Last Update : 15-July-2012, Sunday

 
દિલ્હીની વાત
 


રાષ્ટ્રપતિની ચૂંટણી ઃ ૩૧ ટકા મતદારો ખરડાયેલા
નવીદિલ્હી,તા.૧૪
એક અપ્રિય સમાચાર ઃ
રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં કોણ મેદાન મારે છે એ મુદ્દો બાજુએ મૂકીએ. જો નેશનલ ઈલેકશન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ દ્વારા હાથ ધરાયેલી એક મોજણીમાં સ્પષ્ટ થયું છે કે, રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મતદાન કરનાર ૩૧ ટકા સાંસદો અને ધારાસભ્યો સામે વિવિધ પ્રકારના ફોજદારી ગુન્હાઓ નોંધાયા છે. એકંદરે ૧૦,૮૯,૨૮૭ મતદારોમાથી ૩,૩૫,૦૮૯ મતદારો ખરડાયેલા છે. આટલું ઓછું હોય એમ, એમણે કરેલા સોગંદનામા પ્રમાણે છ સાંસદોએ એમની સામે બળાત્કારના કેસ થયા હોવાનું જણાવ્યું છે, ૧૪૧ સાંસદો સામે હત્યાના ગુન્હા, ૩૪૨ સાંસદો સામે હત્યાનાં પ્રયાસના ગુન્હા, ૧૪૫ સાંસદો સામે ચોરીના ગુન્હા, ૯૦ સાંસદો સામે અપહરણ, જ્યારે ૭૫ સાંસદો સામે ધાડ પાડવાના ગુન્હા નોંધાયા છે. મોજણીમાં જણાવ્યું છે કે યુપી આ મોરચે મોખરે છે, જ્યારે એ પછી મહારાષ્ટ્ર અને બિહાર છે.
ચૂંટણી સુધારામાં કોઇને રસ નથી
આ ઘટસ્ફોટથી જે લાંબા સમયથી પડતર છે એ ચૂંટણી સુધારાની જરૃરિયાત વિષે ચેતવણીનો ઘંટ વાગવો જોઇએ, પરંતુ સત્ય એ છે કે કોઇ રાજકીય પક્ષને રાજકારણનું અપરાધીકરણ રોકવામાં રસ હોય એવું જણાતું નથી. ઉચ્ચ વર્તુળોના જણાવ્યાનુસાર, છેલ્લા આઠ વર્ષો દરમિયાન, ત્રણ મુખ્ય ચુંટણી કમિશનરોએ વડાપ્રધાનને ચૂંટણી સુધારાની આગેકૂચની જરૃરીયાત વિષે લખ્યું છે. પડતર ૧૩ ઠરાવો પૈકી એક સૂચન એવું છે કે કોઇપણ ગુન્હાની સજારૃપે પાંચ વર્ષ સુધી જેલમાં જઇ આવેલી કોઇપણ વ્યક્તિ પર ચૂંટણીમાં ઉભા રહેવા અંગે આજીવન પ્રતિબંધ મૂકાવો જોઇએ. વડાપ્રધાન કાર્યાલય આ વિષે હવે સક્રિય બની રહ્યું હોવાનું જણાય છે. એણે કાયદા મંત્રાલય અને નિષ્ણાંતો સાથે ચૂંટણી સુધારાને આગળ વધારવા માટે મસલત શરૃ કરી છે.
આવી પંચાયતો પર નિયંત્રણ માટે કેન્દ્રની સક્રિયતા
ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના અસારા ગામની પંચાયત દ્વારા પ્રેમલગ્ન પર મોબાઇલ રાખવા પર અને ૩૦ વર્ષથી નાની સ્ત્રી દ્વારા કરાતી ખરીદી પર પ્રતિબંધ મુકાતા ઉઠેલા વાવંટોળના પગલે કેન્દ્ર સંસદના ચોમાસુ સત્રમાં ખરડો લાવવા વિચારી રહ્યું છે. જેનો મુસદો તૈયાર છે એવા આ ખરડા હેઠળ, ખાવ પંચાયતોની પ્રવૃતિઓ કાનુની માળખામાં આવી જશે તેમજ એને બિનજામીનપાત્ર ગુન્હો પણ ગણાશે. હાઇકોર્ટના માર્ગદર્શનમાં રહેનારી વિશેષ અદાલતો ઓનર કીલીંગના કેસને હાથ ધરવા માટે ઉભી કરાશે.
નીતિશ માટે એક બીજો એવોર્ડ
રાજ્યની વાર્ષિક યોજના માટે આયોજનપંચ તરફથી અપૂર્વ પેકેજની પ્રાપ્તિ પછી બિહારના મુખ્યપ્રધાન અને જેડી(યુ)ના સ્ટ્રોંગમેન નિતિશકુમારને કેન્દ્ર તરફથી એક વધુ સરપાવ મળ્યો છે. યુપીએના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર પ્રણવ મુખરજીને ટેકો આપવાના દેખીતા કારણોસર અપાયેલા આ નવા બદલારૃપે કેન્દ્રે બિહારને ગયા અને મોટિહરિ ખાતે બે કેન્દ્રીય યુનિવર્સિટીઓની રચના માટે મંજુરી આપી છે. મોટિહરિ સ્થિત સૂચિત યુનિવર્સિટીના મુદ્દે નીતિશ અને એચઆરડી પ્રધાન કપિલ સિબ્બલ વચ્ચે અક્ષરસઃ મડાગાંઠ છે, પરંતુ નિતિશ એમાં વિજેતા નીવડયા છે. જમ્મુ અને કાશ્મીર પછી બે કેન્દ્રીય યુનિવર્સિટી મેળવનારૃં બિહાર બીજું રાજ્ય છે. અને આ માટે સેન્ટ્રલ યુનવર્સિટી એક્ટ સુધારવો પડશે.
૧૦ ટકા દિલ્હી વાસીઓ માનસીક બીમાર
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ દ્વારા કરાયેલી મોજણીમાં જણાયું છે કે દિલ્હીમાં રહેતા ૧૦ ટકા લોકો વિવિધ પ્રકારના માનસિક રોગોથી પીડાય છે. આ પૈકીના માત્ર ૧૦ થી ૧૨ ટકા લોકો જ તબીબી સારવાર લે છે અન્ય દર્દિઓ આવી મદદ મેળવવા ખૂબ ભયભીત છે. એમાંનાં મોટા ભાગના હતાશા અને ચિંતાથી પીડાઇ છે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

સુનિલ શેટ્ટી બળાપો કાઢે છે સમય બડા બલવાન હૈ મેરે ભાઈ
ઘરના ટેબલનું કોફી શોપ ડેકોરેશન
યંગસ્ટર્સ માટે વરસાદ એટલે ‘ટાઈમ ટુ એન્જોય’
બોય્‌ઝમાં કોન્ટ્રાસ્ટ મેચનો નવો ટ્રેન્ડ
શોર્ટસ્‌ ડ્રેસની સુંદરતા શરમમાં નાખે તે પહેલા સાવચેત
 

Gujarat Samachar glamour

ત્રિરંગો લપેટી એક્ટ્રેસ ગહનાએ ફોટો ખેંચાવતા પબ્લીક ઉશ્કેરાઈ!
‘એક થા ટાઈગર’માં કેટરીના વઘુ એક આઈટમ સોંગ કરશે
સલમાને ‘એક થા ટાઈગર’ માટે પાકિસ્તાન નહીં જાય
શર્લિન ચોપરા ‘પ્લે બોય’ ગર્લ બની ચમકશે !
એકતા કપુર અભિષેકને નવો ‘એન્ગ્રી યંગમેન’ બનાવશે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved