Last Update : 14-July-2012,Saturday

 
દિલ્હીની વાત
 
કોંગ્રેસના પ્રિન્સ માટે ટેન્સન
ગાંધી પરિવારના પ્રિન્સ રાહુલ ગાંધીને ભવિષ્યમાં કોંગ્રેસના પ્રમુખ અને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરાઈ રહ્યા છે પરંતુ પક્ષના કેટલાક નેતાઓ રાહુલ ગાંધીની ઢચુ-પચુ રાજકારણી તરીકેની ઈમેજ અંગે ચિંતા વ્યક્ત કરાઈ છે. જ્યાં સુધી તે મહત્ત્વના મુદ્દે બોલાવાનું શરૃ નહીં કરે ત્યાં સુધી પોતાની ઈમેજ બનાવી નહીં શકે એમ નેતાઓ માની રહ્યા છે. લોકસભામાં લોકપાલ અંગેની ચર્ચામાં રાહુલ ગાંધીએ સૂચવ્યું હતું કે લોકપાલ સ્વતંત્ર દરજ્જાવાળી હોવી જોઈએ આ સિવાય કોઈ મહત્ત્વના મુદ્દે તે બોલ્યા નથી. આ ઉપરાંત કેટલાક રાજકીય પંડિતો માને છે કે કોંગ્રેસને કુટુંબવાદ તરફ જતી પણ રાહુલે રોકવી જોઈએ. આજની સ્થિતિ એ છે કે કોંગ્રેસનું આ પ્રથમ ફેમીલી તમામ વિવાદોથી દૂર છે. તેમના અંગે વિવાદો થતા નથી કે તેમને વિવાદો સ્પર્શતા નથી.
રાહુલ ગાંધી પ્રધાન બને...
કોંગ્રેસના કેટલાક નેતાઓ રાહુલ ગાંધીને સરકારમાં જોડાય તે અંગેનો પ્રચાર કરી રહ્યા છે. જો કે રાહુલ ગાંધી વડાપ્રધાન બનવાની ના પાડી ચૂક્યા છે. કેટલાક નેતાઓ માને છે કે રાહુલ ગાંધીએ વિધાનસભાની ચૂંટણીઓમાં વ્યસ્ત રહેવાના બદલે કેન્દ્રીય કેબિનેટમાં જોડાઈને વહિવટ માટે થોડી એપ્રેન્ટીસશીપ (પ્રેક્ટીસ) કરવાની જરૃર છે. કેટલાક કહે છે કે જો રાહુલ ગાંધી આમ આદમી સાથે જોડાઈ રહેવા માગતા હોય તો તેમણે કેબિનેટમાં રૃરલ ડેવલોપમેન્ટ કે પંચાયત રાજનો પોર્ટફોલીયો સંભાળી લેવો જોઈએ. પક્ષના નેતાઓના જણાવ્યા અનુસાર રાહુલે હવે બહાર આવવું જોઈએ નહીંતર તેમના માટે અને પક્ષ માટે જોખમી બની રહેશે.
ક્રોસ વોટિંગની શક્યતા
રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં ક્રોસ વોટીંગ અને સભ્યો ગેરહાજર રહેવાની ઘટનાઓ બનશે એમ મનાય છે. આ ચૂંટણીમાં રસપ્રદ વાત એ છે કે જે સાંસદો અને વિધાનસભ્યો મત આપવાના છે એ બધા સામે શંકાથી જોવાઈ રહ્યું છે. તે લોકો એવી પૂછપરછ કરી રહ્યા છે કે અગાઉ જાણ કર્યા વગર વોટ આપવા હાજર ના રહીએ તો શું થઈ શકે?! આ વૉટિંગ કરનારા એવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે શું અમારું વૉટીંગ ગુપ્ત રહેશે?! શું અમે પક્ષના આદેશનો ભંગ કરીશું તો શું થાય?!
ભાજપ-તૃણમૂલ નજીક આવે છે
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી અંગેના તમામ વિકલ્પો અંગે ભાજપ અભ્યાસ કરી રહ્યું છે. કોંગ્રેસે હમીદ અંસારીને બીજી ટર્મ માટે સૂચવ્યા છે. તેમના માટે ટેકો મેળવવા ખુદ વડાપ્રધાન પ્રયાસો કરી રહ્યા છે. ભાજપ તરફથી એવા સંકેતો મળી રહ્યા છે કે તે અંસારીને તાત્કાલીક કોઈ ટેકો નહીં આપે. ભાજપ સંગમા જેવા કોઈ નોન કોંગ્રેસી ઉમેદવારને ઉપરાષ્ટ્રપતિના જંગમાં ઉભો પણ નહીં રાખે, પરંતુ તૃણમુલ કોંગ્રેસે સૂચવેલા ઉમેદવારને ટેકો આપશે. અહીં ઉલ્લેખનીય છે કે તૃણમુલ કોંગ્રેસે અંસારીનો વિરોધ કર્યો છે. ભાજપ અને તૃણમૂલ વચ્ચે આ મુદ્દે થયેલા ટાઈઅપના કારણે કોંગ્રેસ અને ટીએમસી વચ્ચેનું અંતર વધ્યું છે તે તો ઠીક પણ કોંગ્રેસ મૂંઝવણમાં મુકાઈ છે.
દિલ્હી બનશે ફિલ્મ સીટી
ભારતના ફિલ્મ સીટી તરીકે દિલ્હીને ડેવલોપ કરવા અને વિવિધ રાજ્યો અને કેટલીક એજંસીઓએ પ્રયાસ કર્યા છે. ૩૧ જુલાઈએ OSIANગૃપ સાથેની બેઠક દરમ્યાન આ મુદ્દે ચર્ચા થશે. OSIAN ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ દિલ્હીમાં ૨૭ ઓગસ્ટથી દશ દિવસ માટે ચાલશે. દિલ્હીના મુખ્ય પ્રધાન શીલા દિક્ષીત મુખ્ય મહેમાન પદે રહેશે એમ OSIANગૃપના ચેરમેન નેવીલ ટુલીએ પત્રકારોને જણાવ્યું હતું. તેમણે દિલ્હી અને કેન્દ્ર સરકારની ખાસ કરીને માહિતી અને પ્રસારણ ખાતાએ આપેલા સહકારની પ્રશંસા કરી હતી.
- ઈન્દર સાહની
Share |
 

Gujarat Samachar Plus

ખૂબી અને ખામી બનાવે પેશન ઓફ લાઈફ
ગુજરાતના દરેક ગ્રેજ્યુએટ ઈ-કન્ટેન્ટ સાથે જોડાશે
ડિઝાઈનર યુગમાં માટલું પણ કેમ બાકી રહે?
શિક્ષણ સસ્તુ બનાવવા માટે પુસ્તકની આપ-લે
ઓછુ ખાઓ અને હેલ્ધી રહો
સ્કીન ટાઇટ જીન્સ બ્લડ સર્ક્યુલેશન માટે બાઘા રૂપ
 

Gujarat Samachar glamour

પ્રિયંકા સ્પેનના ઈલિજામાં રજાઓ ગાળશે
ભારતીય સુંદરી ડિયાના ઉપ્પલ ઉપર‘બિગ-બ્રધર’ શોમાં જાતિય ટિપ્પણી!
ગીતા બસરા ભજ્જી સાથે લગ્ન નહીં કરે
જોયા સ્તન કેન્સર પ્રત્યે જાગૃતા ફેલાવશે
શાહરૂખે ૫૦ હજાર રૂપિયાનો દંડ ભર્યો!
બીગ બી ‘બિગ અડ્ડા’ને છોડી ‘ટમ્બલર’ના શરણે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved