Last Update : 18-July-2012, Wednesday

 

વિશ્વભરમાં જાતીયતા બાબતે વૈવિઘ્યપૂર્ણ ઘટનાઓ બનતી રહે છે

અંગત અંગત- મુકુલ ચોક્સી

 

૧૯૯૪માં તત્કાલીન અમેરિકન પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટને જોયસ્લીન એલ્ડર્સ નામની લેડી સર્જન જનરલને નોકરીમાંથી ફાયર કરીને રૂખસત આપી દીધી હતી. કેમ કે, મેડમ જોયસ્લીને એક જાહેર કોન્ફરન્સમાં એમ કહ્યું હતું કે, મેસ્ટરબેશન (હસ્તમૈથુન)ને શાળા ‘હ્યુમન સેક્સ્યુઆલીટી’ના અભ્યાસક્રમ અંતર્ગત ચર્ચવું અને શીખવાડવું જોઈએ. ત્યારબાદ ક્લિન્ટનના પોતાના જાતીય ભોપાળા બહાર આવ્યા હતા. ફ્રોઇડે એક સદી પહેલાં કહેલું કે જાહેરમાં સેકસ્યુઅલ મેટરનો વઘુ પડતો વિરોધ કરનારના આંતરમનમાં જાતીયતા ભરપૂર પડેલી હોય એવું બની શકે.
* બાર ફેબુ્રઆરી ૨૦૧૨માં શિકાગો ટ્રીબ્યુનમાં આવેલ એક સમાચાર આવા છે. ‘પ્રોફેસર માઇકલ બેઇલીએ ગયે વર્ષે એક વૈકલ્પિક લેક્ચર આપ્યું હતું. હ્યુમન સેક્સ્યુઆલીટી’ વિષય અંતર્ગત રખાયેલ આ લેક્ચરના અંતે તેમણે એક સ્ત્રીને સેક્સ્યુઅલી એરાઉઝ્‌ડ થતી ડેમોન્સ્ટ્રેટ કરવા સેક્સ ટોયનો ઉપયોગકરી ફીમેલ એરાઉઝલનુ લાઇવ ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. પણ ત્યારબાદ આ વાતની જબરદસ્ત ચર્ચા- જાહેરાત થતાં મહાભયાનક વિવાદ છેડાઈ ગયો હતો. જેને પગલે આ શૈક્ષણિક કોર્સ પડતો મૂકવામાં આવ્યો હતો. હવે એક વર્ષના અન્તરાલ બાદ નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી ખાતે ફરીથી એ જ ક્લાસ શરુ કરવામાં આવી રહ્યા છે પરંતુ આ વખતે ‘ઇન્ટ્રોડક્શન ટુ સેક્સ્યુઅલ સ્ટડીઝ’ નામના આ ક્લાસમાં શીખવાડનાર પ્રોફેસર પોપ્યુલર લેન ફેનરીચ હશે જેઓ કોઈ લાવ ડેમોન્સ્ટ્રેશન દર્શાવવાની ભૂલ કરનાર નથી.
* ૧૯૯૬માં અમેરિકાના કેન્સાસ જેવા શહેરમાં સ્વીડનથી બનીને આવેલા કથિત ‘સેકેસ્યુઅલ સેલ્ફ હેલ્પ વિડિયોઝ’ની બોલબાલા હતી. ત્યાંના વિડિયો પાર્લર્સમાંથી સંખ્યાબંધ લોકો આ વિડિયો ખરીદી જતા હતા જેના નામ હતા ‘ધ આર્ટ ઓફ મેકીંગ લવ’, ‘ધ અલ્ટીમેટ કીસ’ વગેરે પ્રકારના હતા. જો કે હવે લોકો નેટ ઉપરથી જ બઘું ડાઉનલોડ કરી લેતા હોવાથી આવા વિડિયો પાર્લર સુધી જવાની જરૂર પડતી નથી.
* દાયકા પહેલા જાપાનની કેટલીક સ્કૂલ્સમાં છોકરીઓના પોષાક સ્કર્ટ- ટોપ હતા તે એવા ઉત્તેજક હતા કે ત્યાંના વિડિયો ગેઇમ પાર્લરમાં ૮૦ સેન્ટમાં રમાતી વિડિયો ગેઇમમાં વીલન છોકરીને નિર્વસ્ત્ર કરવાની કોશિષ કરતો બતાવાતો અને ગેઇમ રમનાર છોકરાઓ ૧૪ વર્ષની એ છોકરીને વીલન દ્વારા ટોપલેસ થવામાંથી બચાવવાનું કામ કરતા હોય છે ! જો કે, ટોકિયો વિડિયો પાર્લરમાં આવતા અસંખ્ય જુવાન છોકરાઓ મનોમન આ ગેઇમ રમતી વખતે વીલન જ બની જતા હતા.
* ઇ.સ. ૨૦૦૬માં અમેરિકાના ટેલિવિઝન જગતમાં નવી ડબલ્યુ.બી. શ્રેણીમાં અત્યંત પોપ્યુલર થયેલા શૉનું નામ હતું ‘બેડફોર્ટ ડાયરીઝ’ આ શ્રેણી યુવાનોની જાતીયતા વિષયક હતી. ત્યાંની એક કોલેજમાં ‘હ્યુમન સેક્સ્યુઆલીટી’ અંગેનો અભ્યાસક્રમ ચાલતો હતો. આ અભ્યાસક્રમના એક ભાગરૂપે યુવાન- યુવતીઓ પોતાના સેક્સ્યુઅલ એક્સ્પીરીયન્સીસની બોલીને સ્વમુખે રજૂઆત કરતા હતા. જેની વિડિયોગ્રાફી કરી લેવામાં આવી હતી. અલબત્ત, ડબલ્યુબી સીરીઝના શૉ દ્વારા આ બઘું બતાવતી વખતે થોડી સેલ્ફ સેન્સરશીપ કરી અત્યંત સેન્સીટીવ બાબતોન તે વિડિયોમાંથી દૂર કરવામાં આવતી હતી. તેમ છતાં આ પ્રોડક્શનના કો-પ્રોડ્યુસર ફોન્ટાના કહેવા મુજબ તેમણે ઘણી પબ્લિસિટી મેળવી લીધી હતી.
* તાજેતરમાં વેસ્ટર્ન નેવાડા, યુ.એસ.ની એક કોલેજમાં સેક્સ્યુઆલીટીના ક્લાસમાં એક વિચિત્ર ઘટના બની. ટોમ કુલીસ્ટન્ટ નામના પ્રોફેસરે પોતાના ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓને પોતાના હસ્તમૈથુનના અનુભવો જર્નલમાં લખીને આવવા કહ્યું તેનાથી અપસેટ થઈ છંછેડાઈને એક કન્યાએ પ્રોફેસર ઉપર કોર્ટમાં પોતાના ઉપર ‘જાતીય સતામણી’ થયાનો કેસ ઠોકી દીધો. કરેન રોયસ નામની આ વિદ્યાર્થિનીની ફરિયાદ પ્રોફેસરે ફગાવી દીધી હતી.
* ન્યુયોર્ક ટાઇમ્સમાં તાજેતરમાં છપાયેલો એક સરસ રિપોર્ટ અમેરિકન સમાજની જાતીયતા વિષે એક નવું જ પાસું પ્રદર્શિત કરે છે. આ અહેવાલમાં કોલારાડો સ્પ્રંિગની એક હોટલના બોલરૂમની વાત છે જ્યાં એક રાત્રે નવા જ પ્રકારની ડાન્સ પાર્ટી આયોજિત થઈ હતી. આ ડાન્સ પાર્ટીમાં એડલ્ટસ પાર્ટનર્સના બદલે પપ્પાઓ અને તેમની પોતાની સગી દીકરીઓ સાથે જોડી બનાવીને ‘પિતા-પુત્રી’ જોડીમાં ડાન્સ કર્યો હતો. આ બોલડાન્સ પાર્ટીનો છૂપો અર્થ એવો હતો કે પપ્પા સાથેના ડાન્સમાં શામેલ થયેલ તમામ ટીનએજ કુંવારી પુત્રીઓએ લગ્ન થાય ત્યાં સુધી પોતાનું કૌમાર્ય અકબંધ રહે તેનું વચન આપ્યું હતું. આ પાર્ટી રીલીજીયસ રીચ્યુઅલ અને મોડર્ન એટીટ્યુડના એક કોમ્બો મિક્ષ્ચર જેવી હતી. જેનો હેતુ ટ્રેડીશનલ હતો પણ દેખાવ મોડર્ન હતો. આ બોલડાન્સ પાર્ટી એક એવા રીસર્ચ ફાઉન્ડીંગ ઉપર આધારિત હતી કે જે કુંવારી દીકરીઓને તેમના પિતાશ્રીઓ સાથે નિકટતમ ઇમોશનલ બોન્ડીંગ હોય તે દીકરીઓ જલ્દીથી પોતાનું કૌમાર્યભંગ થવા દેતી નથી. આ પાર્ટીમાં સ્ટેજની વચ્ચોવચ્ચ મુકાયેલા એક ક્રોસ સમક્ષ બધા ‘પિતાપુત્રી’ ડાન્સ કરતા હતા અને ડાન્સ પૂરો થયા બાદ તમામ કન્યાઓ પોતાની ચેસ્ટીટી સાચવવાના શપથ લઈને એક સફેદ ગુલાબ ક્રોસ પાસે મૂકતી હતી. સેક્સ્યુઅલ મોરાલીટી, એથીક્સ તથા વેલ્યુઝના પ્રમોશન માટે અમેરિકામાં આવા રીચ્યુઅલ્સ લોકપ્રિય થઈ રહ્યા છે પાર્ટીને અંતે ક્રોસ પાસે માથુ ઝુકાવીને બધા કપલ્સ પ્રાર્થના કરતા હતા. ‘ડાન્સીગ વીથ હાયર પરચેઝ’ જેવા ઉદ્દેશ સાથે યોજાતી આવી પાર્ટીઓમાં નવથી માંડીને વીસ વર્ષ સુધીની તરુણીઓ પ્રિય પપ્પાઓ સાથે ઉપસ્થિત થઈ હતી. એબસ્ટીન્સ એજ્યુકેશનના આવા તો અનેક ઇનોવેટીવ પ્રયોગો વિશ્વભરમાં થઈ રહ્યા છે.
* અને આથી તદ્દન વિપરીત સમાચાર એ છે કે જેમ આપણે ત્યાં રોઝ-ડે, ચોકલેટ-ડે, સારી-ડે કોલેજ કેમ્પસમાં ઉજવાય છે તે રીતે કેમ્બ્રીજની હાવર્ડ કોલેજમાં તાજેતરમાં ‘સેક્સ વીક’ ઉજવાઈ ગયું જેમાં યુવાન- યુવતીઓ વચ્ચે સેક્સ બાબતે જાહેર ચર્ચાઓ થઈ. ટેબલ ઉપર કોન્ડોમ, કોન્ટ્રાસેપ્ટીવ પીલ્સ વગેરે પડેલા હતાં અને તરુણ તરુણીઓ તેના વિષે નિખાલસતાથી ચર્ચા કરતા હતા. ક્લાસરૂમથી બેડરૂમ વચ્ચેનું અંતર ઘટે અને સમજદારીભર્યું બને એ હેતુથી હાવર્ડ કોલેજે ‘સેક્સ વીક એટ હાવર્ડ’ની ઉજવણી કરી હતી જેમાં એઇડ્‌સ, વાઇબ્રેટર તથા બર્થકન્ટ્રોલથી માડીને પોર્નોગ્રાફી સુધીની ચર્ચાઓ થઈ હતી.

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved