Last Update : 15-July-2012, Sunday

 

ફિલ્મી ન્યુઝ જેવા રાજકીય ન્યુઝ!

- મન્નુ શેખચલ્લી
ફિલ્મસ્ટારો ઘમંડી હોય છે, નાટકબાજ હોય છે, સ્ટુપિડ હોય છે અને મોટેભાગે બુઘ્ધિ વગરના હોય છે. છતાં છાપાંઓમાં એમના જે સમાચારો છપાય છે એ કેવા ‘ભોળા ભોળા’ અને ‘ડાહ્યા ડાહ્યા’ હોય છે!
અહીં ફિલ્મસ્ટારો માટે જે લખ્યું છે એ બઘું નેતાઓને પણ ૧૦૦ ટકા લાગુ પડે છે! તો યાર, એમના પણ આવા સમાચારો કેમ નથી છપાતા? દાખલા તરીકે...
ફિલ્મી સમાચાર ઃ મલ્લિકા શેરાવત કહે છે કે જો દ્રશ્યની ડિમાન્ડ હશે તો મને બિકીની પહેરવાનો કોઇ વાંધો નથી.
રાજકીય સમાચાર ઃ સુષમા સ્વરાજ કહે છે કે જો કાર્યકરોની ડિમાન્ડ હશે તો રાજઘાટ પર નૃત્ય કરવામાં મને કોઇ વાંધો નથી!
* * *
ફિલ્મી સમાચાર ઃ આમિર ખાન અને અમિતાભ બચ્ચન ફેફસાંમાં થતા કેન્સર વિશે લોકોને સમજ આપશે.
રાજકીય સમાચાર ઃ માયાવતી અને જયલલિતા સ્તન કેન્સર માટે લોકજાગૃતિનું અભિયાન કરશે!
* * *
ફિલ્મી સમાચાર ઃ વિદ્યા બાલનનો ડ્રેસ ડિઝાઇનર હવે પ્રિયંકા ચોપરાનાં બ્લાઉઝની ડિઝાઇન બનાવશે.
રાજકીય સમાચાર ઃ શરદ પવારનો હેર-ડ્રેસર હવે સુરેશ કલમાડીની દાઢી કરવા જશે!
* * *
ફિલ્મી સમાચાર ઃ ઓછાં કપડાં પહેરવા બદલ સલમાન ખાને કેટરીના કેફને ફટકારી હતી.
રાજકીય સમાચાર ઃ ઓછી લાંચ લેવા બદલ કરુણાનિધિએ એની દિકરી કનિમોઝીને લાફો માર્યો હતો!
* * *
ફિલ્મી સમાચાર ઃ એક આગામી ફિલ્મમાં અક્ષયકુમાર પરગ્રહવાસીઓ સાથે વાત કરશે.
રાજકીય સમાચાર ઃ ગુજરાતમાં આગામી ચૂંટણી દરમ્યાન રાહુલ ગાંધી ગુજરાતી લોકો સાથે પણ વાત કરશે!
* * *
ફિલ્મી સમાચાર ઃ ભવિષ્યમાં ફ્રેન્ચ ફિલ્મમાં કામ મળવાનું હોવાથી મનોજ વાજપેયી ફ્રેન્ચ ભાષા શીખી રહ્યો છે.
રાજકીય સમાચાર ઃ ભવિષ્યમાં યુરોપની મંદી દૂર કરવાની હોવાથી આપણા મુખ્યમંત્રીજી હાલમાં ફ્રેન્ચ, ઈટાલિયન અને જર્મન ભાષા શીખી રહ્યા છે!
* * *
ફિલ્મી સમાચાર ઃ પ્રિયંકા ચોપરા ગાયન ગાશે.
રાજકીય સમાચાર ઃ પ્રિયંકા વઢેરા પણ ગાયન ગાશે! કેમ, કંઇ વાંધો છે?
Share |
 

Gujarat Samachar Plus

સુનિલ શેટ્ટી બળાપો કાઢે છે સમય બડા બલવાન હૈ મેરે ભાઈ
ઘરના ટેબલનું કોફી શોપ ડેકોરેશન
યંગસ્ટર્સ માટે વરસાદ એટલે ‘ટાઈમ ટુ એન્જોય’
બોય્‌ઝમાં કોન્ટ્રાસ્ટ મેચનો નવો ટ્રેન્ડ
શોર્ટસ્‌ ડ્રેસની સુંદરતા શરમમાં નાખે તે પહેલા સાવચેત
 

Gujarat Samachar glamour

ત્રિરંગો લપેટી એક્ટ્રેસ ગહનાએ ફોટો ખેંચાવતા પબ્લીક ઉશ્કેરાઈ!
‘એક થા ટાઈગર’માં કેટરીના વઘુ એક આઈટમ સોંગ કરશે
સલમાને ‘એક થા ટાઈગર’ માટે પાકિસ્તાન નહીં જાય
શર્લિન ચોપરા ‘પ્લે બોય’ ગર્લ બની ચમકશે !
એકતા કપુર અભિષેકને નવો ‘એન્ગ્રી યંગમેન’ બનાવશે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved