાદામાં આરોપી સતીશ જૈન કયા સંજોગોમાં સપરિવા આપઘાતના પ્રયાસનો આ માર્ગ અખત્યાર કરવા લાચાર તથા મજબૂર બન્યો હતો તેની વિસ્તૃત છણાવટ કરીને તેની કમનશીબી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
આશ્ચર્યની વાત તો એ છે કે - આ કેસની સુનાવણી દરમ્યાન અદાલત ખંડમાં ઉપસ્થિત રહેલ સતીશની પત્ની તથા તેની પાંચેય પુત્રીઓએ તેના વિરૂઘ્ધમાં હરફ સરખોય ઉચ્ચાર્યો ન હતો અને મનોમન તેના આ કૃત્યને સમર્થન આપ્યું હતું.

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved