Last Update : 16-July-2012, Monday

 

અનાજ, શાકભાજી, કઠોળ ને સિંગતેલના કમરતોડ ભાવ પછી હવે
કપાસીયા તેલના ભાવે રૃ.૮૦ની સપાટી કૂદાવી

કપાસનુ પીલાણ કરતી જીનિંગ મિલો બંધ થઇ અને વરસાદનો અભાવ ભાવ વધવાનુ કારણ દર્શાવતા વેપારીઓ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા.૧૫
શાકભાજી, કઠોળનાં ભાવમાં મોટાપાયે ભાવવધારા બાદ મધ્યમવર્ગનાં રસોડામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતા કપાસીયા તેલનો ભાવ પણ આખરે પ્રતિ કિલોએ આજે રૃા.૮૦ને પાર કરી ગયો હતો. આટલા ઉંચા ભાવની સપાટી સૌપ્રથમ વટાવી છે. આજે રવિવારે રજાના દિવસે ખરીદી માટે નીકળેલા અનેક પરિવારજનોમાં તેલનો ભાવ વાંચી અથવા જાણીને હાય મોંઘવારીનો ઉચ્ચાર નીકળી ગયો હતો. આજે જે ભાવો તેલનાં બોલાયા તે આગામી દિવસોમાં વધે તેવી શક્યતા પણ દર્શાવાઇ રહી છે.
ઉલ્લેખનિય છે કે એક સપ્તાહ પહેલા કપાસીયા તેલનો ભાવ રૃા.૭૬ થી ૭૮ની વચ્ચે બોલાતો હતો. પરંતુ અચાનક તેલના ભાવો નિરકુંશ થઇ ગયા હતા અને આજે રવિવારે ખરીદીના દિવસેજ આ ભાવો વધી ગયા હતા. કપાસીયા તેલનો ભાવ પ્રતિ કિલોએ આજે રૃા.૮૦ સુધી પહોંચી ગયો હતો. આ ભાવના પગલે જેઓ આજે ખરીદી કરવા માટે નીકળ્યા હતા તેમણે નિર્ધારીત બજેટ કરતા ઓછા ભાવે તેલ ખરીદવુ પડયુ હતું. દરમિયાન તેલના વેપારીઓના જણાવ્યા મુજબ કપાસીયા તેલના ભાવવધારા માટે રાજ્યમાં જે કપાસને પીલાણ કરતી જીનીંગ ઓઇલ મીલો મોટાભાગની બંધ થઈ ગઇ છે. જેના કારણે રો-મટીરીયલનો મોટો અભાવ રહેવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઇ છે. વેપારીઓના મતે બીજા રાજ્યમાંથી રો-મટીરીયલ મળે છે પરંતુ તેના ઉંચા ભાવ હોવાથી તેને ખરીદવુ અઘરુ પડે છે. હાલની પરિસ્થિતિ એ પરાકાષ્ઠાએ પહોંચી ગઇ છે. સામાન્ય સંજોગોમાં અત્યારના સમયે ઓઇલ મીલો પાસે આશરે ૫૦ હજાર ટન જેટલો સ્ટોક ઓઇલ મિલો પાસે હોય છે પરંતુ આ વર્ષે માંડ ૧૫૦૦ થી ૨૦૦૦ ટન જેટલો સ્ટોક છે.
બીજી બાજુ વરસાદની અછત પણ આ તેલના ભાવ માટે જવાબદાર વેપારીઓ માની રહ્યા છે. રાજ્યમાં કપાસીયા તેલનુ જેટલુ વેચાણ છે તેટલુંજ વેચાણ પામોલીન તેલનુ પણ છે. જો કે મોટાભાગના રસોડામાં તો કપાસીયા તેલનો જ ઉપયોગ થતો હોય છે.
જેના કારણે આજે અનેક ઘરોમાં રસોડાનો સ્વાદ પણ બદલાઇ ગયો હતો. વેપારીઓએ એવી આગાહી કરી છે કે પામોલીન તેલની આયાત વધી હોવાથી હવે કપાસીયા તેલને ફરીથી નુકસાન થવાનુ છે અને ફરીથી આ ભાવ વધવાના છે. દિવાળી સુધીમાં કપાસીયા તેલનો ભાલ રૃા.૯૦ સુધી પહોંચી જાય તો નવાઇ નથી.

શ્રાવણ-અધિકમાં જ ભડકો
દિવાળી સુધીમાં તેલનો ભાવ રૃા.૯૦ સુધી થવાની શક્યતા
લોકોનાં બજેટ પર પડનારી અસર

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા.૧૫
રોજીંદી વપરાશની ચીજવસ્તુઓનાં ભાવો આસમાને પહોંચતા લોકોમાં ઘેરી ચિંતા પ્રસરી ગઇ છે. જીવનજરૃરી ચીજોના ભાવો અકલ્પનીય થતા મધ્યમવર્ગીયની હાલત ખુબ ખરાબ થઇ ગઇ છે. ખાસ કરીને રોજેરોજ લાવીને ખાનારાની હાલત દયનીય બની ગઇ છે. કપાસીયા તેલના ભાવો દિવાળી સુધીમાં છુટકમાં પ્રતિ કિલોએ રૃા.૯૦ સુધી થાય તેવી સંભાવના વ્યક્ત કરાઇ રહી છે.
ઉલ્લેખનિય છે કે કપાસીયા તેલનાં ભાવેા થોડા મહિના પહેલા પ્રતિ કિલોએ રૃા.૮૦ની નજીક પહોંચી ગયા હતા અને તે ભાવો પરત ફર્યા હતા. જ્યારે છેલ્લા એક સપ્તાહથી આ તેલના ભાવોમાં રીતસરની તેજી જોવા મળી રહી છે. આજે ગણતરી મુજબજ રજાના દિવસે ભાવો રૃા.૮૦ની સપાટીને પાર કરી ગયા હતાં. વેપારીઓનાં મતે અનેક કારણોના કારણે આ ભાવોમાં વધારો થઇ રહ્યો છે અને આગામની દિવસોમાં કપાસીયા તેલનાં ભાવ પ્રતિ કિલોએ રૃા.૯૦ સુધી પહોંચી જાય તો નવાઇ નથી.
શહેરીજનો તેમજ ગ્રામ્યવિસ્તારમાં લગભગ કપાસીયા તેલનુંજ મોટાપાયે વેચાણ થતુ હોય છે. અને તેના ભાવો પણ સ્થીર રહેતા નથી.
કપાસીયા તેલનાં ભાવમાં અચાનક વધારો થતાજ લોકોનાં ઘરોના બજેટમાં પણ કાપ મુકવાનો વારો આવ્યો છે. શ્રાવણ માસ તેમજ અધિક માસ નજીક આવતાજ તેલના ભાવોમાં ભડકો થતા લોકોમાં ઘેરી ચિંતા પણ પ્રસરી ગઇ છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અકસ્માતમાં મૃત્યુ પામેલા પુત્ર બદલ માબાપને રૃ.૨૧.૮૦ લાખનું વળતર ચૂકવવાનો આદેશ

વધી ગયેલા દેવાને લીધે લૈલાની સપરિવાર સહિત હત્યા કરી હોવાની ટાકની કેફિયત

કિંગ ફિશરના પાઇલટો હવે પગાર મેળવવા લેબર કોર્ટના દ્વાર ખખડાવશે
શહેર સ્વાઇન ફ્લૂના ભરડામાંઃ ત્રણ દિવસમાં ૨૧ દર્દી નોંધાયા
ખેલકૂદ પ્રધાન જૂથવાદ ચલાવી રમતવીરોના ઉત્સાહને ઘટાડી રહ્યા છેઃ કલમાડી
બીમારી પછી અમિતાભ બચ્ચને કેમેરાનો પહેલીવાર સામનો કર્યો
અમેરિકાના મોડેલિંગ રિયાલિટી શોની ભારતીય આવૃત્તિ બનાવવાની તૈયારી
માતા બન્યાના ૫૦ જ દિવસમાં શિલ્પા શેટ્ટી કેમેરા સામે

બેંગ્લોર બાદ ડેક્કનના ખેલાડીઓ પણ પગાર ના ચુકવાતા પરેશાન

સુશીલ કુમાર ઓલિમ્પિકમાં ભારતનો ધ્વજ વાહક બનશે
ભારતીય મેન્સ હોકી ટીમનો ૧-૩થી બ્રિટન સામે પરાજય
ન્યૂઝીલેન્ડ ચોથી વન ડેમાં હાર્યું વિન્ડિઝનો ૩-૧થી શ્રેણી વિજય
ભુપતિ-બોપન્નાની ઓલિમ્પિકમાં મેડલ જીતવાની તકો ઉજ્જવળ નથી
રાજ કપૂરની જેમ ફિલ્મના દરેક પાસાં સાથે સંકળાવાની રણબીરની ઈચ્છા
ધનબાદના ડોનની પત્ની માટે 'ગેન્ગ્સ ઓફ વાસેપુર- ટુ'નું ખાસ સ્ક્રીનિંગ થયાની શક્યતા
 
 

Gujarat Samachar Plus

સુનિલ શેટ્ટી બળાપો કાઢે છે સમય બડા બલવાન હૈ મેરે ભાઈ
ઘરના ટેબલનું કોફી શોપ ડેકોરેશન
યંગસ્ટર્સ માટે વરસાદ એટલે ‘ટાઈમ ટુ એન્જોય’
બોય્‌ઝમાં કોન્ટ્રાસ્ટ મેચનો નવો ટ્રેન્ડ
શોર્ટસ્‌ ડ્રેસની સુંદરતા શરમમાં નાખે તે પહેલા સાવચેત
 

Gujarat Samachar glamour

ત્રિરંગો લપેટી એક્ટ્રેસ ગહનાએ ફોટો ખેંચાવતા પબ્લીક ઉશ્કેરાઈ!
‘એક થા ટાઈગર’માં કેટરીના વઘુ એક આઈટમ સોંગ કરશે
સલમાને ‘એક થા ટાઈગર’ માટે પાકિસ્તાન નહીં જાય
શર્લિન ચોપરા ‘પ્લે બોય’ ગર્લ બની ચમકશે !
એકતા કપુર અભિષેકને નવો ‘એન્ગ્રી યંગમેન’ બનાવશે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved