Last Update : 18-July-2012, Wednesday

 

સટ્ટાખોરી તેમજ વોલેટિલિટી ડામવા
કોમોડિટીમાં માર્જિન ફંડિંગના આકરા નિયમો અમલી બનાવાશે

બજારની ચાલ અપેક્ષાથી વિરૃધ્ધની બને ત્યારે આ પ્રકારના વ્યવહારથી ભારે નુકસાન થાય છે

નવી દિલ્હી,મંગળવાર
કોમોડિટી વાયદામાં છાશવારે સર્જાતી સટ્ટાખોરી તેમજ વોલેટિલિટીને અંકુશમાં રાખવા કોમોડિટી નિયામક વાયદા બજાર પંચ એટલે કે ફોરવર્ડ માર્કેટ કમીશન (એફએમસીજી) દ્વારા કોમોડિટીમાં પણ માર્જિન ફંડિંગના આકરા નિયમનો અમલી બનાવવા વિચારણા કરી રહ્યું છે. આ મુદ્દાને લઇને એફએમસીએ વિવિધ એક્સચેન્જો સાથે પણ વાટાઘાટો હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
છેલ્લા કેટલાક સમયથી કોમોડિટીની કેટલીક ચોક્કસ જણસોમાં છાશવારે સટ્ટાખોરી થતી હોય છે. આ મુદ્દે એફએમસી સક્રિય બને તે વેળાએ આવી પ્રવૃત્તિ અંકુશમાં આવી જાય છે. પરંતુ, આગળ જતા તેમાં ફરી એકવાર આ પ્રકારનું દૂષણ ઉદભવતું હોય છે. આમ, કોમોડિટીમાં સટ્ટાખોરી અને વોલેટિલીટીનો પ્રશ્ન ઊભો ને ઊભો જ છે.
આ ઉપરાંત મહત્વની બાબત એ છે કે શેરબજારની જેમ કોમોડિટી વાયદામાં પણ માર્જિન ફંડિંગનો ઉપયોગ થાય છે. જોકે, કોમોડિટીમાં આ પ્રકારના ઉછીના નાણાં લઇ પોઝિશન ગોઠવવાની પ્રક્રિયા વેળા બજારની ચાલ અપેક્ષાથી વિરૃધ્ધ બની રહે તો ભારે નુકસાન થતું હોય છે. આમ, આ મુદ્દાને ધ્યાન પર લઇને હવે માર્જિન ફંડિંગ અંગે આકરા નિયમનો ઘડવાનો નિર્ણય લેવાયો છે. તેમ એફએમસીના સૂત્રોએ જણાવ્યું હતું.
આ સૂત્રોએ વધુમાં ઉમેર્યુ હતું કે શેર ફયુચર્સ કરતા કોમોડિટી ફયુચર્સમાં માર્જિનની જરૃરિયાતની શરતો ઉદાર હોવાથી પણ પ્રતિકૂળ સ્થિતિ સર્જાતી હોય છે. જોકે, કોમોડિટી ફયુચર્સમાં ગ્રાહકના માર્જિનના ફંડિંગની પરવાનગી નથી. તેમ છતાં લોકપ્રિય બનેલી આ રસમ પર અંકુશ મૂકવો જરૃરી છે. આમ પણ છેલ્લા એક વર્ષમાં કોમોડિટી બજારમાં પારદર્શકતા વધારવા અને ખોટું વોલ્યુમ ઊભું કરતા બ્રોકરો સામે એફએમસીએ પગલા ભર્યા છે. આ ઉપરાંત કોમોડિટી નિયામક માર્જિન ફંડિંગ કરતી નાણાં સંસ્થાઓથી વાકેફ હોઇ તેમની પર પણ ચાંપતી નજર રાખી રહી છે. બીજી તરફ બ્રોકર્સોના સોદા પર નજર રાખવા માટે પણ મોટા પાયે ઓડિટર્સની નિમણૂંક કરી છે. જેના થકી અનિયમિતતા ઘટાડાય છે. આમ સટ્ટાખોરી અને વોલાટિલીટીને ડામવા એફએમસી સંપૂર્ણ રીતે સક્રિય બની છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઓલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવાનું કરણ જોહરને ખાસ આમંત્રણ મળ્યું
કેટરિના કૈફે નવું ઘર ખરીદવાનો વિચાર માંડી વાળ્યો
આમિર ખાનની આગામી ફિલ્મ નિયત તારીખે જ રજૂ થશે
પ્રેમીએ ભેટમાં આપેલા ફલેટની સજાવટ કરવામાં વ્યસ્ત વિદ્યા બાલન
જ્હોન અને અનિલ કપૂર બંનેની બે ફિલ્મ ઉપરાઉપરી રિલીઝ થતી હોવાથી બંને ચિંતામાં
સેન્સેક્ષનો ૬૯ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૧૧૦ પોઈન્ટ ઘટયો
નાણાકીય સ્થિરતા સામે વધી રહેલું જોખમ
સોનામાં આગળ વધતો સુધારો ઃ વિશ્વ બજારમાં ભાવો ઉંચકાયા

દેશના આત્મગૌરવને હોડમાં મૂકવાની ક્રિકેટ બોર્ડને સત્તા નથી

નાતાલની રજા અને ગુજરાતની ચૂંટણી વખતે જ ભારત-પાક. મુકાબલો
મુંબઇના નાગરિક તરીકે મને આ નિર્ણયથી દુખ થયું છેઃગાવાસ્કર
ફેડરરે સામ્પ્રસના સૌથી વધુ અરસા માટે વર્લ્ડ નંબર વન રહેવાનો રેકોર્ડ તોડયો
૨૦૧૨-૧૩ની સિઝન માટે અમ્પાયરોની પેનલમાં એકપણ ભારતીય નહીં
કિંગફિશર એરલાઈન્સનો શેર તેની ફેસવેલ્યુથી પણ નીચે ઊતર્યો

ઈમ્પોર્ટ ડયુટી લદાવાના અહેવાલો પાછળ ખાંડ શેરોમાં ઉછાળો

 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved