Last Update : 18-July-2012, Wednesday

 

ઓલિમ્પિક્સ એથ્લીટ્‌સ માટે અકસીર થેરપી

- અજિત પોપટ

- પેટા-સેરિબ્રલ પાલ્સી, પેરેલિસિસ અને ડાયાબિટિક અલ્સર જેવી તકલીફો ૧૦૦ ટકા શુદ્ધ ઑક્સિજનથી સારા થયાના તબીબી રેકોર્ડ છે.

૨૦૧૨માં લંડનમાં યોજાનારા ઓલિમ્પિક્સ રમતોત્સવની તૈયારી દુનિયાભરના દેશોમાં તડામાર ચાલી રહી છે. લગભગ દરેક રમતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ-પ્રાપ્ત ખેલાડીઓ પોતાનું કૈાવત દેખાડવા રાતદિવસ પુરુષાર્થ કરી રહ્યા છે. રહેણીકરણી, પૂરતી ઊંઘ, સાત્ત્વિક ખોરાક, નિષ્ણાત કોચની નિગેહબાની અને જબરદસ્ત આશાવાદ ઉપરાંત કેટલાક દેશો પોતાના ખેલાડીઓ અને એથ્લીટોને લ્લર્મ્ં્‌ નામની ખાસ થેરપી આપી રહ્યા છે. બહુ ઓછા લોકો જાણે છે કે આ સારવાર લકવા (પેરેલિસિસ), સેરેબ્રલ પાલ્સી અને ડાયાબિટિક અલ્સર જેવી તકલીફોમાં પણ રામબાણ અસર કરે છે. શું છે આ એચબોટ થેરપી એ પણ જાણવા-સમજવા જેવું છે. વિદેશોમાં આ સારવારની બોલબાલા છે. આપણે ત્યાં કેટલાંક મહાનગરોમાં એનો કાચોપાકો આરંભ થઇ ચૂક્યો છે. પરંતુ એના તબીબી ઉપયોગો વિશે કદાચ હજુ આપણે ત્યાં પૂરતો પ્રચાર થયો નથી.
સૌથી પહેલાં એ સમજીએ કે એચબોટ એટલે શું ? એનું આખું નામ છે હાઇપરબેરિક ઑક્સિજન થેરપી. એચ એટલે હાઇપર. સરળ શબ્દોમાં એેનો અર્થ વધારે પ્રમાણમાં અને બેરિક એટલે ચોક્કસ દબાણમાં. ઑક્સિજન એટલે પ્રાણવાયુ અને થેરપી એટલે સારવાર. હાઇપરબેરિક ઑક્સિજન થેરપી. આઠેક ફૂટ લાંબી અને ત્રણેક ફૂટ પહોળી એવી પારદર્શક કાચની નળાકાર ચેમ્બરમાં માણસને સુવડાવવામાં આવે. એ સુતાં સુતાં ચોમેર જોઇ શકે. ૩૬૦ અંશ સુધી એનો દ્રષ્ટિવ્યાપ રહે. પછી એને નોર્મલ વાતાવરણ કરતાં વઘુ દબાણથી ૧૦૦ ટકા શુદ્ધ ઑક્સિજન પૂરો પાડવામાં આવે. આ આખીય પ્રક્રિયા ઘ્યાનથી સમજવા જેવી છે. સામાન્ય સંજોેગોમાં દરિયાની સપાટીએ ધરતી પર આપણે બધાં દર ચોરસ ઇંચે સાડા સાતથી આઠ કિલોનું હવાનું દબાણ અનુભવતાં હોઇએ છીએ. વિજ્ઞાનની ભાષામાં એને વન એટમોસ્ફિયર એબ્સોલ્યુટ (એટીએ-આટા) કહેવાય. એચબોટમાં સારવાર લેનાર વ્યક્તિને ૧૦૦ ટકા શુદ્ધ ઑક્સિજન ડબલ એટીએ (આટા)થી અપાય છે. આ શુદ્ધ અને ડબલ પ્રેસર ધરાવતો ઑક્સિજન શરીરના એક્કેએક અવયવમાં રહેલા એક્કેએક કોષમાં પહોંચે છે. એટલી હદે કે, કોઇની રક્તવાહિની બ્લોક હોય તો એ બ્લોક્‌ડ રક્તવાહિનીમાં પણ આ ડબલ આટાવાળા ઑક્સિજનનો પુરવઠો પહોંચે છે. પેરેલિસિસ (લકવા)નો ભોગ બનેલી વ્યક્તિના મગજમાં જે હિસ્સો બધિર થઇ ગયો હોય ત્યાં પણ આ શુદ્ધ ઑક્સિજન પહોંચવાથી કેટલાક કિસ્સામાં એ હિસ્સો સજીવ થઇ ઊઠે છે. પેરેલિસિસ લઇને આવેલા પેશન્ટ એચબોટ ચેમ્બરમાંથી જાતે ઊઠીને ઘેર ગયાના કિસ્સા-કેસ અમેરિકામાં બન્યા અને ન્યૂરોલોજી જર્નલમાં નોંધાયા પણ છે. આ સારવાર લેતી વખતે વ્યક્તિ સંગીત સાંભળી શકે છે અથવા પુસ્તક વાંચી શકે છે.
મેડિકલ જર્નલનો દાવો સાચો માનીએ તો સામાન્ય રીતે આપણે શ્વાસમાં જે પ્રાણવાયુ લઇએ એ સોએ સો ટકા શુદ્ધ હોતો નથી અને શરીરનાં બધાં અંગો, કોષો અને જીવનને જરૂરી પ્રવાહીઓ સુધી પહોંચતો નથી. એમાં કેટલીક વાર આપણી શ્વાસ લેવાની પદ્ધતિ ખોટી હોય છે. કદાચ એટલેજ મેડિટેશન અને સુદર્શન ક્રિયા જેવા ઘ્યાન કરાવનારી સંસ્થાઓ ધીકતી ચાલે છે. ચોક્કસ પ્રેસર અને ૧૦૦ ટકા શુદ્ધ ઑક્સિજન રીતસર ચમત્કાર કરે છે. નિષ્ણાતો કહે છે કે સરેરાશ દરેક માનવી હવામાંથી ફક્ત વીસ ટકા ઑક્સિજન લે છે. બીજી બાજુ આ થેરપીમાં સો ટકા શુદ્ધ ઑક્સિજન ચોક્કસ દબાણે શરીરમાં પ્રવેશે એટલે સરેરાશ કરતાં પાંચ ગણો ઑક્સિજન થયો. નિષ્ણાતો કહે છે કે જેના શરીરમાં એક ટીપું પણ લોહી ન હોય એવી વ્યક્તિ પણ આ થેરપીથી જીવી શકે. ઉપરાંત આ થેરપી લોહીમાંના રક્તકણો અને હિમોગ્લોબીનને ઝડપભેર વધારવા ઉપરાંત એની શક્તિ પણ વધારે છે. ડાયાબિટિસ ધરાવતી વ્યક્તિના શરીરમાં જખમ થાય તો રુઝાતા નથી. પરંતુ એચબોટની સારવારથી જખમ સહેલાઇથી રુઝાઇ જાય.
એથ્લીટોને આ સારવાર શા માટે ? એના જવાબમાં મેડિકલ કૉલેજ ઑફ વિસ્કોન્સિનના એન્વાર્યનમેન્ટલ મેડિસિનના પ્રોફેસર ડૉક્ટર એડગર એન્ડ કહે છે, ‘આજે દુનિયાનાં મોટા ભાગનાં મહાનગરો એટલાં પ્રદૂષિત થઇ ગયાં છે કે વાતાવરણમાં માંડ માંડ પાંચ દસ ટકા ઑક્સિજન હોય છે. એ પણ શુદ્ધ હોતો નથી એટલે ખેલાડી કે એથ્લીટને પૂરતી શક્તિ કે સ્ફૂર્તિ મળતાં નથી. એવીજ સ્થિતિ પીવાનાં પાણીની અને ખોરાકની હોય છે. બઘું ભેળસેળવાળું અને પ્રદૂષિત. એ સંજોગોમાં આ સારવાર રામબાણ અસર કરે છે. સામાન્ય રીતે જે અસર સ્ટિરોઇડ જેવાં રસાયણો કરે છે એવી, બલ્કે એનાથી પણ વઘુ બળકટ અસર આ સારવાર કરે છે. સ્ટીરોઇડની અસર તો શરાબના નશા જેવી કામચલાઉ હોય છે, જ્યારે એચબોટની અસર દીર્ઘસૂત્રી અને સુદ્રઢ હોય છે.
આપણે ત્યાં રમતવીરો અને એથ્લીટો માટે આવી કોઇ સગવડ ઊભી ન થઇ શકે ?
- અજિત પોપટ

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved