Last Update : 15-July-2012, Sunday

 

દ્રવિડે માર્ચમાં ક્રિકેટ જગતને અલવિદા કહ્યું હતું
ભારતીય ટેસ્ટ ટીમમાં દ્રવિડની ખોટ પુરવી અશક્ય છે ઃ તેંડુલકર

ભારતના ડોમેસ્ટીક ક્રિકેટનું માળખું એકદમ યોગ્ય

મુંબઇ,તા.૧૪
ભારતીય ટેસ્ટ ટીમમાં દ્રવિડની ખોટ પુરવી અશક્ય છે તેમ તેંડુલકર માને છે. દ્રવિડે માર્ચમાં જ ક્રિકેટ જગતને અલવિદા કહી દીધું હતુ. તેંડુલકરે કહ્યું કે, દ્રવિડની નિવૃત્તિથી ભારતીય ટેસ્ટ ટીમમાં ત્રીજા ક્રમના બેટ્સમેનની ક્યારેય ના પુરાય તેવીખોટ પડી છે. તે મારો વર્ષો જુનો દોસ્ત હતો અને ડ્રેસિંગરૃમમાં મને તેની ખોટ સાલશે.
આઇપીએલ બાદ આરામ ફરમાવી રહેલા તેંડુલકરે ૨૧મીથી શરૃ થનારી વન ડે શ્રેણીમાં પણ બોર્ડ પાસે આરામ માંગી લીધો છે અને હવે તે મુલાકાતો આપવામાં વ્યસ્ત બની ગયો છે. તેંડુલકરે કહ્યું હતુ કે, દ્રવિડનું ભારતીય અને વિશ્વ ક્રિકેટમાં એક આગવું સ્થાન છે. તેની જગ્યા લઇ શકે તેવું હાલમાં કોઇ નથી. તેનામાં ક્રિકેટ પ્રત્યેની જે પ્રકારની પ્રતિબધ્ધતા અને શિસ્ત હતી, તે ભાગ્યે જ જોવા મળતી હોય છે. આખા દેશને તેની ખોટ સાલશે. અમને બધાને ત્રીજા ક્રમે તો દ્રવિડ જ રમવા ઉતરશે તેવી આદત પડી ગઇ છે.
જો કે અમારે હવે બદલાવું પડશે. નિવૃત્તિનો સિલસિલો તો ચાલતો જ રહેશે કારણ કે ગમે તેટલા મહાન ખેલાડીએ એકને એક દિવસ તો નિવૃત્તિ જાહેર કરવાની જ છે.
દ્રવિડે માર્ચમાં નિવૃત્તિ લીધી ત્યારે તેના વિદાય સમાંરભમાં તેંડુલકરની ગેરહાજરી નોંધપાત્ર રહી હતી. દ્રવિડે પણ તેના સન્માન સમારંભમાં ગાંગુલી, કુમ્બલે સહિતના સાથીઓનો ઉલ્લેખ કર્યો હતો પણ તેંડુલકરનું નામ તે બોલ્યો નહતો. જે પછી બંને વચ્ચે ટકરાવ હોવાની ચર્ચા ચાલી હતી. જો કે દ્રવિડ અને તેંડુલકરે પોતપોતાની રીતે સ્પષ્ટતા કરીને ટકરાવની અટકળોને નકારી હતી. દ્રવિડની નિવૃત્તિ પર પ્રતિક્રિયા આપતાં તેંડુલકરે ત્યારે કહ્યું હતુ કે, મને ડ્રેસિંગરૃમમાં દ્રવિડની ખોટ અનુભવાશે. દ્રવિડને પસંદગીકારોએ ઈંગ્લેન્ડ પ્રવાસ માટેની વન ડે શ્રેણી માટે પસંદ કરતાં ભારે આશ્ચર્ય ફેલાયુ હતુ. દ્રવિડે ખુદ આ અંગે આશ્ચર્યની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતુ કે, તેની આ આખરી શ્રેણી છે અને તે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મર્યાદિત ઓવરના ફોર્મેટમાં રમવા માંગતો નથી. ઈંગ્લેન્ડ પ્રવાસમાં વન ડેમાંથી નિવૃત્તિ જાહેર કરનારા દ્રવિડે ઈંગ્લેન્ડ અને ત્યાર બાદ ઓસ્ટ્રેલિયામાં સારો દેખાવ હોવા છતાં ટેસ્ટને પણ અલવિદા કહ્યું હતુ. ભારતનો ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીમાં વ્હાઇટવોશ થયો હતો. ભારતની સતત આઠ ટેસ્ટમાં હાર થતાં નિરાશ થયેલા દ્રવિડે નિવૃત્તિ જાહેર કરી હતી.
તાજેતરમાં ભારતના કંગાળ દેખાવ માટે ડોમેસ્ટીક ક્રિકેટનું માળખું જવાબદાર હોવા અંગેની અટકળોને તેંડુલકરે નકારી કાઢી હતી. તેણે કહ્યું હતુ કે, આપણે જ્યારે નંબર વન બન્યા ત્યારે ઘરઆંગણાના ક્રિકેટનું માળખુ આ જ હતું. હવે માળખાનો વાંક કાઢવો યોગ્ય નથી. જો આપણા ઘરઆંગણઆના ક્રિકેટનું માળખું યોગ્ય ન હોત તો આપણે ક્યારેય નંબર વન બની જ શક્યા ન હોત.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગૌહતિના પીડીત કિશોરીના શરીર પર સીગારેટના ડામના નિશાન

પાઈલોટોએ કામ સ્થગિત કરતાં કિંગ ફિશરની ૪૦ ફલાઇટ રદ્

આગ્રામાં સૈન્યની ભરતીમાં ધક્કામુક્કી ઃ યુવકનું મોત
બાળક પાછું જોઈએ તો ૨૫ લાખ નહીંતર ૧૦ લાખમાં અસ્થિ લઈ જાવ
હમીદ અન્સારી ઉપરાષ્ટ્રપતિ પદમાં બીજી ટર્મ માટે નિશ્ચિત
ફુગાવાના જૂનના આંક, ચોમાસાની પ્રગતિ, કોર્પોરેટ પરિણામો પર નજર
ચાંદી ફરી તૂટતાં રૃ.૫૩૦૦૦ની સપાટી ગુમાવીઃ દિલ્હીમાં રૃ.૪૦૦નો કડાકો
૧ ઓગસ્ટથી ઓછાં મૂલ્યની ઈ-ટ્રાન્સફરનાં બેંક ચાર્જીસમાં ઘટાડો થશેઃ રિઝર્વ બેન્ક

કલમાડી ભારતીય ડેલિગેશનમાં સામેલ નથી ઃ આઇઓએનો ખુલાસો

ઓલિમ્પિકમાં કલમાડીની હાજરીથી ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન મળશે
ભારતીય ટેસ્ટ ટીમમાં દ્રવિડની ખોટ પુરવી અશક્ય છે ઃ તેંડુલકર
ટેસ્ટ રેન્કિગમાં ભારત પાંચમાં સ્થાને ફેંકાયું ઃ ઈંગ્લેન્ડ નંબર વન
પીટરસનનો યુ-ટર્ન ઃ મારે હજુ વન ડે અને ટી-૨૦માં રમવું છે
સર્વિસ ટેકસ મારફત રૃ. ૧.૨૪ ટ્રિલિયનની આવક થવાની અપેક્ષા

એરંડા વાયદામાં રેકોર્ડ તેજી વચ્ચે ભાવમાં ત્રણ દિવસમાં રૃ.૩૦૦નો ઉછાળો નોંધાયો!

 
 

Gujarat Samachar Plus

સુનિલ શેટ્ટી બળાપો કાઢે છે સમય બડા બલવાન હૈ મેરે ભાઈ
ઘરના ટેબલનું કોફી શોપ ડેકોરેશન
યંગસ્ટર્સ માટે વરસાદ એટલે ‘ટાઈમ ટુ એન્જોય’
બોય્‌ઝમાં કોન્ટ્રાસ્ટ મેચનો નવો ટ્રેન્ડ
શોર્ટસ્‌ ડ્રેસની સુંદરતા શરમમાં નાખે તે પહેલા સાવચેત
 

Gujarat Samachar glamour

ત્રિરંગો લપેટી એક્ટ્રેસ ગહનાએ ફોટો ખેંચાવતા પબ્લીક ઉશ્કેરાઈ!
‘એક થા ટાઈગર’માં કેટરીના વઘુ એક આઈટમ સોંગ કરશે
સલમાને ‘એક થા ટાઈગર’ માટે પાકિસ્તાન નહીં જાય
શર્લિન ચોપરા ‘પ્લે બોય’ ગર્લ બની ચમકશે !
એકતા કપુર અભિષેકને નવો ‘એન્ગ્રી યંગમેન’ બનાવશે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved