Last Update : 15-July-2012, Sunday

 

ચાંદી ફરી તૂટતાં રૃ.૫૩૦૦૦ની સપાટી ગુમાવીઃ દિલ્હીમાં રૃ.૪૦૦નો કડાકો

 

મુંબઈ સોન-ચાંદી બજારમાં આજે ચાંદીના ભાવો વધતા અટકી પ્રત્યાઘાતી ઘટાડા પર રહ્યા હતા જ્યારે સોનામાં તેજી ધીમી ગતિએ આગળ વધી હતી. ચાંદીના ભાવો આજે કિલોના રૃ.૨૮૦ તૂટી રૃ.૫૩૦૦૦ની અંદર જતા રહ્યા હતા જ્યારે સોનાના ભાવો ૧૦ ગ્રામના વધુ રૃ.૨૦ વધ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવો ઔંશના ૧૫૮૨.૫૦થી ૧૫૮૩ ડોલરવાળા ઉંચામાં ૧૫૯૩થી ૧૫૯૪ થઈ છેલ્લે ૧૫૯૦ ડોલર રહ્યાના સમાચારો હતા.મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૯૧૭૦ વાળા રૃ.૨૯૧૯૦ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૩૦૦ વાળા રૃ.૨૯૩૨૦ રહ્યા હતા.
સોનામાં આગેકૂચઃ ભારતમાં વેપાર ખાધ ઘટીને ૧૫ મહિનાના તળિયે ઉતરી જતાં ડોલર સામે રૃપિયામાં ઝડપી ઉછાળો
વિશ્વબજાર પાછળ ઘરઆંગણે પણ આજે સોનામાં ટાંચી આવકો તથા ઉંચી રહેલી આયાત પડતરો વચ્ચે હાજરમાં વેચનારા ઓછા તથા લેનારા વધુ રહ્યા હતા. મુંબઈમાં છેલ્લે મોડી સાંજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૯૨૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૯૩૫૦ બોલાઈ રહ્યા હતા જ્યારે ૧૦ તોલાના સોનાા બિસ્કીટના ભાવો વધી રૃ.૩૪૪૦૦ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, મુંબઈમાં આજે ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૩૦૦૦ વાળા રૃ.૫૨૭૨૦ રહ્યા હતા. વિશ્વબજારમાં ચાંદીના ભાવો જોકે ૨૭.૨૬થી ૨૭.૨૭ ડોલર વાળા ઉંચામાં ૨૭.૫૦થી ૨૭.૫૧ થઈ છેલ્લે ૨૭.૩૬થી ૨૭.૩૭ ડોલર રહ્યાના નિર્દેશો હતા છતાં ઘરઆંગણે ડોલરની નરમાઈ તથા ઔદ્યોગિક માંગ ધીમી રહેતાં ચાંદીમાં ઉછાળે આજે માનસ વેંચવાનું રહ્યું હતું. મુંબઈમાં મોડી સાંજે ચાંદીના ભાવો રૃ.૫૨૭૦૦થી ૫૨૭૨૫ તથા કેશમાં ભાવો રૃ.૫૨૫૦૦થી ૫૨૫૨૫ બોલાઈ રહ્યા હતા.
દિલ્હીમાં આજે ચાંદીના ભાવો કિલોના હાજરમાં રૃ.૪૦૦ તૂટી રૃ.૫૨૪૦૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૩૨૦ તૂટી રૃ.૫૨૭૫૦ રહ્યાના સમાચારો હતા. ત્યાં હાજર કરતાં વિકલી ડિલીવરીના ભાવો હાજર કરતાં ઉંચા રહ્યા હતા. ત્યાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના રૃ.૧૫ ઘટી ૯૯.૫૦ના રૃ.૨૯૪૫૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૯૬૫૦ રહ્યા હતા. ચીનમાં આર્થિક વિકાસ ધીમો પડતાં વિકાસ વૃધ્ધી માટે ત્યાંની સરકાર નવા પગલા જાહેર કરશે એવી ચર્ચાતી શક્યતા વચ્ચે વિશ્વબજારમાં કિંમતી ધાતુઓના ભાવો ઉંચકાઈ ગયાનું જાણકારોએ જણાવ્યું હતું. ઘરઆંગણે ભારતમાં જૂન મહિનામાં નિકાસ ઘટવા સાથે આયાતમાં પણ નોંધપાત્ર ઘટાડો થતાં વેપારખાધ (ટ્રેડ ડેફીસીટ) ઘટીને ૧૫ મહિનાની નવી નીચી સપાટીએ ઉતરી ગઈ છે અને તેના પગલે ડોલર સામે રૃપિયાના ભાવો ઉંચકાતા ડોલરના ભાવો તૂટી રૃ.૫૫.૧૪થી ૫૫.૧૫ બોલાયા છે અને તેના પગલે ઘરઆંગણે કિંમતી ધાતુઓની આયાત પડતરો દબાણ હેઠળ રહી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગૌહતિના પીડીત કિશોરીના શરીર પર સીગારેટના ડામના નિશાન

પાઈલોટોએ કામ સ્થગિત કરતાં કિંગ ફિશરની ૪૦ ફલાઇટ રદ્

આગ્રામાં સૈન્યની ભરતીમાં ધક્કામુક્કી ઃ યુવકનું મોત
બાળક પાછું જોઈએ તો ૨૫ લાખ નહીંતર ૧૦ લાખમાં અસ્થિ લઈ જાવ
હમીદ અન્સારી ઉપરાષ્ટ્રપતિ પદમાં બીજી ટર્મ માટે નિશ્ચિત
ફુગાવાના જૂનના આંક, ચોમાસાની પ્રગતિ, કોર્પોરેટ પરિણામો પર નજર
ચાંદી ફરી તૂટતાં રૃ.૫૩૦૦૦ની સપાટી ગુમાવીઃ દિલ્હીમાં રૃ.૪૦૦નો કડાકો
૧ ઓગસ્ટથી ઓછાં મૂલ્યની ઈ-ટ્રાન્સફરનાં બેંક ચાર્જીસમાં ઘટાડો થશેઃ રિઝર્વ બેન્ક

કલમાડી ભારતીય ડેલિગેશનમાં સામેલ નથી ઃ આઇઓએનો ખુલાસો

ઓલિમ્પિકમાં કલમાડીની હાજરીથી ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન મળશે
ભારતીય ટેસ્ટ ટીમમાં દ્રવિડની ખોટ પુરવી અશક્ય છે ઃ તેંડુલકર
ટેસ્ટ રેન્કિગમાં ભારત પાંચમાં સ્થાને ફેંકાયું ઃ ઈંગ્લેન્ડ નંબર વન
પીટરસનનો યુ-ટર્ન ઃ મારે હજુ વન ડે અને ટી-૨૦માં રમવું છે
સર્વિસ ટેકસ મારફત રૃ. ૧.૨૪ ટ્રિલિયનની આવક થવાની અપેક્ષા

એરંડા વાયદામાં રેકોર્ડ તેજી વચ્ચે ભાવમાં ત્રણ દિવસમાં રૃ.૩૦૦નો ઉછાળો નોંધાયો!

 
 

Gujarat Samachar Plus

સુનિલ શેટ્ટી બળાપો કાઢે છે સમય બડા બલવાન હૈ મેરે ભાઈ
ઘરના ટેબલનું કોફી શોપ ડેકોરેશન
યંગસ્ટર્સ માટે વરસાદ એટલે ‘ટાઈમ ટુ એન્જોય’
બોય્‌ઝમાં કોન્ટ્રાસ્ટ મેચનો નવો ટ્રેન્ડ
શોર્ટસ્‌ ડ્રેસની સુંદરતા શરમમાં નાખે તે પહેલા સાવચેત
 

Gujarat Samachar glamour

ત્રિરંગો લપેટી એક્ટ્રેસ ગહનાએ ફોટો ખેંચાવતા પબ્લીક ઉશ્કેરાઈ!
‘એક થા ટાઈગર’માં કેટરીના વઘુ એક આઈટમ સોંગ કરશે
સલમાને ‘એક થા ટાઈગર’ માટે પાકિસ્તાન નહીં જાય
શર્લિન ચોપરા ‘પ્લે બોય’ ગર્લ બની ચમકશે !
એકતા કપુર અભિષેકને નવો ‘એન્ગ્રી યંગમેન’ બનાવશે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved