Last Update : 16-July-2012, Monday

 

રિટેલમાં એફડીઆઈ સહિતના સુધારા માટે દબાણ
ભારતમાં મૂડીરોકાણ માટેનું વાતાવરણ બગડી રહ્યું છે ઃ અમેરિકી પ્રમુખ ઓબામા

ઓબામા આદેશ ન આપી શકે ઃ સમસ્યાઓનું સમાધાન બહાર શોધવાની જરૃર નથી ઃ ભારતીય કંપનીઓ

(પીટીઆઇ) વોશિંગ્ટન/નવી દિલ્હી, તા. ૧૫
રિટેલ સહિતના મહત્વના ક્ષેત્રોમાં સીધા વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ)ના મુદ્દે ભારતની ઉદાસીનતા અંગે ચિંતા વ્યક્ત કરતાં અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ જણાવ્યું હતું કે ભારતમાં આર્થિક સુધારણાના પગલાં ભરાય તે જરૃરી છે. અમેરિકી પ્રમુખની ટિપ્પણીનો જવાબ આપતા ભારતીય ઉદ્યોગ જગતે જણાવ્યું છે કે ભારતમાં આર્થિક સુધારણાની જરૃર છે અને વિકાસ ધીમો પડયો છે.
આ સ્થિતિનું નિરાકરણ દેશની બહારના તત્વોના કહેવા પ્રમાણે નહીં પણ દેશમાંથી જ શોધવું જોઇએ. ભારતમાં આર્થિક રોકાણ માટેનું વાતાવરણ કથળી રહ્યું હોવાનું અમેરિકી વેપારી સમૂદાયનું કહેવું છે.
ઓબામાએ ભારતીય અર્થતંત્ર આકર્ષક દરે વિકસી રહ્યું હોવાનું કહી આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ઊભી થયેલી ગંભીર મંદીની અસર ભારતના નબળા વિકાસ દર રૃપે જોવા મળી રહી છે. અમેરિકી પ્રમુખે ભારત અને વિશ્વના અર્થતંત્ર, ભારત-પાક. સંબંધો અને એશિયા-પેસિફિક ક્ષેત્ર અંગે અમેરિકાની વ્યૂહરચનાના સંદર્ભે પણ મંતવ્યો રજૂ કર્યા હતાં. ભારતમાં રોકાણ અંગેનું વાતાવરણ નકારાત્મક હોવાના મુદ્દે સીધી ટીકા ટાળતાં ઓબામાએ કહ્યું હતું કે અમેરિકી વેપારી સમુદાય આ સ્થિતિથી ચિંતિત છે. ભારતમાં રોકાણ કરવાનું કામ ઘણું કપરું હોવાનું પણ સમુદાયનું કહેવું છે.
ભારતે રિટેલ સહિતના ક્ષેત્રે સીધા વિદેશી મૂડીરોકાણને અટકાવ્યું છે. ભારતે વિકાસની દિશામાં આગળ વધવા આવા રોકાણને મંજૂરી આપવી જરૃરી હોવાીનો મત પણ ઓબામાએ વ્યક્ત કર્યો હતો.
દરમિયાન ઓબામાની ટિપ્પણી અંગે પ્રતિક્રિયા આપતા ભારતીય ઉદ્યોગ જગતે જણાવ્યું હતું કે, ભારત રોકાણ માટેનું મજબૂત સ્થળ છે અને તેમાં લાંબાગાળાના વિકાસની પણ આશા છે.
ભારતીય ઉદ્યોગ ક્ષેત્રનું કહેવું હતું કે ઓબામા સહિત વિશ્વની અન્ય કોઇપણ વ્યક્તિ ભારતીય સરકાર કે નીતિ ઘડનારાઓ પર પ્રભુત્વ મેળવી શકે નહીં. રોકાણ અને વિકાસને લગતી સ્થિતિનું નિરાકરણ ભારતમાંથી જ મળી રહેશે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અકસ્માતમાં મૃત્યુ પામેલા પુત્ર બદલ માબાપને રૃ.૨૧.૮૦ લાખનું વળતર ચૂકવવાનો આદેશ

વધી ગયેલા દેવાને લીધે લૈલાની સપરિવાર સહિત હત્યા કરી હોવાની ટાકની કેફિયત

કિંગ ફિશરના પાઇલટો હવે પગાર મેળવવા લેબર કોર્ટના દ્વાર ખખડાવશે
શહેર સ્વાઇન ફ્લૂના ભરડામાંઃ ત્રણ દિવસમાં ૨૧ દર્દી નોંધાયા
ખેલકૂદ પ્રધાન જૂથવાદ ચલાવી રમતવીરોના ઉત્સાહને ઘટાડી રહ્યા છેઃ કલમાડી
બીમારી પછી અમિતાભ બચ્ચને કેમેરાનો પહેલીવાર સામનો કર્યો
અમેરિકાના મોડેલિંગ રિયાલિટી શોની ભારતીય આવૃત્તિ બનાવવાની તૈયારી
માતા બન્યાના ૫૦ જ દિવસમાં શિલ્પા શેટ્ટી કેમેરા સામે

બેંગ્લોર બાદ ડેક્કનના ખેલાડીઓ પણ પગાર ના ચુકવાતા પરેશાન

સુશીલ કુમાર ઓલિમ્પિકમાં ભારતનો ધ્વજ વાહક બનશે
ભારતીય મેન્સ હોકી ટીમનો ૧-૩થી બ્રિટન સામે પરાજય
ન્યૂઝીલેન્ડ ચોથી વન ડેમાં હાર્યું વિન્ડિઝનો ૩-૧થી શ્રેણી વિજય
ભુપતિ-બોપન્નાની ઓલિમ્પિકમાં મેડલ જીતવાની તકો ઉજ્જવળ નથી
રાજ કપૂરની જેમ ફિલ્મના દરેક પાસાં સાથે સંકળાવાની રણબીરની ઈચ્છા
ધનબાદના ડોનની પત્ની માટે 'ગેન્ગ્સ ઓફ વાસેપુર- ટુ'નું ખાસ સ્ક્રીનિંગ થયાની શક્યતા
 
 

Gujarat Samachar Plus

સુનિલ શેટ્ટી બળાપો કાઢે છે સમય બડા બલવાન હૈ મેરે ભાઈ
ઘરના ટેબલનું કોફી શોપ ડેકોરેશન
યંગસ્ટર્સ માટે વરસાદ એટલે ‘ટાઈમ ટુ એન્જોય’
બોય્‌ઝમાં કોન્ટ્રાસ્ટ મેચનો નવો ટ્રેન્ડ
શોર્ટસ્‌ ડ્રેસની સુંદરતા શરમમાં નાખે તે પહેલા સાવચેત
 

Gujarat Samachar glamour

ત્રિરંગો લપેટી એક્ટ્રેસ ગહનાએ ફોટો ખેંચાવતા પબ્લીક ઉશ્કેરાઈ!
‘એક થા ટાઈગર’માં કેટરીના વઘુ એક આઈટમ સોંગ કરશે
સલમાને ‘એક થા ટાઈગર’ માટે પાકિસ્તાન નહીં જાય
શર્લિન ચોપરા ‘પ્લે બોય’ ગર્લ બની ચમકશે !
એકતા કપુર અભિષેકને નવો ‘એન્ગ્રી યંગમેન’ બનાવશે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved