Last Update : 18-July-2012, Wednesday

 

સરકારી કામગીરીમાં દખલ કરતી
અદાલતો પર લગામની જરૃર છે દિલીપ સંઘાણીનાં સ્ફોટક વિધાનો

જાહેર સમારંભમાં સંઘાણીએ કરેલા ભાષણની સી.ડી. વિપક્ષે રજૂ કરી ઃ કાયદા મંત્રી મોદીના ઇશારે બોલ્યાનો શક્તિસિંહનો આક્ષેપ

અમદાવાદ, મંગળવાર
ગુજરાતના કૃષિ, સહકાર અને કાયદા મંત્રી ભ્રષ્ટાચારના આક્ષેપોમાં વિવાદમાં રહ્યા પછી આજે વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે સંઘાણીના ભાષણની સીડી રજૂ કરી છે જેમાં ગંભીર વિવાદાસ્પદ વિધાન તેમણે અદાલતો માટે કર્યા છે. ''કાયદામંત્રી તરીકે હું કહું છું'' એવો ઉલ્લેખ કરીને સંઘાણી ભાષણ કરે છે કે સરકારની કામગીરીમાં કોર્ટો દ્વારા ચુકાદાઓમાં દખલગીરી કરીને બંધારણના ચીંથરા ઉડાડવામાં આવે છે. કન્ટેમ્પટ ઓફ ધ કોર્ટ થઇ શકે તેવા વિધાનો કરવા બદલ કાયદામંત્રીને મંત્રીમંડળમાંથી તત્કાળ પડતા મૂકવા શક્તિસિંહ ગોહિલે માગણી કરી છે.
આજે પત્રકાર પરિષદમાં વિરોધ પક્ષના નેતાએ તા. ૨ જૂન ૨૦૧૨ના રોજ જામનગર ખાતે માર્કેટીંગ યાર્ડમાં યોજાયેલા જાહેર સમારંભમાં સંઘાણીના ભાષણની સીડી દર્શાવી હતી. આ સમારંભમાં સંઘાણી ઉગ્રતા અને મક્કમતાથી કહે છે કે હું કાયદામંત્રી તરીકે આ વાત કરૃં છું. તેમણે જણાવ્યું કે વેપારીઓ સામે કડક પગલા લેવાય ત્યારે કાયદા અને બંધારણ ઉપર જઇને કોર્ટો આગળ વધી રહી છે. તેની સામે લગામ ઉગામવાનું કામ કેન્દ્ર સરકારનું છે અને તેની જવાબદારી પણ છે.
ગુજરાત સરકાર અંગે અદાલતોના આદેશો અંગે રોષ ઠાલવતા સંઘાણી કહે છે કે કયા અધિકારીને ક્યાં મૂકવો, ક્યાં રાખવો, શું કામ લેવું એ રાજ્ય સરકારનો અધિકાર છે. તેમાં દખલ કરવાનો કોર્ટોને લેશમાત્ર અધિકાર નથી. હું કાયદા મંત્રી તરીકે કહું છું કે કોર્ટો દ્વારા ચૂકાદાઓમાં પણ દખલગીરી કરીને બંધારણના ચીંથરા ઉડાડવામાં આવે છે.
ગોહિલે જણાવ્યું છે કે સંઘાણીએ અદાલતનું અવમાન થાય અને બંધારણ મુજબ ન્યાયતંત્રની સ્વતંત્રતાને ઠેસ પહોંચે તેવા ઉચ્ચારણો કરીને કોર્ટનું અવમાન કરેલું છે. ન્યાયતંત્ર ન્યાયની ભાષામાં અને પોતાના પરિપેક્ષ્યમાં કામ કરે છે. જો એક કોર્ટના ચૂકાદાથી પોતાને ન્યાય નથી મળ્યો એવું લાગે તો ઉપરની કોર્ટમાં અપીલ થઇ શકે છે. પરંતુ કોઇ પણ સરકાર કે તેના મંત્રી ન્યાયતંત્રની સ્વતંત્રતામાં દખલ કરી શકતી નથી કે તેની ટીકા કરી શકતી નથી.
સંઘાણીએ તેમના પ્રવચનમાં અદાલતો ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે કે કોર્ટો કાયદા અને બંધારણથી ઉપર થઇને કામ કરી રહી છે. તેના પર લગામ મૂકવાની વાત કાયદામંત્રીએ કરી છે. કોઇ અધિકારીના કિસ્સામાં કોર્ટોને દખલ કરવાનો અધિકાર નથી અને કોર્ટો દખલગીરી કરીને બંધારણના ચીંથરા ઉડાડે છે, તેમ કહેવું અદાલતની અવહેલના છે. બંધારણને વફાદાર રહેવાના સોગંદ લીધા પછી ગુજરાતની ભાજપ સરકારના કાયદામંત્રી જ કોર્ટો માટે આ પ્રકારના શબ્દો વાપરે તે ચાલી શકે નહીં. કાયદામંત્રીના ધમકીભર્યા શબ્દો એ ગુજરાતના મુખ્યમંત્રીની માનસિકતાનું અને ઈચ્છાનું પ્રતિબિંબ છે. કારણકે મુખ્યમંત્રીએ તમામ ક્ષેત્રમાં હાવી થઇ જવા ભય પેદા કર્યો છે. હવે કાયદો અને ન્યાયક્ષેત્ર પર પણ પોતાની સર્વોપરિતા ઊભી કરવા કાયદામંત્રી પાસે ન્યાયાલયો ઉપર આ પ્રકારે આક્રમણ કરાવ્યું છે. જો મુખ્યમંત્રી બંધારણને વફાદાર હોય અને કોર્ટોનું સન્માન કરતા હોય તો તેમણે કાયદામંત્રીને તાત્કાલીક મંત્રીમંડળમાંથી પડતા મૂકવા જોઇએ.
ગોહિલે જણાવ્યું છે કે ભાજપના રાજ્યમાં ગુજરાતની પ્રજા માટે ન્યાય અને સલામતીની આશાનું કિરણ માત્ર ન્યાયાલયો જ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઓલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવાનું કરણ જોહરને ખાસ આમંત્રણ મળ્યું
કેટરિના કૈફે નવું ઘર ખરીદવાનો વિચાર માંડી વાળ્યો
આમિર ખાનની આગામી ફિલ્મ નિયત તારીખે જ રજૂ થશે
પ્રેમીએ ભેટમાં આપેલા ફલેટની સજાવટ કરવામાં વ્યસ્ત વિદ્યા બાલન
જ્હોન અને અનિલ કપૂર બંનેની બે ફિલ્મ ઉપરાઉપરી રિલીઝ થતી હોવાથી બંને ચિંતામાં
સેન્સેક્ષનો ૬૯ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૧૧૦ પોઈન્ટ ઘટયો
નાણાકીય સ્થિરતા સામે વધી રહેલું જોખમ
સોનામાં આગળ વધતો સુધારો ઃ વિશ્વ બજારમાં ભાવો ઉંચકાયા

દેશના આત્મગૌરવને હોડમાં મૂકવાની ક્રિકેટ બોર્ડને સત્તા નથી

નાતાલની રજા અને ગુજરાતની ચૂંટણી વખતે જ ભારત-પાક. મુકાબલો
મુંબઇના નાગરિક તરીકે મને આ નિર્ણયથી દુખ થયું છેઃગાવાસ્કર
ફેડરરે સામ્પ્રસના સૌથી વધુ અરસા માટે વર્લ્ડ નંબર વન રહેવાનો રેકોર્ડ તોડયો
૨૦૧૨-૧૩ની સિઝન માટે અમ્પાયરોની પેનલમાં એકપણ ભારતીય નહીં
કિંગફિશર એરલાઈન્સનો શેર તેની ફેસવેલ્યુથી પણ નીચે ઊતર્યો

ઈમ્પોર્ટ ડયુટી લદાવાના અહેવાલો પાછળ ખાંડ શેરોમાં ઉછાળો

 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved