Last Update : 15-July-2012, Sunday

 

પગારની ચૂકવણી ન થતાં
પાઈલોટોએ કામ સ્થગિત કરતાં કિંગ ફિશરની ૪૦ ફલાઇટ રદ્

૭૫ ટકા કર્મચારીઓને વેતન ચૂકવી દેવાઆનો એર લાઇનનો દાવો

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, મુંબઈ, તા. ૧૪
આજે ૪૦થી વધુ ફલાઈટો રદ થવાથી કિંગ ફિશર એરલાઇન્સનું સમયપત્રક ખોરવાઈ ગયું હતું. છેલ્લા પાંચ મહિનાથી પગારની ચૂકવણી ન થવાથી કિંગ ફિશરના પાઈલોટો હડતાળ પર ઉતરી ગયા હતા.
દિલ્હીથી રવાના થતી ૧૨, બેંગ્લોરથી ૧૮ અને મુંબઇની ૬ ઉપરાંત બીજા શહેરોમાંથી પણ ઘણી બધી ફલાઈટો રદ થઇ હતી.
રદ થનારી ફલાઈટોમાં દિલ્હીથી મુંબઈ, બેંગલોર, ચંદીગઢ, કૂલુ, જયપુર અને સિમલા જતી ફલાઇટોનો સમાવેશ થાય છે. જયારે બેંગ્લોરથી ચેન્નઇ, મેંગ્લોર, મુંબઇ, દિલ્હી, હુબલી, ગોવા અને પૂણે રવાના થનારી ફલાઇટો રદ થઇ હતી.
નામ જાહેર ન કરવાની શરતે એક પાયલોટે જણાવ્યું હતું કે કિંગ ફિશર મેનેજમેન્ટે શુક્રવાર સુધીમાં વેતન ચૂકવી દેવાનું વચન આપ્યું હતું પરંતુ તેઓ તેમનું વચન પાળવામાં નિષ્ફળ ગયા છે.
કિંગ ફિશર એરલાઇન્સના પ્રવકતાએ જણાવ્યું હતું, 'શુક્રવાર સુધીમાં બધા જ કર્મચારીઓના ખાતામાં પગાર જમા ન થતા કર્મચારીઓના એક જૂથે ફરજ બજાવવાથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું. કિંગ ફિશર એ સ્પષ્ટતા કરે છે કે વાસ્તવમાં ૭૫ ટકા કર્મચારીઓને વચન મુજબ શુક્રવાર સુધીમાં વેતન ચૂકવી દેવામાં આવ્યું છે.'
'બાકી રહેલા કર્મચારીઓને સોમવાર સુધીમાં વેતન ચૂકવી દેવાનું અમે વચન આપ્યું છે.' પ્રવકતાએ જણાવ્યું હતું.
આ ફલાઈટોમાં બુકિંગ કરાવનારા યાત્રીઓનું બીજી ફલાઇટમાં ફરીથી બુકિંગ કરાયું છે અથવા તો તેમને ભાડાની રકમ પાછી ચૂકવી દેવામાં આવી છે એમ પ્રવકતાએ જણાવ્યું હતું.
છેલ્લા બાર દિવસમાં પાઈલોટોની હડતાળ પર જવાની આ ત્રીજી ઘટના છે. અગાઉ ૧૧ અને ૧૨ જુલાઈની હડતાળના કારણે પણ ફલાઇટો રદ થઇ હતી.
૨જી જૂલાઈની હડતાળ અમુક વિભાગના કર્મચારીઓને વેતન ચૂકવવાની મેનેજમેન્ટની ખાતરી બાદ થોડા કલાકોમાં પાછી ખેંચી લેવાઈ હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગૌહતિના પીડીત કિશોરીના શરીર પર સીગારેટના ડામના નિશાન

પાઈલોટોએ કામ સ્થગિત કરતાં કિંગ ફિશરની ૪૦ ફલાઇટ રદ્

આગ્રામાં સૈન્યની ભરતીમાં ધક્કામુક્કી ઃ યુવકનું મોત
બાળક પાછું જોઈએ તો ૨૫ લાખ નહીંતર ૧૦ લાખમાં અસ્થિ લઈ જાવ
હમીદ અન્સારી ઉપરાષ્ટ્રપતિ પદમાં બીજી ટર્મ માટે નિશ્ચિત
ફુગાવાના જૂનના આંક, ચોમાસાની પ્રગતિ, કોર્પોરેટ પરિણામો પર નજર
ચાંદી ફરી તૂટતાં રૃ.૫૩૦૦૦ની સપાટી ગુમાવીઃ દિલ્હીમાં રૃ.૪૦૦નો કડાકો
૧ ઓગસ્ટથી ઓછાં મૂલ્યની ઈ-ટ્રાન્સફરનાં બેંક ચાર્જીસમાં ઘટાડો થશેઃ રિઝર્વ બેન્ક

કલમાડી ભારતીય ડેલિગેશનમાં સામેલ નથી ઃ આઇઓએનો ખુલાસો

ઓલિમ્પિકમાં કલમાડીની હાજરીથી ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન મળશે
ભારતીય ટેસ્ટ ટીમમાં દ્રવિડની ખોટ પુરવી અશક્ય છે ઃ તેંડુલકર
ટેસ્ટ રેન્કિગમાં ભારત પાંચમાં સ્થાને ફેંકાયું ઃ ઈંગ્લેન્ડ નંબર વન
પીટરસનનો યુ-ટર્ન ઃ મારે હજુ વન ડે અને ટી-૨૦માં રમવું છે
સર્વિસ ટેકસ મારફત રૃ. ૧.૨૪ ટ્રિલિયનની આવક થવાની અપેક્ષા

એરંડા વાયદામાં રેકોર્ડ તેજી વચ્ચે ભાવમાં ત્રણ દિવસમાં રૃ.૩૦૦નો ઉછાળો નોંધાયો!

 
 

Gujarat Samachar Plus

સુનિલ શેટ્ટી બળાપો કાઢે છે સમય બડા બલવાન હૈ મેરે ભાઈ
ઘરના ટેબલનું કોફી શોપ ડેકોરેશન
યંગસ્ટર્સ માટે વરસાદ એટલે ‘ટાઈમ ટુ એન્જોય’
બોય્‌ઝમાં કોન્ટ્રાસ્ટ મેચનો નવો ટ્રેન્ડ
શોર્ટસ્‌ ડ્રેસની સુંદરતા શરમમાં નાખે તે પહેલા સાવચેત
 

Gujarat Samachar glamour

ત્રિરંગો લપેટી એક્ટ્રેસ ગહનાએ ફોટો ખેંચાવતા પબ્લીક ઉશ્કેરાઈ!
‘એક થા ટાઈગર’માં કેટરીના વઘુ એક આઈટમ સોંગ કરશે
સલમાને ‘એક થા ટાઈગર’ માટે પાકિસ્તાન નહીં જાય
શર્લિન ચોપરા ‘પ્લે બોય’ ગર્લ બની ચમકશે !
એકતા કપુર અભિષેકને નવો ‘એન્ગ્રી યંગમેન’ બનાવશે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved