Last Update : 16-July-2012, Monday

 

હજુ પણ મૂશળધાર વરસાદ અને પૂરની આગાહી
જાપાનમાં ભારે વરસાદના પગલે ભેખડો ધસી પડતાં ૫,૦૦૦ લોકો સંપર્ક વિહોણા

મરણાંક ૨૨ થયો ઃ સેનાના હેલિકોપ્ટરોની મદદથી કરાતું રાહત સામગ્રીનું વિતરણ

ટોકીયો, તા. ૧૫
જાપાનના ક્યુશુ ટાપુ પર ફુકુઓકા પ્રાંતમાં ભેખડો ધસી પડવાના કારણે ૫ હજારથી વધુ લોકો સંપર્ક વિહોણા બની ગયા છે. દક્ષિણ પશ્ચિમ જાપાનના આ ક્ષેત્રમાં ભારે વરસાદ અને પૂરની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે પૂરનો મૃત્યુઆંક વધીને ૨૨ થઈ ગયો છે. પર્વતીય વિસ્તારોમાં રહેતા લોકોને ખોરાક,, પાણી અને દવાઓ સહિતની સામગ્રી સૈન્યના હેલિકોપ્ટરો મારફતે પૂરી પડાઈ રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે વિખૂટા પડેલા વિસ્તારોમાંથી દર્દીઓ અને વૃધ્ધોને હોસ્પિટલ ખાતે લાવવા માટે બચાવ ટુકડીઓને હેલિકોપ્ટર મારફતે રવાના કરવામાં આવી છે. આ વિસ્તારમાં ભેખડો ધસી પડતાં અને વૃક્ષો ધરાશાયી થવાના કારણે ૫૪૪૦થી પણ વધુ લોકો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. આ વિસ્તારમાં બુધવારથી અભૂતપૂર્વ વરસાદ પડી રહ્યો છે જેના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે.
ફુકુઓકા પ્રાંતના અધિકારીએ જણાવ્યું હતું કે સંપર્ક વિહોણા વિસ્તાર સાથેનો સંપર્ક ફરીથી ક્યારે સ્થાપિત થશે તેનો કોઈ અંદાજ નથી. જેના કારણે જીવનજરૃરી ચીજોનો જથ્થો મોકલવાનું હમણા ચાલુ જ રખાશે. રસ્તાઓ પરતી કાટમાળ દૂર કરવાના પ્રયત્નો યુધ્ધના ધોરણે હાથ ધરાયા છે. ક્યુશુના અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં ગઈકાલથી બચાવ કામગીરી શરૃ થઈ છે. આ વિસ્તારમાં ૨૨ વ્યક્તિ ભેખડો ધસી પડવાની તેમજ પૂરને લગતી ઘટનાઓમાં મૃત્યુ પામી છે. જ્યારે આઠથી વધુ લોકો હજુ પણ લાપતા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ૩૬૦૦થી વધુ લોકોને તેમના ઘર છોડીને સલામત સ્થળે ખસી જવાની સલાહ આપવામાં આવી છે. ક્યુશુના અનેક ભાગોમાં અતિભારે વરસાદ, પૂર અને ભેખડો ધસી પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અકસ્માતમાં મૃત્યુ પામેલા પુત્ર બદલ માબાપને રૃ.૨૧.૮૦ લાખનું વળતર ચૂકવવાનો આદેશ

વધી ગયેલા દેવાને લીધે લૈલાની સપરિવાર સહિત હત્યા કરી હોવાની ટાકની કેફિયત

કિંગ ફિશરના પાઇલટો હવે પગાર મેળવવા લેબર કોર્ટના દ્વાર ખખડાવશે
શહેર સ્વાઇન ફ્લૂના ભરડામાંઃ ત્રણ દિવસમાં ૨૧ દર્દી નોંધાયા
ખેલકૂદ પ્રધાન જૂથવાદ ચલાવી રમતવીરોના ઉત્સાહને ઘટાડી રહ્યા છેઃ કલમાડી
બીમારી પછી અમિતાભ બચ્ચને કેમેરાનો પહેલીવાર સામનો કર્યો
અમેરિકાના મોડેલિંગ રિયાલિટી શોની ભારતીય આવૃત્તિ બનાવવાની તૈયારી
માતા બન્યાના ૫૦ જ દિવસમાં શિલ્પા શેટ્ટી કેમેરા સામે

બેંગ્લોર બાદ ડેક્કનના ખેલાડીઓ પણ પગાર ના ચુકવાતા પરેશાન

સુશીલ કુમાર ઓલિમ્પિકમાં ભારતનો ધ્વજ વાહક બનશે
ભારતીય મેન્સ હોકી ટીમનો ૧-૩થી બ્રિટન સામે પરાજય
ન્યૂઝીલેન્ડ ચોથી વન ડેમાં હાર્યું વિન્ડિઝનો ૩-૧થી શ્રેણી વિજય
ભુપતિ-બોપન્નાની ઓલિમ્પિકમાં મેડલ જીતવાની તકો ઉજ્જવળ નથી
રાજ કપૂરની જેમ ફિલ્મના દરેક પાસાં સાથે સંકળાવાની રણબીરની ઈચ્છા
ધનબાદના ડોનની પત્ની માટે 'ગેન્ગ્સ ઓફ વાસેપુર- ટુ'નું ખાસ સ્ક્રીનિંગ થયાની શક્યતા
 
 

Gujarat Samachar Plus

સુનિલ શેટ્ટી બળાપો કાઢે છે સમય બડા બલવાન હૈ મેરે ભાઈ
ઘરના ટેબલનું કોફી શોપ ડેકોરેશન
યંગસ્ટર્સ માટે વરસાદ એટલે ‘ટાઈમ ટુ એન્જોય’
બોય્‌ઝમાં કોન્ટ્રાસ્ટ મેચનો નવો ટ્રેન્ડ
શોર્ટસ્‌ ડ્રેસની સુંદરતા શરમમાં નાખે તે પહેલા સાવચેત
 

Gujarat Samachar glamour

ત્રિરંગો લપેટી એક્ટ્રેસ ગહનાએ ફોટો ખેંચાવતા પબ્લીક ઉશ્કેરાઈ!
‘એક થા ટાઈગર’માં કેટરીના વઘુ એક આઈટમ સોંગ કરશે
સલમાને ‘એક થા ટાઈગર’ માટે પાકિસ્તાન નહીં જાય
શર્લિન ચોપરા ‘પ્લે બોય’ ગર્લ બની ચમકશે !
એકતા કપુર અભિષેકને નવો ‘એન્ગ્રી યંગમેન’ બનાવશે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved