Last Update : 18-July-2012, Wednesday

 

મુખર્જી માટે રાષ્ટ્રપતિ પદ માટેનો માર્ગ મોકળો
અંતે મમતાએ પ્રણવને ટેકો જાહેર કર્યો

બંગાળનો પ્રજામત વિરુદ્ધ જવાની ભીતિથી અને યુપીએમાં એકલા પડી જતાં કમને ટેકો જાહેર કરવાની ફરજ પડી

(પી.ટી.આઈ.) કોલકાતા, તા. ૧૭
રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં યુપીએના ઉમેદવાર પ્રણવ મુખર્જીને ટેકો આપવાનું જાહેર કરીને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ લીધેલા યુ-ટર્નથી છેલ્લા એક મહિનાથી ચાલતી અટકળોનો નાટકીય અંત આવ્યો છે અને મુખર્જીની જીત નિશ્ચિત બનતી જાય છે. આ નિર્ણય ગઠબંધનના હિતને ધ્યાનમાં રાખીને લીધો હોવાનું તેમનું કહેવું છે. આ નિર્ણય બદલ મમતાની ટીકા કરતા ભાજપે જણાવ્યું હતુંકે તેઆ નિર્ણયથી ઘણો નિરાશ થયો છે અને મમાતએ કોઈ મજબુરીમાં આ પગલું ભર્યું તે ભાજપ જાણવા માગે છે. બીજી બાજુ મુખર્જીને ટેકો આપનારા બેનર્જી હવે ઉપરાષ્ટ્રપતિપદના યુપીએના ઉમેદવાર હમિદ અન્સારીને પણ સમર્થન આપશે તેવી કોંગ્રેસનેઆશા છે. દરમિયાન મમતાએ 'યુ-ટર્ન' લીધા બાદ મુખર્જીએ તેમનો ફોન પર આભાર માન્યો હતો અને સામે મમતાએ ચૂંટણી જીત્યા બાદ પશ્ચિમ બંગાળ આવવાનું પ્રણવને આમંત્રણ આપ્યું હતું.
રાષ્ટ્રપતિપદ માટે મહિના અગાઉ એપીજે અબ્દુલ કલામ સહિત અન્ય બે નામો જાહેર કરનારી તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ આજે જણાવ્યું હતું કે તેમની પાસે મુખર્જીને ટેકો આપવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહ્યો નથી. લોકસભામાં ૧૯ અને રાજ્યસભામાં ૯ સાંસદો સાથે શાસક ગઠબંધનમાં બીજા ક્રમના સૌથી મોટા પક્ષ તૃણમૂલમાં મુખર્જીને ટેકો આપવાનું આંતરિક દબાણ હતું. મુખર્જી પહેલા બંગાળી રાષ્ટ્રપતિ હશે અને સ્થાનિક લાગણીને અવગણવી મુમતાને પરવડે તેમ નહોતું.
મમતાએ કહ્યું હતું કે મુખર્જીને ટેકો આપવાનો નિર્ણય અમે દુઃખી હૃદયે લીધો છે. આ નિર્ણય કોઈ પણ આર્થિક કરાર વગર લેવાયો છે. મમતાના સમર્થનથી હવે ૧૧ લાખમાંથી ૭ લાખ મતનો પ્રણવને ટેકો છે. તેમણે કહ્યું હતું કે તેઓ મતદાનમાં ગેરહાજર રહે કે પ્રણવને મતઆપે, બન્ને મુદ્દા પ્રણવ માટે સરવાળા બરાબર જ છે. તેથી અમારી સામે બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી. ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવારને ટેકો આપવા અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો ન હોવાનું પણ મમતાએ કહ્યું હતું. મમતાને આ નિર્ણય લેવાની કેમ ફરજ પડી તેના ચર્ચાતા કારણ મુજબ, પ્રણવ મુખર્જી બંગાળી હોઇ જો તેમને ટેકો ન આપે તો બંગાળમાં પ્રજામત તેમની વિરુદ્ધ જવા શકયતા હતી ઉપરાંત યુપીએમાં પણ તેઓ એકલા પડી ગયા હતા અને પં.બંગાળને આર્થિક પેકેજની જરૃર હોઇ આ નિર્ણય લીધો હતો.
મુખર્જીને ટેકો આપવાના મમતાના નિર્ણય અંગે નિરાશા વ્યક્ત કરતા ભાજપે જણાવ્યું હતું કે આ પગલા પાછળ મમતાની કઈ મજબુરી છે તે ભાજપ જાણવા માગે છે.
બીજી બાજુ મુખર્જીને ટેકો આપનારા મમતા બેનર્જી હવે ઉપરાષ્ટ્રપતિ પદના યુપીએના ઉમેદવાર હમિદ અન્સારીને પણ ટેકો આપી જ દેશે તેવી કોંગ્રેસે આશા વ્યક્ત કરી છે. મમતાના સમર્થનનું સ્વાગત કરતાં કોંગ્રેસે કહ્યું હતું કે યુપીએને મમતાનો ટેકો મળશે તેવી કોંગ્રેસને આશા અને વિશ્વાસ હતો. ચૂંટણીમાં અલગ અલગ મતદાન થયું હોત તો તેની અસર તૃણમૂલ સાથેના સંબંધો પર પણ જોવા મળી શકી હોત.
દરમિયાન બેનર્જીના નિર્ણય બદલ મુખર્જીએ તેમનો આભાર માન્યો હતો. મમતાએ જણાવ્યું હતું કે તેમણે ચૂંટણી બાદ સૌથી પહેલા પશ્ચિમ બંગાળની મુલાકાત લેવાનું પ્રણવદાને આમંત્રણ પણ આપ્યું છે.

પ્રણવ મુખર્જી આસાનીથી સાત લાખ મતો સાથે જીતશે
નવી દિલ્હી, તા. ૧૭
છેલ્લી ઘઢીની કોઈ ઉથલ પાથલ ન થાય (જેની સંભાવના ઓછી છે) તો પ્રણવ મુખર્જી હવે આરામથી સાત લાખ મતો સાથે ભારે બહુમતીથી જીતીને ૧૩મા રાષ્ટ્રપતિ બની જશે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનાં કુલ મતોનો આંકડો ૧૦,૯૮,૮૮૨ છે અને ઉમેદવારને જીતવા માટે ૫,૪૯,૪૨૨ મતની જરૃર છે.
પ્રણવને સપા, બસપ, સીપીઆઈ (એમ), ફોર્વર્ડ બ્લોક, અને જેડી (એસ)ને ટેકો હતો અને હવે તેમાં તૃણમૂલ કોંગ્રેસનો ઉમેરો થતાં મુખર્જીને સાત લાખ કરતાં પણ વધુ મતનું મજબુત સમર્થન મળી ગયું છે.
૧૯મી જુલાઈના રોજ યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ૭૭૬ સાંસદો અને ૪૧૨૦ ધારાસભ્યો મતદાન કરશે.

અન્સારી આજે ઉમેદવારી પત્ર ભરશે
(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૧૭
ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારી આવતી કાલે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરશે. તેઓ ઉપરાષ્ટ્રપતિ પદ માટેના યુપીએના ઉમેદવાર જાહેર થયા છે. ઓગષ્ટની સાતમી તારીખે યોજાનારી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે અન્સારી ઉમેદવારી પત્ર ના ૪ સેટ ભરશે અને રીટર્નિંગ અધિકારી ટી. કે. વિશ્વનાથનને સુપ્રત કરશે તેમ સંસદીય બાબતોના મંત્રી બંસલે જણાવ્યું હતું.
અન્સારી ઉમેદવારી પત્ર ભરશે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, સપાના વડા મુલાયમસિંહ, બસપના માયાવતી અને લાલુ પ્રસાદ ઉપસ્થિત રહે તેવી શકયતા છે.
દરમિયાન અન્સારીએ તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજી સાથે ફોન પર વાત કરીને સમર્થન માગ્યું હતું.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઓલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવાનું કરણ જોહરને ખાસ આમંત્રણ મળ્યું
કેટરિના કૈફે નવું ઘર ખરીદવાનો વિચાર માંડી વાળ્યો
આમિર ખાનની આગામી ફિલ્મ નિયત તારીખે જ રજૂ થશે
પ્રેમીએ ભેટમાં આપેલા ફલેટની સજાવટ કરવામાં વ્યસ્ત વિદ્યા બાલન
જ્હોન અને અનિલ કપૂર બંનેની બે ફિલ્મ ઉપરાઉપરી રિલીઝ થતી હોવાથી બંને ચિંતામાં
સેન્સેક્ષનો ૬૯ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૧૧૦ પોઈન્ટ ઘટયો
નાણાકીય સ્થિરતા સામે વધી રહેલું જોખમ
સોનામાં આગળ વધતો સુધારો ઃ વિશ્વ બજારમાં ભાવો ઉંચકાયા

દેશના આત્મગૌરવને હોડમાં મૂકવાની ક્રિકેટ બોર્ડને સત્તા નથી

નાતાલની રજા અને ગુજરાતની ચૂંટણી વખતે જ ભારત-પાક. મુકાબલો
મુંબઇના નાગરિક તરીકે મને આ નિર્ણયથી દુખ થયું છેઃગાવાસ્કર
ફેડરરે સામ્પ્રસના સૌથી વધુ અરસા માટે વર્લ્ડ નંબર વન રહેવાનો રેકોર્ડ તોડયો
૨૦૧૨-૧૩ની સિઝન માટે અમ્પાયરોની પેનલમાં એકપણ ભારતીય નહીં
કિંગફિશર એરલાઈન્સનો શેર તેની ફેસવેલ્યુથી પણ નીચે ઊતર્યો

ઈમ્પોર્ટ ડયુટી લદાવાના અહેવાલો પાછળ ખાંડ શેરોમાં ઉછાળો

 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved