Last Update : 14-July-2012,Saturday

 

 

એનઆઈડી કેમ્પસમાં અકસ્માતે કોમામાં સરી જતા કૃણાલ પર ડોક્યુમેન્ટરી

ખૂબી અને ખામી બનાવે પેશન ઓફ લાઈફ

 

- એનઆઈડીમાં ભણતા કૃણાલને ગિટારના સૂરોએ એક નવું જીવન આપ્યું. આ વિષયને લઇને શહેરની એન.આઇ.ડીના ફિલ્મ અને વિડીયો કોમ્યુનિકેશનના ત્રણ વિદ્યાર્થીએ પેશન ઓફ લાઇફ નામની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવીને પ્રેરણા આપવાનું કામ શરૂ કર્યું.

 

શહેરની એન.આઇ.ડીના ફિલ્મ અને વિડીયો કોમ્યુનિકેશનના વિભાગના ગૌરવ ગાંગુલી, માર્વેન પોલ, રવિ જારપુલે અભ્યાસક્રમના ભાગરૂપે પેશન ઓફ લાઇફ પર એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી છે, આ ડોક્યુમેન્ટ્રી ફિલ્મમાં ત્રણ અલગ અલગ વિદ્યાર્થીઓના જીવન સધર્ષ રજૂ કરવામાં આવ્યા છે, આ ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું પ્રથમ અને મહત્વનું પાત્ર પુના શહેરનો રહેવાસી કૃણાલ અગ્નિહોત્રી જે એન.આઇ.ડીના ફાઉન્ડેશન કોર્સમાં અભ્યાસ કરે છે એક વર્ષે પહેલા કૃણાલ હોસ્ટેલની બિલ્ડીગના ત્રીજા માળથી નીચે પટકાયો હતો આ અકસ્માતમાં કૃણાલના પીઠના ભાગમાં ગંભિર ઇજા પહોચી હતી જેના કારણે તે એક મહિનો કોમામાં રહ્યો હતો, કૃણાલ એક સારો ગિટારીસ્ટ છે અને સંગીત સાથે ખુબ સારો નાતો ઘરાવે છે.
આ ડોક્યુમેન્ટ્રી ફિલ્મમાં કોમામાં રહેલા કૃણાલને રિકવરી માટે હોસ્પિટલમાં તેને ગમતું સંગીત સતત સંભળાવવામાં આવે છે અને ત્યાર બાદ કૃણાલ એક જ મહિનામાં કોમામાંથી બહાર નિકળીને એક નવા જીવનમાં પ્રવેશ કરે છે. અહી કૃણાલનું પેશન સંગીત છે અને આ સંગીતના સૂરો થકી કૃણાલને એક નવું જીવન મળ્યું છે.
આજે કૃણાલ એન.આઇ.ડીના કેમ્પસમાં ગિટારના સૂરો રેલાવીને જીવનની મજા લૂટે છે. આ ફિલ્મનું બીજુપાત્ર એક શિવકુમાર અમેધાનું છે જે ૧૯૬૪માં પ્રથમ મીસ્ટર ઇન્ડિયાનું ખિતાબ મેળવ્યું હતું. આજે તે પાંચ વાર મી. ઇન્ડિયા ખિતાબ મેળવી ચૂક્યા છે. તેઓ બોડી બિલ્ડર છે અને રિક્રિએશન હેલ્થ ઇન્સ્ટકટરનું કામ કરે છે, તેમનો પેશન ઓફ લાઇફ હેલ્થ છે. પાંચ વાર મી.ઇન્ડિયા બનવા માટે કેટલો સધર્ષ કરવો પડ્યો એ આ ડોક્યુમેન્ટ્રીમાં દર્શાવવામાં આવ્યું છે.
આ ફિલ્મનું ત્રીજુ પાત્ર જે સતત બેસ્ટ કરવામાં રચ્યા પચ્યા રહે છે. સિદ્રાર્થનું પેશન લાઇફમાં પરફેક્શન જરૂરી છે, સિદ્ધાર્થ ખૂબ ટ્રાવેલંિગ કરે છે તેઓ આર્ટીસ્ટ છે અને ઘરની સફાઇ હોય કે પછી ઓફીસનું કામ હોય દરેક કામને પરફેક્ટ આકાર કેવી રીતે આપી શકાય તે માટે સિદ્ધાર્થ દરેક પળે સધર્ષ કરતો હોય છે.
આ અંગે ફિલ્મ અને વિડિયો કોમ્યુનિકેશનનો વિદ્યાર્થી ગૌરવ ગાંગુલી કહે છે કે અમારા અભ્યાસના ભાગરૂપે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુ્રપમાં એક ડોક્યુમેનટ્રી ફિલ્મ બનાવવાની હતી. અમારે કઇક અલગ પ્રકારની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી હતી વિષય તો અમારી પાસે હતો ધી પેશન ઓફ લાઇફ પણ આ ફિલ્મ માટે અમારી પાસે કોઇ કેરેક્ટર ન હતા. એક વાર રાત્રિના બે વાગ્યાની આસપાસ અમારા ગુ્રપના સદસ્યો વચ્ચે ચર્ચા ચાલતી હતી ત્યાં કૃણાલનું વિશે ચર્ચા કરવામાં આવી તેના વિશે જાણ્યા બાદ અમને અમારી ફિલ્મનું પહેલું અને મહત્વનું કેરેક્ટર મળી ગયું અમેં કૃણાલને વાત કરી અને તે આ ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર દાખવી હતી.
આ અંગે ફિલ્મ અને વિડિયો કોમ્યુનિકેશનનો વિદ્યાર્થી માર્વેન પોલ કહે છે કે વિદ્યાર્થી જીવનમાં એનેક સંધર્ષગાથા છુપાયેલી હોય છે જે બહું ઓછા લોકો જાણતા હોય છે, જીવનને પરફેક્ટ બનાવવા માટે એક વ્યક્તિ કેવા કેવા સધર્ષનો સમાનો કરતો હોય છે તે અમે આ ડોક્યુમેન્ટ્રી ફિલ્મમાં રજૂ કર્યું છે.
આ અંગે ફિલ્મ અને વિડિયો કોમ્યુનિકેશનનો વિદ્યાર્થી રવિ જાનપૂલે કહે છે કે દરેક વ્યક્તિની અંદર એક ખૂબી અને એક ખામી હોય છે, કૃણાલ જેને સંગીત સાથે પ્રેમ છે. સંગીત સાથેનો નાતો હોવાથી કૃણાલને એક નવું જીવન મળ્યું, દરેક વ્યક્તિને શોખને યોગ્ય રીતે ડેવલોપ કરવામાં આવે તો શોખ એ વ્યક્તિના જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રોડ પર ઢળેલાં પેટ્રોલમાં ધડાકાભેર આગઃ પેટ્રોલ ભેગું કરતા ૨૦૦ નાં મોત

દર્દીઓને બિનજરૃરી ટેસ્ટના રવાડે ચઢાવનાર ભારતીય તબીબને જેલ
ફ્રાંસના અર્થતંત્ર પર જોખમ પ્યુજો ૮૦૦૦ ને છૂટા કરશે

મિશેલ ઓબામાને મારી નાખવાની અંગરક્ષકની ધમકી

બ્રિટનમાં જેલથી બચવા ભારતીય શખ્સે મૂંગા હોવાનું નાટક કર્યું

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતીય બોક્સિંગ ટીમ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે લંડન જવા રવાના
નરેન્દ્ર મોદી જીસીએમાં સત્તા ટકાવવા સીબીસીની ચૂંટણી થવા દેતા નથીઃ અમીન
ઝવેરી બજાર, ઓપેરા હાઉસ અને દાદરની સલામતી સાવ રામભરોસે

૧૩/૭ બ્લાસ્ટ ઃ બે વર્ષની માસુમ માતાને પૂછે છે કે પાપા કબ આયેંગે?

કર્ણાટકની ઘટનાઓ ભાજપનું અધઃપતન દર્શાવે છે ઃ મોઈલી
સસરાની આવકના આધારે વહુ ભરણપોષણમાં વધારો માગી ન શકે
જાણીતી લેબોરેટરીનાં માલિક પાસે ૧૫ કરોડની ખંડણી માગનારાની ધરપકડ
ઇજાગ્રસ્ત વિનયના સ્થાને ઇરફાન પઠાણનો વન-ડે ટીમમાં સમાવેશ
ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન હોલીઓક રૃ.૧૨૦ કરોડના દેવા સાથે નાદાર
 
 

Gujarat Samachar Plus

ખૂબી અને ખામી બનાવે પેશન ઓફ લાઈફ
ગુજરાતના દરેક ગ્રેજ્યુએટ ઈ-કન્ટેન્ટ સાથે જોડાશે
ડિઝાઈનર યુગમાં માટલું પણ કેમ બાકી રહે?
શિક્ષણ સસ્તુ બનાવવા માટે પુસ્તકની આપ-લે
ઓછુ ખાઓ અને હેલ્ધી રહો
સ્કીન ટાઇટ જીન્સ બ્લડ સર્ક્યુલેશન માટે બાઘા રૂપ
 

Gujarat Samachar glamour

પ્રિયંકા સ્પેનના ઈલિજામાં રજાઓ ગાળશે
ભારતીય સુંદરી ડિયાના ઉપ્પલ ઉપર‘બિગ-બ્રધર’ શોમાં જાતિય ટિપ્પણી!
ગીતા બસરા ભજ્જી સાથે લગ્ન નહીં કરે
જોયા સ્તન કેન્સર પ્રત્યે જાગૃતા ફેલાવશે
શાહરૂખે ૫૦ હજાર રૂપિયાનો દંડ ભર્યો!
બીગ બી ‘બિગ અડ્ડા’ને છોડી ‘ટમ્બલર’ના શરણે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved