Last Update : 14-July-2012,Saturday

 
ભાવનગર રાજ્યનો બહારવટીયો હયાતખાન ૧૯૪૩માં તળાજા અને મહુવાના ગામડાઓ પર ત્રાટકીને લૂંટફાટ કરતો હતો અને રાજવી કૃષ્ણકુમારે કઈ રીતે ખતમ કર્યો?

- ધાડપાડુ બહારવટીયો હયાતખાન લેખાંક ઃ ૨
- પોલિસ અને બહારવટીયાની સામસામે ગોળીઓની રમઝટ બોલી ગઈ
- કુલ ૭૦૦ ગોળીઓ છૂટી અને ધીગાણું સાત કલાક ચાલ્યું!

આજે ગુજરાત લગભગ ૧૦ વર્ષથી માનોને ધાડપાડુઓ અને ગુંડાઓના હવાલે થઇ ગયું છે. ૪૫ જેટલા બાળકોના અપહરણ થયા છે, શહેરની વચ્ચે એલિસબ્રીજ જેવા વિસ્તારમાં અને રાયપુર ખાડિયા વગેરે ઠેરઠેર જુગારના અડ્ડાઓ ચાલે છે, દારૂબંધી હોવા છતાં દારૂ માંગો તે અને તેટલો છૂટથી મળે છે.
ટૂંકમાં જનતા સલામત નથી. ગુજરાતની ૬ કરોડની જનતાનું કોઇ ધણીધોરી નથી.
આવી પણ સહેજ જૂદા પ્રકારની સ્થિતિ ૧૯૪૩ના અરસામાં ભાવનગર રાજ્યમાં પ્રવર્તતી હતી. ત્યારે જનતાને ગુંડાઓના ત્રાસમાંથી છોડાવવા ભાવનગરના મહારાજા ૃકૃષ્ણકુમારસંિહજીએ કેવો પેંતરો કરેલો એ ઘણી કોલેજોમાં આચાર્યપદે રહી ચુકેલા પ્રિ. ગંભીરસંિહજી ગોહિલે ‘‘પ્રજાવત્સલ રાજવી’’ દળદાર પુસ્તક લખેલું છે એમાંથી અહીં દર્શાવાયું છે.
ત્યારે બહારવટીયા હયાતખાનની રંજાડ ભાવનગર રાજ્યમાં વધી ગઇ હતી. તળાજા તાલુકાના આંબળા ગામે ભગવાનભાઈ પરમાર આગળ પડતા ખેડૂત હતા અને પટેલ કહેવાતા. આંબળાથી આગળ વિશાળ ખારોપાટ આવેલો છે. તેમાં રાંકાસર નામની તળાવડી અને બાજુમાં રાંકાસરની રાંદલનો ઓરડો છે. તળાવડીમાં પંખીઓ બહુ આવતાં. કૃષ્ણકુમારસંિહજી ગોપનાથ જતી વેળાએ ત્યાં પંખી જોવા રોકાયા. માતાજીના દર્શન કરે, પંખીના શિકાર નહીં કરવાનો પૂજારીનો આદેશ સ્વીકારે. ભગવાનભાઈ ! મહારાજાને માનપૂર્વક રોકીને ચાપાણી કે જમવાનો આગ્રહ કરે. બાપુ કયારેક સ્વીકારે પણ ખરા. એવો તેમનો સંબંધ હતો.
ગોપનાથના મહંત દ્વારા ભગવાનભાઈ વિરુદ્ધ હયાતખાન પાસે વાત થયેલી હશે. તેથી હયાતખાને તેમને ઘ્યાનમાં રાખેલા. એક વાર ઘર પાસે ઊંટનાં તાજાં પગલાં જોઈને ભગવાનભાઈ સાવચેત થઈ ગયા. ઘરની કીમતી ચીજવસ્તુઓ એકત્ર કરી લીધી. તળાજામાં સલામત સ્થળે મૂકવા વિચાર્યુ. દરમિયાન એક દિવસ તેમને ભાવનગર જવાનું થયું. મહારાજાને મળીને વાત કરી મહારાજાએ તેમને અધિકારીઓને મળવા કહ્યું.
જોગાનુજોગ તે જ દિવસે હયાતખાને આંબળા ભાંગ્યું. ખાખી કપડાંમાં લૂંટારા આવ્યા. ભગવાનભાઈ તો હતા નહીં. સ્ત્રીઓને બહાર નીકળી જવા કહ્યું. ચાંદીની પાટો, રાણી સિક્કા, ઘરેણાં વગેરે લઈ લીધાં. ત્યાંથી તેઓ ખંઢેરા ગયા. અહીં ઝુંઝાભાઈ નામના ખરક આગેવાનને મારવા હતા. ઝુંઝાભાઈ ડર્યા વિના અડગ ઊભા રહ્યા. હયાતખાને તેમની છાતી સામે બંદૂકની નાળ તાકી. ભડાકો થયો તે પહેલાં ઝુંઝાંભાઈનાં બહેન મારશો નહીં, મારશો નહીં’ કહેતાં આડાં ઊભાં રહી ગયાં. ગોળી તેમને પેડુમાં વાગી. તેઓ ઢળી પડ્યાં. હયાતખાન બાઈને મારવા ઇચ્છતો નહોતો. આથી તેણે ઝુંઝાભાઇને જતા કર્યા. લૂંટનો માલ લઇ ચોરે આવ્યા. માતાજીના મંદિરે સારી રકમ મૂકી. આગ્રહ કરી ગામની છોકરીઓને રાસડા લેવા બોલાવી. ડરતી-ગભરાતી થોડીક આવી. પોતાના નામના પ્રચલિત થયેલા રાસડા હયાતખાને ગવડાવ્યા. રાસડા લેનારીઓને મુઠ્ઠીઓ ભરીને રાણી સિક્કા આપ્યા અને ઉછાળ્યા. મોડી રાત્રે ચાલ્યા ગયા.
૭મી મેથી આરંભીને આખું અઠવાડિયું ભાવનગર અને પાલિતાણા રાજયના પોલીસ તથા લાન્સર્સના વિશાળ કાફલા મારફતે અધિકારીઓએ સખત બંદોબસ્ત મૂકી ઝીણવટભરી તપાસ શરૂ રાખી. દરમિયાનમાં આ પહેલાં હયાતખાન અને ગોવંિદે ફરી વાળુકડમાં પોલીસ સ્ટેશન પર ત્રાટકી ત્રણ રાઇફલો વગેરે હથિયારો લૂંટયાં હતાં. તે એજન્સીનું ગામ હોવાથી અમદાવાદના ડી.એસ.પી. માનસંિહજી ચુડાસમા તેની તપાસે ખાસ આવ્યા હતાં. બંને પોલીસ વડાઓએ તેમી સાથે રહી જરૂરી તજવીજ કર્યા પછી ભાવનગર અને પાલિતાણાની મુલાકાત કરાવી. તેમની હાજરીમાં બહારવટિયાઓને જેર કરવા માટેની યોજના તૈયાર કરવામાં આવી.
માહિતી મળી હતી કે ધાડપાડુઓ સંતાવાનાં સ્થળો રોજ-રોજ બદલતા હોવા છતાં પાલિતાણા પાસેના નાની રજાસ્થળી ગામે ખાસ રોકાતા હતા. છેલ્લા વાવડ ત્યાં જ હોવાના મળ્યા હતા. પોલીસ અને લાન્સર્સની સંખ્યા ૨૦૦ સુધી પહોંચી ગઈ હતી. ધાડપાડુઓનું પગેરું દબાતું આવતું હોવાથી તથા ચારેબાજુ કડક બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો. તેથી સ્થળ બદલવાનું લગભગ અશક્ય બની ગયું હતું. એટલું જ નહીં તેમને સૂવા-બેસવા તથા ખાવાનું પણ મુશ્કેલ થઇ ગયું હતું.
પાકી બાતમી મળતાં છેલભાઈ પોતાની સાથે ૧૦ લાન્સર્સના તથા પોલીસ પાર્ટીના ૨૦ માણસો લઇ તા. ૧૪ મેના રોજ પાંચતલાવડાથી પાલિતાણા જવા નીકળ્યા. હવેવાલા પણ તે પહેલાં પાલિતાણા જવા રવાના થઈ ગયા હતા. પાલિતાણાથી નાની રાજસ્થળી જતાં વચ્ચે એક ધાર પાસે મોટરો ઊભી રાખી આદેશ પ્રમાણે સૌ બે ભાગમાં વહેંચાઈ ગયા. પહેલા ભાગના ગામના જાણકાર માણસ સાથે લવા પટેલના ઘર તરફ તથા બીજા ભાગના તેની વાડીએ જવા નીકળ્યા. ગામનો પાછળનો ભાગ ઘેરી લેવામાં આવ્યો.
પોલીસના માણસો જોઈ લવા પટેલની ઓરતે ગોવંિદને ખબર આપ્યા. તેણે ગાળ કાઢી બંદૂકનો અવાજ કર્યો. તેનાથી ખાતરી થતાં લવા પટેલને બોલાવી કોણ કયાં છે તેની પાકી માહિતી મેળવવામાં આવી. પોતાની મેડી પર ગોવંિદ સોની, મૂળુ કોળી તથા ઓઘો માળી છે અને પસાયતાની મેડી પર હયાતખાન તથા ખાન છે એમ તેણે કહ્યું. આથી વાડીએ ગયેલી પાર્ટીને બોલાવી લેવાઈ.
સામસામે ગોળીઓની રમઝટ બોલી ગઈ. ભાવનગરના પોલીસ કરણસંિહને ગોવંિદની ગોળીથી હાથે ઇજા થઈ. આથી તે મેડી પર સખત મારો ચલાવવામાં આવ્યો. બે કલાક સતત ગોળીઓ છૂટતી રહેતાં ગોવંિદ અને તેના સાથીઓ ગભરાયા. નિસરણી મૂકીને ગોવંિદ બાજુના ઘરમાં તથા ત્યાંથી આગળ ભરવાડના મકાનમાં ગયો. આથી ભરવાડના મકાન પર સતત મારો થતાં અંતે ગોવંિદ ઠાર થયો. મૂળુ કોળી અને ઓઘો માળી વાણિયાના ઘરમાંથી ગોળીઓ છોડતા હતા. તેમને ગોવંિદ મરાયાની ખબર આપી હથિયાર મૂકવા કહેવામાં આવ્યું. તેઓ ગભરાઈ ગયેલા હોવાથી તેમણે રજૂ થવા ઇચ્છા દર્શાવી. તેમને બંનેને પકડી લઈ તેમનાં હથિયાર કબજે લેવાયાં.
ગોવંિદ પર જયારે ગોળીબાર શરૂ થયેલો ત્યારે તેની જાણ થતાં હયાતખાન તથા ખાને પસાયતા હાજા રાજાના ઘરમાંથી નીકળી બહાર ભાગવા પ્રયત્ન કર્યો હતો. પણ પોલીસના માણસો જોઈ તેઓ પાછા ફરી કણબી લાખા દયાળના મકાનમાં દાખલ થયા. તે મકાનની માહિતી મળથાં ગોળીબાર શરૂ રાખી હયાતખાનને બંને પોલીસવડાઓએ હથિયાર છોડી દેવા જણાવ્યું. હયાતખાને બૂમ પાડી કહ્યું ઃ ‘ઘણાં ખૂન અને ગુના મારા માથા પર ચડી ગયાં છે.
મારા માટે બચવાનો કોઇ આરો નથી. હવે તો આ પાર કે ઓલે પાર.’ છેલભાઈ કહે, ‘તો છોડ ગોળી.’ હયાતખાને પહેલો ગોળીબાર કર્યો. તેઓ બંને મકાનની અંદર હતા તેથી તેમના ગોળીબારની અસર થતી નહોતી. પરંતુ પાલિતાણાના પોલીસ હસન મલેકને ગોળી વાગતાં તે ઠાર થયો.
ધંિગાણું અઢીત્રણ કલાકથી ચાલતું હતું. સાંજ પડવા આવી હતી. કદાચ દારૂગોળાનો સરંજામ ખૂટે તો બઘું બગડે. તેથી તેનો વધારે પુરવઠો પાલિતાણામાથી મગાવાયો. સાથે બે ડગા ગ્યાસતેલના પણ મગાવી લીધા. અંધારું થાય તે પહેલાં પરિણામ મેળવવા ઘરને ગ્યાસતેલ છાંટી સળગાવવામાં આવ્યુ.ં ગોળીબાર તો ચાલુ જ હતા.
હયાતખાન બહાર નીકળવા લાગ શોધતો હતો. અંદર ગૂંગળામણ થતાં, તે મરણિયો થયો. હંિમત કરી બહાર નીકળ્યા. તરત તેના પર ગોળી છૂટી તેને એક ગોળી પેડુમાં વાગી. છતાં પોતાની ભરેલી બંદૂક સાથે ભાગવા જતો હતો ત્યાં પાલિતાણાનો પોલીસ સવાર જીલુભા તેને પકડવા દોડયો. હયાતખાને તેના હાથે બટકું ભરી તેને પછાડયો.
પરિસ્થિતિ વરતી જઈ ભાવનગરના પોલીસ કોન્સ્ટેબલ લાભશંકરે હયાતખાનને હાથ કરવા દોટ મૂકી. હયાતખાનની બંદૂક ખાલી થઈ ગઈ હતી. તેનો કૂંદો મારવાનો પ્રયાસ કરતાં તે તૂટી ગઈ. લાભશંકરે આ જોયું. લાગ જોઈને તેણે હયાતખાનના માથામાં ફટકો માર્યો. તેના મારથી તે ચકરી ખાઈને નીચે પડી ગયો. દરમિયાન તેને બીજી ગોળી વાગતાં તે મરણ પામ્યો. પંદરેક મિનિટમાં ખોજો ભીમજી ઉર્ફે ખાન પણ ઠાર થયો. બહારવટિયાઓ પાસેથી બંદૂકો, બે ૩૦૩ રાઇફલો, તમંચા, દારૂગોળો, પાંચ ઘોડા, લૂંટનો માલ વગેરે હાથ કરવામાં આવ્યાં. કુલ ૪૦૦ ગોળીઓ છૂટી હતી. ધંિગાણું સાત કલાક ચાલેલું.
આ ટોળકી માત્ર લૂંટ અને ધાડથી આતંક ફેલાવતી હતી. તેને પ્રસિદ્ધિ ઘણી મળી હતી. ગોવંિદ ેપોતાને થયેલા ન્યાયની વિગતો છાપાંમાં પ્રસિદ્ધ કરાવી હતી. હયાતખાનના બહારવટા અંગે તથા છેલભાઈની જવાંમર્દી બિરદાવતા રાસડાઓ પ્રચલિત બન્યા હતા ઃ છેલભાઈ છેલ્લી રે સલામ હયાતખાન હોડ બાંધી’ અને ‘હયાતખાન’ બહાદુર નાની ઉંમરમાં નો’તાં ખેડવાં. આવડાં બહારવટાં નહોતાં ખેડવાં.’ વગેરે રાસડા ગામેગામ ગવાતા. તેની રેકર્ડો ઊતરેલી. રાવણ હથ્થાવાળા તે ગાતા અને ચોપડીઓમાં છપાયેલા પણ મળતા.
અશાંતિના કારણરૂપ બહારવટિયા જેર થતાં લોકોમાં છુટકારાની લાગણી સાથે આનંદ છવાઈ ગયો. યાત્રાએ નીકળતા મહારાજાએ કરેલી તાકીદનું પરિણામ આઠ દિવસમાં જ આવી ગયું હતું. આથી તેમને તારથી ખબર કરવામાં આવ્યા. યાત્રા દરમિયાન આ ખબર મળતાં મહારાજા ઘણા પ્રસન્ન થયા. યાત્રા પૂર્ણ કરીને પરત આવ્યા પછી સમારંભ યોજી છેલભાઈને બિરદાવવામાં આવેલા. મહારાજાએ તેમને રૂ. ૫૦૦નું ખાસ ઇનામ આપ્યું હતું.
ગુણવંત છો. શાહ

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રોડ પર ઢળેલાં પેટ્રોલમાં ધડાકાભેર આગઃ પેટ્રોલ ભેગું કરતા ૨૦૦ નાં મોત

દર્દીઓને બિનજરૃરી ટેસ્ટના રવાડે ચઢાવનાર ભારતીય તબીબને જેલ
ફ્રાંસના અર્થતંત્ર પર જોખમ પ્યુજો ૮૦૦૦ ને છૂટા કરશે

મિશેલ ઓબામાને મારી નાખવાની અંગરક્ષકની ધમકી

બ્રિટનમાં જેલથી બચવા ભારતીય શખ્સે મૂંગા હોવાનું નાટક કર્યું

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતીય બોક્સિંગ ટીમ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે લંડન જવા રવાના
નરેન્દ્ર મોદી જીસીએમાં સત્તા ટકાવવા સીબીસીની ચૂંટણી થવા દેતા નથીઃ અમીન
ઝવેરી બજાર, ઓપેરા હાઉસ અને દાદરની સલામતી સાવ રામભરોસે

૧૩/૭ બ્લાસ્ટ ઃ બે વર્ષની માસુમ માતાને પૂછે છે કે પાપા કબ આયેંગે?

કર્ણાટકની ઘટનાઓ ભાજપનું અધઃપતન દર્શાવે છે ઃ મોઈલી
સસરાની આવકના આધારે વહુ ભરણપોષણમાં વધારો માગી ન શકે
જાણીતી લેબોરેટરીનાં માલિક પાસે ૧૫ કરોડની ખંડણી માગનારાની ધરપકડ
ઇજાગ્રસ્ત વિનયના સ્થાને ઇરફાન પઠાણનો વન-ડે ટીમમાં સમાવેશ
ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન હોલીઓક રૃ.૧૨૦ કરોડના દેવા સાથે નાદાર
 
 

Gujarat Samachar Plus

ખૂબી અને ખામી બનાવે પેશન ઓફ લાઈફ
ગુજરાતના દરેક ગ્રેજ્યુએટ ઈ-કન્ટેન્ટ સાથે જોડાશે
ડિઝાઈનર યુગમાં માટલું પણ કેમ બાકી રહે?
શિક્ષણ સસ્તુ બનાવવા માટે પુસ્તકની આપ-લે
ઓછુ ખાઓ અને હેલ્ધી રહો
સ્કીન ટાઇટ જીન્સ બ્લડ સર્ક્યુલેશન માટે બાઘા રૂપ
 

Gujarat Samachar glamour

પ્રિયંકા સ્પેનના ઈલિજામાં રજાઓ ગાળશે
ભારતીય સુંદરી ડિયાના ઉપ્પલ ઉપર‘બિગ-બ્રધર’ શોમાં જાતિય ટિપ્પણી!
ગીતા બસરા ભજ્જી સાથે લગ્ન નહીં કરે
જોયા સ્તન કેન્સર પ્રત્યે જાગૃતા ફેલાવશે
શાહરૂખે ૫૦ હજાર રૂપિયાનો દંડ ભર્યો!
બીગ બી ‘બિગ અડ્ડા’ને છોડી ‘ટમ્બલર’ના શરણે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved