Last Update : 18-July-2012, Wednesday

 

રિઝર્વ બેન્ક હજુપણ વ્યાજદર ઘટાડવાના મૂડમાં નાૃથી
અર્થતંત્રમાં મંદી માટે માત્ર વ્યાજદર જ કારણભૂત નથી

માર્ચ ૨૦૧૦થી ઓકટોબર ૨૦૧૧ દરમિયાન આરબીઆઈ દ્વારા વ્યાજ દરમાં ૩.૭૫ ટકા જેટલા કરાયેલા વધારા અને ૨૦૧૧-૧૨માં ઔદ્યોગિક વિકાસ દર ઘટીને ૬.૫૦ ટકા થવા વચ્ચે શું સંબંધ છે ?ઃ તપાસ કરવા માગણી

મુંબઇ, મંગળવાર
૩૧ જુલાઈના નાણાં નીતિની સમીક્ષા વખતે વિકાસને વેગ આપવા વ્યાજ દરમાં કપાતની થઈ રહેલી ભારે માગણીના સંદર્ભમાં રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે ઈન્વેસ્ટમેન્ટ અને અર્થતંત્રમાં મંદી માટે માત્ર મુખ્ય વ્યાજદર જ કારણભૂત નથી. ઊંચા વ્યાજ દર વિકાસને રૃંધતા અનેક પરિબળોમાંનું એક પરિબળ છે અને રિઝર્વ બેન્ક દ્વારા મુખ્ય વ્યાજ દરમાં વધારો કરવાથી ઈન્વેસ્ટમેન્ટ મંદ પડયું છે એવી દલીલ ગળે ઊતરી શકે એમ નથી એમ આરબીઆઈના ગવર્નર ડી. સુબ્બારાવે છઠ્ઠી વાર્ષિક સ્ટેટેસ્ટિકસ ડે પરિષદને સંબોધતાં જણાવ્યું હતું.
ઈન્વેસ્ટમેન્ટની ગતિવિધિ અને વ્યાજદર વચ્ચે સંબંધ છે કે કેમ તેનો વિગતવાર અભ્યાસ કરવા આર્થિક રિસર્ચ વિભાગને સૂચના અપાઈ છે. આવનારા કેટલાક મહિનામાં આનો અહેવાલ અને જાહેર કરશું એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. ૩૧મી જુલાઈના થનારી નાણાં નીતિની ત્રિમાસિક સમીક્ષા પૂર્વે સુબ્બારાવની આ ટિપ્પણી આવી પડી છે. ફુગાવાને કાબુમાં રાખવા ગયા મહિને નાણાં નીતિની સમીક્ષા વખતે મુખ્ય વ્યાજદર યથાવત રાખીને સુબ્બારાવે ઉદ્યોગો તથા સરકારની ટીકા વહોરી લીધી હતી. આર્થિક વિકાસ દરને વેગ આપવા ઉદ્યોગો વ્યાજદરમાં કપાતની ભારે માગણી કરી રહ્યા છે. ફુગાવા, રાષ્ટ્રીય આવક અને વિકાસની ગણતરી માટે સંબંધિત આંકડાઓમાં રહેતા તફાવતના મુદ્દાને સુબ્બારાવે ઉપસ્થિત કર્યો છે અને તેમાં સુધારા કરવાની જરૃરત પર ભાર મૂકયો છે. માર્ચ ૨૦૧૦થી ઓકટોબર ૨૦૧૧ દરમિયાન આરબીઆઈ દ્વારા વ્યાજ દરમાં ૩.૭૫ ટકા જેટલા કરાયેલા વધારા અને ૨૦૧૧-૧૨માં ઔદ્યોગિક વિકાસ દર ઘટીને ૬.૫૦ ટકા થવા વચ્ચે શું સંબંધ છે એ સામે તેમણે પ્રશ્ન કર્યો હતો. આંકડાઓની તપાસ કરવા અને શું છુપાયેલું છે તે તપાસવા તેમણે માગણી કરી હતી.
ભાવ વધારાના ટ્રેન્ડ અંગે સ્પષ્ટ ચિત્ર મેળવવા સુબ્બારાવે પ્રોડયુસર્સ પ્રાઈસ ઈન્ડેકસ લાવવા રજૂઆત કરી હતી. ફુગાવો માપવા માટે વર્તમાન માળખામાં સેવાઓની કિંમતમાં થતી વધઘટને ધ્યાનમાં લેવાતી નથી. પ્રોડયુસર્સ પ્રાઈસ ઈન્ડેકસમાં ઘરેલું માલસામાન અને સેવાઓની કિંમતમાં સમયાંતરે થતાં સરેરાશ ફેરફારને આસાનીથી માપી શકાશે, એમ તેમણે જણાવ્યું હતું. હોલસેલ પ્રાઈસ ઈન્ડેકસ તેના વર્તમાન માળખામાં સેવાઓની કિંમતમાં થતાં ફેરફારને આવરી લેતી નથી. સરકારી સબસિડી, વિવિધ ટેકસીઝ તથા વિતરણ ખર્ચને કારણે વેચાણદાર તથા ખરીદદારની કિંમતો અલગ પડે છે. આ કારણોસર પ્રોડયુસર્સ પ્રાઈસ ઈન્ડેકસ હોય તે જરૃરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઓલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવાનું કરણ જોહરને ખાસ આમંત્રણ મળ્યું
કેટરિના કૈફે નવું ઘર ખરીદવાનો વિચાર માંડી વાળ્યો
આમિર ખાનની આગામી ફિલ્મ નિયત તારીખે જ રજૂ થશે
પ્રેમીએ ભેટમાં આપેલા ફલેટની સજાવટ કરવામાં વ્યસ્ત વિદ્યા બાલન
જ્હોન અને અનિલ કપૂર બંનેની બે ફિલ્મ ઉપરાઉપરી રિલીઝ થતી હોવાથી બંને ચિંતામાં
સેન્સેક્ષનો ૬૯ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૧૧૦ પોઈન્ટ ઘટયો
નાણાકીય સ્થિરતા સામે વધી રહેલું જોખમ
સોનામાં આગળ વધતો સુધારો ઃ વિશ્વ બજારમાં ભાવો ઉંચકાયા

દેશના આત્મગૌરવને હોડમાં મૂકવાની ક્રિકેટ બોર્ડને સત્તા નથી

નાતાલની રજા અને ગુજરાતની ચૂંટણી વખતે જ ભારત-પાક. મુકાબલો
મુંબઇના નાગરિક તરીકે મને આ નિર્ણયથી દુખ થયું છેઃગાવાસ્કર
ફેડરરે સામ્પ્રસના સૌથી વધુ અરસા માટે વર્લ્ડ નંબર વન રહેવાનો રેકોર્ડ તોડયો
૨૦૧૨-૧૩ની સિઝન માટે અમ્પાયરોની પેનલમાં એકપણ ભારતીય નહીં
કિંગફિશર એરલાઈન્સનો શેર તેની ફેસવેલ્યુથી પણ નીચે ઊતર્યો

ઈમ્પોર્ટ ડયુટી લદાવાના અહેવાલો પાછળ ખાંડ શેરોમાં ઉછાળો

 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved