Last Update : 15-July-2012, Sunday

 

શાકભાજી પછી ઘઉં-કઠોળના ભાવમાં તોફાની તેજી

ગરીબ અને મધ્યમવર્ગ માટે જીવન વધુ મોંઘુ થયું ઃ સરકારી ગોદામો છલકાય છે ત્યારે ભાવ ઊછળતાં લોકો સ્તબ્ધ

(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૧૪
દેશમાં વરસાદની સંતાકૂકડી તથા ચોમાસાની ધીમી અને અનિયમિત પ્રગતિ વચ્ચે ખાધાખોરાકીની ચીજોના ભાવમાં મોટો ઊછાળો આવતાં જનતામાં ચિંતાની લાગણી ફરી વળી છે. તાજેતરમાં શાકભાજી તથા ફળોના ભાવ આસમાને પહોંચ્યા પછી બજારમાંથી વહેતા થયેલા નિર્દેશો મુજબ ઘઉંમાં મોટી તેજી આવી છે સામે દાળો તથા કઠોળના ભાવ પણ ઝડપી વધી જતાં ગરીબ તથા મધ્યમવર્ગ માટે બજેટ વેરવિખેર થઈ ગયું છે તથા બે છેડા કઈ રીતે ભેગા કરવા એવો મોટો પ્રશ્ન ઉભો થયો છે.
નવી મુંબઈ જથ્થાબંધ બજારમાં ઘઉંના ભાવો ૧૦-૧૫ દિવસમાં ૧૦૦ કિલોદીઠ રૃ.૨૫૦થી ૩૦૦ વધી ગયા છે. ઘઉંમાં ટૂંકા ગાળામાં આવી ઝડપી તેજી પ્રથમવાર દેખાઈ હોવાનું બજારના પીઢ અને જૈફ વયના વેપારીઓએ જણાવ્યું હતું. અગાઉ ૧૯૮૫- ૮૬- ૮૭ તથા ૧૯૯૧-૯૨-૯૩ના ત્રણ વર્ષીય દુકાળના વખતે પણ આવી તેજી આવી નથી જે હાલ જોવા મળી છે! હાલ જ્યારે સરકારી ગોદામો ઘઉંના સ્ટોકથી છલકાઈ રહ્યા છે ત્યારે ભાવ ઊછળતા ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા છે. સરકારે આ વર્ષે ૩ કરોડ ૯૪ લાખ ટન ઘઉંની પ્રાપ્તિ કરી છે છતાં બજાર ભડકે બળે છે અને સરકાર માલો દરીયાપાર નિકાસ કરવા ટેન્ડરો મંગાવી રહી છે. એસટીસી, પીઈસી તથા એમએમટીસી જેવી સરકારી એજન્સીઓએ આશરે અઢી લાખ ટન ઘઉંની નિકાસ કરવા વિશ્વબજારમાંથી ટેન્ડરો મંગાવ્યા છે. કંડલા, મુંદ્રા, પીપાવાવ વિ. ખાતે એફસીઆઈના ગોદામોમાં પડેલા ઘઉંની નિકાસ માટે સરકારે આવા ટેન્ડરો બહાર પાડયા છે. તાજેતરમાં સરકારે ૨૦ લાખ ટન ઘઉંની નિકાસ કરવા નક્કી કર્યું છે. વિશ્વબજાર ભડકે બળી રહી છે. રશીયા, ઓસ્ટ્રેલીયા, યુક્રેનમાં પ્રતિકૂળ હવામાનના કારણે વિશ્વબજારમાં ઘઉંના ભાવો ભડકી જતાં ભારતના ઘઉં માટે દરીયાપારની માંગ વધી છે.
મધ્યપ્રદેશમાં ૧૦૦ લાખ ટન ઘઉંના ઉત્પાદન સામે આશરે ૮૩ લાખ ટન ઘઉં સરકારની પ્રાપ્તીમાં જતા રહ્યા છે. ખેડૂતોએ સરકારને ઘઉં આપી દીધા અને વેપારીઓ પાસે હાથ પર સ્ટોક ઓછો રહ્યો છે. સરકારી ગોદામો છલકાય છે પરંતુ સરકાર દ્વારા આ ઘઉંનો નિકાલ કરવાની નિતિ ગોકળગાયને શરમાવે એવી રહેતાં ખુલ્લા બજારમાં તેજીનો માહોલ સર્જાયો છે. બજાર ભાવ વધી મિલ ક્વોલીટી ઘઉંના મિલ પહોંચ રૃ.૧૫૫૦ બોલાયા છે જ્યારે મિડિયમ માલોના ભાવ વધી રૃ.૧૭૦૦થી ૨૨૦૦ બોલાયા છે. સારા માલોના ભાવો રૃ.૨૫૦૦થી ૩૦૦૦ સુધી રહ્યા છે. ઘઉંના પગલે મેંદાના બજાર ભાવ ૯૦ કિલોદીઠ રૃ.૧૫૦થી ૨૦૦ ગણતરીના કલાકોમાં વધી ગયા છે. મેંદાના ભાવ એકસમિલ ધોરણે વધી રૃ.૧૬૦૦ તથા ચક્કી આટાના ઊછળી રૃ.૧૬૫૦થી ૧૮૦૦ બોલાયા છે. એવું ઘઉં બજારના એનાલિસ્ટ દેવેન્દ્ર વોરાએ જણાવ્યું હતું.
૨-૩ મોટી મલ્ટીનેશનલ કંપનીઓનું શિપમેન્ટ માથે છે. સૌરાષ્ટ્ર- ગુજરાત ઘઉંમાં બંદર પહોંચ રૃ.૧૫૦૦માં વેપારો થયા છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે પોતાના હાથ પર રહેલા ઘઉંમાંથી ૮૭થી ૮૮ લાખ ટન ઘઉં વેચવાનું નક્કી કર્યું હતું. આ પૈકી ૧૩ લાખ ટન માલો ફલોરમિલોને આપવાના છે. ૨૦ લાખ ટન ઘઉંની નિકાસ કરવાની છે. ૫૦ લાખ ટન ઘઉં ઓપન માર્કેટ સેલમાં આપવાના છે. જોકે આ ૫૦ લાખ ટન ઘઉંના વેંચાણ માટે હજી સરકારે વેંચાણના નિતી- નિયમો જાહેર કર્યા નથી તેથી અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે અને ભાવ સ્પ્રિંગની જેમ ઉછળ્યા છે. ગરીબી રેખાની નીચેના બીપીએલ વર્ગ માટે પાંચ લાખ ટન ઘઉં સરકાર આપવાની છે. સરકાર મોટા ઉપાડે જાહેરાત કરી દે છે પરંતુ પાછળતી નિયમો અને માર્ગ રેખાઓ બનાવવામાં સમય કાઢી નાંખે છે અને ભાવ કાબુ બહાર નિકળી જાય છે!
કેન્દ્ર સરકાર પાસે જૂનના અંતે ઘઉંનો સ્ટોક ૬ કરોડ ૨ લાખ ટનનો સિસ્લક નોંધાયો છે. આટલો જંગી સ્ટોક હોવા છતાં નાગરીકોને ઘઉંના ઉંચા ભાવ ચૂકવવાનો વારો આવ્યો છે. ૬૬ લાખ ટન ઘઉં ખુલ્લામાં પડયા છે. બફર સ્ટોક ૧ કરોડ ૯૪ લાખ ટન હોવાનો નિયમ છે તેની સામે સ્ટોક નોંધપાત્ર વધુ રહ્યો છે. દરમિયાન, વરસાદની ખેંચ તથા ડોલરના ભાવ ઉછળી જતાં ઘરઆંગણે દાળો તથા કઠોળના ભાવમાં પણ ભડકો થઈ ગયો છે. મગ- મગદાળ તથા ચણા- ચણાદાળના ભાવ ટૂંકા ગાળામાં રૃ.૫૦૦થી ૭૦૦ વધી ગયા છે. ચોખામાં પણ તેજીનો ચમકારો દેખાયો છે. ઘઉંની જેમ સરકાર પાસે ચોખાનો સ્ટોક પણ વિપુલ પડયો છે છતાં બજાર ભાવ ઉંચા બોલાઈ રહ્યા છે. મુંબઈ બજારમાં ચણાના ભાવો વધી રૃ.૪૫૦૦થી ૫૦૦૦, ચણાદાળના રૃ.૫૫૦૦થી ૬૦૦૦, મગના રૃ.૫૨૦૦થી ૬૦૦૦, મગદાળના રૃ.૬૨૦૦થી ૭૦૦૦, તૂવેરદાળના રૃ.૫૭૦૦થી ૬૫૦૦, અડદના રૃ.૩૬૦૦થી ૪૨૦૦ તથા અડદદાળના રૃ.૪૫૦૦થી ૬૦૦૦ બોલાયા છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગૌહતિના પીડીત કિશોરીના શરીર પર સીગારેટના ડામના નિશાન

પાઈલોટોએ કામ સ્થગિત કરતાં કિંગ ફિશરની ૪૦ ફલાઇટ રદ્

આગ્રામાં સૈન્યની ભરતીમાં ધક્કામુક્કી ઃ યુવકનું મોત
બાળક પાછું જોઈએ તો ૨૫ લાખ નહીંતર ૧૦ લાખમાં અસ્થિ લઈ જાવ
હમીદ અન્સારી ઉપરાષ્ટ્રપતિ પદમાં બીજી ટર્મ માટે નિશ્ચિત
ફુગાવાના જૂનના આંક, ચોમાસાની પ્રગતિ, કોર્પોરેટ પરિણામો પર નજર
ચાંદી ફરી તૂટતાં રૃ.૫૩૦૦૦ની સપાટી ગુમાવીઃ દિલ્હીમાં રૃ.૪૦૦નો કડાકો
૧ ઓગસ્ટથી ઓછાં મૂલ્યની ઈ-ટ્રાન્સફરનાં બેંક ચાર્જીસમાં ઘટાડો થશેઃ રિઝર્વ બેન્ક

કલમાડી ભારતીય ડેલિગેશનમાં સામેલ નથી ઃ આઇઓએનો ખુલાસો

ઓલિમ્પિકમાં કલમાડીની હાજરીથી ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન મળશે
ભારતીય ટેસ્ટ ટીમમાં દ્રવિડની ખોટ પુરવી અશક્ય છે ઃ તેંડુલકર
ટેસ્ટ રેન્કિગમાં ભારત પાંચમાં સ્થાને ફેંકાયું ઃ ઈંગ્લેન્ડ નંબર વન
પીટરસનનો યુ-ટર્ન ઃ મારે હજુ વન ડે અને ટી-૨૦માં રમવું છે
સર્વિસ ટેકસ મારફત રૃ. ૧.૨૪ ટ્રિલિયનની આવક થવાની અપેક્ષા

એરંડા વાયદામાં રેકોર્ડ તેજી વચ્ચે ભાવમાં ત્રણ દિવસમાં રૃ.૩૦૦નો ઉછાળો નોંધાયો!

 
 

Gujarat Samachar Plus

સુનિલ શેટ્ટી બળાપો કાઢે છે સમય બડા બલવાન હૈ મેરે ભાઈ
ઘરના ટેબલનું કોફી શોપ ડેકોરેશન
યંગસ્ટર્સ માટે વરસાદ એટલે ‘ટાઈમ ટુ એન્જોય’
બોય્‌ઝમાં કોન્ટ્રાસ્ટ મેચનો નવો ટ્રેન્ડ
શોર્ટસ્‌ ડ્રેસની સુંદરતા શરમમાં નાખે તે પહેલા સાવચેત
 

Gujarat Samachar glamour

ત્રિરંગો લપેટી એક્ટ્રેસ ગહનાએ ફોટો ખેંચાવતા પબ્લીક ઉશ્કેરાઈ!
‘એક થા ટાઈગર’માં કેટરીના વઘુ એક આઈટમ સોંગ કરશે
સલમાને ‘એક થા ટાઈગર’ માટે પાકિસ્તાન નહીં જાય
શર્લિન ચોપરા ‘પ્લે બોય’ ગર્લ બની ચમકશે !
એકતા કપુર અભિષેકને નવો ‘એન્ગ્રી યંગમેન’ બનાવશે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved