Last Update : 14-July-2012,Saturday

 

ભોપાલકાંડઃ થોડો સળવળાટ

લંડનમાં યોજાનારા ઓલિમ્પિક રમતોત્સવમાં મુખ્ય ૧૧ પ્રાયજકોમાંની એક કંપની છેઃ ડાઉ કેમિકલ્સ. એ જ કંપની જેણે ભોપાલ ગેસ દુર્ઘટના કુખ્યાત યુનિઅન કાર્બાઇડને થોડાં વર્ષ પહેલાં ખરીદી લીધી. ડાઉ કેમિકલ્સનું નામ ઓલિમ્પિક સાથે સંકળાયું, ત્યારથી નાનામોટા વિવાદ અને ચણભણ થતાં રહ્યાં છે. ભોપાલ ગેસપીડિતો તેનો વિરોધ કરે એ તો જાણે સ્વાભાવિક છે, પણ હમણાં યજમાન શહેર લંડનની એસેમ્બલી (મેયરની કામગીરી પર દેખરેખ રાખતી સંસ્થા)ના સભ્યોએ પણ ઓલિમ્પિક અને ડાઉ કેમિકલ્સના જોડાણ અંગે કચવાટ વ્યક્ત કરીને કહ્યું કે ઓલિમ્પિકના આયોજકોએ રમતોત્સવની પ્રાયોજક કંપનીઓની પસંદગીમાં વધારે ઘ્યાન રાખવું જોઇએ અને તેમણે કંપનીના સામાજિક- પર્યાવરણીય ભૂતકાળને પણ લક્ષમાં લેવો જોઇએ. એસેમ્બલીએ સાફ શબ્દોમાં કહ્યું કે ડાઉ કેમિકલ્સને પાંખમાં રાખવાથી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની આબરૂને ધક્કો પહોંચ્યો છે.
જે યુનિઅન કાર્બાઇડ ઇન્ડિયાની ફેક્ટરીમાંથી બેદરકારીને કારણે ઝેરી ગેસ લીક થવાથી હજારો લોકો બેમોત મર્યા અને લાખો લોકો તેની ખરાબ અસરોના ભોગ બન્યા, એ કંપની સાથે અમારે કશી લેવાદેવા નથી, એવો ખુલાસો ડાઉ કેમિકલ્સ તરફથી સતત અપાતો રહ્યો છે. પરંતુ ભોપાલ દુર્ઘટના, તેની ઘાતકી અસરો અને તેની સાથે સંકળાયેલા સરકારી-બિનસરકારી સત્તાધીશોની ગુનાઇત બેકાળજીને કારણે, ભોપાલ દુર્ઘટનાનો બોજ એમ હટી જાય એવો નથી. ડાઉ કેમિકલ જેવી કંપનીઓ બરાબર જાણતી હોય છે કે આ જાતની દુર્ઘટના ઇંગ્લેન્ડ-અમેરિકામાં બની હોત તો તેનાં શાં પરિણામ આવત. પરંતુ એ ભારતમાં બની હોવાને કારણે સૌ સંબંધિત પક્ષો આશ્વસ્ત છે. ભારતના નેતાઓ, બાબુશાહી અને ન્યાયતંત્ર પર તેમનો વિશ્વાસ એવો અડગ છે કે ગુનેગારોને કશું નહીં થાય અને પૂરું વળતર પણ નહીં ચૂકવવું પડે એની તેમને ધરપત છે.
થોડા સમય પહેલાં અમેરિકામાં ચાલતા ભોપાલ દુર્ઘટના અંગેના એક કેસમાં મેનહટ્ટન ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશે ચુકાદો આપ્યો કે અમેરિકાની કંપની યુનિઅન કાર્બાઇડ કોર્પોરેશન (યુસીસી) કે તેનો તત્કાલીન વડો વોરન એન્ડરસન કોઇ રીતે જવાબદાર નથી. કારણ કે અકસ્માત થયો એ ફેક્ટરી યુનિઅન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડની માલિકીની હતી અને તેને અમેરિકાસ્થિત મૂળ કંપની યુનિઅન કાર્બાઇડ સાથે કશી લેવાદેવા ન હતી. એટલે તેનો દોષ અમેરિકા સ્થિત યુનિઅન કાર્બાઇડના માથે ઢોળી શકાય નહીં.
ભોપાલ દુર્ઘટના જેવા કરુણ બનાવમાં અમેરિકાની માતૃકંપનીનો કોઇ દોષ ન નીકળે અને તેને સાફ જવા દેવામાં આવે એ વઘુ પડતું લાગતું હોય તો એનાથી પણ વધારે આઘાત દુર્ઘટના પછી ભારત સરકારની નિષ્ક્રિયતાનો છે. બધા પક્ષની સરકારો આવી ને ગઇ, પરંતુ ભોપાલ ગેસપીડિતોની વહારે કોઇ આવ્યું નથી. પોતાની લડાઇ તેમને જાતે જ લડવી પડી છે. વળતર અને સજા જેવા મોરચે વેળાસર અને પૂરતો ન્યાય અપાવવામાં નિષ્ફળ નીવડેલી ભારત સરકારે ઓછામાં ઓછું કહેવાય એવું સફાઇનું કામ પણ પૂરું કર્યું નથી. પૂરું કરવાની તો ક્યાં વાત, હજી શરૂ કર્યું નથી.
દુર્ઘટનાનાં ૨૮ વર્ષ પછી પણ ભોપાલમાં યુનિઅન કાર્બાઇડ ફેક્ટરીની ભૂતિયા જગ્યાએ ૩૫૦ ટન ઝેરી કચરો ખુલ્લો પડી રહ્યો હોય, સરકાર એના વિશે કંઇ જ ન કરે અને છતાં એ સરકારને આર્થિક સુપરપાવર બનવાના અભરખા હોય, એવું તો ફક્ત ભારતમાં જ બને. પોતાના નાગરિકોની આટલી હદે કાતિલ ઉપેક્ષા કરવા છતાં સરકારો સામે કોઇ વંટોળ ન જાગે અને ફક્ત આ મુદ્દે સરકારો ઉથલી ન પડે એ પણ બોધપાઠ લેવા જેવી બાબત છે. મીંઢી નંિભરતાના લગભગ ત્રણ દાયકા પછી આખરે ભારત સરકારે થોડી હિલચાલ બતાવી છે. ગયા મહિને એક જર્મન એજન્સીને ઝેરી કચરો ઉપાડવાનો કોન્ટ્રાક્ટ આપવાનું વિચારાઇ રહ્યું છે. ભોપાલ દુર્ઘટના અંગે નીમાયેલા અને ગૃહમંત્રીની આગેવાની હેઠળના મંત્રીસમુહ- ગુ્રપ ઓફ મિનિસ્ટર્સ હજુ આ દરખાસ્ત અંગે વિચારી રહ્યા છે.
આ કચરો સાફ કરવા માટે મોંઘા ભાવે જર્મન કંપનીને રોકવી પડે તેનું કારણ એ છે કે ભારતમાં આવા કચરાને સલામત રીતે બાળી નાખીને તેનો નિકાલ કરવાની વ્યવસ્થા નથી. જર્મન કંપની એ કામમાં નિષ્ણાત ગણાય છે. પરંતુ આ કંપની સાથેની ગોઠવણ પાર પડે તેની આડે પણ હજુ અવરોધો ઊભા છે. કારણ કે ભારતના ‘હેઝાર્ડસ વેસ્ટ (મેનેજમેન્ટ, હેન્ડલંિગ એન્ડ ટ્રાન્સબાઉન્ડ્રી મુવમેન્ટ) રુલ્સ’ પ્રમાણે, ભારત બહારના દેશમાંથી આવતો ઝેરી કચરો સ્વીકારી શકે નહીં અને પોતાનો કચરો બહાર મોકલી શકે નહીં. કેટલાક આંતરરાષ્ટ્રિય કરારો પણ આ વિકલ્પ અપનાવતાં પહેલાં નડતરરૂપ બની શકે એમ છે. દરમિયાન, કચરામાં રહેલાં ઘણાં ઝેરી તત્ત્વો ઉડીને વાતાવરણમાં ભળી ગયાં હોવાનો નિષ્ણાતોનો મત છે. તેમ છતાં, મોડે મોડેથી યોગ્ય રીતે દુર્ઘટનાસ્થળની સફાઇ કરીને ભારત પોતાના કપાઇ ગયેલા નાકની જગ્યાએ થોડી પાટાપીંડી કરી શકે એમ છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રોડ પર ઢળેલાં પેટ્રોલમાં ધડાકાભેર આગઃ પેટ્રોલ ભેગું કરતા ૨૦૦ નાં મોત

દર્દીઓને બિનજરૃરી ટેસ્ટના રવાડે ચઢાવનાર ભારતીય તબીબને જેલ
ફ્રાંસના અર્થતંત્ર પર જોખમ પ્યુજો ૮૦૦૦ ને છૂટા કરશે

મિશેલ ઓબામાને મારી નાખવાની અંગરક્ષકની ધમકી

બ્રિટનમાં જેલથી બચવા ભારતીય શખ્સે મૂંગા હોવાનું નાટક કર્યું

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતીય બોક્સિંગ ટીમ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે લંડન જવા રવાના
નરેન્દ્ર મોદી જીસીએમાં સત્તા ટકાવવા સીબીસીની ચૂંટણી થવા દેતા નથીઃ અમીન
ઝવેરી બજાર, ઓપેરા હાઉસ અને દાદરની સલામતી સાવ રામભરોસે

૧૩/૭ બ્લાસ્ટ ઃ બે વર્ષની માસુમ માતાને પૂછે છે કે પાપા કબ આયેંગે?

કર્ણાટકની ઘટનાઓ ભાજપનું અધઃપતન દર્શાવે છે ઃ મોઈલી
સસરાની આવકના આધારે વહુ ભરણપોષણમાં વધારો માગી ન શકે
જાણીતી લેબોરેટરીનાં માલિક પાસે ૧૫ કરોડની ખંડણી માગનારાની ધરપકડ
ઇજાગ્રસ્ત વિનયના સ્થાને ઇરફાન પઠાણનો વન-ડે ટીમમાં સમાવેશ
ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન હોલીઓક રૃ.૧૨૦ કરોડના દેવા સાથે નાદાર
 
 

Gujarat Samachar Plus

ખૂબી અને ખામી બનાવે પેશન ઓફ લાઈફ
ગુજરાતના દરેક ગ્રેજ્યુએટ ઈ-કન્ટેન્ટ સાથે જોડાશે
ડિઝાઈનર યુગમાં માટલું પણ કેમ બાકી રહે?
શિક્ષણ સસ્તુ બનાવવા માટે પુસ્તકની આપ-લે
ઓછુ ખાઓ અને હેલ્ધી રહો
સ્કીન ટાઇટ જીન્સ બ્લડ સર્ક્યુલેશન માટે બાઘા રૂપ
 

Gujarat Samachar glamour

પ્રિયંકા સ્પેનના ઈલિજામાં રજાઓ ગાળશે
ભારતીય સુંદરી ડિયાના ઉપ્પલ ઉપર‘બિગ-બ્રધર’ શોમાં જાતિય ટિપ્પણી!
ગીતા બસરા ભજ્જી સાથે લગ્ન નહીં કરે
જોયા સ્તન કેન્સર પ્રત્યે જાગૃતા ફેલાવશે
શાહરૂખે ૫૦ હજાર રૂપિયાનો દંડ ભર્યો!
બીગ બી ‘બિગ અડ્ડા’ને છોડી ‘ટમ્બલર’ના શરણે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved