Last Update : 15-July-2012, Sunday

 
 

નિવૃત્તિનો નિર્ણય પાછો ખેંચવા પીટરસનની વિચારણા
પીટરસનનો યુ-ટર્ન ઃ મારે હજુ વન ડે અને ટી-૨૦માં રમવું છે

ઈંગ્લેન્ડના બોર્ડ અને પીટરસન વચ્ચે વાતચીત શરૃ ઃ પીટરસને અચાનક નિવૃત્તિ જાહેર કરીને બધાને ચોંકાવી દીધા હતા

લંડન,તા.૧૪
તાજેતરમાં જ વન ડે અને ટ્વેન્ટી-૨૦માંથી અચાનક નિવૃત્તિ જાહેર કરનારા ઈંગ્લેન્ડના બેટ્સમેન પીટરસને હવે પુનરાગમન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. પીટરસને કહ્યું કે, હું હજુ ત્રણ-ચાર વર્ષ સુધી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમતો રહેવા માંગુ છું. પીટરસને ઈંગ્લેન્ડની વન ડે અને ટ્વેન્ટી-૨૦માં પુનરાગમનની શક્યતા ચકાસવા માટે ક્રિકેટ બોર્ડની સાથે વાતચીત શરૃ કરી દીધી છે. ઈંગ્લેન્ડને પણ પીટરસન જેવા બેટસમેનની જરૃર છે, ખાસ કરીને આાગમી ક્રિકેટ કેલેન્ડર ખુબ જ વ્યસ્ત છે. વધુમાં ઈંગ્લેન્ડ આ વખતે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જાળવી રાખવાના ઇરાદા સાથે રમવા ઉતરવાનું છે, જેના કારણે પણ પીટરસનનું પુનરાગમન થાય તેવી શક્યતા પ્રબળ છે.
પીટરસન હાલમાં સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટની તૈયારીમાં વ્યસ્ત બન્યો છે. તેણે કાઉન્ટી ચેમ્પિયન લંકાશાયર સામે સરે તરફથી ૨૩૪ રન ફટકાર્યા હતા. ૩૨ વર્ષીય પીટરસને અચાનક જ વન ડે અને ટ્વેન્ટી-૨૦માંથી આંતરરાષ્ટ્રીય કક્ષાએથી નિવૃત્તિ જાહેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. પીટરસન વન ડેમાંથી નિવૃત્તિ લેવા ઇચ્છતો હતો. જ્યારે ઈંગ્લેન્ડનું બોર્ડ ઇચ્છતું હતુ કે, પીટરસન જો વન ડે રમવા તૈયાર ન થાય તો તેને ટ્વેન્ટી-૨૦માં પણ ન રમાડવો. આ અંગે બંને વચ્ચે ટકરાવ થયો હતો અને ગુસ્સે ભરાયેલા પીટરસને અચાનક જ નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.
વન ડેમાંથી પીટરસનની નિવૃત્તિને કારણે ઈંગ્લેન્ડને ફટકો પડશે તેમ મનાતું હતુ. જોકે તેની ગેરહાજરીમાં ઈંગ્લેન્ડે વિન્ડિઝને ૨-૦થી અને ઓસ્ટ્રેલિયાને ૪-૦થી હરાવ્યું હતુ. આ સાથે તેઓ સતત ૧૦ વન ડે જીત્યા હતા. પીટરસનને હવે સપ્ટેમ્બરમાં રમાનારા ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ માટેની ઈંગ્લેન્ડની ટીમમાં સ્થાન મેળવવાની આશા છે.
વ્યસ્ત કાર્યક્રમને લીધે તે ઉતાવળ કરવા માંગતો નથી. તેણે કહ્યું હતુ કે, હું તો આવતા ત્રણ-ચાર વર્ષ સુધી બધા ફોર્મેટમાં રમવા ઇચ્છું છું પણ વ્યસ્ત કાર્યક્રમ મારા માટે ચિંતાનું કારણ છે. મને આશા છે કે કંઇક ઉકેલ આવી જશે. હવે જો પીટરસનને ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં રમવું હોય તો ઝડપથી નિર્ણય લેવો પડશે. કારણ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે ૩૦ સંભવિતોના નામની જાહેરાત કરવા માટે ૧૮ જુલાઇની ડેડલાઇન નક્કી કરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગૌહતિના પીડીત કિશોરીના શરીર પર સીગારેટના ડામના નિશાન

પાઈલોટોએ કામ સ્થગિત કરતાં કિંગ ફિશરની ૪૦ ફલાઇટ રદ્

આગ્રામાં સૈન્યની ભરતીમાં ધક્કામુક્કી ઃ યુવકનું મોત
બાળક પાછું જોઈએ તો ૨૫ લાખ નહીંતર ૧૦ લાખમાં અસ્થિ લઈ જાવ
હમીદ અન્સારી ઉપરાષ્ટ્રપતિ પદમાં બીજી ટર્મ માટે નિશ્ચિત
ફુગાવાના જૂનના આંક, ચોમાસાની પ્રગતિ, કોર્પોરેટ પરિણામો પર નજર
ચાંદી ફરી તૂટતાં રૃ.૫૩૦૦૦ની સપાટી ગુમાવીઃ દિલ્હીમાં રૃ.૪૦૦નો કડાકો
૧ ઓગસ્ટથી ઓછાં મૂલ્યની ઈ-ટ્રાન્સફરનાં બેંક ચાર્જીસમાં ઘટાડો થશેઃ રિઝર્વ બેન્ક

કલમાડી ભારતીય ડેલિગેશનમાં સામેલ નથી ઃ આઇઓએનો ખુલાસો

ઓલિમ્પિકમાં કલમાડીની હાજરીથી ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન મળશે
ભારતીય ટેસ્ટ ટીમમાં દ્રવિડની ખોટ પુરવી અશક્ય છે ઃ તેંડુલકર
ટેસ્ટ રેન્કિગમાં ભારત પાંચમાં સ્થાને ફેંકાયું ઃ ઈંગ્લેન્ડ નંબર વન
પીટરસનનો યુ-ટર્ન ઃ મારે હજુ વન ડે અને ટી-૨૦માં રમવું છે
સર્વિસ ટેકસ મારફત રૃ. ૧.૨૪ ટ્રિલિયનની આવક થવાની અપેક્ષા

એરંડા વાયદામાં રેકોર્ડ તેજી વચ્ચે ભાવમાં ત્રણ દિવસમાં રૃ.૩૦૦નો ઉછાળો નોંધાયો!

 
 

Gujarat Samachar Plus

સુનિલ શેટ્ટી બળાપો કાઢે છે સમય બડા બલવાન હૈ મેરે ભાઈ
ઘરના ટેબલનું કોફી શોપ ડેકોરેશન
યંગસ્ટર્સ માટે વરસાદ એટલે ‘ટાઈમ ટુ એન્જોય’
બોય્‌ઝમાં કોન્ટ્રાસ્ટ મેચનો નવો ટ્રેન્ડ
શોર્ટસ્‌ ડ્રેસની સુંદરતા શરમમાં નાખે તે પહેલા સાવચેત
 

Gujarat Samachar glamour

ત્રિરંગો લપેટી એક્ટ્રેસ ગહનાએ ફોટો ખેંચાવતા પબ્લીક ઉશ્કેરાઈ!
‘એક થા ટાઈગર’માં કેટરીના વઘુ એક આઈટમ સોંગ કરશે
સલમાને ‘એક થા ટાઈગર’ માટે પાકિસ્તાન નહીં જાય
શર્લિન ચોપરા ‘પ્લે બોય’ ગર્લ બની ચમકશે !
એકતા કપુર અભિષેકને નવો ‘એન્ગ્રી યંગમેન’ બનાવશે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved