Last Update : 17-July-2012, Tuesday

 

દૂબઇના દરિયા કિનારે અમેરિકન નેવી દ્વારા ભારતીય માછીમાર ઠાર

 

-ત્રણ ભારતીયોને ગંભીર ઇજા

 

-આ ઘટનાની તપાસ થઇ રહી છે ઃ અમેરિકી નૌકા સેના પ્રવક્તા

 

 

દૂબઇ/રામેશ્વરમ, તા.17 જુલાઇ, 2012

 

 

દૂબઇના દરિયાકિનારે એક નાનકડી ભારતીય બોટ પર અમેરિકી નેવીએ ગોળીબાર કરતાં એક ભારતીય માછીમાર ઠાર થયો હતો અને બીજા ત્રણને ઇજા થઇ હતી એમ યુનાઇટેડ આરબ અમીરાતના અધિકારીએ કહ્યું હતું.

 

યુનાઇટેડ આરબ અમીરાતના વિદેશ ખાતાના અધિકારી તારિક અહમદ અલ હૈદનને ટાંકીને સ્થાનિક સરકારી ન્યૂઝ એજન્સી ‘વામ’એ કહ્યું હતું કે એક ભારતીય માછીમાર માર્યો ગયો હતો અને બીજા ત્રણ ભારતીયોને ઇજા થઇ હતી.

 

દૂબઇથી નૈૠત્ય ૩૦ કિલોમીટર દૂર સામાન્ય રીતે અમેરિકી જહાજો લાંગરે છે એ વિસ્તાર જાબેલ અલી ખાતે બનેલા આ બનાવની તપાસ યુનાઇટેડ આરબ અમીરાતના અધિકારીઓ કરી રહ્યા છે એમ પણ આ પ્રવક્તાએ વઘુમાં જણાવ્યું હતું.

 

દરમિયાન, તામિલનાડુના રામેશ્વરમમાં કરૈયુર ફિશરમેન એસોસિયેશનના પ્રમુખ મલૈરાજને કહ્યું કે મરનાર માછીમારને રામનાથપુરમના પેરિયાપટ્ટીનમમાં રહેતા શેખર તરીકે ઓળખી કાઢવામાં આવ્યો હતો. ઇજા પામેલા માછીઓનાં નામ મુનિરાજ, પાનપુવન અને મુરુગન છે. મુનિરાજને ગોળીબારની ઇજાઓ સાથે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

 

બહેરિન ખાતેની અમેરિકી નૌકા સેનાની ફિફ્‌થ ફ્‌લીટના પ્રવક્તા લેફ્‌ટનંટ ગ્રેડ રાયલસને કહ્યું કે આ ઘટનાની તપાસ થઇ રહી છે. તેમણે વઘુમાં કહ્યું કે માછીમારોની બોટને આગળ નહીં વધવાની ચેતવણી આપ્યા પછી પણ આ બોટ આગળ વધતાં યુએસએનએસ રેફન્નોક તરફથી પોઇન્ટ ફિફ્‌ટી કેલિબરની મશીનગન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઓલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવાનું કરણ જોહરને ખાસ આમંત્રણ મળ્યું
કેટરિના કૈફે નવું ઘર ખરીદવાનો વિચાર માંડી વાળ્યો
આમિર ખાનની આગામી ફિલ્મ નિયત તારીખે જ રજૂ થશે
પ્રેમીએ ભેટમાં આપેલા ફલેટની સજાવટ કરવામાં વ્યસ્ત વિદ્યા બાલન
જ્હોન અને અનિલ કપૂર બંનેની બે ફિલ્મ ઉપરાઉપરી રિલીઝ થતી હોવાથી બંને ચિંતામાં
સેન્સેક્ષનો ૬૯ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૧૧૦ પોઈન્ટ ઘટયો
નાણાકીય સ્થિરતા સામે વધી રહેલું જોખમ
સોનામાં આગળ વધતો સુધારો ઃ વિશ્વ બજારમાં ભાવો ઉંચકાયા

દેશના આત્મગૌરવને હોડમાં મૂકવાની ક્રિકેટ બોર્ડને સત્તા નથી

નાતાલની રજા અને ગુજરાતની ચૂંટણી વખતે જ ભારત-પાક. મુકાબલો
મુંબઇના નાગરિક તરીકે મને આ નિર્ણયથી દુખ થયું છેઃગાવાસ્કર
ફેડરરે સામ્પ્રસના સૌથી વધુ અરસા માટે વર્લ્ડ નંબર વન રહેવાનો રેકોર્ડ તોડયો
૨૦૧૨-૧૩ની સિઝન માટે અમ્પાયરોની પેનલમાં એકપણ ભારતીય નહીં
કિંગફિશર એરલાઈન્સનો શેર તેની ફેસવેલ્યુથી પણ નીચે ઊતર્યો

ઈમ્પોર્ટ ડયુટી લદાવાના અહેવાલો પાછળ ખાંડ શેરોમાં ઉછાળો

 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved