Last Update : 15-July-2012, Sunday

 

ઓલિમ્પિકમાં કલમાડીની હાજરીથી ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન મળશે

ભારતના એથ્લેટિક્સ કોચ બહાદૂર સિંઘની વિવાદાસ્પદ કોમેન્ટ

નવી દિલ્હી,તા.૧૪
કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાં કરોડોનું કૌભાંડ કરનારા સુરેશ કલમાડીને કોર્ટે લંડન ઓલિમ્પિકમાં હાજરી આપવાની છુટ આપી છે. જેને આવકારતાં ભારતીય ટીમના એથ્લેટિક્સ કોચ બહાદૂર સિંઘે કહ્યું છે કે, કલમાડીની ઓલિમ્પિકમાં હાજરીથી ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન મળશે. કલમાડી સામે ગંભીર આરોપો છે અને તે એક વર્ષ તિહાર જેલમાં વિતાવી ચુક્યા છે.
રાષ્ટ્રીય ટીમના એથ્લેટિક્સ કોચની આપ્રકારની વિવાદિત કોમેન્ટ અંગે રમત વિશ્વમાં ભારે આશ્ચર્યની લાગણી ફેલાવા પામી છે. જ્યારે કેટલાક વર્તુળોમાં આ અંગે ભારે રોષ અને નારાજગી પણ જોવા મળી રહી છે. એક જુથ દ્રઢ પણે માને છે કે, કલમાડીની લંડન ઓલિમ્પિકમાં હાજરીને કારણે ભારતની બદનામી થશે.
જો કે ભારતીય રમત વિશ્વમાં કલમાડીના ટેકેદારો અને ચાહકોમાં તો ખુશીની લહેર દોડી ગઇ છે અને તેઓ મીડિયામાં આવા નિવેદનો કરવા પ્રેરાઇ રહ્યા છે.
કલમાડીની હાજરીથી ખેલાડીઓ શરમ અનુભવશે તેવા પ્રશ્નના જવાબમાં સિંઘે સામો સવાલ કરતાં કહ્યું કે, શા માટે ? ઉલ્ટાનું, જો કલમાડી તેમન મળવા આવશે તો ખેલાડીઓને પ્રોત્સાહન મળશે. તેઓ છેલ્લા ૧૫-૨૦ વર્ષથી ભારતીય એથ્લેટિક્સ સાથે જોડાયેલા રહ્યા છે. તેઓ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશન (આઇએએએફ) કાઉન્સીલના સભ્ય છે અને તેના કારણે તેઓ ઘણા આંતરરાષ્ટ્રીય એથ્લેટીક્સમાં પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે. વધુમાં જ્યાં સુધી કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી તેઓ દોષી છે કે નહીં તે નક્કી થઇ શકે નહીંં.
કલમાડી આઇએએએફના સભ્ય હોવાથી તેમને લંડન ઓલિમ્પિકમાં હાજરી આપવા માટે કોર્ટે મંજુરી આપી હતી. જો કે કોર્ટના આ નિર્ણયને રમત મંત્રી અજય માકેને નિરાશાજનક ગણાવ્યો હતો. માકેને એમ પણ કહ્યું હતુ કે, તેઓ પ્રયાસ કરશે કે કલંકિત કલમાડી ભારતીય ડેલિગેશનનો એક ભાગ ન બને.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગૌહતિના પીડીત કિશોરીના શરીર પર સીગારેટના ડામના નિશાન

પાઈલોટોએ કામ સ્થગિત કરતાં કિંગ ફિશરની ૪૦ ફલાઇટ રદ્

આગ્રામાં સૈન્યની ભરતીમાં ધક્કામુક્કી ઃ યુવકનું મોત
બાળક પાછું જોઈએ તો ૨૫ લાખ નહીંતર ૧૦ લાખમાં અસ્થિ લઈ જાવ
હમીદ અન્સારી ઉપરાષ્ટ્રપતિ પદમાં બીજી ટર્મ માટે નિશ્ચિત
ફુગાવાના જૂનના આંક, ચોમાસાની પ્રગતિ, કોર્પોરેટ પરિણામો પર નજર
ચાંદી ફરી તૂટતાં રૃ.૫૩૦૦૦ની સપાટી ગુમાવીઃ દિલ્હીમાં રૃ.૪૦૦નો કડાકો
૧ ઓગસ્ટથી ઓછાં મૂલ્યની ઈ-ટ્રાન્સફરનાં બેંક ચાર્જીસમાં ઘટાડો થશેઃ રિઝર્વ બેન્ક

કલમાડી ભારતીય ડેલિગેશનમાં સામેલ નથી ઃ આઇઓએનો ખુલાસો

ઓલિમ્પિકમાં કલમાડીની હાજરીથી ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન મળશે
ભારતીય ટેસ્ટ ટીમમાં દ્રવિડની ખોટ પુરવી અશક્ય છે ઃ તેંડુલકર
ટેસ્ટ રેન્કિગમાં ભારત પાંચમાં સ્થાને ફેંકાયું ઃ ઈંગ્લેન્ડ નંબર વન
પીટરસનનો યુ-ટર્ન ઃ મારે હજુ વન ડે અને ટી-૨૦માં રમવું છે
સર્વિસ ટેકસ મારફત રૃ. ૧.૨૪ ટ્રિલિયનની આવક થવાની અપેક્ષા

એરંડા વાયદામાં રેકોર્ડ તેજી વચ્ચે ભાવમાં ત્રણ દિવસમાં રૃ.૩૦૦નો ઉછાળો નોંધાયો!

 
 

Gujarat Samachar Plus

સુનિલ શેટ્ટી બળાપો કાઢે છે સમય બડા બલવાન હૈ મેરે ભાઈ
ઘરના ટેબલનું કોફી શોપ ડેકોરેશન
યંગસ્ટર્સ માટે વરસાદ એટલે ‘ટાઈમ ટુ એન્જોય’
બોય્‌ઝમાં કોન્ટ્રાસ્ટ મેચનો નવો ટ્રેન્ડ
શોર્ટસ્‌ ડ્રેસની સુંદરતા શરમમાં નાખે તે પહેલા સાવચેત
 

Gujarat Samachar glamour

ત્રિરંગો લપેટી એક્ટ્રેસ ગહનાએ ફોટો ખેંચાવતા પબ્લીક ઉશ્કેરાઈ!
‘એક થા ટાઈગર’માં કેટરીના વઘુ એક આઈટમ સોંગ કરશે
સલમાને ‘એક થા ટાઈગર’ માટે પાકિસ્તાન નહીં જાય
શર્લિન ચોપરા ‘પ્લે બોય’ ગર્લ બની ચમકશે !
એકતા કપુર અભિષેકને નવો ‘એન્ગ્રી યંગમેન’ બનાવશે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved