Last Update : 18-July-2012, Wednesday

 

મગફળી અને કપાસના વાવેતરમાં અડધો અડધ ઘટાડો
સૌરાષ્ટ્રમાં વરસાદ વિના ખેડૂતો મુશ્કેલીમાંઔ૧૨ લાખ હેકટરમાં સુકાતી મોલાત

જામનગર ્અને જૂનાગઢમાં ૨૯ ટકા અને પોરબંદર જિલ્લાનાં માત્ર ૧૯ ટકા વિસ્તારમાં વાવેતર, કિંમતી બિયારણ - ખાતર નિષ્ફળ જવાની ભીતિ

રાજકોટ, તા.૧૭
સૌરાષ્ટ્રમાં છેલ્લા એક દાયકાથી દર વર્ષે સમયસર અને પ્રમાણમાં શ્રીકાર વરસાદ વરસતો રહ્યો છે. પરંતુ આ વર્ષે વરસાદના માસ ગણાંતો અષાઢ મહિનો પુરો થવા આડે હવે ગણત્રીનાં કલાકો બાકી હોવા છતાં સારા વરસાદના કયાંય વાવડ નથી પરિણામે ૧૨ લાખ હેકટરમાં મોલાત સુકાઈ રહી છે મોઘાભાવનું બિયારણ અને ખાતર નિષ્ફળ જાય તેવી સંભાવના છે.
કાઠીયાવાડનું અર્થતંત્ર મહદ અંશે કૃષિ પર આધારિત રહ્યું છે. અહીયા ઉદ્યોગો સહિતનો અન્ય આધાર વરસાદ ઉપર નિર્ભર કરે છે જો વરસાદ સારો વરસે છે તો ચારેબાજુ ખેતરોમાં સમૃધ્ધિ છલકાઈ ઉઠે પણ એ વરસાદ અપુરતો અથવા તો વિલંબ કરે તો પીવાના પાણીથી માંડીને પશુપાલનથી માંડીને ખેતીવાડીના અનેક પ્રશ્નો ઉભા થાય. આ વિગતોના સંદર્ભમાં કૃષિ વિભાગના તજજ્ઞાો જણાવે છે કે અપુરતા વરસાદની અસર આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્ર - કચ્છમાં જોવા મળે છે. મગફળી અને કપાસનું વાવેતર આ વર્ષે નોંધપાત્ર ઘટયુ છે. આપણે ત્યાં દર વર્ષે અષાઢ મહિનામાં સાર્વત્રિક વાવણી થઈ જતી હોય છે તેને બદલે હજુ ઘણાં વિસ્તારો એવા છે જયાં વરસાદના અભાવે વાવણિનું કામ શરૃ જ થયુ નથી. કયાંક સિંચાઈની સગવડતાને કારણે વાવેતર થયુ છે. પરંતુ હવે તે વિસ્તારમાં પણ પાણી ઓછુ થઈ જતાં ખેતરોમાં ઉભા પાક સુકાવવા લાગ્યો છે. ગત વર્ષે રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છમાં કુલ ૨૬,૮૮, ૪૮૫ હેકટરમાં વાવેતર થયું હતું. આ વર્ષે આ ચાર જિલ્લામાં ૯,૮૧,૭૩૮ હેકટરમાં થયુ છે. ભાવનગર, જૂનાગઢ પોરબંદર જિલ્લામાં પણ વરસાદના અભાવે વાવેતરનું પ્રમાણ ઘટયુ છે.
જામનગર જિલ્લાનાં ગયા વર્ષે ૩ લાખ હેકટરમાં મગફળીનું વાવેતર થયુ હતું. આ વર્ષે માત્ર એક લાખ હેકટરમાં મગફળીનું વાવેતર જોવા મળે છે. જૂનાગઢમાં પણ મગફળીનું વાવેતર આ વર્ષે ૬૦ ટકા ઘટયુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસનું વાવેતર અડધો અડધ થઈ ગયું છે. આ સ્થિતિ દર્શાવે છે કે સૌરાષ્ટ્રમાં વરસાદના અભાવે કૃષિ ઉત્પાદનની સ્થિતિ ચિંતાજનક છે. જે ખેડતૂતોએ મોંઘાભાવનું બિયારણ લઈને વાવેતર કર્યું છે. તે પણ વરસાદના અભાવે સફળ થશે કે કેમ? તે સવાલ છે. આ સ્થિતિમાં જો આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદ નહી થાય તો કાઠીયાવાડના કૃષિ આધારિત અર્થતંત્રને ઘણી વિપરીત અસર પડે તેવી સંભાવના છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઓલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવાનું કરણ જોહરને ખાસ આમંત્રણ મળ્યું
કેટરિના કૈફે નવું ઘર ખરીદવાનો વિચાર માંડી વાળ્યો
આમિર ખાનની આગામી ફિલ્મ નિયત તારીખે જ રજૂ થશે
પ્રેમીએ ભેટમાં આપેલા ફલેટની સજાવટ કરવામાં વ્યસ્ત વિદ્યા બાલન
જ્હોન અને અનિલ કપૂર બંનેની બે ફિલ્મ ઉપરાઉપરી રિલીઝ થતી હોવાથી બંને ચિંતામાં
સેન્સેક્ષનો ૬૯ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૧૧૦ પોઈન્ટ ઘટયો
નાણાકીય સ્થિરતા સામે વધી રહેલું જોખમ
સોનામાં આગળ વધતો સુધારો ઃ વિશ્વ બજારમાં ભાવો ઉંચકાયા

દેશના આત્મગૌરવને હોડમાં મૂકવાની ક્રિકેટ બોર્ડને સત્તા નથી

નાતાલની રજા અને ગુજરાતની ચૂંટણી વખતે જ ભારત-પાક. મુકાબલો
મુંબઇના નાગરિક તરીકે મને આ નિર્ણયથી દુખ થયું છેઃગાવાસ્કર
ફેડરરે સામ્પ્રસના સૌથી વધુ અરસા માટે વર્લ્ડ નંબર વન રહેવાનો રેકોર્ડ તોડયો
૨૦૧૨-૧૩ની સિઝન માટે અમ્પાયરોની પેનલમાં એકપણ ભારતીય નહીં
કિંગફિશર એરલાઈન્સનો શેર તેની ફેસવેલ્યુથી પણ નીચે ઊતર્યો

ઈમ્પોર્ટ ડયુટી લદાવાના અહેવાલો પાછળ ખાંડ શેરોમાં ઉછાળો

 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved