Last Update : 14-July-2012,Saturday

 

કાઉન્ટ ડાઉન શરૂ ઃ ભારતને ઘણી આશા
ત્રાસવાદી હુમલાના ડર વચ્ચે લંડન ઓલિમ્પિકસની તૈયારી

 

- ટીકીટો બ્લેકમાં વેચાય છે ઃ લક્ષ્મી મિત્તલે ૧૧૦૦ ટીકીટો ખરીદી ઃ લંડનને ત્રીજો ચાન્સ

 

ઓલિમ્પિકનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. લંડન ખાતેની આ ત્રીજી ઓલિમ્પિક પર ત્રાસવાદી હુમલાનો ભય સતાવી રહ્યો છે. ભારતની સાત જણાની બોક્સીંગ ટીમ લંડન પહોંચી ગઇ છે. વિજેન્દ્રસંિહ મેડલ જીતી લાવશે એમ મનાય છે. ભારતની હોકી પણ ચમકી શકે છે. બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કૅમરોને ઑલિમ્પિક ગેમના સ્વયંસેવકો સાથે ગયા અઠવાડીયે બેઠક કરીને તેમને પ્રોત્સાહન આપ્યું હતું. દરેકને સંયમથી વર્તવા જણાવાયું હતું. ત્રાસવાદી હુમલો થાય ત્યારે શું કરવું તે અંગે પણ ખાસ સેશન રાખવામાં આવ્યું હતું.
લંડન ઓલિમ્પિકની ટીકીટો બ્લેકમાં વેચાય છે. જેમ ક્રિકેટ જંગમાં ભારતનું કોર્પોરેટ ક્ષેત્ર રસ લે છે એમ તે ઓલિમ્પિક ગેમમાં પણ રસ લઇ રહ્યું છે. આ કોર્પોરેટ ક્ષેત્ર લંડનની ટીકીટો બ્લેકમાં ખરીદી રહ્યું છે. આ બ્લેકની ટીકીટો અંગે ઉહાપોહ એટલો વધી ગયો છે કે લંડન ઓલિમ્પિકની વહિવટી સમિતિએ બ્લોકની ટીકીટો અંગે તપાસ સમિતિ ઊભી કરી છે.
અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈન્યની બળજબરીનો વિરોધ અલ-કાયદા સંગઠન કરી રહ્યું છે. આ ત્રાસવાદી સંગઠન વિશ્વસ્તરે પોતાની હાજરી બતાવવા પણ લંડન ઓલિમ્પિકમાં છમકલું કરીને સમગ્ર પ્રોગ્રામ ડામાડોળ કરવા માગે છે. જોકે સિક્યોરીટી તેમને ફાવવા દેશે નહીં.
અહેવાલો તો એવા છે કે ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલે ૧૧૦૦ ટીકીટ ખરીદી છે. મેઈન સ્ટેડીયમની બાજુમાં ઊભી કરેલી એક ડિઝાઇન માટે લક્ષ્મી મિત્તલની કંપનીને ૨૮.૭ મીલીયન પાઉન્ડનો ઓર્ડર મળ્યો હતો. મૂળ મુંબઇના એવા એક આર્ટીસ્ટ અનિષ કપુરે તે તૈયાર કર્યું છે. મિત્તલના મહેમાનો ઓબ્ઝર્વેશન સ્ટેડીયમમાંથી ગેમ-શૉ જોઇ શકશે. મિત્તલની જેમ વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ પણ લંડન ઓલિમ્પિકસ માણવા મીની-વેકેશન ઉજવતા હોય એમ આવવાના છે.
લંડન ત્રીજીવાર ઓલિમ્પિક હૉસ્ટ કરી રહ્યું છે. એક તરફ યુરોપમાં મંદીની બૂમ છે તો બીજી તરફ ઓલિમ્પિક પાછળ ૪.૫ અબજ ડૉલર ખર્ચાઇ રહ્યા છે. કુલ ૧૦ અબજ ડૉલરનો ખર્ચ બ્રિટનને થશે. લંડન ઓલિમ્પિક્સ કેટલી પ્રોફીટેબલ રહે છે તે પર બ્રિટનના આર્થિક તંત્રનો આધાર રહેલો છે. ઓલિમ્પિક એ કંઇ પ્રોફીટ થશે એમ માની લેવાતું નથી. ૧૯૮૪ની લોસ એંજલસની ગેમ્સમાં ૨૧૫ મીલીયન પાઉન્ડનો નફો થયો હતો. જોકે ૧૯૭૬ની ઓલિમ્પિકમાં ૬૯૨ મીલીયન પાઉન્ડની ખોટ ખાધી હતી. એક તબક્કે તો ઓલિમ્પિક્સના ખર્ચા સામે આંદોલન ચલાવાયું હતું જેને ‘વી વૉન્ટ બ્રેડ નૉટ સર્કસ’ નામ અપાયું હતું.
ઓલિમ્પિક ગેમમાં ભારતનો દેખાવ કેવો રહેશે તે પર વિવિધ અભિપ્રાયો જોવા મળે છે. લંડન ઓલિમ્પિકમાં ભારતની હોકી ચમત્કાર બતાવી શકે છે. ભારતની હોકીની શાન સમાન ૮૮ વર્ષના બલબીર ગયા અઠવાડીયે લંડનમાં હતા. બૉક્સીંગ, તીરંદાજી, ટેનીસ, બેડમંિટન વગેરે પર ભારત આશા રાખી શકે છે. સાઈના નેહવાલ, શૂટીંગ ચેમ્પીયન અભિનવ બિન્દ્રા વગેરે ભારતના સ્ટાર પ્લેયર છે. આ લોકો ભારતનું ગૌરવ વધારવા થનગની રહ્યા છે.
એક અંદાજ અનુસાર ૧૦,૫૦૦ ઓલમ્પિક એથલેટ્‌સ અને ૪૦૦૦ જેટલા પેરાલમ્પપીક એથલેટ્‌સ લંડન ઓલિમ્પિકસ- ૨૦૧૨માં ભાગ લેશે. સમગ્ર ગેમના વહિવટમાં ૫૦૦૦ કર્મચારીઓ જોતરાયેલા છે. કુલ ૧૫ હજારથી વઘુ રમતવીરો અને સમાચાર માઘ્યમો સાથે સંકળાયેલા ૨૫ હજાર પત્રકારો તેમજ જે તે સ્પોર્ટસ ટીમ સાથે સંકળાયેલા ૧૫ હજાર જેટલા અધિકારીઓ પણ હશે. શરૂઆતમાં સલામતી માટે ૧૦ હજાર સિક્યોરિટી ગાર્ડ રાખવાનું નક્કી કરાયું હતું પરંતુ હવે તે સંખ્યા ૧૪ હજાર પર પહોંચી છે. ઓલિમ્પિક ગેમની સલામતી માટેનું બજેટ ૮૬૪ મીલીયન ડૉલરનું છે. ૨૫ જુલાઇથી ૧૨ ઓગસ્ટ દરમ્યાન લંડનની મુલાકાતે એક લાખથી વઘુ વિદેશના લોકો આવશે. સેન્ટ્રલ લંડનમાં સામાન્ય રીતે હોટલના રૂમની કંિમત ૮૦થી ૧૦૦ પાઉન્ડ હોય છે જે ઓલિમ્પિકના સમયગાળામાં એક રાત્રિ રોકાણના ૩૦૦થી ૩૫૦ પાઉન્ડ લેશે.
હજારો લોકો આ ચિત્તાકર્ષક ગેમ-શૉ રૂબરૂમાં જોશે તો લાખ્ખો લોકો વિશ્વભરમાં તે ટીવી પર નિહાળશે. ઓલિમ્પિક શરૂઆતની આડે ૨૦ દિવસ રહ્યા છે ત્યારે ગ્રાઉન્ડ રીહર્સલથી ધમધમી રહ્યું છે. ભાગ લેનારા દેશના રમતવીરો અને તેમના કોચ લંડન પહોંચી રહ્યા છે. ભારતના સ્પોર્ટસમેન વઘુ ને વઘુ મેડલ જીતી લાવે એવી અપેક્ષા રાખવામાં આવી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રોડ પર ઢળેલાં પેટ્રોલમાં ધડાકાભેર આગઃ પેટ્રોલ ભેગું કરતા ૨૦૦ નાં મોત

દર્દીઓને બિનજરૃરી ટેસ્ટના રવાડે ચઢાવનાર ભારતીય તબીબને જેલ
ફ્રાંસના અર્થતંત્ર પર જોખમ પ્યુજો ૮૦૦૦ ને છૂટા કરશે

મિશેલ ઓબામાને મારી નાખવાની અંગરક્ષકની ધમકી

બ્રિટનમાં જેલથી બચવા ભારતીય શખ્સે મૂંગા હોવાનું નાટક કર્યું

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતીય બોક્સિંગ ટીમ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે લંડન જવા રવાના
નરેન્દ્ર મોદી જીસીએમાં સત્તા ટકાવવા સીબીસીની ચૂંટણી થવા દેતા નથીઃ અમીન
ઝવેરી બજાર, ઓપેરા હાઉસ અને દાદરની સલામતી સાવ રામભરોસે

૧૩/૭ બ્લાસ્ટ ઃ બે વર્ષની માસુમ માતાને પૂછે છે કે પાપા કબ આયેંગે?

કર્ણાટકની ઘટનાઓ ભાજપનું અધઃપતન દર્શાવે છે ઃ મોઈલી
સસરાની આવકના આધારે વહુ ભરણપોષણમાં વધારો માગી ન શકે
જાણીતી લેબોરેટરીનાં માલિક પાસે ૧૫ કરોડની ખંડણી માગનારાની ધરપકડ
ઇજાગ્રસ્ત વિનયના સ્થાને ઇરફાન પઠાણનો વન-ડે ટીમમાં સમાવેશ
ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન હોલીઓક રૃ.૧૨૦ કરોડના દેવા સાથે નાદાર
 

 

 

Gujarat Samachar Plus

ખૂબી અને ખામી બનાવે પેશન ઓફ લાઈફ
ગુજરાતના દરેક ગ્રેજ્યુએટ ઈ-કન્ટેન્ટ સાથે જોડાશે
ડિઝાઈનર યુગમાં માટલું પણ કેમ બાકી રહે?
શિક્ષણ સસ્તુ બનાવવા માટે પુસ્તકની આપ-લે
ઓછુ ખાઓ અને હેલ્ધી રહો
સ્કીન ટાઇટ જીન્સ બ્લડ સર્ક્યુલેશન માટે બાઘા રૂપ
 

Gujarat Samachar glamour

પ્રિયંકા સ્પેનના ઈલિજામાં રજાઓ ગાળશે
ભારતીય સુંદરી ડિયાના ઉપ્પલ ઉપર‘બિગ-બ્રધર’ શોમાં જાતિય ટિપ્પણી!
ગીતા બસરા ભજ્જી સાથે લગ્ન નહીં કરે
જોયા સ્તન કેન્સર પ્રત્યે જાગૃતા ફેલાવશે
શાહરૂખે ૫૦ હજાર રૂપિયાનો દંડ ભર્યો!
બીગ બી ‘બિગ અડ્ડા’ને છોડી ‘ટમ્બલર’ના શરણે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved