Last Update : 14-July-2012,Saturday

 
 

લીની ૧૩ વર્ષની કારકિર્દીનો ઇજાના કારણે અંત આવ્યો
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

૨૨૦ વન ડેમાં લીએ ૩૮૦ વિકેટ ઝડપી હતી ઃ ૨૦૦૫માં ન્યુઝીલેન્ડ સામે લીએ ૧૬૦.૮ કિ.મી.ની ઝડપે બોલ નાંખ્યો હતો

 

સીડની,તા.૧૩
ઓસ્ટ્રેલિયાના ઝંઝાવાતી બોલર બ્રેટ લીએ આંતરરાષ્ટ્રીય વન ડે અને ટ્વેન્ટી-૨૦માંથી પણ નિવૃત્તિ જાહેર કરી દેતા ફાસ્ટ બોલિંગના એક યુગનો અંત આવ્યો હતો. ક્રિકેટ ઇતિહાસમાં ૧૬૦.૮ કિમીની ઝડપે 'વર્લ્ડ સેકન્ડ ફાસ્ટેસ્ટ બોલ' નાંખનારા બ્રેટ લીએ ૨૨૦ વન ડેમાં ૩૮૦ વિકેટ ઝડપી હતી. જે ઓસ્ટ્રેલિયા તરફથી વન ડેમાં સૌથી વધુ વિકેટ ઝડપવાના મેક્ગ્રાના ૩૮૧ વિકેટના રેકોર્ડ કરતાં એક ઓછી છે. જ્યારે તેણે ૨૫ ટ્વેન્ટી-૨૦માં ૨૮ વિકેટ ઝડપી હતી. લીએ બે વર્ષ પહેલા જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.
વિશ્વભરના બેટ્સમેનોમાં ફાસ્ટ બોલિંગને કારણે પોતાનો આગવો પ્રભાવ ઉભો કરનારા બ્રેટ લીની૧૩ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત ઇજાના કારણે આવ્યો હતો. હાલમાં ઈંગ્લેન્ડ પ્રવાસમાં ૦-૪થી પરાજીત થનારી ઓસ્ટ્રેલિયાની ટીમમાં બ્રેટ લી પણ હતો. જો કે તે ઇજાના કારણે ચાલુ શ્રેણીમાંથી બહાર થઇ ગયો હતો. જો કે તેણે સ્પષ્ટતા કરી હતી કે, તે ઇન્ડિયન પ્રીમિયર લીગ અને બીગ બેશ લીગમાં રમતો રહેશે. બ્રેટ લીએ ટેસ્ટ ક્રિકેટમાં ૩૧૦ વિકેટ ઝડપી હતી અને તે ઓસ્ટ્રેલિયાના હાઇએસ્ટ વિકેટટેકર્સમાં વોર્ન (૭૦૮), મેક્ગ્રા (૫૬૩) અને લીલી (૩૫૫) પછી ચોથા ક્રમે હતો. બ્રેટ લીના નામે ક્રિકેટના ઇતિહાસની બીજા ક્રમની ફાસ્ટેસ્ટ ડિલિવરીનો રેકોર્ડ નોંધાયેલો છે. તેણે ૨૦૦૫માં ન્યુઝીલેન્ડ સામે નેપીયરમાં ૧૬૦.૮ કિમીની ઝડપે બોલ નાંખ્યો હતો, જે રેકોર્ડ બુકમાં શોએબ અખ્તરના રેકોર્ડ પછી સ્થાન ધરાવે છે. સતત ૧૫૦ કિમીની ઝડપની આસપાસ બોલ નાંખવાના કારણે બ્રેટ લીને સ્ટ્રેસ ફ્રેકચર થતું અને ઇજાઓના કારણે તેને તેની બોલિંગ એકશનમાં ફેરફાર કરવો પડયો હતો. જે પછી તેની ઝડપમાં પણ તબક્કાવાર ઘટાડો જોવા મળ્યો હતો.
ઝંઝાવાતી બોલર તેના પાવરફૂલ બોલને કારણે બેટસમેનને એડજેસ્ટ થવાનો સમય આપતોનહતો. બ્રેટ લી સામે રમવું પડકારજનક મનાતું કારણ કે તે માટે બેટ્સમેને ખુબ જ ઝડપથી બોલને અનુકૂળ થવું પડતું. ખાસ કરીને બેટ્સમેનના પગના અંગૂઠાની જગ્યાએ બાઉન્સ થઇને અંદરની તરફ આવતા તેના બોલ પર બચવું ખુબ જ મુશ્કેલ હતું. તેનો હસમુખો ચહેરો, સ્પોર્ટિંગ વર્તન અને બોલિંગમાં સતત પરિવર્તન કરવાના તેના પ્રયત્નએ તેને લોકપ્રિયતા અપાવી હતી.
ક્રિકેટના મેદાનની બહાર મિત્રો બનાવવામાં નિષ્ણાત બ્રેટ લી બાસ અને ગિટાર વગાડવાનો શોખીન છે. તે તેના ન્યૂ સાઉથ વેલ્સના સાથી ક્રિકેટરોની સાથે સિક્સ એન્ડ આઉટ બેન્ડ સાથે જોડાયેલો છે. તેણે લખેલું અને ગાયેલું ગીલ યુઆર ધ વન ફોર મી ભારતમાં જબરજસ્ત લોકપ્રિય બન્યું હતુ,. તેણે બોલીવુડ ફિલ્મ વિકટ્રીમાં પણ કામ કર્યું હતુ.
નિવૃત્તિ અંગે બ્રેટ લીએ કહ્યું કે, જ્યારે તમે સતત ૧૬ વર્ષ સુધી ૧૫૫ કિલોમીટરની ઝડપે બોલ નાંખવાનો પ્રયાસ કરતા રહો તો તેનાથી શરીર પર અસર થાય જ. આ કારણે જ વિશ્વના ગણતરીના લોકો આમ કરી શક્યા છે. આમ કરવું ખુબ જ મુશ્કેલ છે. વર્ષ ૨૦૦૮માં ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર જાહેર થયેલા બ્રેટ લીએ અંગત જીંદગીમાં આવેલા તોફાનના કારણે ક્રિકેટમાંથી થોડો સમયનો બ્રેક લીધો હતો.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે નિવૃત્તિ જાહેર કરનારા બ્રેટ લીનો આભાર માન્યો હતો અને ક્રિકેટમાં તેણે આપેલી સેવાઓને બીરદાવી હતી. તેમણે કહ્યું હતુ કે, બ્રેટ લીએ બાળકોનો ફાસ્ટ બોલિંગ તરફ આકર્ષ્યા છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ વો સહિતના ખેલાડીઓ, બ્રેટ લીના સાથીઓ અને ક્રિકેટ વિવેચકોએ પણ બ્રેટ લીના પ્રદાનને વખાણ્યું હતુ.

બ્રેટ લી ઃ ફેક્ટ ફાઇલ
* ૮ નવેમ્બર, ૧૯૭૬ના રોજ ન્યુ સાઉથ વેલ્સના વોલોન્ગોંગમાં જન્મ
* ૯ જાન્યુઆરી, ૨૦૦૦ના રોજ પાકિસ્તાન સામે બ્રિસબેનમાં પ્રથમ વન ડે રમ્યો. માર્ચમાં બોલિંગ એકશન અંગે શંકા વ્યક્ત કરવામાં આવી પણ ત્યાર બાદ તેને ક્લિનચિટ અપાઇ.
* ૨૦૦૩માં ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ જીતનારી ટીમનો સભ્ય હતો.
* ૨૦૦૬માં આઇસીસી ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર, વન ડેની ટીમમાં સ્થાન મળ્યું.
* ૨૯ જુન, ૨૦૦૮માં વિન્ડિઝ સામે સેંટ.જ્યોર્જમાં ૩૦૦ મી વન ડે વિકેટ ઝડપી. આવી સિધ્ધિ મેળવનારો બીજો ઓસ્ટ્રેલિયન બન્યો.
* જાન્યુઆરી, ૨૦૦૯ ડાબી ઘુંટીની ઇજા પર સર્જરી કરાવી.
* ફેબુ્રઆરી, ૨૦૧૦માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી.
* ૨૦૧૧માં આશરે એક વર્ષના બ્રેક બાદ પુનરાગમન, વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ ૧૩ વિકેટ ઝડપી.
* ૨૩ માર્ચ, ૨૦૧૨ના રોજ વિન્ડિઝ સામે વન ડે કારકિર્દીનો સર્વોચ્ચ ૫૯ રનનો સ્કોર કર્યો પણ ટીમ હારી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રોડ પર ઢળેલાં પેટ્રોલમાં ધડાકાભેર આગઃ પેટ્રોલ ભેગું કરતા ૨૦૦ નાં મોત

દર્દીઓને બિનજરૃરી ટેસ્ટના રવાડે ચઢાવનાર ભારતીય તબીબને જેલ
ફ્રાંસના અર્થતંત્ર પર જોખમ પ્યુજો ૮૦૦૦ ને છૂટા કરશે

મિશેલ ઓબામાને મારી નાખવાની અંગરક્ષકની ધમકી

બ્રિટનમાં જેલથી બચવા ભારતીય શખ્સે મૂંગા હોવાનું નાટક કર્યું

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતીય બોક્સિંગ ટીમ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે લંડન જવા રવાના
નરેન્દ્ર મોદી જીસીએમાં સત્તા ટકાવવા સીબીસીની ચૂંટણી થવા દેતા નથીઃ અમીન
ઝવેરી બજાર, ઓપેરા હાઉસ અને દાદરની સલામતી સાવ રામભરોસે

૧૩/૭ બ્લાસ્ટ ઃ બે વર્ષની માસુમ માતાને પૂછે છે કે પાપા કબ આયેંગે?

કર્ણાટકની ઘટનાઓ ભાજપનું અધઃપતન દર્શાવે છે ઃ મોઈલી
સસરાની આવકના આધારે વહુ ભરણપોષણમાં વધારો માગી ન શકે
જાણીતી લેબોરેટરીનાં માલિક પાસે ૧૫ કરોડની ખંડણી માગનારાની ધરપકડ
ઇજાગ્રસ્ત વિનયના સ્થાને ઇરફાન પઠાણનો વન-ડે ટીમમાં સમાવેશ
ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન હોલીઓક રૃ.૧૨૦ કરોડના દેવા સાથે નાદાર
 
 

Gujarat Samachar Plus

ખૂબી અને ખામી બનાવે પેશન ઓફ લાઈફ
ગુજરાતના દરેક ગ્રેજ્યુએટ ઈ-કન્ટેન્ટ સાથે જોડાશે
ડિઝાઈનર યુગમાં માટલું પણ કેમ બાકી રહે?
શિક્ષણ સસ્તુ બનાવવા માટે પુસ્તકની આપ-લે
ઓછુ ખાઓ અને હેલ્ધી રહો
સ્કીન ટાઇટ જીન્સ બ્લડ સર્ક્યુલેશન માટે બાઘા રૂપ
 

Gujarat Samachar glamour

પ્રિયંકા સ્પેનના ઈલિજામાં રજાઓ ગાળશે
ભારતીય સુંદરી ડિયાના ઉપ્પલ ઉપર‘બિગ-બ્રધર’ શોમાં જાતિય ટિપ્પણી!
ગીતા બસરા ભજ્જી સાથે લગ્ન નહીં કરે
જોયા સ્તન કેન્સર પ્રત્યે જાગૃતા ફેલાવશે
શાહરૂખે ૫૦ હજાર રૂપિયાનો દંડ ભર્યો!
બીગ બી ‘બિગ અડ્ડા’ને છોડી ‘ટમ્બલર’ના શરણે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved