Last Update : 16-July-2012, Monday

 

મૂડી રોકાણ અને માંગ ઘટતાં
ચીન પણ મુશ્કેલીમાં ઃ આર્થિક વિકાસ દર ત્રણ વર્ષના તળિયે ઃ ૭.૬ ટકા

ચીનનું અર્થતંત્ર અસ્થિર, હજુ વધુ ખરાબ સ્થિતિ સંભવ ઃ વડાપ્રધાન જિઆબાઓ

બેજીંગ, તા. ૧૫
ચીનનો વિકાસ દર છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન સૌથી નીચા સ્તરે પહોંચીને ૭.૬ ટકાએ અટક્યો છે. અગાઉ તેનો વિકાસ દર બે આંકડામાં હતો. આ નાણાકિય ગાળા પૂર્વેના ત્રિમાસીક ગાળા દરમ્યાન તેમનો વિકાસ દર ૮.૧ ટકા હતો. ચાલુ વર્ષે માર્ચ માસ દરમ્યાન ચીને તેના વિકાસ દરનો લક્ષ્યાંક ઘટાડીને વર્ષ ૨૦૧૨ માટે ૭.૫ ટકા કરી દીધો હતો. ચીનના વડાપ્રધાન વેન જીઆબાઓએ પણ આ મુદ્દો કબુલતા જણાવ્યું હતું કે તેમના રાષ્ટ્રની આર્થિક સ્થિતિ કથળી (રીબાઉન્ડ) રહી છે. આગામી દિવસો કદાચ હજી વધારે અઘરા બની રહેશે. તેમણે સીચુહાન વિસ્તારની વિકાસ નિરીક્ષણ માટેની મુલાકાત દરમ્યાન વિકાસ જાળવી રાખવા ભારે પ્રયાસો અને ગતિશીલતા જાળવવા કહ્યું હતું.
ચીન તેમના વિવિધ ઉત્પાદનો માટે વિશ્વમાં પાંચમું સ્થાન ધરાવે છે. અને તે દેશમાં વિકાસ દર ધીમો પડે તો તેની અસર વૈશ્વિક મંદીમાં પણ જવાબદાર બની શકે છે.
સાથોસાથ એશિયાના ઘણા વિકસી રહેલા અર્થતંત્રો ઝડપી વિકાસ માટે ચીન સાથે સંકળાયેલા હતા. તેમને પણ આ બાબતે ઘેરી મંદીનો સામનો કરવો પડશે. એશિયામાં ચીનની મંદી એક મહત્વનું પરીબળ બની રહેશે તેમ સિંગાપોરની સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના આર્થિક વિશેષજ્ઞા વાઈ હુઈએ મંતવ્ય વ્યક્ત કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે બીજા ગાળા દરમ્યાન પણ અર્થતંત્ર મંદ પડવાના અણસાર પરથી એ બાબત જણાઇ રહી છે કે ઘણાં ઉત્પાદકો માટે હજી વધુ અઘરો સમય આવી રહ્યો છે.
દરમ્યાન બીજી એક મહત્વની ઘટનામાં ચીનના વડાપ્રધાન વેન જીઆબાઓ નૈરૃત્ય ચીનના સીચુઆન વિસ્તારમાં ઔદ્યોગીક વિકાસના નિરીક્ષણ અર્થે આવ્યા હતા. ત્યાં તેમણે એ બાબત જાહેરમાં કબુલી હતી કે ચીનનો વિકાસ દર ઝડપભેર ઘટી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે વિકાસ દરનો ઘટાડો હજી તો સરકારે નક્કી કરેલા લક્ષ્યાંકની અંદર છે, અને તેને સ્થિરતા આપવા માટે નક્કી કરવામાં આવેલી નીતિઓ યોગ્ય રીતે કામ આપી રહી છે. તેમ છતાં આગામી સમય માટે આર્થિક વિટંબણા વેઠવી પડશે. અર્થતંત્રના વિકાસ દરને જાળવી રાખવાના પ્રયાસો પૂર્ણતઃ સફળ નથી અને અર્થતંત્ર સ્થિર થઇ શક્યું નથી તે સંજોગોમાં ભારે મહેનત અને ગતિશીલતા જાળવી રાખવા પડશે તેમ તેઓએ ઉમેર્યું હતું.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અકસ્માતમાં મૃત્યુ પામેલા પુત્ર બદલ માબાપને રૃ.૨૧.૮૦ લાખનું વળતર ચૂકવવાનો આદેશ

વધી ગયેલા દેવાને લીધે લૈલાની સપરિવાર સહિત હત્યા કરી હોવાની ટાકની કેફિયત

કિંગ ફિશરના પાઇલટો હવે પગાર મેળવવા લેબર કોર્ટના દ્વાર ખખડાવશે
શહેર સ્વાઇન ફ્લૂના ભરડામાંઃ ત્રણ દિવસમાં ૨૧ દર્દી નોંધાયા
ખેલકૂદ પ્રધાન જૂથવાદ ચલાવી રમતવીરોના ઉત્સાહને ઘટાડી રહ્યા છેઃ કલમાડી
બીમારી પછી અમિતાભ બચ્ચને કેમેરાનો પહેલીવાર સામનો કર્યો
અમેરિકાના મોડેલિંગ રિયાલિટી શોની ભારતીય આવૃત્તિ બનાવવાની તૈયારી
માતા બન્યાના ૫૦ જ દિવસમાં શિલ્પા શેટ્ટી કેમેરા સામે

બેંગ્લોર બાદ ડેક્કનના ખેલાડીઓ પણ પગાર ના ચુકવાતા પરેશાન

સુશીલ કુમાર ઓલિમ્પિકમાં ભારતનો ધ્વજ વાહક બનશે
ભારતીય મેન્સ હોકી ટીમનો ૧-૩થી બ્રિટન સામે પરાજય
ન્યૂઝીલેન્ડ ચોથી વન ડેમાં હાર્યું વિન્ડિઝનો ૩-૧થી શ્રેણી વિજય
ભુપતિ-બોપન્નાની ઓલિમ્પિકમાં મેડલ જીતવાની તકો ઉજ્જવળ નથી
રાજ કપૂરની જેમ ફિલ્મના દરેક પાસાં સાથે સંકળાવાની રણબીરની ઈચ્છા
ધનબાદના ડોનની પત્ની માટે 'ગેન્ગ્સ ઓફ વાસેપુર- ટુ'નું ખાસ સ્ક્રીનિંગ થયાની શક્યતા
 
 

Gujarat Samachar Plus

સુનિલ શેટ્ટી બળાપો કાઢે છે સમય બડા બલવાન હૈ મેરે ભાઈ
ઘરના ટેબલનું કોફી શોપ ડેકોરેશન
યંગસ્ટર્સ માટે વરસાદ એટલે ‘ટાઈમ ટુ એન્જોય’
બોય્‌ઝમાં કોન્ટ્રાસ્ટ મેચનો નવો ટ્રેન્ડ
શોર્ટસ્‌ ડ્રેસની સુંદરતા શરમમાં નાખે તે પહેલા સાવચેત
 

Gujarat Samachar glamour

ત્રિરંગો લપેટી એક્ટ્રેસ ગહનાએ ફોટો ખેંચાવતા પબ્લીક ઉશ્કેરાઈ!
‘એક થા ટાઈગર’માં કેટરીના વઘુ એક આઈટમ સોંગ કરશે
સલમાને ‘એક થા ટાઈગર’ માટે પાકિસ્તાન નહીં જાય
શર્લિન ચોપરા ‘પ્લે બોય’ ગર્લ બની ચમકશે !
એકતા કપુર અભિષેકને નવો ‘એન્ગ્રી યંગમેન’ બનાવશે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved