Last Update : 18-July-2012, Wednesday

 

સ્પાઇડરમેનની માયાજાળ ઓર્ડિનરી ટીનેજર, એક્સ્ટ્રા ઓર્ડિનરી સુપરહીરો !

અનાવૃત - જય વસાવડા

 

 

લાલવાદળી નકાબ પહેરેલો એ વીરનાયક કારમાં બેસે છે. ચોંકી ઉઠેલો પ્રવાસી પૂછી બેસે છે ઃ ‘હુ આર યુ ?’ (કોણ છો ?) અને ડોકું ઘુણાવતા હીરોભાઈ બબડે છે ઃ ‘નો બડી સીમ્સ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કોન્સેપ્ટ ઓફ માસ્ક !’ (સાલું, કોઈને નકાબનો મુદ્દો સમજાતો જ નથી !... મતલબ કોઈ માસ્ક પહેરીને ફરે ત્યારે એને એ જ તો છુપાવવું હોય છે કે પોતે કોણ છે ! તો ય ઓળખ પૂછવાની !)
વેલકમ ટુ એમેઝંિગ સ્પાઇડરમેન કોમિક્સ, એનિમેશન અને લાઇવ એક્શન ટી.વી. સીરીઝ, હીટ હોલીવુડ મુવીઝ ગ્રાન્ડ બ્રોડવે મ્યુઝીકલ પ્લે પછીનો નવો નક્કોર અને નક્કર ફિલ્મી અવતાર.
દોઢ દસકા પહેલા ઇવિલ ડેડ ફિલ્મ્સથી જાણીતા દિગ્દર્શક સામ રાઇમીએ વારાફરતી ત્રણ ઉમદા ફિલ્મો (ઓ.કે. બાબા છેલ્લીને સારી ના ગણીએ તો અઢી !) બનાવીને લગભગ ભૂલવા આવેલા આ સુપરહીરોનો સુપર-જીર્ણોદ્ધાર કરેલો. ઇન ફેક્ટ. રાઇમીની ફિલ્મોએ સાયન્સ ફીક્શન સુપર હીરોનો ફિલ્મી કોન્સેપ્ટ જ બદલાવી નાખ્યો. અગાઉની સુપરહીરો ફિલ્મ સાવ જ વન-ડાયમેન્શનલ રહેતી. એક પ્રચંડ શક્તિશાળી નાયક અને પુરેપુરો કાળોડિબાંગ ખલનાયક અને ફુલ ધડબડાટી, ટ્રીપલ એક્સ ફિલ્મોની માફક આફ્‌ટર એ પોઇન્ટ બઘું જ મોનોટોનસ એકનું એક અને એટલે કંટાળાજનક જ લાગે.
રાઇમીએ ચીલો ચાતર્યો, જે પાછળથી ડાર્કનાઇટ, એક્સમેન ફર્સ્ટ ક્લાસ, સુપરમેન રિટર્ન્સ, થોર, આયર્ન મેન, એવેન્જર્સ, રાઇઝ ઓફ પ્લેનેટ ઓફ ધ એપ્સ, ગ્રીન હોર્નેટ, હલ્ક, ડેરડેવિલ જેવી અસંખ્ય ઉત્તમ ફિલ્મોએ ઇન્ટરનેશનલ હાઇવે બનાવી દીધો. એ હતો સુપર હીરોને નોટ સો સુપર બતાવવાનો. એને હસતો, રડતો, પ્રેમ કરતો, પડતો આખડતો, સંઘર્ષ કરતો, અંદર અને બહારથી ઘવાતો છોકરી સામે મુંઝાતો, વિલનને હરાવવામાં હાંફી જતો અને સમાજથી અલગ હોવાની સજા ભોગવતો- આપણા જેવો હ્યુમન/ ઇન્સાન દર્શાવવાનો. કલર્સ અને કોસ્ચ્યુમ જ નહિ, કેરેક્ટરમાં પણ ભેળવવાનો.
અને સ્પાઇડરમેન જેનેકસ્ટની બદલાતી પેઢીમાં છવાઈ ગયો. ત્રીજી ફિલ્મ પછી ક્રિએટીવ કારણોસર રાઇમીએ સ્પાઇડરમેન સાથે છેડો ફાડ્યો એની પાછળ એની કાસ્ટ પીટર પાર્કર બનતો ટોબી મેગ્વાયર પણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છોડી ગયો (જે ખોટું થયું) અને મેરી જેઇન બનતી ક્રિસ્ટીન ડર્સ્ટ પણ જતી રહી. (જે સારું થયું !) સ્ટુડિયોએ વટથી ટેલેન્ટેડ માર્ક વેબને લઈ ફક્ત પાંચ જ વર્ષમાં નવી ટીમ સાથે સ્પાઇડરમેનને એકડે એકથી ‘રિ-બૂટ’ (વાર્તા નવેસરથી પ્રથમ પ્રકરણ પર જઈ કહેવામાં આવે, એ રીમેક નહિ પણ રિ-બૂટ કહેવાય !) કરી ખરેખર એક્શનના ઇમેજીનેશનમાં અમેઝંિગ એવું અત્યારે ૪૦૦ મિલિયન ડોલરની કમાણી કરી ચૂકેલું નવું સ્પાઇડરમેન મૂવી બનાવ્યું.
સ્પાઇડમેનના ઘર કહેવાય એવા, ન્યૂયોર્કના મેનહટનમાં રીગલ સિનેમાના પ્રિમિયમ થ્રી ડી અનુભવમાંથી મધરાતે બહાર આવવાનું થયું, એની પહેલા જ વિશ્વનું સૌથી ખર્ચાળ ગણાતું નાટક ‘સ્પાઇડરમેન ઃ ટર્ન ઓફ ધ ડાર્ક’ બ્રોડ વે પર માણ્યું હતું. ૧૬૦ ડોલરની ટિકિટ પણ અલબત્ત બીજા ભાગમાં ઢીલા પડતા આ નાટકમાં સ્ટેજ આખામાં વાયર બાંધીને ઉડતા, લડતા કલાકારોના કરતબ જોવામાં અને અદ્‌ભુત સેટડિઝાઇન- મ્યુઝિક માણવામાં વસુલ થઈ ગઈ ! (આ નાટક હોવા છતાં સ્ટેજ પર થ્રીડી મેનહટન જે રીતે ઉભું થયું ને કુલ ડઝન કલાકારોએ એક જ સ્પાઇડરમેનને જે રીતે ભજવ્યું. એ કાબીલે તારીફ હતું ને કલાકમાં જ બેસવાનું થયું નવી ફિલ્મમાં !
અને બહાર નીકળી મેનહટનની ગગનચુંબી ઇમારતોને તાકતા રોશનીના ઝબકારાની જેમ સ્પાઇડરમેન સાથેનો બચપણનો સંબંધ હિલોળા લેવા લાગ્યો ! આટલા વર્ષોમાં એણે કેવું જાળું રચ્યું છે પોતાના જ સર્જનના એક્સ્ટેન્શનનું !
* * *
સુપરમેન બાદ સ્પાઇડરમેન એવો અમેરિકન સુપર હીરો છે જે નેશનલ આઇકોન બને એ માટે એનો કોસ્ચ્યુમ અમેરિકાના રાષ્ટ્રઘ્વજના રંગનો રેડ એન્ડ બ્લ્યુ રાખવામાં આવ્યો છે ! આંખોને ખેંચતા બે સૌથી વઘુ શક્તિશાળી રંગોનો પહેરવેશ પહેરતા આ સુપરહીરોની ઓળખાણ બચપણમાં ગુજરાતીમાં છપાતા ચિત્રવાર્તાઓના મેગેઝિન ‘કરોળિયા-માનવ’ના પરાક્રમો નામથી થઈ હતી એની અંગ્રેજી કોમિક સ્ટ્રીપ શ્વેતશ્યામમાં ગુજરાતીમાં છપાતી.
સ્પાઇડરમેનની છેલ્લી ચાર ફિલ્મોએ ઘૂમ મચાવી છે, પણ ભારતમાં આ પહેલા પણ સ્પાઇડરમેનની ફિલ્મો આવી ચૂકી છે ! ૧૯૭૭માં અમેરિકામાં પ્રસિદ્ધ ‘અમેઝંિગ સ્પાઇડરમેન’ની ટીવી સિરિયલનો પહેલો એપિસોડ ભારતમાં કોલંબિયા પિક્ચર્સે ૧૯૭૮માં રજૂ કર્યો હતો. પછી ૧૯૮૨માં સ્પાઇડરમેનની હોંગકોંગમાં બનેલી એક ચાઇનીઝ- બ્રિટીશ ફિલ્મ પણ આવી છે. સ્પાઇડરમેનની એનિમેશન સીરિઝ ૨૦ વર્ષ પહેલાં દૂરદર્શન પર દર રવિવારે બતાવવામાં આવતી.
અને એનું ટાઇટલ સોંગ સ્પાઇડરમેન... સ્પાઇડરમેન... હજુ ય પેલા પિત્તળભેજાંના તંત્રી જેમ્સનના સ્પાઇડરમેન વિરોધી હાકોટાની જેમ દિમાગમાં ચકરાવા લે છે. ત્યારે સુપર પોપ્યુલર ટીઆરપી દૂરદર્શન પર રવિવારની સવારના બાળકોના પ્રોગ્રામ્સ અને સાંજના હિન્દી ફિલ્મ્સના રહેતા, ને એ બંને સ્લોટમાં સ્પાઇડરમેનની સવારી આવી પહોંચતી. જો કે, ફિલ્મી બોક્સ ઓફિસ પર પહેલી જ ફિલ્મે ત્રણ દિવસમાં ૧૦૦ મિલિયન ડોલરનો એ ખતનો રેકોર્ડતોડ કારોબાર કર્યા પછી સુંથી સુપરહિટ સુપરહિરો સ્પાઇડરમેન રહ્યો છે, પણ એ સમયે તો સુપરમેન અને ફેન્ટમનો દબદબો હતો !
અમેરિકાના માર્વેલ કોમિક્સ દ્વારા ઓગસ્ટ ૧૯૬૨માં એમેઝંિગ ફેન્ટેસી સીરિઝ હેઠળ સ્પાઇડરમેનની પ્રથમ ચિત્રવાર્તા પ્રગટ થઈ હતી. આ પ્રખ્યાત સુપરહીરોનું સર્જન સ્ટેન લી અને સ્ટીવ ડિટકોએ કર્યું હતું. અલબત્ત ! ૧૯૫૦માં પહેલી વખત કરોળિયાની વૃત્તિ અને પ્રવૃત્તિ ધરાવતા પાત્રનો વિચાર જેક કિર્બીને આવ્યો હતો. પણ એણે વિચારેલું ‘સિલ્વર સ્પાઇડર’નું પાત્ર રિજેક્ટ થયું હતું. સ્પાઇડરમેનની શરુઆતની કોમિક્સ બૂક્સમાં જેક કિર્બીના જ પેન્સિલ ડ્રોઇંગ્સ હતા જેમાં રંગો સ્ટીવ ડિટકોએ પૂર્યા હતા.
સ્પાઇડરમેનનું સર્જન ચાર દસકા પહેલાના ટીનેજર્સમાં વધતી કોમિક્સની લોકપ્રિયતાને ઘ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. ફેન્ટમ, સુપરમેન, હલ્ક, બેટમેન, ઝોરો જેવા કોમિક હીરોઝની વચ્ચે એ પ્રથમ એવો નાયક હતો જે કોલેજમાં ભણતો તરુણ હતો. એ કોમિક્સની લોકપ્રિયતા એવી હતી કે ૧૯૭૦ના દાયકાની શરુઆતમાં અમેરિકન સરકારે એની (એન્ટી ડ્રગ્સ) ઝુંબેશનો પ્રારંભ ‘સ્પાઇડરમેન’ની વાર્તાથી કર્યો હતો. ૧૯૯૧માં માર્વેલ પહેલી કોમિક્સ કંપની બની કે જે ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ હોય. એ વખતે વ્યાપાર વિશ્વના પ્રતિષ્ઠિત પ્રકાશન ‘વોલસ્ટ્રીટ જર્નલ’માં હેડલાઇન હતી ઃ સ્પાઇડરમેન ઇઝ કમંિગ ટુ વોલસ્ટ્રીટ ! (ન્યૂયોર્કની વોલસ્ટ્રીટમાં શેરબજાર ધમધમે છે.) અત્યાર સુધીમાં સ્પાઇડરમેનના ૫૫૦થી વઘુ કોમિક્સ બહાર પડ્યા છે.
સ્પાઇડરમેન ફિલ્મોમાં વારંવાર દર્શાવ્યા મુજબ એ પીટર પાર્કર નામના ન્યૂયોર્ક શહેરના ફેરેસ્ટ હિલ્સ વિસ્તારના તેજસ્વી પણ બોચિયા લાગતા મિડલ ક્લાસ કોલેજિયનની કથા છે. રેડિયોએક્ટિવ કરોળિયાના અકસ્માત ડંખથી પીટર પાર્કરમાં અસામાન્ય પરિવર્તન થઈ જાય છે. એનામાં આવનાર ખતરાની આગોતરી જાણ કરતી સ્પાઇડર સેન્સ વિકસે છે, એ કરોળિયાની જેમ જ દિવાલ પર ચડી શકે છે, હવામાં લટકી શકે છે. એની સાંભળવાની શક્તિ કે રિફ્‌લેક્સ એક્શન અ-માનવીય થઈ જાય છે ! વિજ્ઞાનના જીનિયસ વિદ્યાર્થી હોવાના નાતે પીટર જાળ રચી શકે એવા કેમિકલ કાટ્‌ર્રીઝ અને આગથી સુરક્ષિત અને ઇલાસ્ટીસીટી ધરાવતા વિશિષ્ટ પોશાકની જાતે જ શોધ કરે છે. એ સેલિબ્રિટી બનવાની કોશિશ કરે છે, પણ પોતે રોકી શકે એવા ચોર દ્વારા એના પાલક અંકલ બેનની હત્યા થઈ જતા સ્પાઇડરમેન બને છે. ‘ગ્રેટ પાવર કમ્સ વિથ ગ્રેટ રીસ્પોન્સીબિલિટી’નું સૂત્ર તો હવે શેક્સપીરિયન ક્વોટની કક્ષાએ પહોંચ્યું છે !
સ્પાઇડરમેનની ફિલ્મોમાં તો હજુ પીટર પાર્કર ગર્લફ્રેન્ડ સાથે રોમાન્સ ફરમાવતો વિદ્યાર્થી જ છે પરંતુ કોમિક્સમાં સ્પાઇડરમેન ઉર્ફે પીટર પાર્કર (ડેઇલી બ્યુગલ)ના ફ્રીલાન્સ ફોટોગ્રાફરમાંથી પરણિત ટીચર, સુપરહીરો ટીમ ‘એવેન્જર્સ’નો મેમ્બર અને સ્પાઇડર ગર્લની ટીમનો સાયન્ટિસ્ટ પણ બની ચૂક્યો છે ! આગલી ફિલ્મોમાં મેરી જેન સાથેની કિસ મશહૂર થઈ, પણ આ લેટેસ્ટ ફિલ્મમાં રૂપકડી ઢીંગલી જેવી એમ્મા સ્ટોન (વર્તમાન સ્પાઇડરમેન એન્ડ્રુ ગારફિલ્ડની રીયલ લાઇફ કરન્ટ ગર્લફ્રેન્ડ)નો ચુલબુલો ચાર્મ કંઈક ઓર જ છે. દરેક ટીનેજરની માફક સ્પાઇડરમેનની લાઇફમાં ય એકથી વઘુ પસંદ પડેલા પાત્રોનું કન્ફ્‌યુઝન છે. પીટર પાર્કર કોમિક્સમાં બેઉ વચ્ચે ગોથા ખાય છે.
સ્પાઇડરમેનની ગર્લફ્રેન્ડમાંથી પત્ની બનેલી મેરી જેન વોટસન સિવાય એની ગર્લફ્રેન્ડ આ ગ્વેન સ્ટેસી હતી, જે કોમિક બુકમાં ગ્રીન ગોબ્લિન સાથેના સંઘર્ષ દરમિયન સ્પાઇડરમેનની ભૂલને લીધે ખતમ થઈ જાય છે ! થેંક ગોડ, ફિલ્મોમાં ગ્વેન હજી જીવંત છે. (૨૦૦૭માં આવેલા ત્રીજા ભાગમાં ગ્વેનનો બોયફ્રેન્ડ એન્ડી વિલન થઈ જાય છે. સ્પાઇડરમેનના વિરોધી અને ગરમમિજાજના ઉતાવળિયા તંત્રી જે. જેમ્સનની સેક્રેટરી બેટ્ટી બ્રાન્ટ પણ પીટરને પ્રેમ કરે છે.
પણ પ્રેમને લીધે નહિ, બીજા કોઈ પણ કોમિકબૂક સુપરહીરો કરતાં સ્પાઇડરમેન એના વૈવિઘ્યપૂર્ણ વિલન્સથી વઘુ જાણીતો બન્યો છે. બેટમેનને બાદ કરતા આવી રેન્જના દુશ્મનો કોઈના નથી. વળી સ્પાઇડરમેનના વિલન્સ ત્રાસવાદી/ ગુનેગાર ઓછા હોય છે. એના પ્રસિદ્ધ વિલન્સમાં ગ્રીન ગોબ્લીન, ડોક્ટર ઓક્ટોપસ, વેનોમ, બિઝાર્દ, કેમેલીઓન હોબગોબ્લીન, કેવન ધ હન્ટર, સ્કોર્પિયન સેન્ડમેન, રફઇનો, મિસ્ટિરિયો, વલ્ચર ઇલેક્ટ્રો, કાર્નેજ કંિગપીન અને શોકર છે. આમાંથી મોટાભાગના ખલનાયકો પ્રતિષ્ઠિત વિજ્ઞાનીઓ હોય છે, જે એમના વૈજ્ઞાનિક પ્રયોગો નિષ્ફળ જતા કે એમાં ગરબડ થતા સુપરવિલન બની જાય છે. સ્પાઇડરમેનના કોમિક ફેન્સને ખ્યાલ હશે કે, ‘સિનિયર સિક્સ’ નામથી છ ખલનાયકો સાથે મળીને સ્પાઇડરમેનને હંફાવવા મેદાને પડે છે. સ્પાઇડરમેનના બ્રોડવે નાટકમાં આ સિનિયર સિક્સ મોજુદ છે.
જો કે, અત્યારે ચારે બાજુ છવાયેલો સ્પાઇડરમેન આટલો લોકપ્રિય છતાં અન્ય સુપરહીરોઝની સરખામણીએ તેનો ફિલ્મી અવતાર ખૂબ મોડો થયો. અગાઉ તો એની જાળીવાળી સિચ્યુએશન શૂટ કરવાની મર્યાદા હતી. ૧૯૮૬માં માર્વેલ કોમિક્સે કેનન ફિલ્મ્સને એના રાઇટ્‌સ વેચ્યા હતા, જે ફરતા ફરતા સોની પિક્ચર્સ પાસે આવી ગયા. મૂળ તો ‘ટાઇટેનિક’ના દિગ્દર્શક જેમ્સ કેમેરૂનને સ્પાઇડરમેન પરથી ફિલ્મ બનાવવાનું કાર્ય સોંપાયું હતું ત્યારે ટાઇટેનિકના જ હીરો લિયોનાર્દો ડિ કેપ્રિયોને સ્પાઇડરમેનની ભૂમિકા ઓફર થઈ હતી. અંતે હોરર ‘ઇવિલ ડેડ’ સીરિઝથી ખ્યાતનામ સામ રાઇમીને સુકાન સોંપાયું. હવે એ માર્ક વેબના મજબૂત હાથોમાં છે.
* * *
તમામ સુપરહીરોમાં બેટમેન અને સ્પાઇડરમેન અલગ છે. બેટમેન એટલા માટે કે એની પાસે કોઈ સુપરપાવર નથી .ટારઝન જેવી વિશિષ્ટ શારીરિક શક્તિ ય નથી. બસ, હંિમત, હથિયારો, કોઠાસૂઝ અને ક્રાઇમ સામે લડવાનું કમિટમેન્ટ છે. અને સ્પાઇડરમેન ? એ સૌથી નાનો છે. સુપરમેન જાણી જોઈને ચશ્મીશ ક્લાર્ક કેન્ટ દેખાય છે ટોની સ્ટાર્ક તો એમ જ સુપર સ્ટાયલિસ્ટ છે. પણ પીટર પાર્કર ઓછાબોલો ઘૂની વિજ્ઞાની છે. લઘરવઘર ફરતો નર્ડ છે. એમાંથી એ જાત સાથે સંઘર્ષ કરીને, અર્જુન જેવા વિષાદયોગમાંથી પસાર થઈને જેમતેમ નાના મોટા સંબંધો જાળવીને સુપરહીરો થાય છે. એ જેમને સામનો કરે છે, એ મોટા ભાગના ખલનાયકો ખતરનાક હોવા સાથે કરુણ પણ છે. જંિદગીનો ટ્રેક બદલાઈ જતા એ લોકો જીનિયસ હોવા છતાં સ્પાઇડરમેન સામે આવી જાય છે, અને ખુદ સ્પાઇડરમેન પણ આ વાત જાણે છે, એટલે સાવ ક્રૂર થઈ શકતો નથી. એન્ડ હી ઇઝ લવર બોય. વ્યક્ત કરતા ન આવડે એટલે પ્રેમ કરતા ના આવડે એવું હોતું નથી.
સ્પાઇડરમેનના મ્યુઝિકલમાં ખલનાયક બનતા પહેલા ઓસ્બોર્ન પીટરને કહ છે ેકે, લર્ન ટુ લવ. ઇટ મેઇક્સ અસ રિયલ એન્ડ હમ્બલ. યસ, સ્પાઇડી બોયની આ ક્વોલીટી એને હ્યુમન બનાવે છે. અને એની ફિલ્મોને એમાંથી ડેપ્થ મળે છે. કરોળિયા જેવા ખંતથી એ કામ કરે છે, પણ એના જ નિર્ણયો અને કર્મોનું જાળું એની આસપાસ ગૂંથાતું જાય છે. જે એને લેયર્સ આપે છે. કરોળિયાનું જાળું ય સુંદર એટલે લાગે છે કારણ કે એમાં ઝીણા ઝીણા તારની બેસુમાર ગૂંથણી છે. ડીટ્ટો ફોર સ્પાઇડરમેન મુવીઝ.
મેનહટનના ગગનચુંબી સ્કાયસ્ક્રેપર્સ દુનિયાભરમાં બેજોડ છે. કારણ કે, એના કોન્ક્રીટ જંગલના કોઈ ખૂણે પોતાને મળેલી અદ્રશ્ય શક્તિને માનવજાતના ભલા માટે વહેંચતો કોઈ શકલ વિનાનો અક્કલવાળો રેડ-બ્લ્યુ આદમી તાકતો હશે ? વેલ, એ તો ટોચ પર એકલો હશે પણ કોલેજે જતો ટોળામાં ભળી જતો પીટર પાર્કર (એના સ્વદેશી વર્ઝનમાં એનું નામ પવિત્ર પ્રભાકર રખાયેલું !) આપણી આસપાસ છે, સેંકડો છે. એમની અંદરની ગિફ્‌ટેડ સ્પાઇડર સેન્સ બહાર આવે એ મંઝિલ મળવાની જ વાર છે ફક્ત.
કરોળિયો ય કામણગારો લાગે, એનું નામ જ કળાનો કોળિયો !
ઝંિગ થંિગ
૨૦૦૨માં રજૂ થયેલી પ્રથમ સ્પાઇડરમેન ફિલ્મના ટ્રેલરમાં બેન્ક લૂંટીને હેલિકોપ્ટરમાં નાસતા ધાડપાડુઓનું હેલિકોપ્ટર એક વિશાળ જાળામાં ચોંટી જાય છે, એવું દ્રશ્ય હતું એ હટાવી દેવામાં આવ્યું કારણ કે એ જાળું વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્‌વીન ટાવર વચ્ચે બનેલું દર્શાવાયું હતું. નાઇન ઇલેવનની ઘટના બાદ એ સિક્વન્સ જ પડતી મૂકવામાં આવી હતી.

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved