Last Update : 15-July-2012, Sunday

 

૧ ઓગસ્ટથી ઓછાં મૂલ્યની ઈ-ટ્રાન્સફરનાં બેંક ચાર્જીસમાં ઘટાડો થશેઃ રિઝર્વ બેન્ક

રૃ.૧૦,૦૦૦ સુધીની ટ્રાન્સફર માટે અઢી રૃપિયાથી વધુ ચાર્જ નહીં લઈ શકાય

મુંબઈ, શનિવાર
૧લી ઓગસ્ટથી રૃ.૧૦,૦૦૦થી ઓછી રકમની નેશનલ ઈલેકટ્રોનીક ફંડ ટ્રાન્સફર (નેફર) દ્વારા ટ્રાન્સફર સસ્તી થઈ જશે. રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે નેફટ દ્વારા બેન્કો દ્વારા કરાતી ફંડ ટ્રાન્સફર માટે ગ્રાહકો પાસેથી લેવાના ચાર્જીસની સમીક્ષા કરી તેમાં ઘટાડો કરાયો છે. આ પગલાંનો હેતુ ઈલેકટ્રોનિક પેમેન્ટ સિસ્ટમનો વપરાશ વધે અને વધુને વધુ લોકો નાણાકીય વ્યવસ્થા હેઠળ કવર થઈ જાય અને તેમને વ્યાજબી ચાર્જ અને કાર્યક્ષમ યંત્રણા ઉપલબ્ધ થાય તે જોવાનો છે.
રિઝર્વ બેન્કનાં આ નોટીફીકેશનમાં જણાવાયું છે કે સર્વિસ ટેક્સ સિવાય, રૃ.૧૦,૦૦૦ સુધીની આવી ટ્રાન્સફર માટે રૃ.અઢીથી વધુ ચાર્જ નહીં લઈ શકાય.
જોકે રૃ.૧૦,૦૦૧થી રૃ.૧,૦૦,૦૦૦ સુધીની આવી ટ્રાન્સફર પર પ્રવર્તમાન રૃ.પાંચનો દર યથાવત્ રખાયો છે. તેજ રીતે રૃ.૧,૦૦,૦૦૧થી રૃ.૨,૦૦,૦૦૦ માટે રૃ.૧૫ અને રૃ.૨,૦૦,૦૦૧થી ઉપરની રકમ માટે રૃ.૨૫નો ચાર્જ નક્કી કરાયો છે. પૂર્વે નફટનાં ચાર્જીસ માટે ત્રણ વર્ગ હતાં પણ હવે રૃ.૧૦,૦૦૦ સુધીનો નવો વર્ગ ઉમેરાતાં ચાર વર્ગ થઈ ગયા છે.
નેફટ એક રાષ્ટ્રવ્યાપી પેમેન્ટ સિસ્ટમ છે જેમાં વન-ટૂ-વન ફંડ ટ્રાન્સફર થઈ શકે છે. આ યોજના દ્વારા યોજનામાં ભાગ લેનારી કોઈપણ બેન્કનાં વ્યક્તિ, પેઢી કે કોર્પોરેટ ગ્રાહકને ફંડ ઈલેકટ્રોનીકલી ટ્રાન્સફર કરી શકાય છે. આવી ટ્રાન્સફર નેફટમાં ભાગ લેનારી બેન્કની કોઈપણ શાખાનાં ગ્રાહકથી અન્ય ભાગ લેનારી બેન્કની કોઈપણ શાખાનાં ગ્રાહકને કરી શકાય છે. આ વ્યવસ્થામાં લઘુત્તમ કે મહત્તમ રકમની મર્યાદા નથી. જોકે રોકડ રકમથી પ્રત્યેક ટ્રાન્ઝેકશન દીઠ રૃ.૫૦,૦૦૦ની મર્યાદા છે તેમજ નેપાલને મોકલાતી રકમની પણ આટલી જ મર્યાદા છે.
હાલમાં નેફટ દર કલાકની બેચનાં હિસાબે ચાલે છે અને સવારનાં ૯થી શરૃ કરી સાંજના ૭ સુધીમાં ૧૧ સેટલમેન્ટસ કરાય છે. શનિવારે ૯થી ૧ દરમિયાન પાંચ સેટલમેન્ટ જ કરાય છે.
ગયા મહીને ભૂતપૂર્વ નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સની જેમજ રૃ.૧ લાખ સુધીની ઈલેકટ્રોનિક ફંડ ટ્રાન્સફર (આરટજીએસ કે નેફટ) વિનામૂલ્યે કરવાની બેન્કોને હાકલ કરી હતી. આ હાકલનાં પગલે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ૧લી જુલાઈથી રૃ.૧ લાખ સુધીની નેફટ ટ્રાન્ઝેકશનને ચાર્જીસમાંથી પૂરી માફી આપી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગૌહતિના પીડીત કિશોરીના શરીર પર સીગારેટના ડામના નિશાન

પાઈલોટોએ કામ સ્થગિત કરતાં કિંગ ફિશરની ૪૦ ફલાઇટ રદ્

આગ્રામાં સૈન્યની ભરતીમાં ધક્કામુક્કી ઃ યુવકનું મોત
બાળક પાછું જોઈએ તો ૨૫ લાખ નહીંતર ૧૦ લાખમાં અસ્થિ લઈ જાવ
હમીદ અન્સારી ઉપરાષ્ટ્રપતિ પદમાં બીજી ટર્મ માટે નિશ્ચિત
ફુગાવાના જૂનના આંક, ચોમાસાની પ્રગતિ, કોર્પોરેટ પરિણામો પર નજર
ચાંદી ફરી તૂટતાં રૃ.૫૩૦૦૦ની સપાટી ગુમાવીઃ દિલ્હીમાં રૃ.૪૦૦નો કડાકો
૧ ઓગસ્ટથી ઓછાં મૂલ્યની ઈ-ટ્રાન્સફરનાં બેંક ચાર્જીસમાં ઘટાડો થશેઃ રિઝર્વ બેન્ક

કલમાડી ભારતીય ડેલિગેશનમાં સામેલ નથી ઃ આઇઓએનો ખુલાસો

ઓલિમ્પિકમાં કલમાડીની હાજરીથી ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન મળશે
ભારતીય ટેસ્ટ ટીમમાં દ્રવિડની ખોટ પુરવી અશક્ય છે ઃ તેંડુલકર
ટેસ્ટ રેન્કિગમાં ભારત પાંચમાં સ્થાને ફેંકાયું ઃ ઈંગ્લેન્ડ નંબર વન
પીટરસનનો યુ-ટર્ન ઃ મારે હજુ વન ડે અને ટી-૨૦માં રમવું છે
સર્વિસ ટેકસ મારફત રૃ. ૧.૨૪ ટ્રિલિયનની આવક થવાની અપેક્ષા

એરંડા વાયદામાં રેકોર્ડ તેજી વચ્ચે ભાવમાં ત્રણ દિવસમાં રૃ.૩૦૦નો ઉછાળો નોંધાયો!

 
 

Gujarat Samachar Plus

સુનિલ શેટ્ટી બળાપો કાઢે છે સમય બડા બલવાન હૈ મેરે ભાઈ
ઘરના ટેબલનું કોફી શોપ ડેકોરેશન
યંગસ્ટર્સ માટે વરસાદ એટલે ‘ટાઈમ ટુ એન્જોય’
બોય્‌ઝમાં કોન્ટ્રાસ્ટ મેચનો નવો ટ્રેન્ડ
શોર્ટસ્‌ ડ્રેસની સુંદરતા શરમમાં નાખે તે પહેલા સાવચેત
 

Gujarat Samachar glamour

ત્રિરંગો લપેટી એક્ટ્રેસ ગહનાએ ફોટો ખેંચાવતા પબ્લીક ઉશ્કેરાઈ!
‘એક થા ટાઈગર’માં કેટરીના વઘુ એક આઈટમ સોંગ કરશે
સલમાને ‘એક થા ટાઈગર’ માટે પાકિસ્તાન નહીં જાય
શર્લિન ચોપરા ‘પ્લે બોય’ ગર્લ બની ચમકશે !
એકતા કપુર અભિષેકને નવો ‘એન્ગ્રી યંગમેન’ બનાવશે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved