Last Update : 15-July-2012, Sunday

 

ફુગાવાના જૂનના આંક, ચોમાસાની પ્રગતિ, કોર્પોરેટ પરિણામો પર નજર

નવા સપ્તાહમાં નિફ્ટી ઉપરમાં ૫૩૨૨થી નીચામાં ૫૧૧૧, સેન્સેક્સ ૧૭૪૮૮થી ૧૬૮૬૬ વચ્ચે ફંગોળાશે

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શનિવાર
કોર્પોરેટ પરિણામોની સીઝનની હાઉસીંગ ફાઇનાન્સ જાયન્ટ એચડીએફસીના સારા પરિણામ છતાં ઇન્ફોસીસથી અપેક્ષીત નબળી શરૃઆત થઇ. ફોરેક્સ અફડાતફડીમાં ડોલર મજબૂત થઇ ૫૭ની સપાટી કુદાવી ગયાના આઇટી જાયન્ટને પ્રથમ ત્રિમાસિકમાં ફાયદો ચોખ્ખા નફામાં ૩૩ ટકાના ઉછાળાએ જોવાયો, પરંતુ પડકારરૃપ રાષ્ટ્રીય અને સવિશેષ આંતરરાષ્ટ્રીય અનિશ્ચિત આર્થિક- રાજકીય માહોલમાં કંપનીએ સંપૂર્ણ વર્ષ માટેના આવક અંદાજોમાં પાંચ ટકાનો ઘટાડો કરીને આવનારા નબળા દિવસોના આપેલા સંકેતને નજરઅંદાજ નહીં કરીને લોકલ ફંડો, નાણા સંસ્થાઓએ શેરોમાં ઓફલોડીંગ કર્યું અને ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિનો (આઇઆઇપી)મે, ૨૦૧૨ મહિનાનો આંક ૧.૮ ટકાની અપેક્ષાથી વધુ ૨.૪ ટકા જાહેર થવા છતાં આ પરિબળ હાલ તુરંત નેગેટીવ લેખાવી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજ દરમાં ટૂંક સમયમાં ઘટાડો નહીં કરાય એવી અપેક્ષાએ સપ્તાહના અંતે ટીસીએસના ઉત્કૃષ્ટ પરિણામ છતાં ઉછાળે સાવચેતીમાં શેરોમાં વેચવાલી નીકળી છે.
રૃપિયાની ઝડપી મજબૂતી પ્રોત્સાહક આઇઆઇપી વૃદ્ધિ છતાં હજુ ફુગાવાનું જોખમ તેજીને અવરોધશે!
આયાત- નિકાસના આંકડા પણ મે, મહિનાના તીવ્ર ઘટાડો ખાસ ડોલરની મજબૂતી અને ક્રુડના ઊંચા ભાવોએ આયાતમાં તીવ્ર ઘટાડા થકી વેપાર ખાધ ૧૫ મહિનાના તળીયે આવી જવાના અને એના પરિણામે રૃપિયા સામે ડોલર અંતિમ દિવસે ૮૦ પૈસા તૂટીને ૫૫.૧૪ થઇ જવાના પોઝિટીવ પરિબળો છતાં સપ્તાહના અંતે જોવાયેલી સાવચેતી આવનારા દિવસોના સંભવિત પ્રતિકૂળ નેગેટીવ પરિબળોના અંદાજોએ જોવાઇ છે. દેશમાં ચોમાસું વ્યાપક બન્યું હોવા છતાં હજુ સુધી ૨૯ ટકા જેટલી વરસાદની ખાધ અને એમાં પણ ખાસ મહારાષ્ટ્ર અને કર્ણાટક પર નારાજ કુદરતે દુકાળનો ભય બતાવ્યો હોઇ ચોમાસાની પ્રગતિ બાબતે ચિંતામાં ફરી ફુગાવો-મોંઘવારી ભડકવાનું જોખમ યથાવત હોવાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હજુ વ્યાજ દરોમાં ઘટાડામાં પાછી પાની કરીને બજારની તેજીને અવરોધી શકે છે.
એફઆઇઆઇની બે સપ્તાહમાં રૃા. ૭૩૦૦ કરોડની ખરીદી આર્થિક સુધારા આગળ વધવાની અપેક્ષાએ
એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ પાછલા દિવસોમાં વડા પ્રધાન મનમોહન સિંહે પ્રણવ મુખર્જીના સ્થાને નાણા મંત્રાલયનો વધારાનો ચાર્જ સંભાળી લેતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે અટકેલા પ્રોજેક્ટોને ઝડપી આગળ વધારવા બતાવેલી સક્રીયતા સાથે આર્થિક સુધારા હવે આગળ વધારવામાં આવશે એવી અપેક્ષાએ જુલાઇ મહિનાના પ્રથમ બે સપ્તાહમાં રૃા. ૭૩૦૦ કરોડના શેરોની ખરીદી કરીને આકર્ષક વેલ્યુએશને મળતી ઘણી ભારતીય કંપનીઓના શેરોમાં વેલ્યુબાઇંગ કર્યું છે. અલબત આ આંકડામાં યુ.કે.ની કેઇર્ન એનર્જી દ્વારા કેઇર્ન ઇન્ડિયામાં તેના ૩.૫ ટકા હોલ્ડિંગ વેચાણના રૃા. ૨૦૦૦ કરોડના આંકડાનો એફઆઇઆઇની ખરીદીમાં સમાવેશ છે. આમ છતાં રૃા. ૫૩૦૦ કરોડથી વધુ રકમના શેરોની ખરીદીએ સેન્સેક્ષ-નિફ્ટીને ૧૪ સપ્તાહની ઉંચાઇએ મૂકી દીધા હતાં.
યુ.એસ.ની તેજી ઃ બરાક ઓબામાના ચૂંટણી લક્ષી નિવેદને! ચીનની ઘટતી આર્થિક વૃદ્ધિ, યુરો ઝોનની ચિંતા કાયમ
કોર્પોરેટ પરિણામોની સીઝન આગળ વધવાની સાથે આગામી સપ્તાહમાં એક્સીસ બેંક, હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, ડૉ. રેડ્ડી'ઝ લેબ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિણામ કેવા નીવડે છે, એની સાથે ચોમાસાની પ્રગતિ પર એફઆઇઆઇની વધુ ખરીદીનો આધાર રહેશે. યુ.એસ.માં ચૂંટણી લક્ષી અને જીતના હિતમાં બરાક ઓબામાએ વેરા કાપની મુદત બહુમતી માટે લંબાવવાની વાત કરીને ડાઉ જોન્સને ૨૦૪ પોઇન્ટ અને નાસ્દાકને ૪૨ પોઇન્ટની તેજી આવી પણ આ પરિબળ અમેરિકા પૂરતું મર્યાદિત રહેશે. વૈશ્વિક આર્થિક રીકવરી માટે હજુ ચિંતા કાયમ છે, ચીનના જૂન, ૨૦૧૨ અંતના જીડીપી વૃદ્ધિના આંકડા ઘટીને ૭.૬ ટકા ત્રણ વર્ષના સૌથી નીચા આવતા અને યુરો ઝોનમાં ઋણ કટોકટી ફરી વકરવાના સપ્તાહના અંતે મળેલા એંધાણે હજુ બજારનું સેન્ટીમેન્ટ સુધારાનું ટકી શકશે કે એની અનિશ્ચિતતા કાયમ છે.
સોમવારે ફુગાવાના જૂન મહિનાના આંક અને ડીઝલના ભાવ વધારા પર નજર
ભારતમાં આગામી સપ્તાહમાં હવે નજર સોમવારે ૧૬, જુલાઇના રોજ જૂન મહિનાના હોલસેલ ભાવાંક (ડબલ્યુપીઆઇ) જાહેર થનારા પર રહેશે. સેન્ટ્રલ સ્ટેટેસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન (સીએસઓ) દ્વારા જાહેર થનાર આ ફુગાવાનો માસિક આંક ૭.૬૭થી ૭.૭ ટકા અપેક્ષીત છે. જે મે, ૨૦૧૨ મહિનામાં ૭.૫૫ ટકા જાહેર થયો હતો. આ સાથે ૧૮, જુલાઇના રોજ જૂન મહિનાનો કૃષિ શ્રમિકો-ગ્રામીણ શ્રમિકો બેઝડ કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્ષ, હોલસેલ ભાવાંક સંયુક્ત જાહેર થનાર છે. આ ફુગાવાના આંક સરકાર માટે ડીઝલનો ભાવ વધારો ૧૯, જુલાઇના રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ કરવો કે નહીં એ માટે મહત્વનો રહેશે. આર્થિક સુધારા માટે વિદેશી ફંડો મહત્વના પગલાં તરીકે ડીઝલનો ભાવ વધારો ઇચ્છી રહ્યા છે. સરકાર ૭, ઓગસ્ટના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સુધી આ વધારો ટાળે છે કે નહીં એ પણ જોવું રહ્યું.
એક્સીસ બેંક, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, કોટક મહિન્દ્રા બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ડૉ. રેડ્ડીઝ લેબ.ના પરિણામ પર નજર
૧૬, જુલાઇ ઃ કેસ્ટ્રોલ ઇન્ડિયા, વિમતા લેબ્સ, ટાટા કોફી, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રા.
૧૭, જુલાઇ ઃ ઇસીઇ ઇન્ડસ્ટ્રીઝ, જીઆઇસી હાઉસીંગ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ, બજાજ ફીનસર્વ, એક્સીસ બેંક, ઓટોમોટીવ સ્ટેમ્પિંગ્સ.
૧૮, જુલાઇ ઃ સુપ્રિમ પેટ્રોકેમ, હનીવેલ ઓટોમેશન, ઇંગરસોલ રેન્ડ ઇન્ડિયા, ફોસેકો ઇન્ડિયા, ક્રિસિલ, બજાજ ઓટો, કીર્લોસ્કર બ્રધર્સ, બજાજ હોલ્ડિંગ્સ
૧૯, જુલાઇ ઃ ઓટોમોટીવ એક્સેલ્સ, ફેગ બેરિંગ્સ, હીરો મોટોકોર્પ, ડીશ ટીવી ઇન્ડિયા, ડૉ. રેડ્ડીઝ લેબ., કોટક મહિન્દ્રા બેંક, એનઆઇઆઇટી ટેક્નોલોજીસ, ટીમકેન ઇન્ડિયા, એલએન્ડટી ફાઇનાન્સ, ટાટા સ્પોજ, ઇન્ફોમીડિયા ૧૮.
૨૦, જુલાઇ ઃ પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સુપ્રિમ ઇન્ડસ્ટ્રીઝ, યુનાઇટેડ ફોસ્ફરસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, કર્ણાટક બેંક, એચટી મીડિયા, એડોર વેલ્ડિંગ, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ, એશીયન પેઇન્ટસ, એપટેક લિ.
૨૧, જુલાઇ ઃ સવિતા ઓઇલ, રૃચી સોયા, જય પ્રકાશ પાવર, લુમેક્ષ ઓટો, સૂર્યલક્ષ્મી કોટન મિલ્સ.
નિફ્ટી ઉપરમાં ૫૩૨૨થી નીચામાં ૫૧૧૧, સેન્સેક્ષ ૧૭૪૮૮થી ૧૬૮૬૬ની રેન્જમાં અથડાશે
આમ આગામી સપ્તાહમાં કોર્પોરેટ પરિણામો સાથે ફુગાવાના જૂન મહિનાના આંક અને ડીઝલના ભાવ વધારા પર નજરે સેન્સેક્ષ ઉપરમાં ૧૭૪૮૮થી નીચામાં ૧૬૮૬૬ અને નિફ્ટી ઉપરમાં ૫૩૨૨થી નીચામાં ૫૧૧૧ની રેન્જમાં ફંગોળાતા જોવાશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગૌહતિના પીડીત કિશોરીના શરીર પર સીગારેટના ડામના નિશાન

પાઈલોટોએ કામ સ્થગિત કરતાં કિંગ ફિશરની ૪૦ ફલાઇટ રદ્

આગ્રામાં સૈન્યની ભરતીમાં ધક્કામુક્કી ઃ યુવકનું મોત
બાળક પાછું જોઈએ તો ૨૫ લાખ નહીંતર ૧૦ લાખમાં અસ્થિ લઈ જાવ
હમીદ અન્સારી ઉપરાષ્ટ્રપતિ પદમાં બીજી ટર્મ માટે નિશ્ચિત
ફુગાવાના જૂનના આંક, ચોમાસાની પ્રગતિ, કોર્પોરેટ પરિણામો પર નજર
ચાંદી ફરી તૂટતાં રૃ.૫૩૦૦૦ની સપાટી ગુમાવીઃ દિલ્હીમાં રૃ.૪૦૦નો કડાકો
૧ ઓગસ્ટથી ઓછાં મૂલ્યની ઈ-ટ્રાન્સફરનાં બેંક ચાર્જીસમાં ઘટાડો થશેઃ રિઝર્વ બેન્ક

કલમાડી ભારતીય ડેલિગેશનમાં સામેલ નથી ઃ આઇઓએનો ખુલાસો

ઓલિમ્પિકમાં કલમાડીની હાજરીથી ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન મળશે
ભારતીય ટેસ્ટ ટીમમાં દ્રવિડની ખોટ પુરવી અશક્ય છે ઃ તેંડુલકર
ટેસ્ટ રેન્કિગમાં ભારત પાંચમાં સ્થાને ફેંકાયું ઃ ઈંગ્લેન્ડ નંબર વન
પીટરસનનો યુ-ટર્ન ઃ મારે હજુ વન ડે અને ટી-૨૦માં રમવું છે
સર્વિસ ટેકસ મારફત રૃ. ૧.૨૪ ટ્રિલિયનની આવક થવાની અપેક્ષા

એરંડા વાયદામાં રેકોર્ડ તેજી વચ્ચે ભાવમાં ત્રણ દિવસમાં રૃ.૩૦૦નો ઉછાળો નોંધાયો!

 
 

Gujarat Samachar Plus

સુનિલ શેટ્ટી બળાપો કાઢે છે સમય બડા બલવાન હૈ મેરે ભાઈ
ઘરના ટેબલનું કોફી શોપ ડેકોરેશન
યંગસ્ટર્સ માટે વરસાદ એટલે ‘ટાઈમ ટુ એન્જોય’
બોય્‌ઝમાં કોન્ટ્રાસ્ટ મેચનો નવો ટ્રેન્ડ
શોર્ટસ્‌ ડ્રેસની સુંદરતા શરમમાં નાખે તે પહેલા સાવચેત
 

Gujarat Samachar glamour

ત્રિરંગો લપેટી એક્ટ્રેસ ગહનાએ ફોટો ખેંચાવતા પબ્લીક ઉશ્કેરાઈ!
‘એક થા ટાઈગર’માં કેટરીના વઘુ એક આઈટમ સોંગ કરશે
સલમાને ‘એક થા ટાઈગર’ માટે પાકિસ્તાન નહીં જાય
શર્લિન ચોપરા ‘પ્લે બોય’ ગર્લ બની ચમકશે !
એકતા કપુર અભિષેકને નવો ‘એન્ગ્રી યંગમેન’ બનાવશે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved