Last Update : 14-July-2012,Saturday

 

નોકરી કે વ્યવસાયાર્થે ભારત આવતાં વિદેશીઓની સંખ્યા બમણી થઇ

જીડીપીમાં ઘટાડો થયો છતાં યુરેાપ કરતાં ભારતીય અર્થતંત્ર પર તેમને વધુ વિશ્વાસ

હેલિમ તાસ્તન પાસે પોતાના વતન કે ઘરને યાદ કરવાનો સમય જ હોતો નથી. ભારતમાં નોકરી કે વ્યવસાય અંગે આવતાં વિદેશીઓ (એકસપેટ્રીએટ)ની સંખ્યા વધતી જતી હોવાથી આ તુર્કીશ કન્સલ્ટન્ટ પાસે ઘડીનેા પણ સમય નથી. બેંગ્લોરમાં રહેતી હેલિમ કહે છે કે હું ભારતને પ્રેમ કરુંછું. તેની કંપની ટુરિઝમ ,એન્ટરટેન્મેન્ટ અને કોન્સ્યુલેટ કન્સલ્ટન્સીનું કામકાજ કરે છે.
હવે તેનો ભાવિ જીવનસાથી ડેન્ટલ ટેકનીશીયન હયાતી દાસબીલીક તુર્કીના અતાન્યાથી ભારત આવતાં તેણે પોતાના પોર્ટફોલિયોમાં ડેન્ટલ ટુરિઝમનો સમાવેશ કર્યો છે.
ચાર વર્ષથી ભારતમાં રહેતી હેલમે એકલા બેંગ્લોરમાં જ એકસપેટ્રીએટની વસતિ ત્રણમાંથી વધીને ૫૫ થઇ ગઇ હોવાનું નોંધ્યુ ં છે.
ભારતમાં નોકરી કે વ્યવસાય અંગે આવતાં વિદેશીઓની સંખ્યા ઝડપભેર વધી રહી છે. અહીં આ ધ્યેય સાથે સૌથી પહેલાં આવેલા વિદેશીઓ હોસ્પિટાલિટી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં કામ કરતાં હતા. ત્યારબાદ ઉડ્ડયન ક્ષેત્રમાં તેઓ પ્રવેશ્યા અને હવે તો ઇન્ફ્રાસ્ટ્રકચર ,સ્પોર્ર્ટ્સ,સોશ્યલ સેકટર મેન્યુફેકચરીંગ ,લકઝરી માર્કેટ અને એકસપોટ-ર્ ઇમ્પોર્ટ જેવા અનેક ક્ષેત્રમાં વિદેશી નિષ્ણાતો આવી રહ્યા છે.
એક પ્લેસમેન્ટ એજન્સીના વડાના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે ભારત આકર્ષક જોબ ડેસ્ટિનેશન બની ગયું છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં નોકરી કરવા માટે યુરોપ,ઓસ્ટ્રેલિયા ન્યુઝિલેન્ડઅને એશિયાના અન્ય દેશોમાંથી ઓટોમોબાઇલ ,ઇન્ફ્રાસ્ટ્રકચર અને ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ જેવા ક્ષેત્રમાં નોકરીની રહેલી તક વિશેે પૂછપરછ કરવામાં આવે છે. વિદેશીઓ અહીં આવવા માટે અત્યંત ઉત્સુક છ ે અને ૨૩૩ દેશને સમાવી લેતી એકસપોટબ્લોગ ડોટ કોમ વેબસાઇટમાં ૧૬૮ વિદેશીઓની યાદી છે જે ભારતમાં જુદાજુદા ૧૧ સ્થળે રહે છે. વળી હાલમાં યુરોપમાં મંદીની અસર જોવા મળે છે એટલે ત્યાંના યુવાનો ભારતમાં રહેલી રોજગારીની તક વિશે ખાસ તપાસ કરતાં હોય છે. અમેરિકા અને યુરોપની બજારોની સ્થિતિ અત્યારે તંગ છે. ત્યાંનુું અર્થતંત્ર અત્યારે ડામાડોળ સ્થિતિમાં છે અને તેઓ ભારતને શ્રેષ્ઠ આર્થિક રીતે સધ્ધર થતાં જતાં રાષ્ટ્ર તરી કેે જુઅ ેછે અને અહીં કામ કરવું તેમને માટે ગર્વની વાત ગણાય છે.
વૈશ્વિક કંપનીઓને ભારતમાં પોતાની શાખા ખોલવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. અહીં વેતન સસ્તું છે અને આવડત ધરાવતાં કામગારો મળી રહે છ ેઅને માળખાકીય સુવિધા પણ ઉપલબ્ધ છે એમ એક આંતરરાષ્ટ્રીય ટેલેન્ટ સર્વિસ કંપનીના ઉપપ્રમુખ એન્થની દેવડોસાએ કહ્યું હતું. તેઓ ભારતીય મૂળના મલયેશિયન છે.કેટલાક એશિયન દેશોમાં એવો નિયમ છે કે કંપનીના વડા તરીકે ત્યાંની સ્થાનિક વ્યક્તિને જ રાખવી જોઇએ .જયારે ભારતમાં આવો કેાઇ નિયમ નથી એટલે આંતરરાષ્ટ્રીય કંપનીના ચીફ માટે પણ ભારતના દરવાજા ખુલ્લા છે એમ દેવડોસાએ ઉમેર્યું હતું.
ભારતમાં આવતાં અને કામ કરતાં વિદેશીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં લઇને બેંગ્લોર,હૈદરાબાદ ,કોચીન અને થિરુવનન્તપુર જેવા શહેરોની ફોરેનર્સ રજીસ્ટ્રેશન ઓફિસ (એફઆરઓ)ને પણ પ્રાદેશિક ઓફિસમાં અપગ્રેડ કરવામાં આવી છે. છ મહિનાથી વધુ સમય માટે ભારતમાં રહેતા કે કામ કરતાં વિદેશીઓએ એફઆરઓ સાથે રજીસ્ટ્રેશન કરાવવું પડે છે.
સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે છેલ્લા ચાર વર્ષમાં આશરે ૨૩ લાખ રજીસ્ટ્રેશન છતાં વિદેશીઓની સંખ્યા બમણી થઇ ગઇ છે. ૧૫થી ૨૦ ટકા અરજદારો બિઝનેસ,જોબ કે તેવા જ કોઇ કામ માટે અરજી કરતાં હોય છે.
હવે ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓની શાખા ભારતમાં શરૃ થઇ છે અને તેઓ તેમના કર્મચારીઓને ભારતમાં કંપનીને સેટ કરવા મોકલે છે પણ તેમને ભારતનું પોસ્ટીંગ અગવડભર્યું લાગતું નથી. બે વર્ષ સુધી એક આંતરરાષ્ટ્રીય કંપનીમાં નોકરી કરનારા ફ્રેંચ નાગરિક ઓલીવીયર જેકવિયર તો ભારતમાં કામ કરવા આતુર હતો. તે કહે છે કે મારે મારા પરિવાર સાથે વિદેશમાં વસવાય કરવાનો અનુભવ લેવો હતો.
ઓલીવીયર સાથે તેની પત્ની અને ત્રણ સંતાનો પણ ભારત આવ્યા હતા.અત્યારે ભારતમાં મોટી મોટી વિદેશી કંપનીઓ રોકાણ કરી રહી છે એટલે તેજી છે. આગામી એક દાયકામાં ભારત ઓટોમોટીવ ક્ષેત્રમાં અગ્રણી દેશ બની જશે. અત્રે નોંધનીય છે કે ઓલીવીયર સાથે તેની કંપનીના ૩૬ વિદેશીઓ હાલમાં ભારતમાં છે.
ભારતમાં આવા વિદેશીઓની ે તેમની નિપુણતાને કારણે પ્રોજેકટ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં માગ વધી રહી છે. આજે વેપારઉદ્યોગ વધુ જટિલ અને સ્પર્ધાત્મક બની ગયા છે .આથી ઇન્ફ્રાસ્ટ્રકચર જેવા ક્ષેત્રમાં વિદેશી અનુભવીઓની જરૃર પડે છે જેમ કે ચેન્નઇ મેટ્રો રેલ પ્રોજેકટ .૧૫હજાર કરોડના આ પ્રકલ્પની કન્સલ્ટન્ટ કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે આ ક્ષેત્રમાં અનુભવી લોકો ઘણા ઓછા છે. આથી અમારે મેટ્રો રેલ બાંધવાનો અનુભવ અને સમજ ધરાવતાં વિદેશી નિષ્ણાતોને લેવા પડયા છે. આ પ્રકલ્પની મુખ્ય સૂત્રધાર જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી છે અને તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે મેટ્રો રેલ બાંધવાનો અનુભવ ધરાવનારાને ફરજીયાત લીધા છે. આથી આ પ્રકલ્પ સાથે ન્યુઝિલેન્ડ ,ઓસ્ટ્રેલિયા ,અમેરિકા,ફ્રાંસ ફિલિપાઇન્સ ,આયર્લેન્ડ અને ગ્રીસના લોકો જોડાયા છે. તેમને તેમની ઇચ્છા અનુસાર અને પાશ્ચાત્ય દેશોમાં આપવામાં આવે છે તે પ્રમાણે વેતન આપવામાં આવ્યું છે.
જો ક અત્યારે ે ભારતીય જીવનશૈલીમાં બદલાવ આવ્યો છે. અહીંના વેતન માળખામાં પરિવર્તન આવ્યું છે. વિદેશમાં વચલા સ્તરના મેનેજરોને જે વેતન મળે છે તે હવે અહીં મળે છે.
અહીં તમામ અત્યાધુનિક સુવિધા ઘરાવતાં ઘર ,મોલ,ફોરેન બ્રાન્ડ ,મલ્ટી કુઝીન વગેરે ઉપલબ્ધ છે એટલે વિદેશીઓ માટે રહેવું સરળ રહે છે.સારી સ્કૂલો અને ઓછો ખર્ચ હોવાથી એકસપેટ્રીએટ પોતાના વતન કરતાં વધુ વૈભવી રીતે ભારતમાં રહે છે. આ ઉપરાંત ભારત અને ચીનનો વિકાસ જોઇને પણ વિદેશીઓ અહીં આવવા આકર્ષાય છે. વૈશ્વિક બહુરાષ્ટ્રીય કંપનીઓ અહીં સંશોધન અને વિકાસ કેન્દ્રો અથવા કોલ સેન્ટર શરૃ કરે છે જેથી એકસપેટ્રીએટને નોકરીની સારી તકો મળે છે.
જો કે એવું નથી કે પાશ્ચાત્ય દેશોમાં ફૂંકાયેલા મંદીના પવનને કારણ ભારતમાં વિદેશીઓના ધાડા આવી રહ્યા છે. અહીં વિવિએન સ્ટીફનનું ઉદાહરણ લેવા જેવું છે. વિવિએને ફ્રાંસની એક પંચ તારક હોટલમા કામ કરતાં જ જીવન વિતાવ્યું હતું. ત્રણ વર્ષ અગાઉ તે મુંબઇ આવ્યા અને પોતાની એક કંપની સ્થાપી. તેઓ જણાવે છે કે ભારતીય રાજવીઓને કારણ ભારત વૈભવ માટે જાણીતો છે. આથી આ ક્ષેત્રમાં સારી તક છે એની મને જાણ હતી ખાસ કરીને પર્યટન ક્ષેત્રમાં ભારે ઉજવળ તક છે. હું ભારતને પ્રેમ કરું છું અને અહીં આવવાનો નિર્ણય મેં દિલથી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ ભારતીય પર્યટકો માટે વિદેશમાં બુટિક હોટલ બુક કરાવે છે.
૪૦ વર્ષના શોને ૨૦૦૬માં ભારતને પોતાનું વતન બનાવ્યું અને ચેન્નઇમાં કોલ સેન્ટર તથા ટ્રેડીંગ કંપની શરૃ કરી . તેણે ભારત આવવા માટે અમેરિકામાં રહેલી માર્કેટીંગની સારી નોકરી છોડી દીધી હતી. તેઓ કહે છે કે ભારતીય સંસ્કૃતિમાં પરિવર્તન આવતું જાય છે અને યુવાનોને સાથે લઇને એક ઇતિહાસનું સર્જન કરી શકાય એમ છે. મારે એક નવા જગતના કેન્દ્રમાં રહેવું હતું અને તે ભારતમાં રહીને જ શકય થવાનું હતું.
એવું નથી કે વિદેશીઓ ઔદ્યોગિક ક્ષેત્રમાં જ પ્રવેશી રહ્યા છે .ઘણા એવા પણ છે જે નવા ક્ષેત્રનો વિસ્તાર કરે છે. ફ્રી લાન્સ બ્રોડકાસ્ટ એન્જીનીયર અમેરિકન બોબ સ્વેગેર્ટીએ ઓનલાઇન રેડિયો સ્ટેશન શરૃ કર્યું છે. વાસ્તવમાં તે યુવા ભારતીયોને ઓડિયો પોસ્ટ પ્રોડકશન શીખવવા આવ્યા હતા. એક ઉત્પાદક કંપની માટે કામ કરવા બેલ્જીયમથી ભારત આવનારા પીટર વોન ગીટે ચેન્નઇમાં એક ટ્રેકિંગ કલબ ચાલુ કરી છે.
જયારે ફ્રાંસના વતની અને પ્રોફેશનલ પાઇલટ જીન ક્રિસ્ટોફ બ્રેસાટ અબીં તેમની સાથે પ્લેનેટ બલૂન લાવ્યા હતાઅને હોટ એર બલૂનનો આરંભ કર્યો હતો. ટુરિઝમ ક્ષેત્રે ભારત એક નવી બજારની ગરજ સારે છે. ફ્રાંસની કેટલીક ખાસિયતો અહીં લાવી શકાય છે.
જો કે હાલમાં તેા ભારતની આર્થિક સ્થિતિ પણ થોડી કથળી રહી છે .તેનો જીડીપી નવ ટકાથી ઘટીને છ ટકા થઇ ગયો છે. પરંતુ વિદેશીઓને તેની ચિંતા નથી. તેઓ કહે છે કે યુરેાપમાં તો છ ટકા જીડીપીના સપના જોવામાં આવે છે. અમને તેની કોઇ ફિકર નથી આર્થિક ચક્ર તો ઉપર નીચે થયા કરે .અહીના બજારમાં દમ છે તે વાત નકારી શકાય એવી નથી.

- કાંતિલાલ

Share |
 

Gujarat Samachar Plus

ખૂબી અને ખામી બનાવે પેશન ઓફ લાઈફ
ગુજરાતના દરેક ગ્રેજ્યુએટ ઈ-કન્ટેન્ટ સાથે જોડાશે
ડિઝાઈનર યુગમાં માટલું પણ કેમ બાકી રહે?
શિક્ષણ સસ્તુ બનાવવા માટે પુસ્તકની આપ-લે
ઓછુ ખાઓ અને હેલ્ધી રહો
સ્કીન ટાઇટ જીન્સ બ્લડ સર્ક્યુલેશન માટે બાઘા રૂપ
 

Gujarat Samachar glamour

પ્રિયંકા સ્પેનના ઈલિજામાં રજાઓ ગાળશે
ભારતીય સુંદરી ડિયાના ઉપ્પલ ઉપર‘બિગ-બ્રધર’ શોમાં જાતિય ટિપ્પણી!
ગીતા બસરા ભજ્જી સાથે લગ્ન નહીં કરે
જોયા સ્તન કેન્સર પ્રત્યે જાગૃતા ફેલાવશે
શાહરૂખે ૫૦ હજાર રૂપિયાનો દંડ ભર્યો!
બીગ બી ‘બિગ અડ્ડા’ને છોડી ‘ટમ્બલર’ના શરણે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved