Last Update : 18-July-2012, Wednesday

 

નખ નહીં વધારે, મોબાઈલ પણ નહીં વાપરે
ઉ.પ્ર.ના એક ગામની યુવતીઓનો જીન્સ ન પહેરવા સંકલ્પ

અમે સંસ્કાર અને પરંપરા જાણીએ છીએ, અમારું હિત શેમાં છે તે ખબર છે

મુજફ્ફરનગર, તા. ૧૭
બાગપતની એક પંચાયતના સ્ત્રીઓએ મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો તેમજ બજારમાં એકલા ન નીકળવાના ફરમાનના સમર્થનમાં હવે સ્વયં યુવતીઓ આવી છે. જો કે યુવતીઓનું કહેવું છે કે પંચાયત એમના પર કોઈ પ્રકારના આદેશ ન લાદે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આર.એલ.ડી. પક્ષના નેતા અજિતસિંહના પુત્ર અને યુવા સાંસદ જયંત ચૌધરીએ પંચાયતના આ નિર્ણયનું સમર્થન કરતા કહ્યું હતું કે એમાં કશું જ ખોટું નથી.
હવે મુઝફફરનગરના એક ગામની યુવતીઓએ સ્વયં પંચાયત ભરીને જીન્સ ન પહેરવાના, નખ ન વધારવાના તેમજ મોબાઈલ ફોન ન વાપરવાનો સંકલ્પ લીધા હતા. મુજફ્ફરનગરના મંસૂરપૂરના દૂધાહેડી ગામમાં સોમવારે આ પંચાયત ભરવામાં આવી હતી. જો કે આ પંચાયતમાં યુવતીઓએ આદેશો આપતી પંચાયતોને સંબોધીને કહ્યું હતું કે એમના પર આદેશો લાદવામાં ન આવે કારણ કે તેઓ પોતે જાણે છે કે તેમણે કરવું જોઈએ અને શું નહીં. તેમનું કહેવું હતું, ''અમે અમારા સંસ્કાર અને પરંપરાઓ જાણીએ છીએ, એટલા માટે અમે પોતે વિચારી શકીએ છીએ કે અમારા માટે શું સારું છે.''
આ પંચાયતમાં ગામની આશરે પચાસ શિક્ષિત યુવતીઓએ ભાગ લીધો હતો. અમુક યુવતીઓ કોલેજમાં પણ અભ્યાસ કરી રહી છે. પંચાયતમાં હાજર રહેલી એક યુવતીએ કહ્યું, ''છોકરીઓએ મા-બાપને આદર આપવો જોઈએ, તેમને સામો જવાબ ન આપવો જોઈએ. નખ ન વધારવા જોઈએ તેમજ વાળ પણ ન કપાવવા જોઈએ.'' બીજી એક યુવતીએ કહ્યું, હતું કે ''જીન્સ એક ખરાબ પહેરવેશ છે, એની સાથે દુપટ્ટો પણ ઓઢી શકાતો નથી અને મોબાઈલ ફોન પણ યુવતીઓ માટે અભિશાપ બની રહ્યો છે.''
પંચાયતમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે બીજા ગામોમાં પણ આવી પંચાયત યોજવામાં આવશે અને યુવતીઓને આ આદેશ પાળવા રાજી કરવામાં આવશે. આગામી પંચાયત નૌવા ગામમાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઓલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવાનું કરણ જોહરને ખાસ આમંત્રણ મળ્યું
કેટરિના કૈફે નવું ઘર ખરીદવાનો વિચાર માંડી વાળ્યો
આમિર ખાનની આગામી ફિલ્મ નિયત તારીખે જ રજૂ થશે
પ્રેમીએ ભેટમાં આપેલા ફલેટની સજાવટ કરવામાં વ્યસ્ત વિદ્યા બાલન
જ્હોન અને અનિલ કપૂર બંનેની બે ફિલ્મ ઉપરાઉપરી રિલીઝ થતી હોવાથી બંને ચિંતામાં
સેન્સેક્ષનો ૬૯ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૧૧૦ પોઈન્ટ ઘટયો
નાણાકીય સ્થિરતા સામે વધી રહેલું જોખમ
સોનામાં આગળ વધતો સુધારો ઃ વિશ્વ બજારમાં ભાવો ઉંચકાયા

દેશના આત્મગૌરવને હોડમાં મૂકવાની ક્રિકેટ બોર્ડને સત્તા નથી

નાતાલની રજા અને ગુજરાતની ચૂંટણી વખતે જ ભારત-પાક. મુકાબલો
મુંબઇના નાગરિક તરીકે મને આ નિર્ણયથી દુખ થયું છેઃગાવાસ્કર
ફેડરરે સામ્પ્રસના સૌથી વધુ અરસા માટે વર્લ્ડ નંબર વન રહેવાનો રેકોર્ડ તોડયો
૨૦૧૨-૧૩ની સિઝન માટે અમ્પાયરોની પેનલમાં એકપણ ભારતીય નહીં
કિંગફિશર એરલાઈન્સનો શેર તેની ફેસવેલ્યુથી પણ નીચે ઊતર્યો

ઈમ્પોર્ટ ડયુટી લદાવાના અહેવાલો પાછળ ખાંડ શેરોમાં ઉછાળો

 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved