Last Update : 18-July-2012, Wednesday

 

ગઢ તો ચિત્તોડગઢ, બાકી સબ ગઢૈયા !

ક્ષણ-ક્ષણાર્ધ - પ્રવીણ દરજી

થર્મોપલ્લીની રણભૂમિના દર્શન માટે જેમ મન સદા આતુર રહ્યા કરતું હતું તવું જ ચિત્તોડગઢના દર્શન માટે પણ હતું. રાજસ્થાન નિહાળ્યું, પણ રાજસ્થાનના આત્મારૂપ આ બે સ્થળો જોયા વિનાનાં જ રહી ગયાં. ક્યારેક ક્યારેક એ સ્થળો ન જોયાનો વસવસો છેક સપાટી ઉપર આવીને મને બેકરાર કરી મૂકતો. કદાચ એ ભૂમિ સાથે કોઈક જન્મનું મારું સગપણ પણ એમાં કારણભૂત હોઈ શકે, ક્યારેક તેથી કશુંક અપૂર્વ ખેંચાણ અનુભવતો- એ સ્થળો સુધી ક્યારે પહોંચું એવો અજંપો થઈ રહેતો. એ વિશે ક્યારેક ઇતિહાસના પૃષ્ઠોમાંથી પસાર થતો હોઉં ત્યારે હું મારી જાત- તેમાં ખોવાઈ જતા. મારી નજર સામે ક્યારેય નહીં જોયેલા કોટ- કિલ્લા, કાંગરા- વેરાન, ઉજ્જડ ભૂમિ, ઊંચા ઊંચા મહેલો, બુરજો, તેમાં ઢબુરાયેલી સાચી- કાલ્પનિક કથાઓ તરવરતી. હું શૂન્યમનસ્ક થઈ એ સર્વનો એક ભાગ બની જતો. કિલ્લાઓના એક એક દરવાજામાંથી હું કોઈ રાજકુમાર હોઉં એવા રૂઆબથી અશ્વારૂઢ થઈને નીકળી રહ્યો છું તેવો અનુભવ કરી રહું છું. કઈ ભૂમિ મને આમ આવા કોઈ સ્વપ્નપ્રદેશાં ખેંચી જતી હશે !
વીસ મે, બે હજાર બારના રોજ ઢળતી બપોરે ચિત્તોડગઢ પહોંચ્યો. મેં મારા મનમાં જોયેલા અનેક પ્રશ્નોનો મને તાળો મળી જતો લાગ્યો. હા, એ જ ચિત્તોડની એ સ્વપ્નભૂમિ. એ જ મેં અનુભવેલા કંપનોની વીરભૂમિ કર્નલ ટોડ જેવાને જે ભૂમિ જોતા ગ્રીક વીર લિયોનિડાસ યાદ આવ્યો હતો, તે જ આ ધરા. જ્યાં સ્વર્ગથી અધિકી ચાહના પોતાની માતૃભૂમિ માટે રહી હોય એવા લોકની આ ભૂમિ. જ્યાં શોકાં જ શાકા છે, અર્થાત્‌ યુદ્ધો જ યુદ્ધો. જ્યાં યુદ્ધ માત્ર રાજાથી જ નહોતું લડાતું પણ રાજા સાથે પ્રજા પણ- સ્ત્રી બાળકો સુઘ્ધાં તેમાં સામેલ થતાં જન ભાગીદારી શું છે તે એ યુદ્ધોનો ઇતિહાસ વાંચતા સમજાય.
આજનું, આપણા સમયનું ચિત્તોડગઢ તો અહીં એક લાખથી વઘુ વસ્તી સાથે ધમધમી રહ્યું છએ. સ્વાતંત્ર્ય પછી જિલ્લાનું આ સ્થળ મુખ્ય કેન્દ્ર બન્યું હોવાથી ભૌતિક સુખ-સગવડો અહીં વધી છે. શિક્ષણ- ઉદ્યોગ- વહીવટી સંસ્થાઓ વગેરેને કારણે ચિત્તોડનો એક નૂતન ચહેરો અહીં આકાર લઈ રહ્યો છે. છતાં એક વાત સર્વ સ્થળે નજર નાખતા અનુભવવા મળે કે આ શહેરને એનો વર્તમાન છે તો એ વર્તમાન સાથે અતીતનું અત્યંત ગૌરવભર્યું રૂપ પણ જોડાયેલું છે. અહીંની શિક્ષિત પ્રજામાં પણ વર્તમાનની સાથે એવો ભૂતકાળ એની અંતરતમ ચેતનામાં ધબકતો જોવાય. રેલ્વે સ્ટેશનની નજીક જ, પાછળના ભાગમાં આખું ચિત્તોડ એના ગઢ સાથે ગૌરવથી શ્વાસ ભરતું જોવાય. એના કોટ- કાંગરા, કિલ્લો, કિલ્લાની અંદર પણ કિલ્લા કે વિભિન્ન સ્થાપત્યોની દૂરથી આછી ઝાંખી થાય. તમે વર્તમાન ચિત્તોડગઢ વચ્ચે પણ તરત જ એ પ્રાચીન ગઢ સાથે અનાયાસ જોડાઈ જાવ. સાનંદ, સાશ્ચર્ય ! એક ઘણા દરના ઇ.સ. પાંચસો છાસઠથી રાજા ગુહિલથી આરંભીને છેક ઇ.સ. પંદરસો બોત્તેરથી સત્તાણુ સુધીના સમય સાથે એકાકાર થઈ જાવ. વર્તમાન ઉપર સહજભાવે અતીત વીટળાઈ વળે રાજા ભોજ, રાજા હેમચંદ્ર, રાજા મહેન્દ્ર, રાજા નાગ, રાજા શીલાદિત્ય, રાજા મહેન્દ્ર, રાજા બાપ્પા રાવળ, રાજા ખુમાણ, રાજા શાલિવાહન, રાજા શક્તિકુમાર, રાવલકર્ણસંિહ, રાવલ સામંતસંિહ, રાવલ સમરસંિહ, મહારાણા હમીર, મહારાણા લાખા, મહારાણા મોકલ, મહારાણા કુમ્ભા, મહારાણા ઉદયક્રણ, મહારાણા સાંગા, મહારાણા વિક્રમાદિત્ય, મહારાણા બનવીર, મહારાણા ઉદયસંિહ અને મહારાણા પ્રતાપ - એવા એવા કંઈક કેટલાય વીરત્વથી ભર્યાભર્યા શાસકોની હારમાળા આપણી સામે ઝિલમિલતી થઈ રહે. બરાબર એ પળે જ ટ્રેનની કોઈ વ્હીસલે ઘ્યાનભંગ થાવ અને રેલ્વે સ્ટેશન વિસ્તારમાં લટકતા સાઇનબોર્ડ ઉપર તમારી નજર પડે કે અમે ત્યાં તરત જ વાંચવા મળવાનું કે ‘આ શક્તિ અને ભક્તિની ભૂમિ છે’ બસ, ચિત્તોડગઢની આ ખરી ઓળખ છે. અહીં એવા સાડા ચૌદસોથી પણ વઘુ વર્ષોનો ત્યાગ, સમર્પણ, શૌર્ય- શક્તિ- ભક્તિનો ઇતિહાસ પડ્યો છે. એ ભક્તિમાં માતૃભૂમિ તરફની અનન્ય ભક્તિ છે. તો ચિત્તોડની બીજી ઓળખરૂપ મીરાંની ભક્તિ પણ છે. ભૂમિ અને ઇશ્વર બંને પરત્વે અહીંની પ્રજા પવિત્રભાવે વ્રતબદ્ધ રહી છે. તો સાથે શક્તિ પણ એ ઘૂળના કણેકણમાં છે. એમાં રાજા- પ્રજા ઉભયના ચરિત્રો એવી અનન્ય શક્તિથી મંડિત છે. ધર્મ, સ્ત્રી- માતૃભૂમિની રક્ષા એ આ પ્રજાની સદાની ઓળખ રહી છે. કવિએ તેથી જ ગાયું ઃ
ઘર જાતા, ધ્રમ પલટતાઁ, ત્રિયા પડન્તા તાવ,
એ તીનૂ દિલ મરણ રા, કાંઈ રંક કાંઈ રાવ.
રેલ્વે સ્ટેશનની નજીકમાં જ ચ્હા-પાણી કરીને ગઢ ઉપર જવા તૈયારી શરુ કરી ત્યારે મન નર્યું ગઢમય થઈ ગયું હતું. મારા મનમાં ચિત્તોડગઢ નિમિત્તે થયેલા યુદ્ધો, પન્ના ધાયનું બલિદાન, પદ્મિનીનું જૌહર, સિસોદિયા પ્તા અને રાઠોડ જયમલ જેવા લડવૈયાઓ, રાણા પ્રતાપ અને તેના ટેક-નેક બઘું જ તરોતાજ થતું જતું હતું. અમારા વાહનમાં છેક ગઢ સુધી પહોંચ્યા ત્યારે આખા ય અતિ વિશાળ પરિસર વચ્ચે મુકાતા અમારું મન નાચી ઊઠયું હતું. પેલી જાણીતી ઉક્તિનું સ્મરણ થઈ આવ્યું ઃ ‘ગઢ તો ચિત્તોડગઢ, બાકી સબ ગઢૈયા !’
સમુદ્રી તટથી અઢારસો દસ ફૂટની ઊંચાઈ ઉપર અમે હવે આવી પહોંચ્યા છીએ. પાંચસો ફૂટ ઊંચા પઠાર ઉપર આખાય ગઢની સમૃદ્ધિ કળશની જેમ પ્રકાશી રહી છે. સાડા પાંચ કિલોમીટરથી વઘુ લંબાઈ અને પહોળાઈ પોઇન્ટ આઠ કિલોમીટરની થવા જાય છે. તળેટીને લક્ષમાં રાખતા આખી પરિધિ તેર કિલોમીટર જેટલી થવા જાય છે. કોઈકને એનો આકાર વ્હેલ માછલી જેવો લાગ્યો છે. તો કોઈક કોઇકને એ ગઢ જોતાં જોતાં કોઈ વિશાળકાય વહાણના તૂતક પર ચાલી રહ્યાનો અનુભવ થાય છે. મને તો રેલ્વે સ્ટેશનથી અને પછી છેક ઉપર પહોંચતા સુધીમાં આખો ય ગઢ કોઈ ઠસ્સાદાર મહારાણીના ગળાનો બહુસેરી, હીરા- પેન્ડન્ટથી ઝગમગતા સુવર્ણહાર જેવો લાગ્યો છે.
(ક્રમશઃ)

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved