Last Update : 18-July-2012, Wednesday

 

શાહપુરની યોગેશ સોસાયટીમાં લુખ્ખાઓએ પોલીસને બાનમાં લીધી
યુવતીને ખોટા SMS કરતા શખ્સને બચાવતા PSI, કોન્સ્ટેબલોની ધોલાઇ

યુવતીને મેસેજ કરનાર સામે ફરિયાદ કરવાને બદલે યુવકને મારવા ટોળું તેના ઘરે પહોંચ્યું ઃ પરિવારે પોલીસની મદદ માંગી

અમદાવાદ, મંગળવાર
શાહપુર દરવાજા ખાતેની યોગેશ સોસાયટીમાં યુવતીને મેસેજ કરતા યુવકને મારવા માટે ટોળું સોમવારે રાત્રે તેના ઘરે પહોંચ્યું હતું. યુવકના પરિવારજનોએ પોલીસની મદદ માંગતા પીએસઆઇ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે ટોળાંને કાયદો હાથમાં લીધા વગર કાયદેસર કરવા માટે સલાહ આપી હતી. જોકે, ટોળાંમા સામેલ લુખ્ખાઓએ પોલીસને દોઢ કલાક બાનમાં લઇને પીએસઆઇ સહિત પાંચ પોલીસ જવાનોની જાહેરમાં ધોલાઇ કરી હતી. માધુપુરા પોલીસે આ મામલે કુંજન પટેલ ઉર્ફે કાળીયા સહિત ચાર શખસોની ધરપકડ કરી છે.
શાહપુર દરવાજા પાસે આવેલી યોગેશ સોસાયટીમાં રહેતા વિક્રમ બંસીલાલ મિસ્ત્રી સોમવારે રાત્રે ૧૨.૪૫ વાગ્યે માધુપુરા પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. પોલીસ સમક્ષ વિક્રમભાઇએ રજુઆત કરીકે, કુંજન પટેલ, સુજલ પટેલ, અલ્કેશ પંચાલ સહિતના લોકો તેમના ઘરે આવીને યુવતી મામલે ઝઘડો કરી રહ્યા છે. વિક્રમની રજુઆતને પગલે પીએસઆઇ એમ.સી.ચૌધરી સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોંચ્યા હતા.
પોલીસે યોગેશ સોસાયટીના બંગલા નંબર પ પાસે ઉભેલા ટોળાંમાં હાજર માણસોને ઝઘડો શું કામ કરો છો તેમ કહેતા ટોળું ઉશ્કેરાયું હતું. ટોળાંમાં સામેલ માથાભારે શખસો કુંજન, સુજલ, દિલીપ અને અલ્કેશ સહિતના લોકોએ પોલીસની જાહેરમાં ધોલાઇ શરૃ કરી હતી. કોન્સ્ટેબલ સુનીલ રામબાબુને પેટમાં મુક્કા મારી ઇજાઓ તેમજ કોન્સ્ટેબલ ભરતભાઇના નાક બચકું ભરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની વર્દી પણ આરોપીઓએ ફાંડી નાંખ્યા હતા.
માથાભારે પોલીસ સ્ટાફને બાનમાં લઇ લેતા મદદ માટે પીઆઇ શકિતસિંહ પરમાર અને અન્ય મોબાઇલના માણસો યોગેશ સોસાયટી પહોંચ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી કુંજન ઉર્ફે કાળીયો મહેશ પટેલ, સુજલ મહેશ પટેલ, દિલીપ બાબુ પટેલ અને અલ્કેશ પંચાલની પોલીસે ધરપકડ કરી હતી. કુંજને ઝપાઝપી કરીને પોલીસ જીપ પર માથા પછાડીને પોલીસે મારમાર્યાના ખોટા આક્ષેપ કરવા માટે ઇજાઓ કરી હતી. જોકે, માધુપુરા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી તેઓને કોર્ટમાં રજુ કરતા તેમના જામીન નામંજુર કરવામાં આવ્યા હતા. માધુપુરા પીઆઇ શકિતસિંહ પરમારે જણાવ્યું કે, 'કુંજન ઉર્ફે કાળીયા અને તેના સાગરિતો વિરૃધ્ધ મારમારી અને દારૃ અંગેના અનેક કેસો કારંજ, શાહપુર, માધુપુરા અને ઘાટલોડિયા સહિતના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે. કુંજનની તડિપાર કરવા માટેની ફાઇલ પણ તૈયાર કરવામાં આવી હતી. જોકે, કુંજન, સુજલ બન્ને માથાભારે શખસોએ ટોળાંને ઉશ્કેરી હુમલો કર્યો હતો.' માધુપુરા પોલીસે આરોપીઓને ત્યાંથી દસ થી બાર જેટલા બાઇકો પણ કબ્જે કર્યા છે. તેમજ વધુ આરોપીઓની તપાસ હાથ ધરી છે.

ટોળાંએ પોલીસને બાનમાં લેતા ખુદ ફરિયાદી ઘરમાં ભરાઇ ગયો
* યુવતીના મામલે ટોળું ઝઘડો કરવા આવતા પોલીસ સ્ટેશનમાં રજુઆત કરીને પીએસઆઇ અને પોલીસ જવાનોને લઇને વિક્રમ સોસાયટીમાં આવ્યો હતો. જોકે, લુખ્ખા તત્વોનો આતંક જોઇને ડરી ગયેલો વિક્રમ તેની મદદે આવેલી પોલીસની મદદ કરવાની જગ્યાએ ઘરમાં ભરાઇ ગયો હતો.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઓલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવાનું કરણ જોહરને ખાસ આમંત્રણ મળ્યું
કેટરિના કૈફે નવું ઘર ખરીદવાનો વિચાર માંડી વાળ્યો
આમિર ખાનની આગામી ફિલ્મ નિયત તારીખે જ રજૂ થશે
પ્રેમીએ ભેટમાં આપેલા ફલેટની સજાવટ કરવામાં વ્યસ્ત વિદ્યા બાલન
જ્હોન અને અનિલ કપૂર બંનેની બે ફિલ્મ ઉપરાઉપરી રિલીઝ થતી હોવાથી બંને ચિંતામાં
સેન્સેક્ષનો ૬૯ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૧૧૦ પોઈન્ટ ઘટયો
નાણાકીય સ્થિરતા સામે વધી રહેલું જોખમ
સોનામાં આગળ વધતો સુધારો ઃ વિશ્વ બજારમાં ભાવો ઉંચકાયા

દેશના આત્મગૌરવને હોડમાં મૂકવાની ક્રિકેટ બોર્ડને સત્તા નથી

નાતાલની રજા અને ગુજરાતની ચૂંટણી વખતે જ ભારત-પાક. મુકાબલો
મુંબઇના નાગરિક તરીકે મને આ નિર્ણયથી દુખ થયું છેઃગાવાસ્કર
ફેડરરે સામ્પ્રસના સૌથી વધુ અરસા માટે વર્લ્ડ નંબર વન રહેવાનો રેકોર્ડ તોડયો
૨૦૧૨-૧૩ની સિઝન માટે અમ્પાયરોની પેનલમાં એકપણ ભારતીય નહીં
કિંગફિશર એરલાઈન્સનો શેર તેની ફેસવેલ્યુથી પણ નીચે ઊતર્યો

ઈમ્પોર્ટ ડયુટી લદાવાના અહેવાલો પાછળ ખાંડ શેરોમાં ઉછાળો

 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved