Last Update : 15-July-2012, Sunday

 

ભારતીય મૂળની અમેરિકી અવકાશયાત્રી
સુનિતા વિલીયમ્સ આજે અવકાશની બીજી સફરે જશે

રશિયાના કઝાખીસ્તાન ખાતેથી રવાના થનારા સોયુઝની ટીમમાં સુનિતા સામેલ

(પીટીઆઈ) વોશિંગ્ટન, તા. ૧૪
ભારતીય મૂળની અમેરિકી અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ ફરી એકવાર અવકાશની સફરે જઈ રહી છે. રશિયાનું સોયૂઝ અવકાશયાન સુનીતા અને એમની ટીમને લઈને કઝાખીસ્તાનના બૈકોનુર ખાતેના અવકાશ મથકેથી રવિવારે સવારે સ્થાનિક સમય ૮ઃ૪૦ વાગે રવાના થશે. સુનીતાના પિતા ગુજરાતી છે અને એની માતા સ્લોવેક છે. સુનીતા બીજી વખત અવકાશયાત્રાએ જઈ રહી છે. આ પહેલા તે ૨૦૦૬માં અવકાશયાત્રા કરી ચૂકી છે. બૈકોનુરથી રવાના થઈ રહેલા અવકાશયાનમાં તેમની સાથે રશિયન ફેડરલ સ્પેસ એજન્સીના યૂરી માલેનશેનકો અને જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીના અકિહિતો હોશિદે એમ બે ફલાઈટ એન્જિનિયર પણ જોડાશે. યૂરી માલેનશેનકો પોતાની સાથે પોતાની દીકરીની એક ઢીંગલી પણ અવકાશમાં લઈ જશે. ૪૬ વર્ષીય સુનીતા અને તેના સહયાત્રીઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર રહેલા એક્સપિડિશન-૩૨ના અવકાશયાત્રીઓ સાથે મંગળવારે જોડાશે.
નાસાએ ગયા વર્ષે પોતાનો સ્પેસ શટલ કાર્યક્રમ બંધ કરી દીધો હતો ત્યાર બાદ અવકાશમાં યાત્રીઓ મોકલવા માટે હાલમાં રશિયન સોયૂઝ રોકેટ જ મુખ્ય સાધન છે. સુનીતાનું આ વિશે કહેવું છે, 'મને પૂરી આશા છે કે યાત્રામાં કોઈ સમસ્યા નહીં સર્જાય. મારી ટીમ બહુ સારી છે અને અમે હળીમળીને કામ કરીએ છીએ એટલે આ યાત્રામાં બધુ સામાન્ય રહેવું જોઈએ.'
નાસાના જણાવ્યા મુજબ સુનીતા વિલિયમ્સ અને એના સાથીદારોનો અવકાશ મથકમાં કાર્યક્રમ બહુ વ્યસ્ત રહેશે. આ કાર્યક્રમમાં બે સ્પેસવોક, જાપાની અને અમેરિકી વ્યાવસાયિક યાન અને રશિયન આ પૂર્તિ યાનનું અવકાશ મથક પણ સારા એવા પ્રમાણમાં કરવાના રહેશે.
૧૯૯૫માં સુનીતાાએ ફલોરિડા ઈન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજીમાંથી અનુસ્નાતકની પદવી મેળવી હતી. નાસાએ ૧૯૯૮માં સુનીતાની પસંદગી અવકાશયાત્રાના ઉમેદવાર તરીકે કરી હતી. ૨૦૦૬માં આંતરરાષ્ટ્રીય અવકાશ મથકના એક્સપિડિશન-૧૪ના સભ્ય તરીકે કામગીરી સોંપાઈ હતી અને પછી એ એક્સપિડિશન-૧૫માં જોડાઈ હતી. સુનીતા મહિલા અવકાશયાત્રી તરીકે ૧૯૫ દિવસના સૌથી લાંબા અવકાશ રોકાણનો વિક્રમ ધરાવે છે.
આ દરમિયાન તેણે ચાર વખત સ્પેસ વોક કરી છે અને અવકાશ મથક બહાર શૂન્યાવકાશમાં કુલ ૨૯ કલાક અને ૧૭ મીનિટ પસાર કર્યા છે.
સુનિતા અવકાશમાં આટલો લાંબો સમય રહેનારી પ્રથમ મહીલા અવકાશયાત્રી છે અને અવકાશયાત્રા ખેડનારી ભારતીય મૂળની બીજી મહિલા છે એના પહેલા સ્વર્ગસ્થ કલ્પના ચાવલા અવકાશયાત્રા ખેડી ચૂકી છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગૌહતિના પીડીત કિશોરીના શરીર પર સીગારેટના ડામના નિશાન

પાઈલોટોએ કામ સ્થગિત કરતાં કિંગ ફિશરની ૪૦ ફલાઇટ રદ્

આગ્રામાં સૈન્યની ભરતીમાં ધક્કામુક્કી ઃ યુવકનું મોત
બાળક પાછું જોઈએ તો ૨૫ લાખ નહીંતર ૧૦ લાખમાં અસ્થિ લઈ જાવ
હમીદ અન્સારી ઉપરાષ્ટ્રપતિ પદમાં બીજી ટર્મ માટે નિશ્ચિત
ફુગાવાના જૂનના આંક, ચોમાસાની પ્રગતિ, કોર્પોરેટ પરિણામો પર નજર
ચાંદી ફરી તૂટતાં રૃ.૫૩૦૦૦ની સપાટી ગુમાવીઃ દિલ્હીમાં રૃ.૪૦૦નો કડાકો
૧ ઓગસ્ટથી ઓછાં મૂલ્યની ઈ-ટ્રાન્સફરનાં બેંક ચાર્જીસમાં ઘટાડો થશેઃ રિઝર્વ બેન્ક

કલમાડી ભારતીય ડેલિગેશનમાં સામેલ નથી ઃ આઇઓએનો ખુલાસો

ઓલિમ્પિકમાં કલમાડીની હાજરીથી ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન મળશે
ભારતીય ટેસ્ટ ટીમમાં દ્રવિડની ખોટ પુરવી અશક્ય છે ઃ તેંડુલકર
ટેસ્ટ રેન્કિગમાં ભારત પાંચમાં સ્થાને ફેંકાયું ઃ ઈંગ્લેન્ડ નંબર વન
પીટરસનનો યુ-ટર્ન ઃ મારે હજુ વન ડે અને ટી-૨૦માં રમવું છે
સર્વિસ ટેકસ મારફત રૃ. ૧.૨૪ ટ્રિલિયનની આવક થવાની અપેક્ષા

એરંડા વાયદામાં રેકોર્ડ તેજી વચ્ચે ભાવમાં ત્રણ દિવસમાં રૃ.૩૦૦નો ઉછાળો નોંધાયો!

 
 

Gujarat Samachar Plus

સુનિલ શેટ્ટી બળાપો કાઢે છે સમય બડા બલવાન હૈ મેરે ભાઈ
ઘરના ટેબલનું કોફી શોપ ડેકોરેશન
યંગસ્ટર્સ માટે વરસાદ એટલે ‘ટાઈમ ટુ એન્જોય’
બોય્‌ઝમાં કોન્ટ્રાસ્ટ મેચનો નવો ટ્રેન્ડ
શોર્ટસ્‌ ડ્રેસની સુંદરતા શરમમાં નાખે તે પહેલા સાવચેત
 

Gujarat Samachar glamour

ત્રિરંગો લપેટી એક્ટ્રેસ ગહનાએ ફોટો ખેંચાવતા પબ્લીક ઉશ્કેરાઈ!
‘એક થા ટાઈગર’માં કેટરીના વઘુ એક આઈટમ સોંગ કરશે
સલમાને ‘એક થા ટાઈગર’ માટે પાકિસ્તાન નહીં જાય
શર્લિન ચોપરા ‘પ્લે બોય’ ગર્લ બની ચમકશે !
એકતા કપુર અભિષેકને નવો ‘એન્ગ્રી યંગમેન’ બનાવશે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved