Last Update : 16-July-2012, Monday

 

અવકાશ મથકમાંથી લંડન ઓલીમ્પિક્સને નિહાળશે
સુનીતા વિલિયમ્સ તેમની બીજી અવકાશ યાત્રા માટે રવાના

અવકાશમાં સૌથી વધુ સમય ગાળનારા પહેલાં મહિલા અવકાશયાત્રી બનશે

(પી.ટી.આઈ.) બૈકોનુર (કઝીખસ્તાન), તા. ૧૫
ભારતીય મૂળની અમેરિકી મહિલા અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ આજે તેના બે સાથી અવકાશ યાત્રીઓ રશિયાના યુરિ માલેન્ચેન્કો અને જાપાનના ઑકહિકો હોશિ દે સાથે અવકાશયાત્રા માટે રવાના થઈ ગયા છે. સુનીતાની આ બીજી અવકાશી સફર છે અને આ ત્રણેય અવકાશીયાત્રીઓ ચાર મહિના સુધી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (આઈએસએસ) ખાતે રહેશે.
૪૬ વર્ષીય સુનિતા, યુરિ અને ઑકહિકો સાથેનું રશિયન સોયુઝ રોકેટ આજે સવારે ૮.૧૦ કલાકે કઝાખસ્તાનના બૈકોનુર કોસ્મોડ્રોમ ખાતેથી રવાના થયું હતું. સોયુઝ ટીએમએ મંગળવારે સવારે ૧૦ઃ૨૨ કલાકે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકના ઝ્વેઝદા સર્વીસ મોડયૂલ સાથે જોડાઈ જશે. અમેરિકાના ઓહિયોમાં ઈયુક્લિડમાં જન્મેલા સુનિતા અગાઉ ૨૦૦૬-૦૭માં ૬ માસ માટે આઈએસએસની સફરે ગયા હતાં. મહિલા અવકાશયાત્રી તરીકે અવકાશમાં સૌથી વધુ સમય ગાળવાનો રેકોર્ડ પણ તેઓ સ્થાપશે.
લોન્ચિંગ અગાઉ પત્રકારો સાથે વાત કરતાં સુનીતાએ જણાવ્યું હતું કે તેઓ લંડન ઉનાળુ ઓલીમ્પિક્સને અવકાશ મથકેથી નિહાળવા માટે આતુર છે. વિલિયમ્સ મથકના એક્પેડિશન ૩૨માં ફ્લાઈટ એન્જિનીયર છે અને તેઓ મથકે પહોંચ્યા પછી તેઓ એક્પેડિશન ૩૩ના કમાન્ડરનો હવાલો સંભાળશે. હાલ અવકાશ મથક ખાતે રશિયન અવકાશયાત્રીઓ ગેન્નેડી પાડાલ્કા અને સેર્ગેઈ રેવિન તેમજ નાસાના અવકાશ વિજ્ઞાાની જોય અકાબા ફરજ બજાવી રહ્યા છે. તેઓ આ મથકમાં ૧૭મી મેથી છે.
હવે આ અવકાશયાત્રીઓ બે માસ સુધી સાથે કામ કરશે. અકાબા, પડાલ્કા અને રેવિન ૧૭મી સપ્ટેમ્બરના રોજ પૃથ્વી પર પરત ફરશે. તેઓ પાછા ફરે તે અગાઉ પડાલ્કા મથકનું નિયંત્રણ અને એક્પેડિશન ૩૩ વિલિયમ્સને સોંપશે. સુનિતા, યુરિ અને ઑકિહિકો નવેમ્બરના મધ્યભાગમાં પરત આવશે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અકસ્માતમાં મૃત્યુ પામેલા પુત્ર બદલ માબાપને રૃ.૨૧.૮૦ લાખનું વળતર ચૂકવવાનો આદેશ

વધી ગયેલા દેવાને લીધે લૈલાની સપરિવાર સહિત હત્યા કરી હોવાની ટાકની કેફિયત

કિંગ ફિશરના પાઇલટો હવે પગાર મેળવવા લેબર કોર્ટના દ્વાર ખખડાવશે
શહેર સ્વાઇન ફ્લૂના ભરડામાંઃ ત્રણ દિવસમાં ૨૧ દર્દી નોંધાયા
ખેલકૂદ પ્રધાન જૂથવાદ ચલાવી રમતવીરોના ઉત્સાહને ઘટાડી રહ્યા છેઃ કલમાડી
બીમારી પછી અમિતાભ બચ્ચને કેમેરાનો પહેલીવાર સામનો કર્યો
અમેરિકાના મોડેલિંગ રિયાલિટી શોની ભારતીય આવૃત્તિ બનાવવાની તૈયારી
માતા બન્યાના ૫૦ જ દિવસમાં શિલ્પા શેટ્ટી કેમેરા સામે

બેંગ્લોર બાદ ડેક્કનના ખેલાડીઓ પણ પગાર ના ચુકવાતા પરેશાન

સુશીલ કુમાર ઓલિમ્પિકમાં ભારતનો ધ્વજ વાહક બનશે
ભારતીય મેન્સ હોકી ટીમનો ૧-૩થી બ્રિટન સામે પરાજય
ન્યૂઝીલેન્ડ ચોથી વન ડેમાં હાર્યું વિન્ડિઝનો ૩-૧થી શ્રેણી વિજય
ભુપતિ-બોપન્નાની ઓલિમ્પિકમાં મેડલ જીતવાની તકો ઉજ્જવળ નથી
રાજ કપૂરની જેમ ફિલ્મના દરેક પાસાં સાથે સંકળાવાની રણબીરની ઈચ્છા
ધનબાદના ડોનની પત્ની માટે 'ગેન્ગ્સ ઓફ વાસેપુર- ટુ'નું ખાસ સ્ક્રીનિંગ થયાની શક્યતા
 
 

Gujarat Samachar Plus

સુનિલ શેટ્ટી બળાપો કાઢે છે સમય બડા બલવાન હૈ મેરે ભાઈ
ઘરના ટેબલનું કોફી શોપ ડેકોરેશન
યંગસ્ટર્સ માટે વરસાદ એટલે ‘ટાઈમ ટુ એન્જોય’
બોય્‌ઝમાં કોન્ટ્રાસ્ટ મેચનો નવો ટ્રેન્ડ
શોર્ટસ્‌ ડ્રેસની સુંદરતા શરમમાં નાખે તે પહેલા સાવચેત
 

Gujarat Samachar glamour

ત્રિરંગો લપેટી એક્ટ્રેસ ગહનાએ ફોટો ખેંચાવતા પબ્લીક ઉશ્કેરાઈ!
‘એક થા ટાઈગર’માં કેટરીના વઘુ એક આઈટમ સોંગ કરશે
સલમાને ‘એક થા ટાઈગર’ માટે પાકિસ્તાન નહીં જાય
શર્લિન ચોપરા ‘પ્લે બોય’ ગર્લ બની ચમકશે !
એકતા કપુર અભિષેકને નવો ‘એન્ગ્રી યંગમેન’ બનાવશે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved