Last Update : 18-July-2012, Wednesday

 

મઘ્યમવર્ગ મિનરલ વોટર ખરીદીને કેમ પીવે છે, જાણો છો પીસી સાહેબ?
બિસલેરી કી બોતલ પી કે બન ગયે રીચમેન?

અલ્પવિરામ - ધૈવત ત્રિવેદી
- સાહેબ, તમારી સરકારે લાખો ક્વિન્ટલ અનાજ સડી ગયું ત્યાં સુધી વિતરણ
ન કર્યું એ યાદ રાખો ને
- મઘ્યમવર્ગને આઈસક્રિમ ખાતો જોઈને ગરીબ કિસાન યાદ આવે છે પણ એ ૨-જી સ્પેક્ટ્રમ વખતે યાદ આવવો જોઈતો હતો

યુપીએ સરકારના વરિષ્ઠ મંત્રીઓ હજુય બોલવા અને બાફવા વચ્ચેનો ભેદ સમજતા નથી તેના વઘુ બે ઉદાહરણો ગત પખવાડિયે બન્યા. સલમાન ખુર્શીદે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના ભાવિ વ્યૂહ અંગેના પ્રશ્નમાં રાહુલ ગાંધીને ભેરવી માર્યા અને કહી દીઘું કે રાહુલ જવાબદારી લેવામાં ઉણા ઉતરે છે. ખુર્શીદનું નિવેદન સાચું હોય તો પણ કોંગ્રેસી પ્રધાનની જીભે અણધાર્યું અને કોંગ્રેસ નેતાગીરી માટે આઘાતજનક હતું.
હજુ આ નિવેદન અંગે ડેમેજ કન્ટ્રોલ થાય એ પહેલાં ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ મેદાનમાં આવી ગયા. આખાબોલા ચિદમ્બરમ છાશવારે વિવાદાસ્પદ વિધાનો કરવામાં માહેર છે. ખુર્શીદના નિવેદનના બીજા જ દિવસે તેમણે બેંગાલુરુ ખાતે મઘ્યમવર્ગને નિશાન બનાવતાં કહ્યું કે આ લોકો મિનરલ વોટરની બોટલના ૧૫ રૂપિયા અને આઈસક્રિમ કોનના ૨૦ રૂપિયા ખર્ચી નાંખશે પરંતુ દાળ-ચોખાની કંિમતમાં જો એક રૂપિયો ય વધારવામાં આવે તો જાણે આસમાન તૂટી પડ્યું હોય તેવા છાજિયા લેવા માંડશે.
સ્વાભાવિક રીતે જ બંને નિવેદનોએ વિવાદ સર્જ્યા પછી બંને પ્રધાનોએ છેવટે તો, ‘અમે આવું બોલ્યા જ નથી. માઘ્યમોએ અમારા વિધાનને તોડી-મરોડીને રજૂ કર્યા છે’ એવી છટકબારી શોધી લીધી. ખુર્શીદનું વિધાન તો ખેર, કોંગ્રેસ પક્ષની આંતરિક બાબત સંબંધિત હતું પરંતુ ચિદમ્બરમનું વિધાન દેશના કરોડો મઘ્યમવર્ગ માટે આઘાતજનક હોવાથી તેના ગંભીર પડઘા પડ્યા. પેકેજ્ડ ડ્રિન્કંિગ વોટર પીવા માત્રથી માલેતુજાર થઈ જવાય એવી ચિદમ્બરમની માન્યતા પૂર્વે અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગુલાલ’ના એક વ્યંગસભર ગીતમાં રજૂ થઈ ચૂકી છે, જેમાં એક ચોટદાર પંક્તિ હતી, ‘જૈસે બિસલેરી કી બોતલ પી કે બન ગયે ઈંગ્લિસમેન’! ચિદમ્બરમે એ ગીતના વ્યંગને બહુ ખરાબ રીતે સાચો માની લીધો છે.
મનમોહન સરકારની કઠણાઈ એ છે કે, દેશભરમાં યુપીએ સરકારની ઈમેજ સુધારવા માટે જે કેટલાંક મંત્રીઓને સરકારના બિનસત્તાવાર પ્રવક્તા તરીકેની કામગીરી સોંપાઈ છે તેમાં ચિદમ્બરમ અને ખુર્શીદ મુખ્ય છે. હવે જો આ બંને સિનિયર મંત્રીઓ આવા જ બફાટ કરવાના હોય તો મનમોહન સરકારને ઈમેજનું ધોવાણ કરી નાંખવા માટે વિપક્ષની જરૂર રહેતી નથી. ચિદમ્બરમ આખાબોલા હોવાના પૂરાવા તેમણે જાતે જ વખતોવખત આપ્યા છે તો વળી, કોંગ્રેસના આંતરિક વર્તુળોમાં ચિદમ્બરમની આ મેડનેસ પાછળ ચોક્કસ મેથડ હોવાનું પણ કહેવાય છે. ભૂતકાળમાં તેમણે ગૃહપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે હિન્દુ આતંકવાદ શબ્દ વહેતો મૂકીને વિવાદ સર્જ્યો હતો. એ વખતે તેઓ જોરશોરથી બિનસાંપ્રદાયિક (કહો કે મુસ્લિમ તરફી) વલણ દાખવીને સોનિયાની ગુડબુકમાં આવવા મથતા હોવાના સંકેતો મળ્યા હતા. આ વખતે પણ મઘ્યમવર્ગને ભાંડતા વિધાનો કરીને ચિદમ્બરમની નજર બીજે ક્યાંક હોવાનું જણાય છે.
આવી આશંકાનો પૂરાવો ખુદ ચિદમ્બરમ પોતે જ આપે છે. વિવાદ સર્જાયા પછી તેમણે આપેલી કેફિયત મુજબ, તેઓ દાળ-ચોખાના ભાવ વધારે આપીને ગરીબ કિસાનોને ફાયદો થાય તેમાં મઘ્યમવર્ગે વાંધો લેવો જોઈએ નહિ એવું કહેવા માંગતા હોવાનું સ્પષ્ટ કર્યું હતું. મતલબ કે, તેમનું વિધાન ગરીબો અને કિસાનોની તરફેણમાં હતું, જેને (ચિદમ્બરમના કહેવા મુજબ) મીડિયાએ મઘ્યમવર્ગ વિરોધી સૂરમાં પ્રગટ કર્યું. અનાજ-કરિયાણાનો ભાવવધારો ગૃહપ્રધાનનું કાર્યક્ષેત્ર ન હોવા છતાં ચિદમ્બરમે તેમાં બોલવું પડે તેનું મુખ્ય કારણ એ છે કે તેમની નજર હંમેશા નાણામંત્રીની ખુરશી પર હોય છે.
ભૂતકાળમાં તેમને તત્કાલિન નાણામંત્રી પ્રણવ મુખર્જી સાથે કાયમી મતભેદ રહ્યા છે અને અનેક વખત બંને વચ્ચે ગંભીર નિવેદનબાજી થઈ ચૂકી છે તેનું ખરું કારણ ચિદમ્બરમની આ મહત્ત્વાકાંક્ષા છે. હાલ પ્રણવ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બન્યા પછી નાણામંત્રાલય સ્વયં વડાપ્રધાન હસ્તક છે. વડાપ્રધાનની વ્યસ્તતા અને વૈશ્વિક મંદીના માહોલમાં ચોમાસુ સત્ર પહેલાં મનમોહને પોતાના ખભા પરનો બોજ હળવો કરીને કોઈ ફૂલટાઈમ નાણામંત્રી નિમવા જરૂરી બનશે. ચિદમ્બરમની કવાયત હાલ એ દિશામાં હોવાનું જણાય છે. મનમોહન આર્થિક ઉદારીકરણના સમર્થક હોઈ ચિદમ્બરમ બે પખવાડિયા પૂર્વે રિટેઈલમાં સીધા વિદેશી રોકાણ અંગે વડાપ્રધાન ખુશ થાય તેવા નિવેદનો કર્યા હતા. હવે ગરીબો, કિસાનોને ખુશ કરતાં નિવેદનો વડે તેઓ સોનિયા અને રાહુલ ગાંધીની નજરમાં શાણા સાબિત થવા પ્રયત્નશીલ છે.
ચિદમ્બરમની આ મન્શામાં નાહકનો અડફેટે ચડી ગયો બિચારો મઘ્યમવર્ગ. ઉર્ઘ્વ કે અધઃ, જે બેમાંથી એકપણ અંતિમ પર નથી એ મઘ્યમ છે. આ વર્ગ તગડા બેન્ક બેલેન્સથી છલોછલ માલેતુજાર પણ નથી કે બે ટંકની રોટીના ફાંફા મારતો ગરીબીની રેખા હેઠળ કચડાયેલો પણ નથી. આર્થિક ઉદારીકરણની તરફેણ કરવામાં પણ એ કામનો નથી અને સોનિયા ગાંધીની નજરમાં આવી જવા માટે પણ તેને પંપાળવો જરૂરી નથી. પરિણામે રોજંિદા વ્યવહારોમાં ધરાર પછેડી કરતાંય લાંબી સોડ તાણીને કાયમ ખેંચમાં રહેતો મઘ્યમવર્ગ પીસી સાહેબને ભાંડવા માટે સરળ લક્ષ્ય લાગ્યો હોઈ શકે. ઘરે નળમાં આવતું પાણી પીવાલાયક નથી એટલે નાછૂટકે બીજે ક્યાંક કાપ મૂકીને આર.ઓ. પ્લાન્ટ નંખાવતો મઘ્યમવર્ગ બહારનું પાણી પીવાનું ય એટલા માટે ટાળે છે કે કોલેરા-કમળાના ભોગ બનીને કોર્પોરેટ હોસ્પિટલોના ચામડા ઉતરડી નાંખતા બિલ ભરવા કરતાં એ મિનરલ વોટર તેને (જખ મારીને) સસ્તુ લાગે છે. મોટો ધૂંબો ખાવા કરતાં નાની ટાપલી ખાઈ લેવી સારી એવી ગણતરી મિનરલ વોટરની બોટલ ખરીદવામાં હોય છે એ પીસી સાહેબને ખબર ન હોય તે સમજી શકાય તેમ છે.
મઘ્યમવર્ગે ખાધેલો ૨૦ રૂપિયાનો આઈસક્રિમનો કોન પીસી સાહેબને ખૂંચ્યો છે અને તેમની દૃષ્ટિએ આવો ‘વૈભવ’ માણનારો મઘ્યમવર્ગ ગરીબ કિસાનને એક રૂપિયો ય વધારે ન આપવા જેટલો સંકુચિત છે પરંતુ આ જ પી. ચિદમ્બરમ સાહેબ અબજો રૂપિયાના તોતંિગ ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડ વખતે નાણાપ્રધાન હતા અને તેમના ફરતો કાનૂની ગાળિયો કસાતો અટકાવવા હજુ ય તોડજોડ કરી રહ્યા છે. આ જ સરકારના ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની બેકાળજી અને ફૂવડ વહિવટને લીધે ભીલ્લારી, રોહતક, સાહિબગંજ અને અનંતનાગના સરકારી ગોદામોમાં કુલ ૧ લાખ ૭૦ હજાર ક્વિન્ટલ અનાજ સડી ગયું હતું. પીસી સાહેબ, મઘ્યમવર્ગની તમે ધારી લીધેલી લક્ઝરી પર નજર બગાડવાને બદલે જરાક આપણા પોતાની કાર્યશૈલી, નીતિ અને મત્તા અને વહીવટની ચોખ્ખાઈ અને પ્રામાણિકતા ચકાસશો તો ગરીબ કિસાનના ચહેરા પર ખુશીની લકિર નહિ, હરખની હેલી લાવી શકશો અને એ પણ મઘ્યમવર્ગના મોંઢે (ધરાર) મંડાયેલી મિનરલ વોટરની બોટલ કે આઈસક્રિમનો કોન ખૂંચવ્યા વગર.
ફ્રાન્સના લૂઈ ચૌદમાની રાણી હતી મેરી એન્ટોઈનેત, જેણે આમજનતાની બદહાલીની મજાક ઊડાવતા કહ્યું હતું કે, ‘રોટી નથી તો બ્રેડ ખાવ’
- અને પછી જે થયું હતું તેને ઈતિહાસ ફ્રાન્સની લોકક્રાંતિ તરીકે ઓળખે છે. ચિદમ્બરમ સાહેબ કદાચ ઈતિહાસ ભણ્યા નથી પરંતુ મઘ્યમવર્ગ તેમને તમામ પાઠ ભણાવી તો શકે છે.
- જો ખરેખર હાડોહાડ લાગી આવ્યું હોય તો. બાકી તો, આ ક્યાં પહેલી વારનું છે?

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved