Last Update : 16-July-2012, Monday

 

'૬૯માં ગીરીએ કોંગ્રેસના ઉમેદવારને હરાવેલા
રાષ્ટ્રપતિની ચૂંટણી ૧૯૬૯ જેવી રસપ્રદ બની રહેશે ઃ સંગ્મા

અઢાર પક્ષોએ ટેકો આપતા સંગ્મા ઉત્સાહિત ઃ વધુ પક્ષોના સમર્થનની આશા

(પીટીઆઈ) તા. ૧૫, ભુવનેશ્વર
૧૮ રાજકીય પક્ષોના ટેકાથી ઉત્સાહિત થયેલા વિરોધપક્ષોના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર પી.એ. સંગમાએ થોડા બીજા પક્ષોનો ટેકો મળવાની આશા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ૧૯મી જૂલાઈએ યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી ૧૯૬૯ની રાષ્ટ્રપતિ ચૂંટણી જેટલી જ નોંધપાત્ર રહેશે. જેમાં વી.વી. ગીરીએ કોંગ્રેસના ઉમેદવારને હાર આપી હતી.
અઢાર પક્ષોએ મને ટેકો આપવાની બાંયધરી આપી છે. અમુક પક્ષો એકાદ બે દિવસમાં તેમના નિર્ણયની જાહેરાત કરશે જ્યારે અમુક પક્ષો એવી જાહેરાત ન પણ કરે. અમને આશા છે કે તેઓ અમારી તરફેણમાં મતદાન કરશે. સંગમાએ (અત્રેના) શાસક પક્ષ બી.જે.ડી.ના સંસદસભ્યો અને વિધાનસભ્યોને સંબોધતા કહ્યું હતું.
(પૂર્વ લોકસભા અધ્યક્ષે) ઉલ્લેખ કર્યો હતો કે આઠમી મેના રોજ ટ્રાયબલ ફોરમ ઓફ ઇન્ડિયાએ રાજકીય પક્ષોને આદિજાતિના ઉમેદવારને રાષ્ટ્રપતિપદ માટે ધ્યાનમાં લેવાનો અનુરોધ કર્યો હતો. બી.જે.ડી. સુપ્રિમો અને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે સૌ પ્રથમ પ્રતિભાવ આપતા તેમના નામની જાહેરાત ૧૭ મે એ કરી હતી. ''થોડા કલાકો બાદ આ જાહેરાતનો પડઘો તમિલનાડુના મુખ્યમંત્રી અને એઆઈડીએમકેના સર્વેસર્વા જે જયલલિતાએ પાડયો હતો અને મને ટેકો જાહેર કર્યો હતો. ત્યારબાદ તો ભાજપ સહિતના ઘણા પક્ષોએ મને ટેકો જાહેર કર્યો છે.''' એમ તેમણે જણાવ્યું હતું.
આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીને 'વિશિષ્ટ' ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે આ વખતે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈને સામાન્ય પ્રજાજનોમાં પણ રસ જાગૃત થયો છે.
આવું આ પહેલા ૧૯૬૯માં બન્યું હતું જ્યારે વી.વી. ગીરી કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર નીલમ સંજીવ રેડ્ડીને હરાવીને રાષ્ટ્રપતિ બન્યા હતા. એ પહેલા લોકોને રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે ઝાઝી ગતાગમ નહોતી. આ વખતે પણ લોકોમાં એવો જ માહોલ સર્જાયો છે.
''આ વખતે સમગ્ર પ્રક્રિયામાં જે રીતે લોકો રસ લઈ રહ્યા છે એ માન્યામાં ન આવે તેવો છે.'' એવું કહેતા તેમણે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ટાંક્યા હતા જેમણે કહ્યું હતું કે આ વખતની રાષ્ટ્રપતિ ચૂંટણી સંસદસભ્યો અને વિધાન સભ્યોથી આગળ વધીને સામાન્ય પ્રજાજનો સુધી પહોંચી ચૂકી છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અકસ્માતમાં મૃત્યુ પામેલા પુત્ર બદલ માબાપને રૃ.૨૧.૮૦ લાખનું વળતર ચૂકવવાનો આદેશ

વધી ગયેલા દેવાને લીધે લૈલાની સપરિવાર સહિત હત્યા કરી હોવાની ટાકની કેફિયત

કિંગ ફિશરના પાઇલટો હવે પગાર મેળવવા લેબર કોર્ટના દ્વાર ખખડાવશે
શહેર સ્વાઇન ફ્લૂના ભરડામાંઃ ત્રણ દિવસમાં ૨૧ દર્દી નોંધાયા
ખેલકૂદ પ્રધાન જૂથવાદ ચલાવી રમતવીરોના ઉત્સાહને ઘટાડી રહ્યા છેઃ કલમાડી
બીમારી પછી અમિતાભ બચ્ચને કેમેરાનો પહેલીવાર સામનો કર્યો
અમેરિકાના મોડેલિંગ રિયાલિટી શોની ભારતીય આવૃત્તિ બનાવવાની તૈયારી
માતા બન્યાના ૫૦ જ દિવસમાં શિલ્પા શેટ્ટી કેમેરા સામે

બેંગ્લોર બાદ ડેક્કનના ખેલાડીઓ પણ પગાર ના ચુકવાતા પરેશાન

સુશીલ કુમાર ઓલિમ્પિકમાં ભારતનો ધ્વજ વાહક બનશે
ભારતીય મેન્સ હોકી ટીમનો ૧-૩થી બ્રિટન સામે પરાજય
ન્યૂઝીલેન્ડ ચોથી વન ડેમાં હાર્યું વિન્ડિઝનો ૩-૧થી શ્રેણી વિજય
ભુપતિ-બોપન્નાની ઓલિમ્પિકમાં મેડલ જીતવાની તકો ઉજ્જવળ નથી
રાજ કપૂરની જેમ ફિલ્મના દરેક પાસાં સાથે સંકળાવાની રણબીરની ઈચ્છા
ધનબાદના ડોનની પત્ની માટે 'ગેન્ગ્સ ઓફ વાસેપુર- ટુ'નું ખાસ સ્ક્રીનિંગ થયાની શક્યતા
 
 

Gujarat Samachar Plus

સુનિલ શેટ્ટી બળાપો કાઢે છે સમય બડા બલવાન હૈ મેરે ભાઈ
ઘરના ટેબલનું કોફી શોપ ડેકોરેશન
યંગસ્ટર્સ માટે વરસાદ એટલે ‘ટાઈમ ટુ એન્જોય’
બોય્‌ઝમાં કોન્ટ્રાસ્ટ મેચનો નવો ટ્રેન્ડ
શોર્ટસ્‌ ડ્રેસની સુંદરતા શરમમાં નાખે તે પહેલા સાવચેત
 

Gujarat Samachar glamour

ત્રિરંગો લપેટી એક્ટ્રેસ ગહનાએ ફોટો ખેંચાવતા પબ્લીક ઉશ્કેરાઈ!
‘એક થા ટાઈગર’માં કેટરીના વઘુ એક આઈટમ સોંગ કરશે
સલમાને ‘એક થા ટાઈગર’ માટે પાકિસ્તાન નહીં જાય
શર્લિન ચોપરા ‘પ્લે બોય’ ગર્લ બની ચમકશે !
એકતા કપુર અભિષેકને નવો ‘એન્ગ્રી યંગમેન’ બનાવશે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved