Last Update : 17-July-2012, Tuesday

 

નીતિ વિષયક બાબતો ભારતનો સાર્વભૌમિક અધિકાર ઃ આનંદ શર્માનો ઓબામાને જવાબ

ઓબામા સાચા છે, ભારતમાં વિદેશી રોકાણકારો માટે અનુકૂળ વાતાવરણ નથી ઃ મોન્ટેકસિંહ

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૬
નીતિવિષયક નિર્ણયો એ ભારત દેશનો સાર્વભૌૈમિક અધિકાર છે એવું ભારપૂર્વક જણાવતા વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી આનંદ શર્માએ આજે કહ્યું હતું કે, ભારતમાં રોકાણ માટેના વાતાવરણ અંગેની અમેરિકી પ્રમુખ બરાક ઓબામાની ટીકા વાસ્તવિકતાથી વેગળી છે અને અમેરિકાએ આયાતી કર વિશે વિચારવાની વધારે જરૃર છે.
જો કે, આયોજન પંચના ઉપાધ્યક્ષ મોન્ટેકસિંહ અહલુવાસિયાએ ઓબામાની રોકાણકારો વિશેની ચિંતા વ્યાજબી ઠેરવતા જુદો જ મત વ્યક્ત કર્યો હતો, 'મને લાગે છે કે ઘણા બધા રાષ્ટ્રો રોકાણ માટેના વાતાવરણને લઈને ચિંતિત છે. આપણે આ વાતાવરણને વધારે મજબૂત કરવાની જરૃર છે.' તેમણે કહ્યું હતું.
ભારતે મુશ્કેલ આર્થિક સુધારાઓ અમલી બનાવવા જોઈએ એવી અમેરિકી પ્રમુખની ટીકાના જવાબમાં શર્માએ જણાવ્યું હતું કે, 'તેમને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે પરંતુ નીતિ-ઘડતર એ સાર્વભૌમિક નિર્ણય છે અને ભારતીય વિદેશ નીતિ રોકાણકારો માટે સાનુકૂળ છે.'
ઉલ્લેખનીય છે કે, એક મુલાકાતમાં ઓબામાએ ભારતમાં રોકાણ કરવું મુશ્કેલ છે એવી રજૂઆત કરતા જણાવ્યું હતું કે, રીટેલ જેવા ઘણા ક્ષેત્રોમાં ભારત વિદેશી રોકાણને અવરોધ છે અથવા તો મર્યાદિત રાખે છે.
મંજૂરી મળવામાં વાર લાગે છે અથવા તો સમસ્યા થાય છે એવું સ્વીકારતા શર્માએ કહ્યું હતું, 'સહયોગી પક્ષોના દબાણથી આવું બને છે એ હું કબુલું છું પણ અમે થોડા પગલાં તો લીધા જ છે.'
તેમણે જણાવ્યું હતું કે, રોકાણકારોને ઝડપી મંજૂરી મળે અને વ્યવસાયિક અનુકૂળતા પ્રાપ્ત થાય એ માટે સરકાર અમુક ધારાધોરણો અમલમાં મૂકી રહી છે. શર્માએ અમેરિકાના વધી રહેલા આયાતી કર વિશે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું, 'અમે અમેરિકાને વિનંતી કરીએ છીએ કે તેઓ અવરોધ ઘટાડવા, નાણાંકીય પ્રવાહને વહેતો રાખવા અને વેપાર કરવા દુનિયાનું પ્રતિનિધિત્વ લે.'
ભારત વિદેશી રોકાણ ક્ષેત્રે બહુરાષ્ટ્રીય કંપનીઓને છૂટ આપતું નથી જે એવી ઓબામાની દલીલના જવાબમાં શર્માએ કહ્યું હતું કે, નિર્ણયની ફેરબદલને અવકાશ નથી અને બધા પક્ષોને સાથે લેવાની પ્રક્રિયા ચાલી રહી છે.
નાણાં ખાતાના આર્થિક બાબતોના સચિવ આર. ગોપાલને પણ જણાવ્યું હતું કે, સરકાર ડહાપણપૂર્વક વર્તી રહી છે અને સમય આવ્યે યોગ્ય પગલા લેશે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઓલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવાનું કરણ જોહરને ખાસ આમંત્રણ મળ્યું
કેટરિના કૈફે નવું ઘર ખરીદવાનો વિચાર માંડી વાળ્યો
આમિર ખાનની આગામી ફિલ્મ નિયત તારીખે જ રજૂ થશે
પ્રેમીએ ભેટમાં આપેલા ફલેટની સજાવટ કરવામાં વ્યસ્ત વિદ્યા બાલન
જ્હોન અને અનિલ કપૂર બંનેની બે ફિલ્મ ઉપરાઉપરી રિલીઝ થતી હોવાથી બંને ચિંતામાં
સેન્સેક્ષનો ૬૯ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૧૧૦ પોઈન્ટ ઘટયો
નાણાકીય સ્થિરતા સામે વધી રહેલું જોખમ
સોનામાં આગળ વધતો સુધારો ઃ વિશ્વ બજારમાં ભાવો ઉંચકાયા

દેશના આત્મગૌરવને હોડમાં મૂકવાની ક્રિકેટ બોર્ડને સત્તા નથી

નાતાલની રજા અને ગુજરાતની ચૂંટણી વખતે જ ભારત-પાક. મુકાબલો
મુંબઇના નાગરિક તરીકે મને આ નિર્ણયથી દુખ થયું છેઃગાવાસ્કર
ફેડરરે સામ્પ્રસના સૌથી વધુ અરસા માટે વર્લ્ડ નંબર વન રહેવાનો રેકોર્ડ તોડયો
૨૦૧૨-૧૩ની સિઝન માટે અમ્પાયરોની પેનલમાં એકપણ ભારતીય નહીં
કિંગફિશર એરલાઈન્સનો શેર તેની ફેસવેલ્યુથી પણ નીચે ઊતર્યો

ઈમ્પોર્ટ ડયુટી લદાવાના અહેવાલો પાછળ ખાંડ શેરોમાં ઉછાળો

 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved