Last Update : 15-July-2012, Sunday

 

યંગસ્ટર્સ માટે વરસાદ એટલે ‘ટાઈમ ટુ એન્જોય’

 

- કોલેજમાં અભ્યાસ કરતા યંગસ્ટર્સ પોતાની કોલેજ ટાઈમ બાદ વરસાદને માણવા માટે જુદી જુદી જગ્યાએ ફરવા જતા હોય છે.

શહેરમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. આમ જોવા જઈએ તો વરસાદ ક્યારે પડે તેનો કોઈપણ સમય નક્કી હોતો નથી. ત્યારે ઓફિસે જતાં કર્મચારીઓ તો પોતાની સાથે રેઈનકોટ કે પછી છત્રી સાથે લઈ જ જતાં હોય છે. પણ રોજે રોજ કોલેજ જતા યંગસ્ટર્સને આ કોઈ પણ વસ્તુની જરૂર પડતી નથી. યંગસ્ટર્સ વહેલી સવારથી કોલેજમાં જઈને લેક્ચર એટેન્ડ કરીને બાકીનો સમય વરસાદમાં પલવા માટે સમય આપતા હોય છે. વરાસાદમાં પલળવાની વાત આવે એટલે છોકરીઓ તેમાં પ્રથમ સ્થાન મેળવે છે. ખાસ કરીને ગર્લ્સ સ્પેશિયલી પલળવા માટે ક્યારે ક કોલેજના લેક્ચર પણ બંક મારતી હોય છે. ફક્ત છોકરીઓ નહીં પણ બોયઝ પણ પલળવા માટે કોલેજ છોડીને અલગ અલગ જગ્યાએ જતા હોય છે. ખાસ કરીને દરેક યંગસ્ટર્સ એસ.જી હાઈવે, શહેરના બ્રીજ પર અથવા તો શાંત રસ્તાઓ પર ફરવા જતા હોય છે.
આ અંગે ધવલ મહેતા કહે છે કે વરસાદ એટલે એન્જોય કરવાનો માહોલ ઘણા ખરાંને પલળવાની જરા પણ મજા નથી આવતી પણ વરસાદ આવે એટલે દરેક વખતે તેને માણવો જ જોઈએ. હું તો દરેક વખતે આ રીતે વરસાદને માણતો જ હોઉં છુ. કારણ કે આ સમય ફક્ત ત્રણ મહિના જ રહેતો હોય છે. હું જ્યારે પણ કોલેજ પતાવી દઉં ત્યારબાદ રોજ પલળીને જ ઘર તરફ જતો હોંઉ છુ. ખાસ કરીને હું અને મારા ફ્રેન્ડ્‌સ્‌ અવાર નવાર જો કોઈ જગ્યા પર જતા હોઈએ તો એ છે એસ.જી હાઈએ. કારણ કે ખરી મજા તો એવા હાઈવે પર જ આવતી હોય છે. એક તરફ પૂરઝડપે કાર્સ જતી હોય તેના દ્વારા ઉડતું પાણી આવી અદ્‌ભુત પળો ફક્ત ખુલ્લી જગ્યાઓ પર જ જોવા મળતી હોય છે. શહેરમાં આવી જગ્યા ફક્ત હાઈવે પર જ હોય છે.
આ અંગે રીવા ઠાકર કહે છે કે અમારા ગુ્રપમાં તો ચોમાસુ બેસે એટલે ફરવાનો સમય આવી જાય છે. કારણ કે આ જ સમય એવો હોય છે કે જેમાં શહેરમાં ફરવાની મજા આવે પલળતા પલળતા પોતાની બાઈક પર હોઈએ એટલે મજા આવે સાથે મિત્રો પણ હોય એટલે વધારે મજા આવે. ક્યારે ક નાસ્તાની સાથે ચાની ચુસ્કી પણ મારવાની મજા આવતી હોય છે. પણ આ તમામ વસ્તુઓ કોલેજ બાદ જ કરવાની હોય છે. કારણ કે ભણવાની સાથે સાથે જ મજા કરવાની હોય છે. વરસાદમાં અમારુ ફરવાનુ તો ખાસ કરીને અમદાવાદના બ્રિજ અને જ્યાં ઓછી ભીડ હોય એ જગ્યાઓ પર વધારે ફરવા જતા હોઈએ છીએ. ઘણાં લોકો વરસાદમાં પલવાની વાત આવે એટલે ના જ પાડતા હોય છે. પણ અમે તો સામે ચાલીને પલળતા હોઈએ છીએ. વરસાદ સાથે શરીરની ઉર્મિઓ જોડાયેલી છે ગુજરાતી સાહિત્યમાં પણ વરસાદ અને પ્રણયને એક સિક્કાની બે બાજુઓ તરીકે જોવામાં આવી છે વરસતા વરસાદમાં યૌવન હિલ્લોળા ખાય એ વાતની કોઇ નવાઇ નથી.

 

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગૌહતિના પીડીત કિશોરીના શરીર પર સીગારેટના ડામના નિશાન

પાઈલોટોએ કામ સ્થગિત કરતાં કિંગ ફિશરની ૪૦ ફલાઇટ રદ્

આગ્રામાં સૈન્યની ભરતીમાં ધક્કામુક્કી ઃ યુવકનું મોત
બાળક પાછું જોઈએ તો ૨૫ લાખ નહીંતર ૧૦ લાખમાં અસ્થિ લઈ જાવ
હમીદ અન્સારી ઉપરાષ્ટ્રપતિ પદમાં બીજી ટર્મ માટે નિશ્ચિત
ફુગાવાના જૂનના આંક, ચોમાસાની પ્રગતિ, કોર્પોરેટ પરિણામો પર નજર
ચાંદી ફરી તૂટતાં રૃ.૫૩૦૦૦ની સપાટી ગુમાવીઃ દિલ્હીમાં રૃ.૪૦૦નો કડાકો
૧ ઓગસ્ટથી ઓછાં મૂલ્યની ઈ-ટ્રાન્સફરનાં બેંક ચાર્જીસમાં ઘટાડો થશેઃ રિઝર્વ બેન્ક

કલમાડી ભારતીય ડેલિગેશનમાં સામેલ નથી ઃ આઇઓએનો ખુલાસો

ઓલિમ્પિકમાં કલમાડીની હાજરીથી ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન મળશે
ભારતીય ટેસ્ટ ટીમમાં દ્રવિડની ખોટ પુરવી અશક્ય છે ઃ તેંડુલકર
ટેસ્ટ રેન્કિગમાં ભારત પાંચમાં સ્થાને ફેંકાયું ઃ ઈંગ્લેન્ડ નંબર વન
પીટરસનનો યુ-ટર્ન ઃ મારે હજુ વન ડે અને ટી-૨૦માં રમવું છે
સર્વિસ ટેકસ મારફત રૃ. ૧.૨૪ ટ્રિલિયનની આવક થવાની અપેક્ષા

એરંડા વાયદામાં રેકોર્ડ તેજી વચ્ચે ભાવમાં ત્રણ દિવસમાં રૃ.૩૦૦નો ઉછાળો નોંધાયો!

 
 

Gujarat Samachar Plus

સુનિલ શેટ્ટી બળાપો કાઢે છે સમય બડા બલવાન હૈ મેરે ભાઈ
ઘરના ટેબલનું કોફી શોપ ડેકોરેશન
યંગસ્ટર્સ માટે વરસાદ એટલે ‘ટાઈમ ટુ એન્જોય’
બોય્‌ઝમાં કોન્ટ્રાસ્ટ મેચનો નવો ટ્રેન્ડ
શોર્ટસ્‌ ડ્રેસની સુંદરતા શરમમાં નાખે તે પહેલા સાવચેત
 

Gujarat Samachar glamour

ત્રિરંગો લપેટી એક્ટ્રેસ ગહનાએ ફોટો ખેંચાવતા પબ્લીક ઉશ્કેરાઈ!
‘એક થા ટાઈગર’માં કેટરીના વઘુ એક આઈટમ સોંગ કરશે
સલમાને ‘એક થા ટાઈગર’ માટે પાકિસ્તાન નહીં જાય
શર્લિન ચોપરા ‘પ્લે બોય’ ગર્લ બની ચમકશે !
એકતા કપુર અભિષેકને નવો ‘એન્ગ્રી યંગમેન’ બનાવશે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved